Friday, May 10, 2019

મધર્સ ડે --- Mother's Day

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
મધર્સ ડે
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે- માતૃદિન મુબારક🙏

🌼આમ તો તો હર દિન માત્રુ દિન હોવો જોઈએ ..પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને માન આપવું હોય તો એમાં કાંઇ ખોટું નથી…

👉મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.(માતૃ દિવસ 1908 માં અન્ના જાર્વિસ દ્વારા પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.)

🚩મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.

🔻ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી;
અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી…

🙏Happy Mother’s Day to all mother’s in the world and to those who have passed and still remain in our hearts! Today is the day mother’s should be cherished, appreciated and loved.
💥ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી અદા થઈ શકે એમ નથી. અરે ! મધર્સ ડે માત્ર એક દિવસ જ નહીં પણ પળે પળે ઉજવવાનું પર્વ છે.
માતાએ પોતાના પર કરેલા ઉપકારોને એક પળ પણ વિસરાય તેમ નથી.

☀️✨ એટલે જ કવિ શ્રી બહેરામજી મલબારીએ ગાયું છે, ‘અર્પી દઉં સો જન્મ ! એવડું મા તુજ લ્હેણું.’

✨☄કવિ બોટાદકરે ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !’ એ શબ્દોમાં, તો
✨☄ કવિ પ્રેમાનંદે ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’ એ ભાવનામાં માતાના ઋણનો સ્વીકાર કર્યો છે.🌸🌼🌸
💐🌸‘મા તે મા; બીજા બધા વગડાનાં વા’ એ કહેવતમાં માતાના પ્રેમને જ બિરદાવવામાં આવ્યો છે.💐🌸

🌺🌺બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી ઘડતર કરનાર માતાની અમૂલ્ય સેવાનો બદલો કોનાથી વાળી શકાય તેમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી લઈને એ મોટું અને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનારી અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનારી માતાને જો ઈશ્વરે પેદા જ ન કરી હોત તો આપણું શું થાત ? ખરેખર, જગતનાં સૌ સગા-સ્નેહીઓ વચ્ચે માતાની સૌજન્યમૂર્તિ પૂનમના ચાંદની માફક ઝળહળે છે. *‘નથી માતા વિના કુળ’* એ ઉક્તિ સાર્થક કરતી માતા, માત્ર સંતાનોની જન્મદાત્રી નથી; એમનું જીવની જેમ જતન કરનારી જનેતા અને સંસ્કારદાત્રી પણ છે.

🌻🌻માતા એ માતા જ છે, પછી એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન તેનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો હોય છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનું ઝરણું અખૂટપણે વહ્યા જ કરે છે.
🍃🍂બાળક માંદું પડે, સ્કૂલેથી આવતાં મોડું થઈ જાય કે કોઈ વસ્તુ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા પોતાનાં દરેક કામ પડતાં મૂકીને બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે. પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સૂવાડનારી, એના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થનારી, રાતદિવસ એનાં હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઇ છે ખરી ? ‘જ્યારે મા ન હોય ત્યારે જ માની ખોટ દેખાય – એની હાજરીનું મૂલ્ય અંકાય છે.’ જીવનનૈયાનું સૂકાન માતા છે. માતા વગરનાં બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે.

🍁🌾રેંટિયો કાંતતી માતા, ઘોડે ચડતા બાપ કરતાં હજાર દરજજે સારી છે. માતા વગરની દીકરીને આપણે ફૂટેલાં ઘડાની રસ્તે રઝળતી ઠીકરી સાથે સરખાવીએ છીએ. જીવનનું સબરસ મા છે. એનો ત્યાગ, એનું વાત્સલ્ય, એનું માધુર્ય એ તો સંતાનનાં જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે.
‘માતાનાં ચરણ તળે જ સ્વર્ગ છે.’ એવું કુરાનનું વિધાન પણ માતાની જ ગાથા ગાય છે.

🍁🌾જગતના પ્રત્યેક મહાન પુરુષના ઘડતરમાં એની માતાનો અનન્ય અને અણમોલ ફાળો છે. 

🎋🎋નેપોલિયન જેવાને કહેવું પડયુ છે કે – ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ સંતાનનું ચારિત્ર્યઘડતર અને એ દ્વારા સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર કરનાર માતા જ છે. 

🎋🎋તેથી જ કહેવાયું છે કે ‘ જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે.’ 
🌼🌸વનરાજને ગુણસુંદરીએ, 🌼🌸સિદ્ધરાજને મીનળદેવીએ, 
🌼🌸શિવાજીને જીજાબાઇએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારધન આપ્યું હતું તે ક્યાં કોઈથી અજાણ્યું છે !

🌸🌸મહાન ભારત દેશના વર્તમાન વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી પણ પોતાની રાજકીય સફળતાનો સઘળો યશ પોતાની માતા હીરાબાનાં ચરણોંમાં ચઢાવીને શત્ શત્ વંદન કરે છે

🌻🌻અપાર દુ:ખો વેઠીને, વખત આવ્યે પેટે પાટા બાંધીને પણ બાળકનું જતન કરનારી માતાને જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમના બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન અને મદદના બદલે કુવચનો સાંભળવા મળે તો તે પુત્રને પુત્ર કહેવો કે પથ્થર ? અને માની લો કે આમાંનું કાંઈ પણ થાય તો પણ પેલી જનેતાનું હૈયું તો 🌿‘ખમ્મા મારા દીકરા…’🌿 એમ જ કહેતું કહેતું ધબકતું હશે તેમાં શંકાને જરાય સ્થાન નથી. માટે જ કહેનારે કહ્યું છે કે 🌹‘છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.’🌹 ધન્ય છે મા તને ! 
🌺‘અર્પી દઉં સો જન્મ એવડું મા, તુજ લ્હેણું’🌺 એમ કહીને કવિ બહેરામજી મલબારીએ ઘણુંબધું કહી દીધું છે.

ે.
'એવરી ડે ઇઝ ફુલ ઓફ મધર લવ', 'વીથ લોટસ ઓફ લવ ડીયર મધર' ' ફોર માય વન્ડરફુલ મોમ'

🌺કોઈનું દિલ દુભવવાનું મને આવડ્યું નથી , કારણ કે પ્રેમકરવાનું મેં મારી માતા પાસેથી શીખ્યું છે.

🌻મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી “માં” જેવા જ હશે.

🍀મારાં નસીબમાં એક પણ દુઃખ ન હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત..
🌼જીવનમાં પહેલી શિક્ષક માતા, જીવનમાં પહેલી મિત્ર માતા. જીવન પણ માતાનું કેમકે જીંદગી આપનાર જ “માં” છે…!
🌹ઉપર જેનો અંત નથી તેને આકાશ કહેવાય છે. વિશ્વમાં જેનો અંત નથી તેને “માં” કહેવાય છે.

🙏🙏🙏માતૃભક્તિ🙏🙏🙏

૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા . પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમાં પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા . સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું.
આને કહેવાય માતૃભક્તિ.

🙏🚩ગાંધીજીની માતૃભક્તિ.
ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે એમનાં માતા પૂતળીબાઇએ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી: “માંસ,મદિરા અને પરસ્ત્રીસંગથી દૂર રહેવું “ ગાંધીજીએ આ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણેંપાલન કર્યું હતું.

——————————————
🚩🔻નેપોલિયનનીમાતૃભક્તિ🚩🔻

નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુધ્ધ્કેદીને એની પાસે પકડી લાવ્યા અને કહ્યું:”આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેંડ ભાગી જવા ઇચ્છતો હતો.”
નેપોલિયને કહ્યું:
“દોસ્ત, જે પ્રિયતમાને મળવા માટે તું ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપામાં બેસી પાર કરવાનું સાહસ ખેડવા તૈયાર થયો હતો, એના માટે મને ઇર્ષ્યા થાય છે.”
“ના,મહારાજ !” કેદીએ કહ્યું:”હું તો મારી વૃધ્ધ માતાને મળવા જતો હતો.”
આ સાંભળતાં જ નેપોલિયને પોતાના સૈનિકોને કહ્યું:
“આ કેદીને હમણાં ને હમણાં જ આપણા વહાણમાં બેસાડો ને નજીકમાં જ કોઇ અંગ્રેજ વહાણ દેખાતું હોયતો એને ઇંગ્લેંડ પહોચાડવાની વ્યવસ્થા કરો. મા પ્રત્યેના પ્રેમની વાત આવતાં જ ને પોલિયન જેવા શિસ્તના આગ્રહી સેનાપતિએ પણ યુધ્ધ્કેદીને સજા કરવાને બદલે માફી આપી અને ઉપરથી મદદ કરી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ🙏

જુદી જુદી ભાષામાં માંને લગતી કહેવતો 
🎋🎋🎋🎋🎋🎋🎋
💐[૧] સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત

🌿[૨] જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત

🍁[૩] માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે. – મોઝેમ્બિલ કહેવત

🍁[૪] વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ? – આફ્રિકન કહેવત

🌴[૫] આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે. – ચાઈનીસ કહેવત

🍂[૬] ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા. – અમેરિકન કહેવત

🍀[૭] વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે. – નેટિવ અમેરિકન કહેવત

☘[૮] પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત… – કુરદીશ કહેવત

🌹[૯] દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. – યુરોપિયન કહેવત

🌼[૧૦] ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે. – સુદાની કહેવત

💐[૧૧] માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. –સ્પેનીશ કહેવત

🌸[૧૨] પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ. – સાઈબિરિયન કહેવત

🍁[૧૩] એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ? – ફ્રેંચ કહેવત

🌳[૧૪] પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. – જાપાનીસ કહેવત

🍃[૧૫] બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે. – નાઈજીરિયન કહેવત

🎋[૧૬] ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. – ચાઈનીસ કહેવત

🙏યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેટલાક જાણવા જેવા અવતરણો :
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

✍“ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ – જેમ્સ ફેંટન

✍“ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી…! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશજી ‘ ઓશો ‘

✍“ શહેરી માતા બાળકને સતત ‘ડીલીવર’ કરે છે …! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા જીવન પર્યંત …!” – પીટર દ વ્રાઈસ

✍“ જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. …!” – એક ચીની કહેવત
જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા …! – ટેનેવા જોર્ડન

✍શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે ,તે હિમાલયમાં નથી હોતી .
✍યુવરાજસિંહ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👵👵👵👵👵👵👵
ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. 
એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..! 
શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. 
👵આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં 👥👥👥રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
👤ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.🙏🙏
🙏🙏🙏🙏માં🙏🙏🙏🙏

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે,
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનોને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

🙏🙏🙏🙏મા🙏🙏🙏🙏🙏

મા તારા ઉપકાર અગણિત, તુજ આશિષ પ્રતાપ નિરંતર
નવ માસ રાખી તુજ ઉદરે, પોષણ પામી તુજ સ્નાયુ રક્તે
જન્મતા જ તુજ સ્તને વળગી
વાસ્તલ્ય ધારાએ થઇ મોટી
રમતમાં મસગુલ શિશુકાળે
વચનો તારા કદી ન પડે કર્ણે
રમવા ફરવા મન લલચાતુ
હરક્ષેત્રે શિક્ષણ ધ્યાન તેં રાખ્યું
વર્તને મારા દુઃખ તને અર્પયુ
સહજ ભાવે તેં સ્વીકારી લીધું
તેં હંમેશ જોયા મારા ગુણોને
અવગુણોને માફ કર્યા સહેજે
આવા અનંત ઉપકારો મુજ પર
વરસાવી ગઇ વાસ્તલ્ય સભર
આવું વિશાળ દરિયા દિલ તારું
ન મળે જગમાં દીવો લઇ શોધું
સગા સંબંધી મિત્રો મળવા આસાન
જનની દુર્લભ જગમાં તુજ સમ
માતૃ દેવો ભવ સાંભળી થઇ મોટી
પૂજા કરૂ હું તારી નયને અશ્રુ ભરી
જનની તારી જીવનભર હું ઋણી
તારા ગુણગાન ગાતા ન થાકુ જરી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?
પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના
ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?
દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’
આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા
રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

