Monday, June 10, 2019

10 June

♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
💠ઈતિહાસમાં ૧૦ જૂનનો દિવસ
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👁‍🗨રાહુલ બજાજ👁‍🗨👁‍🗨

ભારતમાં આર્થિક ઉદારીકરણનો યુગ આવ્યો એ પહેલા બજાજ ગ્રૂપને અગ્રણી ઉદ્યોગ ગૃહ તરીકે વિકસાવનારા આ ઉદ્યોગપતિનો જન્મ વર્ષ ૧૯૩૮માં આજના દિવસે ગર્ભ શ્રીમંત જમનાલાલ બજાજના પરિવારમાં થયો હતો .

🏸🏸🏸પ્રકાશ પદુકોણ🏸🏸🏸

ભારતમાં બેડમિન્ટનને નવી ઊંચાઈએ લઈ જનારા ભૂતપૂર્વ ચેમ્પિયનનો જન્મ વર્ષ ૧૯૫૫માં આજના દિવસે થયો હતો . ૧૯૮૦માં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતનારા તે પહેલા ભારતીય હતા .

🏹🏹સ્પિરિટ રોવરનું મંગળ પર ઉતરાણ🌍🌒🌍🌑

મંગળ ગ્રહ પર ઉતરીને પરીક્ષણો કરી શકે તેવા અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રોબોટ ' સ્પિરિટ રોવર ' ને વર્ષ 2003 ની 10 જૂને છોડવામાં આવ્યો હતો .

📲💻એપ્પલની કમ્પ્યૂટર ક્રાંતિ💻📲⌨

પર્સનલ કમ્પ્યૂટરમાં ક્રાંતિ લાવનારું એપ્પલનું સેકન્ડ વર્ઝન Apple II 1977 ની 10 જૂને લોન્ચ થયુ . આ કમ્પ્યૂટર એપ્પલના સ્થાપક સ્ટીવ વોઝનિયાક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું .

⛳️1900 :- ભારતીય આર્મીના પૂર્વ જનરલ જયંતનાથ ચૌધરીનો જન્મ થયો.

🎾🎾🎾ભારતના રોહન બોપન્નાએ ફ્રેંચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટની મિક્સ ડબલ્સનું કારકિર્દીનું પ્રથમ ટાઈટલ જીતી ઈતિહાસ રચ્યો. આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.

🎾🎾ભારતના રોહન બોપન્નાએ ફ્રેંચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટની મિક્સ ડબલ્સનું ટાઈટલ જીતવાની સિદ્ધિ ને સન્માનિત કરવા માટે ભારતીય ટેનિસ સંઘે આ વર્ષનો અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment