🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
👣અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી👣
👨👨👨👨👨👨👨👨👨
(૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-૧૯૬૫): ગદ્યકાર.
👼જન્મ સુરતમાં. વતન ભરુચ. પ્રાથમિક કેળવણી ભરુચમાં.
⭐️૧૯૦૯માં મેટ્રિક. ૧૯૧૩માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ.
🌟ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક.
💫૧૯૨૨થી અવસાનપર્યંત પોંડિચેરીમાં યોગસાધના.
તેમની પાસેથી સંસ્મરણોથી ભરપૂર પ્રવાસવર્ણનો, પત્રસાહિત્ય, ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહો મળે છે.
✨✨જન્મ
૨૬,મે-૧૮૯૪; સુરત
☄વતન – ભરૂ્ચ
💐💐અવસાન
૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી
👩👩👧👧👩👩👦👦કુટુમ્બ
માતા – ? ; પિતા – બાલકૃષ્ણ; મોટા ભાઈ – છોટુભાઈ ( વ્યાયમવીર)
📝📝શિક્ષણ
પ્રાથમિક – ભરૂચ
૧૯૦૯ – મેટ્રિક
૧૯૧૩ – ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.
🏁🏴વ્યવસાય🏴🏁
🚩સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત
🎌🚩વડીલબંધુ છોટુભાઈ સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
📌📍ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
🏳🌈✂️શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
🔏🔏૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
📝🔏૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા
📚📖📚રચનાઓ📌📚📖📚
📙વાર્તા – દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
📘ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
📗પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
📕પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
📒નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
📔આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
📓અનુવાદ – રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
📰🗂English
The Life of Sri Aurobindo . Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
Evening Talks with Sri Aurobindo . Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
Lectures on Savitri: lectures delivered in the United States . Pondicherry: Sri Aurobindo Ashram, 1967.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
આજે અંબાલાલ પુરાણી ના જન્મ દિવસે અેની અેક વાત યાદ આવી તે આપ સમક્ષ રજૂ કરુ છુ...
💎💎પારસમણિ – અંબાલાલ પુરાણી💎💎
📝એક બાળકે મને કાગળ લખ્યો છે તેમાં એ પૂછે છે : “પારસમણિ ખરેખર હોય છે ખરો ?” એના જવાબમાં મારે કબૂલ કરવું જોઈએ કે પારસમણિ મને જોવા મળ્યો નથી.
પણ એમ તો બધી વસ્તુઓ આપણે જાતે જોઈએ તો જ માનીએ, એવું ક્યાં હોય છે ? ઘણાએ મુંબઈ જાતે નથી જોયું, પણ મુંબઈ છે એ વાત તો સાચી છે. વળી, આજે કોઈ વસ્તુ ન હોય, તો થોડો વખત પછી માણસ તે બનાવી પણ શકે છે. વિમાન પહેલાં ન હતું; આજે છે. એવું પારસમણિની બાબતમાં બને પણ ખરું.
પણ એ બાળકે બીજો સવાલ પૂછ્યો છે : “કહે છે કે પારસમણિ જેને અડકે તે વસ્તુ સોનાની થઈ જાય; પણ લોઢાનું સોનું કોઈ દિવસે બને ખરું ?”
એનો જવાબ પણ આપું છું. બધાએ કોયલો તો જોયો છે. હવે એ કોયલો જમીનમાં ખૂબ ઊંડે દટાઈ જાય અને તેના ઉપર પાવાગઢ જેવો પર્વત પડે, તો શું થાય તે જાણો છો ? એ કોયલાનો જ હીરો બની જાય !
પણ કોઈને થશે કે જમીનમાં દટાઈ ગયેલો કોલસો હીરો બની જાય છે તે કાંઈ આપણે જાતે, આપણી નજરે જોઈ શકતા નથી. તો એ મુશ્કેલીનો જવાબ ફ્રાંસ દેશના એક રસાયણશાસ્ત્રીએ આપ્યો છે. લાવોઝીર એનું નામ. એણે કોયલાની ભૂકી લઈને ખૂબ ગરમ ધાતુમાં નાખીને પછી એકદમ તેના ઉપર પેલા પર્વતના જેટલું ભારે દબાણ યંત્રો વડે કર્યું. પરિણામે નાની નાની હીરાની કણીઓ બંધાઈ ગઈ ! એટલે કોયલાનો હીરો બને છે, એ નક્કી થયું.
પથરા કે કોયલામાં સમૂળો ફેરફાર થઈ જઈ શકે છે, તેમ જીવતા પ્રાણીમાં પણ કેટલીક વાર એવો ફેરફાર થતો જોવામાં આવે છે.
જમીન પર પેટ ઘસીને ચાલતી ઇયળની એક જાત એવી થાય છે કે એની આજુબાજુ માટીનું પડ કરીને અંદર તેને પૂરી રાખવામાં આવે છે. એ કેદખાનાની અંદર ને અંદર એનો વિકાસ થાય છે, અને ધીમે ધીમે એને પાંખો ફૂટે છે. ત્યાર પછી માટીના પડને તોડીને તે બહાર નીકળી ઊડી જાય છે; એ પતંગિયું બની જાય છે ! જમીન પર પેટ ઘસડતી ઈયળ, અને હવામાં છૂટથી ઊડતું પતંગિયું : એ બેમાં કેટલો ફેર છે ! પણ ઇયળમાંથી પતંગિયું બની જાય છે.
જોકે ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઈક વસ્તુ રહેલી છે કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઈ જાય; આપણે પોતે જેવા હોઈએ તે મટી જઈને જુદા જ બની જઈએ.
પોતાની અંદર રહેલો આ પારસમણિ ઘણાને હાથ લાગતો નથી. એમાંના કેટલાકને કોઈ ગુરુમાં કે મહાપુરુષમાં એ પારસમણિ મળી આવે છે. એવાનો પરસ થતાં આપણું જીવન બદલાઈ જાય છે.
ભગવાન એક એવા પારસમણિ છે કે, જો કોઈ એને અડકે – અરે, એને અડકવાનો વિચાર પણ કરે – તો એવા માણસમાં ફેરફારો થવા લાગે છે અને આખરે માણસ પોતે એ અસલ પારસમણિ જેવો બની જાય છે !
👆અંબાલાલ પુરાણી👆

No comments:
Post a Comment