⚜⚜⚜⚜⚜⚜⚜⚜
ઈતિહાસમાં 13 મેનો દિવસ
🔱🔱🔱🔱🔱🔱🔱🔱
📞ભારતે ટેલિકોમ ક્ષેત્રના દરવાજા ખોલ્યા☎️
વર્ષ 1994 ની 13 મી મેના રોજ નરસિંમ્હા રાવ સરકાર નેશનલ ટેલિકોમ પોલિસી લાવી હતી . ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલીને ભારતમાં જોઈએ એ સમયે ટેલિફોન - મોબાઇલ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો હતો .
🎲રાજ્યસભાની પહેલી બેઠક મળી🎲
ભારતીય સંસદનું અપર હાઉસ એટલે કે રાજ્યસભાની પહેલી બેઠક વર્ષ 1952 ની 13 મી મેના રોજ મળી હતી . નિયમ મુજબ વધુમાં વધુ 250 અને પ્રવર્તમાન મહત્તમ સંખ્યા 245 ની નક્કી કરાઈ છે.
🙏🙏શ્રી શ્રી રવિશંકર🙏🙏
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રીનો જન્મ ૧૯૫૬માં આજના દિવસે તામિલનાડુમાં થયો હતો . ચાર વર્ષની ઉંમરે ગીતા કંઠસ્થ કરનારા શ્રીશ્રી મહેશ યોગીના માર્ગદર્શનમાં આવતાં પહેલા સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હતા .
💢૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું ( Red Fort) બાંધકામ પુર્ણ થયું.
♦️૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪ ,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
🀄️૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને
જાપાને , ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
🎋🎋🎋જન્મ
૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી' ( Balasaraswati ),
ભારતનાટ્યમ નૃત્યકાર (અ. ૧૯૮૪)
💐💐💐અવસાન
૨૦૦૧ – આર.કે.નારાયણ ( R.K. Narayan ), ભારતીય નવલકથાકાર (જ. ૧૯૦૬)
વિશ્ર્વના સર્વોચ્ચ એવૉર્ડ તરીકે જાણીતા નોબલ પારિતોષિક માટે જેમનું નામ અનેક વાર નોમિનેટ થયેલું એ આર.કે. નારાયણને આપણી પરીક્ષા સિસ્ટમે અંગ્રેજી ભાષામાં નાપાસ કર્યા હતા!
🎋‘ગાઈડ’ ફિલ્મના ચાહતાઓ, તેના મશહુર લેખક સ્વ.આર.કે.નારાયણને સારી રીતે ઓળખે છે. કારણ કે, તેની કથા, પટકથા, ગીતો અને દેવઆનંદ વહીદા રહેમાનનો અભિનય ભૂલ્યો ભુલાય એવો નથી. પ્રો.આર.કે.નારાયણે ઈંગ્લિશમાં કેટલું સાહિત્ય સર્જન અનોખું છે.
🌷તેમના ભાઈ આર.કે.લક્ષ્મણ, ભારતના મહાન કાર્ટુનિસ્ટ પણ અતિશય લોકપ્રિય હતા.
🌹 તેઓ એક એવા લેખક છે જેમણે પોતાના લખાણ દ્વારા વિદેશમાં વસતા લોકો માટે ભારતને સુલભ બનાવ્યું.
🌹 આર.કે.નારાયણનો જન્મ ઈ.સ.૧૯૦૬માં ચેન્નઈમાં થયો હતો.
🌹 તેમના પિતા સ્કૂલના હેડમાસ્તર હતા.
🌹 પિતાની નોકરીમાં વારંવાર થતી બદલીને કારણે નારાયણ બાળપણમાં પોતાની દાદી પાસે જ રહ્યાં હતાં. તેમના દાદીએ તેમને અંકગણિત, પુરાણવિદ્યા અને સંસ્કૃત જેવા વિષયો શીખવ્યા.
🌹 તેમને નાની ઉંમરથી જ અંગ્રેજી સાહિત્યમાં રસ હતો. તેમનો વાંચનનો શોખ ગ્રેજ્યુએશન પછી સતત વિકસતો રહ્યો. નારાયણે એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ થોડા જ સમયમાં તેમને અનુભવ્યું કે તેમને ફિકશન લખવામાં જેટલી ખુશી મળે છે એ તેમને નોકરી કરવામાં નહિ મળે. તેથી તેમણે ઘરે રહીને લખવાનું કાર્ય શરૂ કર્યું.
🌹 અંગ્રેજી સાહિત્યમાં આર.કે.નારાયણના યોગદાનનો જોટો જડે તેમ નથી. જે રીતે તેમણે ભારતના અંગ્રેજી સાહિત્ય તરફ વિદેશી પ્રેક્ષકો-વાચકોનું ધ્યાન ખેંચ્યું છે તે વખાણવાલાયક છે. ખાસ તો તેઓ ‘માલગુડી’નામના અર્ધ-શહેરી કાલ્પનિક નગરના સર્જક તરીકે સદા અમર રહેશે.
🌹 આર.કે.નારાયણના સાહિત્યિક કાર્ય બદલ તેમને ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’, ‘પદ્મ ભૂષણ’, રોયલ સોસાયટી ઓફ લિટરેચર દ્વારા એસે બેન્સન મેડલ, અમેરિકન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ લિટરેચરની માનદ સભ્યપદ, ‘પદ્મ વિભૂષણ’ વગેરે સંખ્યાબંધ એવોર્ડ્સ મળેલા છે.
🌹 ભારતથી અજાણ લોકોને ભારતની સંસ્કૃતિ અને સંવેદનશીલતામાં ડોકિયું કરવાનો અવકાશ આપનાર આ સદાબહાર સાહિત્યકાર ૨૦૦૬માં ૯૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.
💐આર. કે. નારાયણ (ઑક્ટોબર 10, 1906 – મે 13, 2001)નું આખું નામ રાસીપુરમ ક્રિશ્નાસ્વામી ઐયર નારાયણસ્વામી (તમિલ) છે, તે એક ભારતીય લેખક છે, જેમની કથા સાહિત્યમાં ભારતના એક કાલ્પનિક કસબામાં લોકો અને તેમની ક્રિયા-પ્રતિક્રિયાઓ વિશે શૃંખલાબદ્ધ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ આરંભકાળના અંગ્રેજી ભાષી ભારતીય સાહિત્યની ત્રણ અગ્રણી પ્રતિભાઓમાંના એક છે, અન્ય બે છે મુલ્ક રાજ આનંદ અને રાજા રાવ. બાકીના વિશ્વ સમક્ષ🎋🎋 અંગ્રેજીમાં ભારતીય સાહિત્ય રજૂ કરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે, અને ભારતના અંગ્રેજી ભાષાના મહાનતમ નવલકથાકારોમાંના એક તરીકે તેમની ગણના થાય છે.
🎋પોતાના માર્ગદર્શક અને મિત્ર, ગ્રેહામ ગ્રીનની મદદથી નારાયણે સૌ પ્રથમ સાહિત્યવિશ્વમાં પ્રવેશ કર્યો, નારાયણને તેમના પહેલાં ચાર પુસ્તકો માટે પ્રકાશક મેળવી આપવામાં તેઓ નિમિત્તરૂપ રહ્યા હતા,
🎋 આ ચાર પુસ્તકોમાં
સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ ની અર્ધ-આત્મકથનાત્મક ત્રયી, ધ બૅચલર ઑફ આર્ટ્સ અને ધ ઇંગ્લિશ ટીચર સમાવિષ્ટ હતાં. નારાયણનાં લખાણોમાં,
🎋 1951ના સૌથી મૌલિક લખાણોમાંના એક તરીકે જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ધ ફાયનાન્શલ એક્સપર્ટ , અને 🌻સાહિત્ય અકાદમી અવૉર્ડ વિજેતા ધ ગાઈડ નો પણ સમાવેશ થાય છે, ધ ગાઈડનું થોડા ફેરફારો સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મમાં અનેબ્રોડવે નાટકમાં રૂપાંતર પણ કરવામાં આવ્યું હતું.
🌹નારાયણની મોટા ભાગની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં માલગુડી નામનો કાલ્પનિક કસબો છે, જેનું આલેખન તેમણે સૌથી પહેલાં સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ માં કર્યું હતું. તેમની કથાવાર્તા સામાજિક સંદર્ભો પર પ્રકાશ પાડે છે અને રોજિંદા જીવનના નિરૂપણ થકી તેમનાં પાત્રો વાચકના મનમાં સજીવન બને છે.
🌹 તેમને વિલિયમ ફાઉલ્કનેર સાથે સરખાવવામાં આવે છે, જેમણે પણ વાસ્તવિકતાને નિરૂપતા એક કાલ્પનિક કસબાનું સર્જન કર્યું હતું, તેના થકી સામાન્ય જીવનની રમૂજો અને ઊર્જાને પેશ કરી હતી, અને તેમના લખાણમાં કરુણાસભર માનવતાવાદ દર્શાવ્યો હતો. નારાયણની ટૂંકી વાર્તા લખવાની શૈલીને ગાય દ મૌપાસ્સન્ટની શૈલી સાથે સરખાવવામાં આવે છે, કારણ કે તે બંને વાર્તાના ઘટકોને નુકસાન પહોંચાડ્યા વિના કથાવસ્તુને સંકોચવાની, ટુંકાવવાની ક્ષમતા ધરાવે છે. પોતાના ગદ્ય અને લખવાની શૈલીમાં અત્યંત સાદા હોવા માટે પણ નારાયણની ટીકા કરવામાં આવી છે.
લેખક તરીકેની પોતાની સાઠ વર્ષની કારકિર્દીમાં, નારાયણને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યાં છે. આમાં રોયલ સોસાયટી ઑફ લિટરેચર તરફથી એસી(AC) બેન્સન પદક અને🌸🌼 ભારતનું દ્વિતીય-ઉચ્ચતમ નાગરિક સન્માન, પદ્મ વિભૂષણ સામેલ છે. 🌸🌼ભારતીય સંસદના ઉપલા ગૃહ,
રાજ્ય સભાના સદસ્ય તરીકે પણ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment