Friday, April 12, 2019

12 April ------- Polio

જ્ઞાન સારથિ, [12.04.17 22:57]
👉 આજનો દિવસ :- (12 April 2017)

     પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા

    પોલિયોથી જગતને ઉગારનાર ☺️
            ડો.જોનાસ સાલ્ક

આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હતા. તેના શોધક હતા જોનાસ સાલ્ક. તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોલિયો રસીની શોધ કરી હતી.

આખી દુનિયાની સુખાકારી માટે અબજો રૂપિયા બલિદાન કરી દેનારા ડોક્ટર સાલ્કનો જન્મ ૨૮ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મદિવસ છે. તેમના ૧૦૦માં જન્મદિવસના માનમાં ગૂગલે પણ ખાસ ડૂડલ ડિઝાઇન કર્યું છે.


૧૯૬૧માં બીજી રસી ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી
ડોક્ટર સાલ્કને જ્યારે પત્રકારોએ પૂછયું કે આની પેટન્ટ કોની પાસે રહેશે? સાલ્કે હસતાં હસતાં જવાબ આપ્યો કે “કોઈ પેટન્ટ નથી, શું સૂરજની કોઈ પેટન્ટ હોઈ શકે?” પોલિયોની પહેલી રસી (ઇંજેક્શન) ૧૯૫૫માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. અને ત્યારબાદ  ૧૯૬૧માં બીજી રસી (ઓરલ ડ્રોપ) ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું  સફળ હથિયાર સાબિત થયું.

ભારતે વર્ષ ૨૦૧૨માં પોલિયોથી મુક્તિ મેળવી
સાલ્કની રસીની ટ્રાયલમાં લગભગ ૧૩ લાખ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ૧૯૫૫માં પરિણામો જાહેર થયાં તે અગાઉ સાલ્કે તેના પોતાનાં બાળકોને અને પરિવારજનોને પણ આ રસી આપી હતી. ભારતે વર્ષ ૨૦૧૨માં જેનાથી મુક્તિ મેળવી તે પોલિયો એક એવી મહામારી હતી કે જેનાથી આખી દુનિયાના હાંજા ગગડતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બીમારીથી પીડાઇ રહેલા દેશોની યાદીમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. કેમકે, છેલ્લા એક વર્ષથી ભારતમાં પોલિયોનો એકેય નવો કેસ બહાર આવ્યો નથી.

ભારતમાં પોલિયો સામેની લડતમાં ૧૯૯૫-૯૬થી અભિયાન શરુ કર્યું હતું
દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતે હજી માંડ ગયા વર્ષે પોલિયો સામે વિજય મેળવ્યો છે. ‘દો બુંદ જિંદગી કી’ ના નારાથી પ્રખ્યાત બનેલી પોલિયો સામેની લડત પહેલાં બુંદની નહીં પણ સોયની હતી. ભારતમાં પોલિયો સામેની લડતમાં ખરું જોમ ૧૯૯૫-૯૬થી શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી પલ્સ પોલિયો અભિયાનથી આવ્યું. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો.

વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે
ભારતે પોલિયોમુકત દેશનો દરજજો મેળવવા માટે આગામી બે વર્ષ સુધી પોલિયોમુક્ત રહેવું પડશે. દુનિયામાં પોલિયો સામેની લડત હજી ચાલુ હોય તેવા દેશોમાં હવે પાકિસ્તાન, નાઈજિરિયા અને અફઘાનિસ્તાન જ બચ્યા છે. વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે.

ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો
સાલ્કે પોલિયોના મૃત વાયરસ સાથે કામ પાર પાડીને અસરકારક શોધ કરી અને તેના પછી અન્ય સંશોધક સાબિને પોલિયોના જીવતા વાયરસને નાથીને ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો. જોકે, સાલ્ક અને સાબિન વચ્ચે સૌથી મોટો તફાવત એ પણ છે કે સાલ્કની રસી તે લેનારને જ સુરક્ષિતતા આપે છે જ્યારે સાબિનની રસી તેની આસપાસના લોકોને પણ ચેપ લાગવાથી બચાવે છે.

સાલ્કેરસી માટે કોઈ પેટન્ટ ન લીધા કેમકે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે
સાલ્કે પોતે તનતોડ મહેનત કરીને શોધેલી આ અકસીર રસી માટે કોઈ પેટન્ટ ન લીધા કે જેથી વિશ્વભરમાં કોઇપણ દવા બનાવનારી કંપની સરકારી નિયમોને આધીન રહીને એનું ઉત્પાદન છૂટથી કરી શકે. એમણે ઈચ્છયું હોત તો આ શોધમાંથી કરોડો ડોલર કમાઈ શક્યા હોત પરંતુ માનવતાવાદી અમેરિકન વૈજ્ઞાનિકે એની શોધમાંથી એક ડોલરની પણ કમાણીની આશા રાખી નહીં.એમને  તો માત્ર પોલીઓ થતો રોકવા માટે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે એમાં જ રસ હતો.

વિશ્વને પોલીયો રસીની ભેટ ધરીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો
સાલ્કનું ૮૦ વર્ષની ઉંમરે ૨૩ જૂનના રોજ ૧૯૯૫માં અવસાન થયું હતું. શીતળા જેવા રોગને માતા કહીને પૂજન કરનારા લોકોએ સાલ્ક જેવા વિજ્ઞાનીઓ થકી માનવતા ઉજળી છે. આ રીતે ડો.જોનાસ સોકે વિશ્વને પોલીયોની રસીની ભેટ ધરીને માનવજાત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે.

ડો.સાલ્કે છેલ્લા દિવસોમાં સાન ડિયેગો ખાતેની સંસ્થામાં રહીને  એચાઈવી એઇડ્સ માટેની રસી માટે વધુ રીસર્ચ કરવામાં ખુબ પ્રવૃત રહ્યા હતા. એમનું બાકી રહેલું કામ આ સંસ્થાના અન્ય વૈજ્ઞાનિકો ઉપાડી લીધું છે.

 -- ☺️
The-Dust Of-Heaven ✍️
For more materials join us
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment