Sunday, March 3, 2019

જમશેદજી નસરવાનજી ટાટા --- Jamshedji Nasrvanji Tata

Jamsetji Tata
Indian industrialist

Description

Jamsetji Nusserwanji Tata was an Indian pioneer industrialist, who founded the Tata Group, India's biggest conglomerate company. He was born to a Parsi Zoroastrian family in Navsari, then part of the princely state of Baroda. He founded what would later become the Tata Group of companies. Wikipedia
Born3 March 1839, Gujarat
Died19 May 1904, Bad Nauheim, Germany
Full nameJamsetji Nusserwanji Tata

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⚒💰⚒💰⚒💰⚒💰⚒💰
જમશેદજી નસરવાનજી ટાટા

ભારતીય ઉદ્યોગના પિતા
🔩⛏🛠⚒🔨🔧⚙🔩⛏⚒(સંપૂર્ણ માહિતી PDF મા ઉપલબ્ધ)

🔸જન્મ
3 માર્ચ – 1839 , નવસારી

🔸અવસાન💐
19 મે – 1904 , Bad Nauheim, Germany

👩‍👩‍👧‍👦👩‍👧‍👧કુટુમ્બ👨‍👧‍👧👩‍👧‍👦
માતા – જીવનબાઇ ; પિતા – નસરવાનજી
પત્ની – હીરાબાઇ ; પુત્ર – દોરાબજી

📝અભ્યાસ📝🔏

પ્રાથમિક , માધ્યમિક – નવસારી
1858 – એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.


🎌વ્યવસાય🚩
શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ

📍📍🏴જીવન ઝરમર📍📍🏴

14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા

🖌1868 સુધી – પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી

📌1869 – ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી

🖌1874 – બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 
🖍🖍1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું

🎉🎯🎯🎯જીવનના ત્રણ સ્વપ્ન – 1⃣પોતાનું સ્ટીલનું કારખાનું, 
2⃣વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને 
3⃣પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ;
ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.

🔘☑️ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ – બેન્ગ્લોર, અને 
🔘☑️ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા

4⃣તેમનું ચોથું સ્વપ્ન – દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે તે મુંબાઇ માં કોલાબા ખાતેની ⛲️તાજમહાલ⛲️ હોટલ 1903 માં તે જમાનામાં માતબર કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું ⚡️વિજળી સાથેનું મકાન
પ્રબળ રાષ્ટ્રવાદી, 🎩દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં

🎓👏👏🎓તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન

જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.👍👏👏👏


👉👉તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું

🙌પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👌👌ટાટા ભારતનું સૌથી જૂનું અને સૌથી મોટું ઉદ્યોગ ગૃહ છે. 

👉ટાટાની કંપનીઓ આપણા દેશ ઉપરાંત દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે. 
👉તેના ઉદ્યોગોમાં નમકથી માંડીને પોલાદનો સમાવેશ થાય છે. 
👉⚙ટાટા જૂથના ભીષ્મપિતામહ જમશેદજી નસરવાનજી ટાટાએ ઝારખંડમાં આવેલા 🌟🌟ભારતના સૌથી પ્રથમ લોખંડનાં કારખાનાનો પાયો નાખ્યો હતો. 
⚙🔩🛡આજે ટાટા સ્ટીલની ગણતરી દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની તરીકે થાય છે. 

🚜🚛🚚ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સ છે, 
🚗🚕જે ઇન્ડિકા અને ઇન્ડિગો ઉપરાંત જગુઆર અને લેન્ડરોવર જેવી મોટર કારો પણ બનાવે છે. 

⌨💻📲ટાટા ક્ધસલ્ટન્સી ભારતની સૌથી જૂની આઇટી આઉટસોર્સિંગ કંપની છે. 
☕️☕️🌱🌱ટાટા ટી કંપની ચાના બગીચાઓની માલિકી ધરાવે છે.

✨☄✨ ટાટા કેમિકલ્સ નમકની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.
⛲️⛲️ મુંબઇની તાજમહાલ હોટેલ જેવી ફાઇવ સ્ટાર હોટેલો ટાટા જૂથની માલિકીની છે.
📲📱 ટાટા ટેલિસર્વિસિસ કંપની મોબાઇલ સર્વિસના ક્ષેત્રમાં ગજું કાઢનારી કંપની છે.

🕋⛩નવસારીમાં જન્મેલા જમશેદજી ટાટાના પિતા નસરવાનજી ચીન અને બ્રિટનમાં શણની નિકાસ કરતા હતા.

🕍🕍ઇ.સ.૧૮૫૯માં જમશેદજી ટાટા હોંગકોંગ ગયા અને તેમણે ત્યાં ટાટા એન્ડ કંપનીની બ્રાન્ચ શરૂ કરી. જમશેદજી ટાટાએ ઇ.સ.૧૮૬૮ સુધી પોતાના પિતાજીના ધંધાનું વિસ્તરણ કર્યું. ત્યાર બાદ માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેમણે પિતાથી અલગ થઇને કાપડ મિલના ધંધામાં ઝંપલાવી દીધું.

🎀🎏🎀તે કાળમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં રૂની નિકાસ થતી હતી. બ્રિટનની મિલોમાં તેનું કાપડ બનતું હતું અને ભારતમાં વેચાતું હતું. જમશેદજી ટાટાએ ઇ.સ.૧૮૬૮માં નાગપુર ખાતે કાપડ મિલ શરૂ કરી. તેનું કાપડ ભારતમાં વેચાવા ઉપરાંત ચીન, જપાન કોરિયા વગેરે દેશોમાં નિકાસ પણ થવા લાગ્યું. જમશેદજી ટાટાએ મુંબઇમાં પણ ધરમશી મિલ ચાલુ કરી, જે પાછળથી સ્વદેશી મિલ તરીકે ઓળખાઇ. આ મિલે ભારતમાં સ્વદેશી કાપડની ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.👏👏👏👏👏👏

✨☄☀️જમશેદજી ટાટાએ પોતાની જિંદગીમાં ચાર સપનાં જોયાં હતાં. તેમાંનું પહેલું સપનું ભારતમાં પોલાદનું કારખાનું સ્થાપવાનું હતું. પોલાદ બનાવવાની ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો. હાલના જમશેદપુરમાં ભારતનો પહેલવહેલો સ્ટીલ પ્લાન્ટ બનાવવાની બ્લુ પ્રિન્ટ પણ તેમણે તૈયાર કરી હતી. ઇ.સ.૧૯૦૪માં જમશેદજી ટાટાનો દેહવિલય થયો તેનાં ત્રણ વર્ષ પછી પોલાદનું કારખાનું ધમધમતું થઇ ગયું હતું.

🌟🕌🕌જમશેદજી ટાટા દેશવિદેશમાં ફરતા ત્યારે ફાઇવ સ્ટાર હોટેલમાં રહેતા હતા. યુરોપની કેટલીક ફાઇવ સ્ટાર હોટેલોમાં કાળા ભારતીયોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. આ જોઇ જમશેદજી ટાટાએ ભારતમાં પણ ફાઇવ સ્ટાર હોટેલ બનાવવાનું સપનું જોયું હતું. આ સપનું તેમના જીવનકાળ દરમિયાન સાકાર થયું હતું. ઇ.સ.૧૯૦૩માં જમશેદજી ટાટાના હસ્તે મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા સામે ભારતની પહેલવહેલી ફાઇવ સ્ટાર તાજમહાલ હોટેલનું ઉદ્ઘાટન થયું હતું.

🌀🌀🌀જમશેદજી ટાટાનું ત્રીજું સપનું ભારતમાં વિજ્ઞાનના સંશોધન માટેની વિશ્ર્વકક્ષાની સંસ્થા શરૂ કરવાનું હતું. તેમણે બેંગલોરમાં સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરીને આ સપનું પણ પૂરું કર્યું હતું. ભારતીય અણુકાર્યક્રમના જનક ડૉ. હોમી ભાભા મુંબઇમાં વિજ્ઞાન સંશોધન માટેની સંસ્થા શરૂ કરવા માગતા હતા. તેમણે ઇ.સ.૧૯૪૫માં ટાટા જૂથના તત્કાલીન અધ્યક્ષ જેઆરડી ટાટાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે માતબર દાન આપીને ચેમ્બુરમાં વિજ્ઞાન સંસ્થા શરૂ કરાવી હતી, જે આજે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના નામે વિજ્ઞાનના સ્કોલરો તૈયાર કરી રહી છે.👏👏👏👏👏👏

⚡️⚡️⚡️જમશેદજી ટાટાનું ચોથું સપનું ભારતમાં વીજળી મથકની સ્થાપના કરવાનું હતું. આ માટે તેમણે ટાટા પાવર કંપનીનો પાયો નાખ્યો હતો. તે માટે ખપોલી ખાતે પાવર હાઉસની સ્થાપના કરવામાં આવી હતી અને ખંડાલા ઘાટમાં નદીઓ પર બંધો બાંધવામાં આવ્યા હતા. આજની તારીખમાં ટાટા પાવર ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર કંપની છે.✨✨

🌟⭐️🌟ઇ.સ.૧૯૦૪માં જમશેદજી ટાટાનું અવસાન થયું તે પછી તેમણે સ્થાપેલા ઔદ્યોગિક સામ્રાજ્યને મજબૂત બનાવવાની જવાબદારી તેમના પુત્ર સર દોરાબજી ટાટા પર આવી પડી હતી. દોરાબજી ટાટા ઇ.સ.૧૯૩૨ સુધી ટાટા જૂથના અધ્યક્ષ રહ્યા હતા. તેમણે પોલાદનું કારખાનું નાખવાનું અને વીજળી મથક નાખવાનું પોતાના પિતાશ્રીનું સપનું સાકાર કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સર દોરાબજી ટાટા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેના દ્વારા જમશેદજી ટાટાની ભાવના મુજબ માનવ કલ્યાણના અનેક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા હતા. મુંબઇમાં આવેલી કેન્સરની સારવાર માટેની ટાટા હૉસ્પિટલ પણ તેમની માનવતાની પ્રવૃત્તિનો હિસ્સો છે.🎋🎋🎋🎋🎋

🎋🎋🎋🎋ઇ.સ.૧૯૩૨માં દોરાબજી ટાટાનું અવસાન થયું ત્યારે જમશેદજી ટાટાની બહેન વીરબાઇના પુત્ર નવરોજી સકલાટવાલાને ટાટા જૂથના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ હતા. મુંબઇનું બ્રેબોર્ન સ્ટેડિયમ તેમના કાર્યકાળમાં બન્યું હતું. ઇ.સ.૧૯૩૮માં નવરોજી સકલાટવાલાનું હાર્ટ એટેકથી મોત થતાં જેઆરડી ટાટાને ટાટા જૂથના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓ ઇ.સ.૧૯૯૧ સુધી અધ્યક્ષના હોદ્દા પર રહ્યા હતા.👌👌👌👌👌

💪🙏જેઆરડી ટાટાનું આખું નામ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું. તેઓ જમશેદજી ટાટાના પિત્રાઇ ભાઇ રતનજી દાદાભોયના પુત્ર હતા. ઇ.સ.૧૯૨૯માં તેમણે વિમાન ઉડાવનારા પહેલા ભારતીય બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. ઇ.સ.૧૯૪૮માં તેમણે ભારતની પહેલવહેલી પ્રાઇવેટ ઍરલાઇન્સની સ્થાપના કરી, જે રાષ્ટ્રીયીકરણ પછી ઍર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ઇ.સ.૧૯૪૫માં તેમણે ટાટા મોટર્સ કંપનીની સ્થાપના કરી. ટાટા ટી, ટિટાન અને વોલ્ટાસ જેવી કંપનીઓની સ્થાપના પણ તેમના કાર્યકાળમાં થઇ. જેઆરડી ભારતરત્ન બન્યા હતા.🏆🏆

🎯🎯ઇ.સ.૧૯૯૧માં જેઆરડી ટાટા રિટાયર થયા તે પછી રતન ટાટાને ચેરમેન બનાવવામાં આવ્યા. રતન ટાટા જમશેદજી ટાટાના પૌત્ર નવલ ટાટાના દત્તક પુત્ર છે. રતન ટાટા ઇ.સ.૨૦૧૨ સુધી ટાટા જૂથના અધ્યક્ષ રહ્યા હતા. ત્યાર બાદ તેમણે સાયરસ મિસ્ત્રીને પોતાના અનુગામી બનાવ્યા હતા. સાયરસ મિસ્ત્રીનો પરિવાર ટાટા જૂથમાં ૧૮.૫ ટકા શેરોની માલિકી ધરાવે છે. સાયરસ મિસ્ત્રીનો પરિવાર ૭.૬ અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે, જ્યારે રતન ટાટા પાસે ટાટા જૂથના માત્ર ૦.૮૩ ટકા શેર જ છે. આજની તારીખમાં તેઓ અબજપતિ પણ નથી, પરંતુ અનુભવ તેમ જ આવડતની તાકાત પર ટાટા જૂથનું સુકાન ફરી ૭૯ વર્ષના રતન ટાટાને સોંપવામાં આવ્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ


uvirajsinh Jadeja:
📝📝📝📝📝📝📝📝
વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ
📝📝📝📝📝📝📝📝
(સંપૂર્ણ માહિતી PDF મા)

🖌🖌શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદનો મત એકદમ ક્રાંતિકારી હતો. 
તેવો માનતા હતા કે ભારતના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ તો આપવું જ જોઈએ,પણ સૌથી વધુ જરૂરી છે, 
🔬🔭તેમને વૈજ્ઞાનિક અને ટેકનિકલ શિક્ષણ આપવું તે.
🇲🇰 અમેરિકા અને યુરોપિયન પહોંચ્યા એ અગાઉ પણ સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુર્જાગૃતિ શક્ય નથી. શિક્ષણમાં વિજ્ઞાન અને ઉદ્યોગના અધ્યયન ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. 
💂ભારતના સુપ્રસિધ્દ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વ ના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે.
💂જમશેદજી ટાટા સવામીજીના આવા વિચારોથી ઘણા જ પ્રભાવિત થયા હતા.
📝📝જમશેદજીએ 23 નવેંબર, 1898 એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. 

🖌🖌સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં સહભાગી થવા ભારતથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે એ જ 
⛴⛴વહાણમાં ભારતના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ હતા. જમશેદજી જાપાન જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં સ્વામીજી અને જમશેદજી વચ્ચે ભારતમાં ઉદ્યોગ-વિજ્ઞાનની સ્થિતિ તેમજ અધ્યાત્મ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હશે, એ આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

👉🇮🇳👉🇮🇳👮👮👮🙋🙋સ્વામી વિવેકાનંદની સ્પષ્ટ માન્યતા હતી કે ફક્ત પુરુષોએ જ શિક્ષિત થવાનું નથી, પરંતુ 👧🏻મહિલાઓએ👩🏻 પણ શિક્ષિત થવાનું છે. 

🗣🗣સ્વામીજીએ કહ્યું કે જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહી થાય ત્યાં સુધી દેશકલ્યાણની સંભાવના નથી. 
👳સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તતા અને કુપ્રથાઓ ત્યાગીને ભારતમાતાને દેવી સ્વરૂપ જાણીને ફક્ત તેની જ આરાધના કરવાનો આગ્રહ કર્યો.
👁👁તેમણે કહ્યું: ‘આગામી પચાસ વર્ષ માટેનો જગદ્જનની જન્મભૂમિ ભારતમાતાને જ આરાધ્યદેવી માનો. આપણો દેશ જ આપણા જાગ્રત દેવતા છે. જે વિરાટ દેવતાને આપણી ચારે બાજુ જોઈ રહ્યા છીએ, તેમની જ પૂજા આપણે કરીએ!’

🙏આ રાષ્ટ્ર જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને તેમની પૂજાનો અર્થ છે તેમની સેવા.
________________________________________
✍✍પ્રિય સ્વામી વિવેકાનંદ,
આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.
આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઈ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઈ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જયા ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કંઈ હોઈ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુધ્દની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. 
એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગ્રણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ.
સસન્માન, આપનો
જમશેદ એન. ટાટા.🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા નસરવાનજી,તેમનાં પરિવારનાં સૌથી પ્રથમ બિઝનેસમેન હતાં. જેઓએ પોતાની પારિવારિક પરંપરાને તોડીને પોતાનાં દમ પર મુંબઈમાં નિકાસનો વેપાર શરુ કર્યો. 
1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે મુંબઈ મોકલવામાં આવ્યો. છોકરાએ એલ્ફિન્સ્ટન કોલેજમાં એડમિશન લીધું. કોલેજનાં દિવસો દરમિયાન જ હીરાબાઈ ડાબુ સાથે લગ્નગ્રંથિથી જોડાયો. 1958માં સ્નાતક પૂરું કર્યું. 1959માં તે 20 વર્ષે પુત્રનો પિતા પણ બન્યો. પછી એક વકીલ સાથે મળીને તેની ઓફિસમાં કારકિર્દીની શરૂઆત કરી. પણ ત્યાં મન ના લાગ્યું. આથી નવસારી પરત ફર્યો અને પિતાનાં વેપારમાં જોડાયો. આમ પણ, નસોમાં જ વેપારીનું લોહી ફરતું હતું,પછી ક્યાંથી વકીલાતમાં ધ્યાન લાગે. તેને વેપારમાં ખુબ જ રુચિ જાગી. વેપારની બારીકાઈઓને ધીમે ધીમે સમજવા લાગ્યો. પિતા આ જોઈ પ્રસન્ન થયાં. હવે નસરવાનજી પોતાનો વેપાર બીજા દેશોમાં પણ વિસ્તારવા માંગતા હતાં. આ ઉદ્દેશથી તેમણે તેમનાં પુત્રને ચીન મોકલ્યો. ત્યાં તેણે શંઘાઇ અને હોંગકોંગમાં પોતાનાં પિતાનાં વેપારની શાખાઓ શરુ કરી. ચીનમાં રહી ચીનની અર્થતંત્રનો અદ્યયન કર્યું. પિતાએ પોતાની ઈચ્છા પુરી કરવાં 25 વર્ષનાં આ પુત્રને લંડન પણ મોકલ્યો. ત્યાં આ છોકરાએ લંકાશાયર અને માન્ચેસ્ટરની યાત્રાઓ કરી. આ શહેરો એ વખતે પણ વસ્ત્રઉદ્યોગ માટે ખુબ જ મશહૂર હતાં. ત્યાં તેઓ ચાર વર્ષ રહ્યો. આ ચાર વર્ષમાં વસ્ત્રઉધોગનાં પાઠ શીખ્યાં. 
ચાર વર્ષ લંડનમાં વિતાવી સ્વદેશ પાછો ફર્યો. ત્યારે ખબર પડી કે પિતાનો બિઝનેસ દેવાળિયો થઇ ગયો છે. બજારનાં દેવાં વધી ગયા. બજારમાં નસરવાનજીનાં વેપાર પર કાળા વાદળો ઘેરાતાં હતાં. આ સ્થિતિમાં પુત્ર અને પિતાએ સાથે મળીને કઠિન પણ સાચો નિર્ણય લીધો. મકાન અને અન્ય સંપત્તિઓ વેચીને દેવાં ચૂકવ્યા. આમ કરવાથી અન્ય ઉદ્યોગોનો તેમનાં પર વિશ્વાસ વધી ગયો. નસરવાનજીનો આ પુત્ર ભારતમાં લંકાશાયર અને માન્ચેસ્ટરનાં જેમ વસ્ત્રઉદ્યોગ કરવાં માંગતો હતો. તે ફરીથી લંડન ગયો. ત્યાં ભારતમાંથી નિકાસ થયેલાં કપાસને જે કામમાં લેતાં તે દરેક કામનું નિરીક્ષણ કર્યું. અને આ દરમિયાન જાણ્યું કે ભારતમાંથી અંગ્રેજો નીચા ભાવે કપાસ ખરીદી તેનાં કાપડ બનાવીને ભારતમાં ઊંચા ભાવે વહેંચાય છે. આ જોઈને એક દ્રઢ સંકલ્પ કર્યો કે ભારતમાં આવી કાપડની મિલો શરુ કરીશ. 
1868માં તેણે 29 વર્ષની વયે, 21000 રુપિયા(હાલનાં લગભગ 5 કરોડ,20 લાખ)ની મૂડી સાથે ટ્રેડિંગ કંપની સ્થાપી. તેણે 1869માં દેવામાં ડૂબેલી તેલની કંપની ખરીદી,અને તેને કાપડની મિલમાં ફેરવીને એલેઝાન્ડ્રા મિલ નામ આપ્યું. બે વર્ષ પછી નફા માટે આ મિલને વેચી દીધી. 1874માં ફરીથી એક કાપડની મિલની શરૂઆત કરી. તેને 1877માં,જયારે રાણી વિક્ટોરિયાને ભારતનાં સમરાગી(એમ્પ્રિસ) જાહેર કરાયા ત્યારે તેણે મિલનું નામ એમ્પ્રિસ મિલ રાખ્યું. આ દરમિયાન આ છોકરાએ ઘણી બધી તકલીફોનો સામનો કર્યો. લંડનમાં વીતાવેલાં ચાર વર્ષમાં મેળવેલાં અનુભવનું અહીં રોકાણ કર્યું. નવાં નવાં યંત્રો,વિદેશી પદ્ધતિઓ અપનાવી. તે સ્વદેશપ્રેમી હતો. તેણે ‘સ્વદેશ મિલ લિમિટેડ‘ પણ સ્થાપી. તે વેપાર ધીમે ધીમે વિસ્તારવાં લાગ્યો. નવું નવું શીખવા અને જાણવા માટે વિદેશયાત્રાઓ પણ કરતો. જેમ જેમ કારોબાર મોટો થતો તેમ તેની મહત્વકાંક્ષાઓ પણ વધી. તેણે જીવનનાં ચાર મોટાં સપનાંઓ જોયા. પોતાની ભારતમાં અજોડ હોટલ હશે,પોતાની લોખંડ-સ્ટીલ ઉદ્યોગની કંપની હશે, વિશ્વસ્તરીય શિક્ષણની ભારતમાં સંસ્થા હશે અને હાયડ્રો ઇલેક્ટ્રિક પાવરની કંપની !


આ છોકરો બીજું કોઈ નહી, ગુજરાતનાં નવસારીમાં 3 માર્ચ 1839નાં રોજ જન્મેલાં જમશેદજી નસરવાનજી તાતા ! 1868માં તેમણે શરુ કરેલી કંપનીને આજે આપણે TATA GROUP તરીકે ઓળખીયે છીએ. તેમણે જોયેલાં આ ચાર સપનાઓમાંથી એક જ તેમની હયાતીમાં પૂરું થયું. ભારતમાં એક અજોડ હોટેલનું. તાજ હોટેલની સ્થાપના 1903માં મુંબઈનાં દરિયાકાંઠે થઇ. ભારતની આ પહેલી હોટેલ હતી જેમાં,ઈલેક્ટ્રીસીટી હોય ! 1904માં 65 વર્ષની ઉંમરે જમશેદજીએ અંતિમ શ્વાસ લીધાં. પણ તેમનાં સપનાંઓને તેમનાં પુત્ર, ડોરબજી તાતાએ પૂરાં કર્યા. ટાટા સ્ટીલની સ્થાપના 1907માં ડોરબજી તાતાએ કરી. 
અગાઉ,1893માં જમશેદજી તાતા શિપમાં શિકાગો જઈ રહ્યાં હતાં ત્યારે તેમનો ભેટો અચાનક સ્વામી વિવેકાનંદ સાથે થયો હતો. ત્યાં જમશેદજી તાતાએ શિકાગોથી સ્ટીલ બનાવની નવી પદ્ધતિઓને ભારતમાં લાવવાની તીવ્ર ઈચ્છા વિવેકાનંદને જણાવી. ત્યારે આ મહંતે જમશેદજી તાતાને સલાહ આપતાં કહ્યું કે “જો ભારતનાં લોકો ને જ ઉચ્ચશિક્ષણ અને વિશ્વસ્તરીય તાલીમ આપવામાં આવે તો તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જશે.” વિવેકાનંદની આ સલાહથી જ તેમણે ભારતમાં ઉચ્ચસ્તરીય શિક્ષણ સંસ્થા હોય એવું સપનું જોયું હતું. તેમનું આ સપનું ડોરબજી તાતાએ 1909માં પૂરું કર્યું. આ સંસ્થાનું નામ “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ” ! ચોથું સપનું હાયડ્રો ઇલેક્ટ્રિક પાવરનું. ડોરબજી તાતાએ પિતાનું આ સપનું પણ 1911માં પૂરું કર્યું. જે આજે “ટાટા પાવર” તરીકે ઓળખાય છે. ટાટા પાવરએ ભારતની સૌથી મોટી ખાનગી વીજઉત્પાદક કંપની છે. 
જમશેદજી તાતા, ટાટા કંપનીના પિતામહ ! જેમનાં પિતાએ ભારતમાં અંગ્રેજોનાં સમયમાં પણ પોતાનો વેપાર બીજા દેશોમાં ફેલાવ્યો હતો. પિતાએ પોતાની પારિવારિક પરંપરા તોડીને જે પોતાનાં દમ પર શરૂઆત કરી હતી. જેથી ધંધાદારી તો જમશેદજીના નસોમાં જ ફરતી હતી. પણ કહેવાય છે ને કે, બાપ શેર તો બેટા સવા શેર ! જમશેદજી તાતાએ પણ 1968માં ટાટા ગ્રુપનો પાયો નાખ્યો હતો, જે આજે ભારતને વિશ્વઉદ્યોગમાં આગવી ઓળખ અપાવે છે. 

ગુજ્જુગિક વિશેષ ! 
ટાટા ગ્રુપની અકથિત હકીકતો !
• TATA STEEL એ એશિયાની સૌથી પહેલી અને ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.
• તાજ હોટેલ, એ ભારતની સૌથી પહેલી એવી હોટેલ છે જેમાં ઈલેક્ટ્રીસીટી હોય.
• TATA STEEL એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે.
• TATA POWER એ ભારતની સૌથી મોટી ખાનગી વીજઉત્પાદક કંપની છે.
• TATA COMMUNICATION એ દુનિયાની સૌથી મોટી Whole Sale Voice Carrier કંપની છે.
• TATA MOTORS એ દુનિયાની 5 શ્રેષ્ઠ કોમર્શિયલ વિહિકલ્સ બનાવતી કંપનીઓમાંની એક છે.
• TCS ( Tata Consultancy Service ) એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ IT સર્વિસ પુરી પાડતી કંપનીઓમાંની એક છે.
• Tata Global Beverages એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની છે.
• Tata Chemicals એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સોડા ઍશ બનાવતી કંપની છે.
• (1917 થી) ટાટા કંપની દુનિયાની પહેલી એવી કંપની છે,જે તેનાં કર્મચારીઓને મેડિકલ બેનિફિટ્સ આપતી હોય.
• (1912 થી) ટાટા કંપની એ દુનિયાની પહેલી એવી કંપની છે જેણે 8 કલાક પ્રતિ દિવસની નીતિ શરુ કરી હોય.


રતન તાતા વિશ્વનાં સૌથી ધનવાનોની યાદીમાં કેમ નથી ?
એકવાર ઇન્ટરવ્યુમાં રતન તાતાને સવાલ કરવામાં આવ્યો કે, અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે,અને તમે કેમ નથી? ત્યારે રતન તાતાએ નમ્રતાથી જવાબ આપ્યો કે, “અંબાણી વેપારી છે, અને ટાટા સન્સ ઉદ્યોગપતિઓ છે.” રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.

ભારતની કોઈ ટોપ MBA કોલેજનાં પ્રોફેસરે એક બહુ જ મોટી વાત કહેલી છે, ” રોકાણ રિલાયન્સમાં કરો,અને કામ ટાટામાં કરો.” કેમ કે રિલાયન્સ કંપની સંપત્તિની વૃદ્ધિ કરી રહી છે. જયારે ટાટા કંપની પોતાનાં કર્મચારીઓનું ધ્યાન રાખી રહી છે, સેવા કરી રહી છે. પણ એવું કેમ કે, રિલાયન્સનાં મુકેશ અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે,પણ રતન તાતા નથી ?
કેમ કે ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે. 2015માં રિલાયન્સની વાર્ષિક આવક 44 બિલિયન ડોલર્સ(4400 કરોડ ડોલર્સ,હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 2,972,497,000,000 રૂપિયા) હતી. જેની સામે ટાટા કંપનીની વાર્ષિક આવક 108 બિલિયન ડોલર્સ(10800 કરોડ ડોલર્સ, હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 7,296,129,000,000 રૂપિયા) હતી. 
ટાટા ગ્રુપની 96 કંપનીઓનું સંચાલન ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સ કરે છે. ટાટા સન્સનાં મલિક,રતન તાતા કે હાલનાં ચેરમેન ઇશાત હુસૈન નહિ પરંતુ ટાટા ગ્રુપની અલગ અલગ ચેરીટેબલ સંસ્થાઓ છે. જેમાંની મુખ્ય સંસ્થાઓ સર ડોરબજી તાતા ટ્રસ્ટ, જે.આર.ડી ટાટા ટ્રસ્ટ અને રતન ટાટા ટ્રસ્ટ છે. ટાટા સન્સનાં 66% ચેરીટેબલ સંસ્થાઓને મળતાં હોવાથી રતન તાતાનાં વ્યક્તિગત સરવૈયાં પર તેની અસર થતી નથી. બસ આજ કારણોસર રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં નથી. 
2015માં ટાટા કંપનીનું મૂડીરોકાણ 100 બિલિયન ડોલર્સ હતું. જો તે પ્રમાણે રતન તાતાની વાસ્તવિક મૂલ્યનો અંદાજો લગાવીએ તો $830 મિલિયન ડોલર્સ થાય, જે બિલ ગેટ્સ અને વૉરેન બફેટ કરતાં પણ વધારે છે. જો ટાટા કંપની તેના નફાની 66% રકમ દાનમાં ના આપતી હોય તો રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ હોત ! ટાટા કંપનીની સૌથી સારી વાત, તેઓ તેમનો નફો દાનમાં આપે છે,અને તે જ કારણોસર ટાટા કંપનીની પાઘડીનું મૂલ્ય છેલ્લી પાંચ પેઢીઓથી વધતું જ જાય છે.
2012માં જેગુઆર જેવી ખીણમાં જઈ રહેલી કંપનીનો હાથ પકડી ફરી સફળતાનાં શિખરે પહોંચાડનારા રતન તાતા જ છે. ત્યાર બાદ તેમણે મધ્યમ વર્ગનાં લોકો પણ ખરીદી શકે તેવી નેનો કાર લોકો સમક્ષ લાવ્યાં. રતન તાતા દર વર્ષે ભારત અને અન્ય દેશોનાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરી યુવાઓને હોંસલો આપે છે. તેઓ હમણાં જ, જયારે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવાયા,અને ઇશાત હુસૈનને ચેરમેન બનાવાયા તેની વચ્ચેનાં દિવસોમાં ટાટાનાં કાર્યકારી ચેરમેન રહ્યાં. 
THE WIT & WISDOM OF RATAN TATA (English, Hardcover, Ratan Tata)


દુનિયાની કોઈ તાકાત રતન તાતાને દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ બનતાં રોકી શકે તેમ નથી. પણ આ તો પારિવારિક પરંપરાને જાળવી રાખી છે એટલે. ભારતમાં કોઈનું આટલું જીગર નહીં હોય કે પોતાની કંપનીનાં ભાગમાં આવતી રકમમાંથી 66% રકમ દાનમાં આપી દે.



📝📝📝📝📝📝📝📝
વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ
📝📝📝📝📝📝📝📝
(સંપૂર્ણ માહિતી PDF મા)

🖌🖌શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદનો મત એકદમ ક્રાંતિકારી હતો. 
તેવો માનતા હતા કે ભારતના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ તો આપવું જ જોઈએ,પણ સૌથી વધુ જરૂરી છે, 
🔬🔭તેમને વૈજ્ઞાનિક અને ટેકનિકલ શિક્ષણ આપવું તે.
🇲🇰 અમેરિકા અને યુરોપિયન પહોંચ્યા એ અગાઉ પણ સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુર્જાગૃતિ શક્ય નથી. શિક્ષણમાં વિજ્ઞાન અને ઉદ્યોગના અધ્યયન ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. 
💂ભારતના સુપ્રસિધ્દ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વ ના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે.
💂જમશેદજી ટાટા સવામીજીના આવા વિચારોથી ઘણા જ પ્રભાવિત થયા હતા.
📝📝જમશેદજીએ 23 નવેંબર, 1898 એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. 

🖌🖌સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં સહભાગી થવા ભારતથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે એ જ 
⛴⛴વહાણમાં ભારતના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ હતા. જમશેદજી જાપાન જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં સ્વામીજી અને જમશેદજી વચ્ચે ભારતમાં ઉદ્યોગ-વિજ્ઞાનની સ્થિતિ તેમજ અધ્યાત્મ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હશે, એ આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

👉🇮🇳👉🇮🇳👮👮👮🙋🙋સ્વામી વિવેકાનંદની સ્પષ્ટ માન્યતા હતી કે ફક્ત પુરુષોએ જ શિક્ષિત થવાનું નથી, પરંતુ 👧🏻મહિલાઓએ👩🏻 પણ શિક્ષિત થવાનું છે. 

🗣🗣સ્વામીજીએ કહ્યું કે જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહી થાય ત્યાં સુધી દેશકલ્યાણની સંભાવના નથી. 
👳સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તતા અને કુપ્રથાઓ ત્યાગીને ભારતમાતાને દેવી સ્વરૂપ જાણીને ફક્ત તેની જ આરાધના કરવાનો આગ્રહ કર્યો.
👁👁તેમણે કહ્યું: ‘આગામી પચાસ વર્ષ માટેનો જગદ્જનની જન્મભૂમિ ભારતમાતાને જ આરાધ્યદેવી માનો. આપણો દેશ જ આપણા જાગ્રત દેવતા છે. જે વિરાટ દેવતાને આપણી ચારે બાજુ જોઈ રહ્યા છીએ, તેમની જ પૂજા આપણે કરીએ!’

🙏આ રાષ્ટ્ર જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને તેમની પૂજાનો અર્થ છે તેમની સેવા.
________________________________________
✍✍પ્રિય સ્વામી વિવેકાનંદ,
આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.
આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઈ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઈ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જયા ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કંઈ હોઈ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુધ્દની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. 
એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગ્રણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ.
સસન્માન, આપનો
જમશેદ એન. ટાટા.🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


પારસીઓ ગુજરાત આવ્યા. દૂધમાં સાકરની જેમ ભળ્યા. ભારતને ગરવું બનાવ્યું. દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતા. જમશેદજી તાતા અને જનરલ માણેકશા. જુદાં જુદાં ક્ષેત્રોના આગેવાનો. દેશને પારસીઓની ભેટ.
આઝાદીની લડત કૉંગ્રેસથી આરંભાઈ. કૉંગ્રેસના આરંભમાં દાદાભાઈ આગેવાન.
દાદાભાઈ ગરીબીમાં જીવ્યા.


♻️👁‍🗨💠♻️👁‍🗨💠♻️👁‍🗨💠♻️
"🔰🔰🔰જે આર ડી ટાટા🔰🔰*
👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨💠👁‍🗨💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠👉મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.*

*💠👉જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે.*

*✈️જે આર ડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઈન કંપનીની સ્થાપના કરી. પ્રારંભમાં તે કંપનીએ એર મેલ સેવા આપી અને પાછળથી તેની પેસેંજર હવાઈ સેવાઓ શરૂ થઈ. ✈️✈️ટાટા એરલાઈન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ.*

*👇👇🛸આજે આપણે જે આર ડી ટાટાના ગુજરાતની રાજધાની અમદાવાદ સાથેના સંબંધને યાદ કરીએ.*

*💠🎯👉પેરિસ (ફ્રાંસ)માં જન્મેલા જે આર ડી ટાટા પોતે કુશળ પાયલોટ હતા. ટાટા એરલાઈન્સના આરંભે જે આર ડી ટાટાએ સ્વયં Puss Moth એરક્રાફ્ટ ઉડાડ્યું હતું અને કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા કરી હતી.*

*👁‍🗨🎯1932ની 15 ઓક્ટોબરના રોજ સિંગલ એંજિન Puss Moth એરોપ્લેન લઈ કરાંચી (હાલ પાકિસ્તાનમાં)થી નીકળી જે આર ડી ટાટા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હોલ્ટ કરી તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા હતા. આખરે એરોપ્લેનને મુંબઈના જૂહુ એરોડ્રોમ પર ઉતારી જે આર ડી ટાટાએ કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.*
ગુજરાત સાથે પારસીઓનો નાતો સદીઓ જુનો છે. ઇ.સ. 775માં સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ સમય જતાં દૂધમાં સાકર ભળે એમ દેશમાં ભળી ગયા હતા. એમાંય ટાટા કુંટુંબનો નાતો તો ગુજરાત સાથે પુરાણો છે. જે.આર.ડીએ ગુજરાતમાં સૌ પહેલા પ્લેન ઉતાર્યું હતું તો રતન ટાટા નેનો ઉતારવા જઇ રહ્યા છે.
ગુજરાતના નવસારી ખાતે જન્મેલા જમશેદજી રતનભાઇ દાદાભાઇ (જે.આર.ડી)એ ભારતમાં સૌ પ્રથમ ભારતીય માલિકીનું પ્લેન ઉડાડ્યું હતુ. કરાંચીથી મુંબઇ જવા નીકળેલું આ પ્લેન ભારતની ધરતી પર સૌ પ્રથમ 15મી ઓક્ટોબર 1932ના રોજ અમદાવાદ ખાતે ઉતર્યું હતું.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*


👁‍🗨💠♻️👁‍🗨💠♻️👁‍🗨💠♻️👁‍🗨💠♻️
એ તો બહુ સ્પષ્ટ છે કે અંગ્રેજોના શાસન દરમ્યાન આધુનિક જ્ઞાન, વિજ્ઞાન અને વિવિધ પ્રકારનાં કૌશલ્ય તથા સાહસો બાબતે જેમણે સૌથી વધુ તત્પરતા દાખવી હતી તે પારસીઓ હતા. આ બધા કારણે આધુનિક ભારતના ઘડતરમાં તેઓ અનેક ક્ષેત્રે પાયોનિયર પુરવાર થયા. આ વિશે વર્તમાન સંદર્ભમાં વધુ કાંઈ ઉમેરવાનુંય નથી. જરાક ઐતિહાસિક સંદર્ભોમાં જાઓ તો આ બધું આપોઆપ પ્રગટ થશે. તેમાં એકાદ પ્રકરણ હોમી ભાભાનું હોઈ શકે. તેઓ પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક તરીકે હંમેશ યાદ કરાતા રહ્યા છે અને રહેશે. ૩૦ ઓકટોબર ૧૯૦૯ના રોજ મુંબઈમાં જન્મેલા હોમી ભાભા ટાટા ઈનિ્સ્ટટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક હતા. ભારતના એટોમિક એનર્જી કમિશનના તેઓ પ્રથમ અધ્યક્ષ રહેલા. સંયુકત રાષ્ટ્રની જ્યારે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ વિશેની જીનિવા ખાતે પ્રથમ કોન્ફરન્સ મળી ત્યારે તેના અધ્યક્ષપદનું ગૌરવ પણ હોમી ભાભાને જ પ્રાપ્ત થયેલું. ૧૯૫૬માં એશિયાનું પ્રથમ એટોમિક રિએકટર ટ્રોમ્બેમાં કાર્યરત થયું તે પણ હોમી ભાભાનાં ગૌરવશાળી કાર્યોનું એક વધુ યશસ્વી પ્રકરણ છે. જહાંગીર હોરમસજી ભાભા જેવા પિતા અને મહેરબાઈ ફરામજી જેવાં માતાના આ પુત્રની તેજસ્વિતાને કુટુંબ સંસ્કારે વેગ આપેલો. જહાંગીર ભાભા ઓકસફર્ડમાં એમ. એ. થયેલા અને બેરિસ્ટર હતા. ભારત આવ્યા પછી ટાટા કંપનીના કાયદાકીય સલાહકાર બન્યા અને ટાટાની અનેક કંપનીઓના બોર્ડ પર સક્રિય રહ્યા. હોમી ભાભાના પિતા જ નહીં, દાદા પણ કાંઈ કમ ન હતા. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા પણ એમ. એ. થયેલા અને ઈંગ્લેન્ડમાં જ ડી. લિટ થયેલા. એ જમાનો રજવાડાંઓનો હતો અને તેઓ મૈસુર રાજ્યમાં ઈન્સ્પેકટર જનરલ ઓફ એજ્યુકેશન તરીકે વરાયેલા. મૈસુર રાજ્ય તે સમયે પણ શિક્ષણ બાબતે ખૂબ સભાન હતું અને રાજ્યને હોમી ભાભાના દાદાનું નેતૃત્વ પ્રાપ્ત થયેલું.

ભાભા કુટુંબ અને ટાટા કુટુંબ વચ્ચે હોમી ભાભાના પિતાથી વ્યવસાયી નાતો શરૂ થયો તે પહેલાં કુટુંબનાતો બંધાઈ ચૂકયો હતો. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા જ્યારે મૈસુર રાજ્યમાં અધિકારી તરીકે હતા ત્યારે જમશેદજી નસરવાનજી ટાટા અને હીરાબાઈ જે. ટાટા (પતિ-પત્ની)ના પુત્ર દોરાબજી ટાટાને ભાભાના સહાયક તરીકે મૈસુર મોકલાવાયેલા. ટાટા કંપનીના સ્થાપક નસરવાનજી ટાટાના પૌત્ર દોરાબ ટાટા (૨૭ ઓગસ્ટ ૧૮૫૯ થી ૩ જૂન ૧૯૩૨) કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડથી ભણીને આવ્યા પછી આ રીતે મૈસુર ગયા ત્યાં હોરમસજી ભાભાનાં પુત્રી મહેરબાઈ સાથે નાતો રચાયો અને એ નાતો લગ્નમાં પરિણમ્યો. હોમી ભાભાનાં આ ફોઈ ૧૯૩૧માં જ્યારે લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યાં ત્યારે તેમની સ્મૃતિમાં લેડી ટાટા મેમોરિયલ હોસ્પિટલ બની. દોરાબજી ટાટા જબરદસ્ત વિઝનવાળા માણસ હતા. ૧૯૧૦માં તેમને નાઈટહૂડ (સર)ની પદવી પ્રાપ્ત થઈ તે પહેલાં અને પછી પણ પોતાના નાના ભાઈ સર રતન ટાટા અને કાકાના પુત્ર જે. આર. ડી. ટાટા સાથે ટાટા કંપનીઓને નવી ઉડાન આપી. કળા, વિજ્ઞાન ક્ષેત્રે પણ એવી સંસ્થાઓ સ્થાપી જે ભારતમાં વર્ષો સુધી રચનાત્મક પ્રદાન કરી શકે.

હોમી ભાભા કેમ્બ્રિજમાં ગયા ત્યારે પિતાજીની ઈચ્છા મુજબ મિકેનિકલ એન્જિનિયરીંગ જ ભણ્યા અને તે પણ ફર્સ્ટ કલાસ સાથે. પણ પછી થિયોરેટિકલ ફિઝિક્સ રિસર્ચમાં સ્કોલર થયા, કારણ કે તેમનો મૂળ રસ આ જ હતો. ભારત આવ્યા પછી નેહરુજીના નેતૃત્વમાં જે વિરાટ દષ્ટિથી યોજનાઓ બની રહી હતી તેને સાકાર કરવામાં એક સૂત્રધાર હોમી ભાભા બની ગયા. આ હોમી ભાભાના ભાઈ જમશેદજી ભાભા (૨૧ ઓગસ્ટ ૧૯૧૪થી ૩૦ મે ૨૦૦૭) પણ કુટુંબ પરંપરા પ્રમાણે તેજસ્વી હતા અને કેમ્બ્રિજમાં ગ્રેજ્યુએટ થયા પછી લિંકન ઈનમાં બાર થવામાં હતા ત્યાં બીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાતાં ભારત આવી ગયા. તેમના પિતાની જેમ તેઓ ટાટામાં જોડાયા. ૧૯૪૨માં જે.આર.ડી. ટાટાના અંગત સહાયક બન્યા. ટાટાની અનેક કંપનીના ચેરમેન અને ડાયરેકટર તરીકે પણ તેઓ સતત પ્રવૃત્ત રહ્યા. હોમી ભાભાના અવસાન પછી તેઓ હોમી ભાભા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય કરવા ઉપરાંત સર દોરાબજી ટાટા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પણ હતા. ૧૯૬૯માં તેમણે નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિંગ આટ્઱્સની યોજના બનાવી અને પાર પાડી ત્યારે મુંબઈને જ નહીં ભારતના અનેક કલાકારોને પણ એક મંચ પ્રાપ્ત થયો. હોમી ભાભા આજીવન કુંવારા જ રહ્યા પણ તેમના આ ભાઈ ૧૯૪૬માં બેટ્ટી આયરનને પરણેલા. હોમી ભાભા ઊંડા કલારસિક હતા અને સ્વયં ચિત્રકાર પણ હતા. ‘મહેરાંગીર’ નામના વિશાળ ઘરમાં જહાંગીર ભાભાને દાદા હોરમસજી, માતા મહેરબાઈ અને મોટા ભાઈ હોમી ભાભાની વિશાળ લાઈબ્રેરી સાચવી હતી.

હોમી અને જમશેદજી ભાભાનાં માતા મહેરબાઈનું મૂળ નામ મહેરબાઈ ફરામજી. આમ સર દિનશા પેટીટ (પ્રથમ બેરોનેટ)નાં પૌત્રી હતાં. સર દિનશા પેટિટ સાકરબાઈને પરણેલા અને ૫૩ વર્ષના લગ્ન જીવનથી ચૌદ સંતાનો - છ પુત્ર, આઠ પુત્રી-ના પિતા થયેલા.

સાકરબાઈ ફરામજી ભીખાજી પાંડે(?) અને ગુલેસ્તાન બાનુના પુત્રી હતાં. હોમી અને જમશેદ ભાભાનાં માતાની પિયરની અટક પણ એ જ હતી. તેઓ જે કુટુંબમાંથી આવેલાં તે કુટુંબનાં રતનબાઈ (રતિ) મોહમ્મદ અલી ઝીણાને પરણે
લાં, એટલે હોમી અને જમશેદ ભાભાને માત્ર ઝીણા જ નહીં, નસલી વાડિયા સાથે પણ એક નાતો હતો. ભાભા અને ટાટા વચ્ચેના આ સગપણનો હજુય વિસ્તાર થઈ શકે, કારણ કે ગઈ સદીમાં મુંબઈનાં મોટાં પારસી કુટુંબો વચ્ચે આ રીતે કાંઈનાં કાંઈ સગપણો રચાતાં હતાં. એ બધાની ઓળખ શોધો તો અનેક રત્નોનો પરિચય થાય. 
💠🙏👁‍🗨💠🙏👁‍🗨💠👁‍🗨👁‍🗨

















No comments:

Post a Comment