બા પાસેથી શીખ્યો છું હું
ભણ્યા પછી પણ શું ગણવાનું, બા પાસેથી શીખ્યો છું હું
ભાર નકામો ભૂલી જવાનું, બા પાસેથી શીખ્યો છું હું
વહેવારોને જાળવવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદર્શોને ઓળખવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંન્યાસીને જમાડવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંસારી થઇને રહેવાનું બા પાસેથી શીખ્યો છું હું
ટાઢાકોઠે સાંભળવાનું બા પાસેથી શીખ્યો છું હું
હૈયું ક્યે એમ કરવાનું બા પાસેથી શીખ્યો છું હું
કણ કણ રે’ ને ઊડે ફોતરાં, એ જ માપથી હળવું ભારે
જરૂર જેટલું વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદુને ઝીણી ખમણીથી, કોળાને મોટા ચાકુથી
કદ પ્રમાણે વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું
મુઠ્ઠીમાં મંદરાચળ જેવું, કોઠીમાં ઘઉં દાણા જેવું
અવરનજરને પારખવાનું બા પાસેથી શીખ્યો છું હું
કથાપૂજામાં એક આચમન, સૂતક હોય તો માથાબોળ
પાણી ક્યાં ક્યમ વાપરવાનું બા પાસેથી શીખ્યો છું હું
ચકલીની કણકી નોખી ને ગૌમાતાનો ગ્રાસ અલગ પણ
થાળીને ધોઇને પીવાનું બા પાસેથી શીખ્યો છું હું
પલકવારમાં તાકેતાકા ઉખેડવાની ગુંજાઇશ પણ
પંડ જેટલું પાથરવાનું બા પાસેથી શીખ્યો છું હું
સુરજને દઇ અર્ઘ્ય સવારે, કરી આરતી સંધ્યા ટાણે
ચડતી પડતી જીરવવાનું બા પાસેથી શીખ્યો છું હું

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी
एकस्यापि न गर्भभारभरण कलेशस्य यस्यां क्षमा
यातुं निष्कृति मुन्नतोडपि तनय: तस्यै जन्ययै नम:
– आदि शंकराचार्य
👵👵👵👵👵
મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
– અનુ. મકરંદ દવે
👸👸👸👸👸👸
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. - કવિ દલપતરામ
🙎🙎🙎🙎🙎🙎🙎
જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.- - નવલરામ પંડ્યા
🙍🙍🙍🙍🙍🙍🙍🙍
પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી
ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા
કાયાના કીધેલાં જતનજી- - રામનારાયણ પાઠક
👰👰👰👰👰👰👰
“આયવો ભાઇ !”
વૃધ્ધત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !- - સ્નેહરશ્મી
👰👰👰👰👰👰
રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
તે તો ‘માં’ જ- -
જયંત પાઠક
👰👰👰👰👰👰
દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !
તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
તને વૃધ્ધાશ્રમે દોરી જતાં-
– પ્રવીણ ભૂતા
🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀
માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
માં એટલે મંદિર કેરો દીવડો- –- દેવેન્દ્ર ભટ્ટ
👆👌👇👆👌👇👌👆👇
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું-- –- રાજેશ વ્યાસ
👏👏👏👏👏👏👏
બા બચપણમાં હું તને
ચિંતામાં મૂકતો લે,
હવે ચિતામાં મૂકું છું. -
– - મનોહર ત્રિવેદી
🙌🙌🙌🙌🙌
ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
માંની કૃપાથી-
–- હર્ષવદન જાની
🙌🙌🙌🙌🙌
જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
- એ મા હોય છે. -
–– પ્રજ્ઞા પટેલ
✌️✌️✌️✌️✌️✌️
" સઘળા એ અક્ષરમાં , અમથા એ કો'ક વાર 'મ' ને મૂકી જો જો કાનો (= ' માં'),
તે દિ ' દરિયો એ લાગશે નાનો.... ! "
મને મારી ભાષા ગમે છે ,
કારણ મને મારી બા ગમે છે. - – - વિપિન પરીખ
✋✋✋✋✋✋✋
"જે મસ્તી હોય આંખો માં, સુરાલયોમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે??? જે માંની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી..."
☸☸☸☸☸☸☸☸
‘ મા’
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ ‘મા’ જેને કોઈ સીમા નથી તેનું નામ ‘મા’ જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ ‘મા’ આવી ફક્ત ત્રણ મા છે. પરમાત્મા, મહાત્મા અને મા

🙏🙏🙏🙏🙏
આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રો’યો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ‘ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જા’તી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
“મા” હતી મારી એ, જેને “ઓજલ” થઈની, “રામ”ને આ દુનિયામા દિપાવ્યો..
🙏🙏🙏🙏🙏🙏🙏

જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી મા તે બનાવી….
નવ માસ તે ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…
મને પાપા પગલી ભરવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી….કેવિ..
જ્યાં હું આવુ રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…
જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…
ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..
પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી

🙏🙏👌👌👌ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.
👍👍👍કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

👌👌👌બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

👏👏આખા જગતનો આધાર માતાની આગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

🖖👪👪જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👌💪👌💪👌💪👌💪👌💪
માં એટલે મધપૂડો . 
એનું વહાલ પણ મીઠું અને માર પણ મીઠો. મીઠી નીંદર નું સરનામું એટલે મા ની ગોદ .
માં ની ગોદ એટલે ઠંડી માં હીટર અને ગરમી માં એર કુલર .
એનો પ્રેમ રૂપી વરસાદ તો બારે માસ ભીંજવે .
મા એટલે શિક્ષણ ની મોબાઈલ યુનિવર્સીટી .એ એક સાચી દોસ્ત પણ હોય છે સંતાન માટે.બરફ થી ય શીતલ એનો સ્પર્શ .અને ફૂલ થી ય કોમલ એનું હ્રદય . 
સદા માફી આપવા માટે તૈયાર .સહનશીલતા નું બીજું નામ એટલે મા .
મા એટલે સુખો નું સરનામું અને ખુશીયો નો ખજાનો. આજે મધર્સ ડે ના દિવસે મમ્મી તમને સાદર સમર્પણ .
તમે એવી જગ્યા એ છો કે ત્યાં કોઈ ટપાલી પત્ર પહોંચાડતો નથી . તમને ખુબ જ યાદ કરું છું . મારા હ્રદય માં તમારી સંઘરેલી મીઠી યાદો ને વાગોળ્યા કરું છું. આઈ મિસ યુ મમ્મી .કાં કે

‘જનની ની જોડ સખી નહી જડે રે લોલ .’

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,

પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,

અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
કવિ બોટાદકર .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

‼️‼️મધર્સ ડે સ્પેશિયલ‼️‼️

👉આ ટોચના બિઝનેસ લીડર્સની ચીફ ઈન્સિપિરેશનલ ઓફિસર મા


🔰🔰🔰માતાએ ગેટ્સને સમાજસેવા માટે પ્રેરણા આપી હતી🔰🔰🔰

બિલ ગેટ્સ સમાજસેવાના પોતાના કામની પ્રેરણા માતા મેરી મેક્સવેલ ગેટ્સને માને છે.માઈક્રોસોફ્ટના આઈપીઓ બાદ ગેટ્સ અબજપતિ થઈ ગયા હતા.ત્યારે માતાએ ભાર મૂકીને તેમને સ્વયંસેવી સંસ્થા યુનાઈટેડ માટે પૈસા આપવા અને એકઠા કરવા માટે રાજી કર્યા હતાં.ગેટ્સની વેડિંગ પર માતાએ તેમને કાર્ડ આપ્યું હતું જેના પર લખ્યું હતું કે‘ફ્રોમ ધોઝ ટુ વ્હુમ મચ ઈજ ગિવન,મચ ઈજ એક્સપેક્ટેડ.’છ મહિના બાદ કેન્સરથી માતાનું નિધન થયું હતું.ગેટ્સે આ પત્ર આજે પણ સાચવી રાખ્યો છે.તેમની માતાના મૃત્યુના કેટલા મહિના બાદ તેમણે ફિલોન્થ્રાફી માટે 100 મિલિયન ડોલર આપ્યા હતા જે પછી બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બનાવ્યું અને આવી રીતે સંપત્તિ દાન કરવાના મોટા અભિયાનનો આધાર તૈયાર થયો.માતાએ તેમને વોરન બફેટથી મુલાકાત કરાવી હતી.

👆-બિલ ગેટ્સ કો-ફાઉન્ડર બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન🙏


🔰🔰🔰ઝુકરબર્ગને તેમની માતાથી જ આત્મવિશ્વાસ મળ્યો હતો🔰🔰🔰


ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને સૌ કોઈ જાણે છે જો કે ઝુકરબર્ગ તેમના આત્મવિશ્વાસનું પ્રેરકબળ તેમની માતાને માને છે.2006માં યાહૂએ પણ ફેસબુકને 1 અબજ ડોલરમાં ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને ઝુકરબર્ગે ફગાવી દીધો હતો.આ ઓફરને ફગાવવા બદલ ઝુકરબર્ગના નિર્ણયની આકરી ટીકા કરાઈ હતી.ફેસબુકના ગ્લોબલ બિઝનેસ માર્કેટિંગના પૂર્વ ડિરેક્ટર માઈક હોફલિંગરે તેમના પુસ્તક📚‘બિકમિંગ ફેસબુક’માં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.વર્ષ 2009માં ઈન્ટેલના પૂર્વ સીઈઓ એન્ડી ગ્રોવે ઝુકરબર્ગને સવાલ કર્યો હતો કે યાહૂની ઓફરને કેમ ફગાવી દીધી હતીωઝુકરબર્ગે કહ્યું કે મને લાગી રહ્યું હતું કે ફેસબુક તેનાથી મોટી કંપની બની શકે છે.ગ્રોવે ફરી સવાલ કર્યો કે આ આત્મવિશ્વાસ તેમનામાં ક્યાંથી આવ્યોωતેના પર ઝુકરબર્ગે જવાબ આપ્યો હતો-તેમની યહૂદી માતાથી.

👆-માર્ક ઝુકરબર્ગ- ફાઉન્ડર ફેસબુક🔘🙏


🔰🔰કારકિર્દીના અનેક માર્ગો ખોલ્યા🔰🔰

શેરિલ સેન્ડબર્ગે તેમના પુસ્તક‘લીન ઈન’માં લખ્યું છે કે હું પરંપરાગત પરિવારમાં ઉછરી.મારો ઉછેર એ વિશ્વાસ સાથે થયો કે છોકરીઓ એ બધું કરી શકે છે જે છોકરા કરી શકે છે.જ્યારે મારી માતાએ ગ્રેજ્યુએશન કર્યુ હતું તો તેમને લાગ્યું હતું કે તેમની પાસે કારકિર્દીના બે જ વિકલ્પ છે-નર્સિંગ કે ટીચિંગ.પછી જ્યારે અમારો વારો આવ્યો તો તેમણે મારો અને મારી બહેનનો ઉછેર એવી રીતે કર્યો કે અમે ગમે તે કરી શકીએ છીએ એટલા માટે મારા માટે કારકિર્દીના ઘણા માર્ગો ખુલ્લા હતા.

👆-શેરિલ સેન્ડબર્ગ સીઓઓ ફેસબુક👆

🔰🔰માતાએ કન્ફર્ટ ઝોનથી બહાર કાઢી🔰🔰
કેટ કોલે હુટર્સ રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ તરીકે કારકિર્દી શરૂ કરી હતી.તે રેસ્ટોરન્ટમાં આવનારાને બીયર પીરસતાં હતાં.પછી જ્યારે તેમને મેનેજમેન્ટ રેન્કમાં આગળ વધવાની તક મળી તો તેમને પોતાના પર જ વિશ્વાસ ન થયો.તે પોતાના કમ્ફર્ટ ઝોનથી નીકળવા માગતા ન હતા.ત્યારે તેમની ઉંમર ફક્ત 19 વર્ષ હતી.માતાએ તેમના ખભા પર હાથ મૂકી કહ્યું હતું કે તું ગમે તે કરી શકે છે અને હું આશા રાખું છું કે તું કોઈ કસર બાકી નહીં રાખે.આ એક વાતે તેમને ભરપૂર આત્મવિશ્વાસ આપ્યો.

👆👆-કેટ કોલ પ્રેસિડેન્ટ સિનાબોન👆🙏

🔰🔰🔰નિષ્ફળ થશો તો કોઈ વાત નહીં🔰🔰🔰

માતા એલી સ્ટેસિનોપોલોસ સાથે એરિયાના હફિંગટન 16ની ઉંમરે ગ્રીસથી લંડન આવ્યાં હતાં.એક કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે મારા જીવનમાં સૌથી પ્રભાવશાળી ભૂમિકા માતાએ ભજવી છે.એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં મારો ઉછેર થયો.માએ કહ્યું હતું કે નિષ્ફળતા કે સફળતા બે અલગ અલગ વસ્તુઓ નથી.અવરોધ નિષ્ફળતાના પાયાના પથ્થર છે જેનો સામનો કરવો જ પડે.તેના વિશે સફળતા શક્ય પણ નથી.મુશ્કેલી આવે તો દરેક વિકલ્પ અજમાવવા જોઈએ.આ શીખામણે ક્યારેય અટકવા ન દીધી.

👆-એરિયાના હફિંગટન એડિટર ઈન ચીફ હફિંગટન પોસ્ટ🙏🙏🙏🙏

No comments:

Post a Comment