Friday, June 21, 2019

21મી જૂન સૌથી લાંબો દિવસ કેમ ? --- Why is June 21 the longest day?

👉 *આજનો દિવસ :-*

*સૌથી લાંબો દિવસ*

👉 *શુ આપ જાણો છો 21મી જૂન સૌથી લાંબો દિવસ કેમ ?*

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ દિવસને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ 20મી માર્ચે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યા બાદ હવે 21મી જૂને વર્ષના સૌથી લાંબા એટલે કે, 13 કલાક 14 મિનિટના દિવસનો અનુભવ કરશે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. 21મી જૂને દિવસ લાંબામાં લાંબો થાય છે. 22મી જૂનથી સૂર્ય દિવસ ટૂંકો અને રાત લાંબી થવાની ગણતરી રહેશે. 

21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. દિવસે અમદાવાદ, રાજકોટમાં 13 કલાકને 30 મિનિટ જ્યારે ભાવનગરમાં દિવસ 13 કલાક અને 28 મિનિટનો અને રાત 10 કલાકને 32 મિનિટની રહેશે. આથી ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે. 

21મી જૂનથી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતો હોવાથી તેને સૂર્યનું દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. દિવસ રાતની લંબાઇ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યનું પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડીની મિશ્ર આબોહવાનો અનુભવ થાય છે. તેથી 21મી જૂન સંપાત એટલે કે વર્ષનો લાંબોમાં લાંબો દિવસ કહેવાય છે.
.*

No comments:

Post a Comment