Wednesday, July 31, 2019

31 July

Raj Rathod, [02.08.19 09:28]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
🔰ઈતિહાસમાં ૩૧ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️♦️વિશ્વની પહેલી પેટન્ટ ♦️♦️

અમેરિકન સંશોધક સેમ્યુઅલ હોપકિન્સે વર્ષ 1790 ની 31 જુલાઈએ વિશ્વની પહેલી પેટન્ટ મેળવી હતી . સાબુ , કાચ ઠારવાના કેમિકલમાં ઉપયોગી પોટાશ બનાવવાની પદ્ધતિ માટે આ પેટન્ટ પ્રમુખ વોશિંગ્ટને જાતે સહી કરી હતી .

🎖🎖સૌથી વધુ ઓલિમ્પિક મેડલ🏅

અમેરિકન સ્વીમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2012 ની 31 જુલાઈએ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફેલ્પ્સે ઓલિમ્પિકમાં કુલ 18 ગોલ્ડ તથા બે - બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે .



🖲🖲ફિડેલ કાસ્ત્રો યુગનો અંત🎭🎭

ક્યૂબામાં સિંગલ પાર્ટી સોશિયાલિઝમની સ્થાપના કરનારા ફિડેલ કાસ્ત્રોએ 2006ની 31 જુલાઈએ રાષ્ટ્ર પ્રમુખની સત્તા પોતાના ભાઈ રાઓલને આપવાનું શરૂ કર્યુ હતું . અમેરિકા સામે ઝીંક ઝીલવા માટે તેને યાદ રખાય છે .

📚📚📚મન્શી પ્રેમચંદ📚📚📚

મોડર્ન હિન્દુસ્તાની લિટરેચરમાં સૌથી સેલિબ્રેટેડ લેખક ગણાતા મુન્શી પ્રેમચંદનો જન્મ વર્ષ ૧૮૮૦માં આજના દિવસે વારાણસીમાં થયો હતો . તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું .

🎤🎻🎤મોહમ્મદ રફી🎤🎻🎤

બોલીવુડના સૌથી સફળ પ્લેબેક સિંગર મોહમ્મદ રફીએ વર્ષ ૧૯૮૦માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . ભારતની લગભગ તમામ પ્રાદેશિક ભાષા ઉપરાંત તેમણે ઇંગ્લિશ , ફારસી , સ્પેનિશ, ડચમાં પણ ગીતો ગાયા છે .

👱‍♀👱‍♀👱‍♀મમતાઝ👰👰👰

વિતેલા જમાનાની સફળ અભિનેત્રી મુમતાઝનો જન્મ ૧૯૪૭માં આજના દિવસે થયો હતો . ફિલ્મ ' સોને કી ચીડિયા' માં બાળ કળાકાર તરીકે ચમક્યા બાદ ૧૯૬૯થી સફળ અભિનેત્રી તરીકે તેમણે બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી .

♦️⭕️અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ💠⭕️

 (૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧) એક ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે.
તેમનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૫ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ
વડોદરામાંથી લીધું. ૧૯૫૮માં ગુજરાતી અને
સંસ્કૃત વિષયો સાથે વિનયન વિદ્યાશાખામાંથી સ્નાતક અને ૧૯૬૦માં અનુસ્નાતકની પદવી મેળવીને ડભોઈની આર્ટસ કોલેજમાં અધ્યાપન કાર્યનો પ્રારંભ કર્યો અને બાદમાં બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ ૧૯૬૮થી
ગુજરાત યુનિવર્સિટીનાં ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર તરીકે સેવાઓ આપી, આ ઉપરાંત તેઓ ‘ભૂમિકા’ (પછીથી ‘કિમપિ’) સામાયિકના તંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રભાવક વકતા. ૧૯૮૧ની ૩૧મી જુલાઈના દિવસે લ્યુકેમિયાને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું.

🔰૧૬૫૮ – ઔરંગઝેબે ભારતને મુઘલ સામ્રાજ્ય ઘોષિત કર્યું.

♦️🚂️૧૮૬૫ – 'ગ્રાન્ડચેસ્ટર', ઓસ્ટ્રેલિયા ખાતે, વિશ્વની પ્રથમ નેરોગેજ રેલ્વે લાઇન ખુલ્લી મુકાઇ.

♦️૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.

⭕️૧૯૪૧ – અમરસિંહ ચૌધરી , ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રીનો જન્મ.

⭕️૧૯૮૧ - ગુજરાતી સાહિત્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનુ અવસાન (જન્મ: ૧૧ નવેમ્બર ૧૯૩૫)

🗳1498 :- ક્રિસ્ટોફર કોલંબસે ટ્રીનીદાદ દ્વીપની શોધ કરી.

⭕️1861 :- ચેરાપુંજીમાં 9300 મિલિલિટરનો વિશ્વ વિક્રમી વરસાદ પડ્યો.

⭕️1902 :- પદ્મભૂષણ અને લેખક કેશવ પિલ્લાઈનો કેરળમાં જન્મ થયો.
⭕️1907 :- સંશોધક અને ગણિતશાસ્ત્રી દામોદર ધર્મનંદ કોશામ્બિનો જન્મ થયો.
⭕️1964 :- 4315 ફોટા ખેંચ્યાબાદ અમેરિકાનું યાન રેન્જર ૭ ચંદ્ર પર દુર્ઘટનાગ્રસ્ત થયુ.
⭕️1980 :- હિન્દી ફિલ્મોના ગાયક મહંમદ રફીનું અવસાન થયુ.

⭕️1980 :- અંતરિક્ષ યાન સોયુઝ 37 પૃથ્વી પર પાછું ફર્યું.

⭕️1991 :- રશિયા અને અમેરિકાએ પરમાણું શાસ્ત્રોમાં કાપ મુકવાના કરાર કર્યા.

🏆1992 :- સિતારવાદક રવિશંકરને રોમન મેગસેસ અવોર્ડ આપવામા આવ્યો.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
♦️⭕️♦️મનશી પ્રેમચંદ🔰👁‍🗨👁‍🗨🔰
📚📚📚📚📚📚📚📚📚📖

🚩આધુનિક હિન્દી અને ઉર્દૂ સાહિત્યકાર મુનશી પ્રેમચંદનો જન્મ તા.૩૧/૭/૧૮૮૦ના રોજ વારાણસી નજીક આવેલ લમ્હીગામમાં થયો હતો.
🔗તમના પિતા મુનશી અજાયબલાલ જેઓ પોસ્ટમાસ્તર હતા. માતા આનંદીદેવી સુંદર, સુશીલ અને સુઘડ સ્ત્રી હતા. પ્રેમચંદનું મૂળ નામ ધનપતરાય હતું. પરંતુ તેમના કાકા જમીનદાર હતા તેઓ તેમને નવાબ કહેતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક મદ્રેસામાં મૌલવી પાસે લીધું હતું. જ્યાં તેમણે ઉર્દૂ શીખી હતી. પ્રેમચંદ સાત વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. જ્યારે તેઓ સોળ વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારપછી તેમનો ઉછેર સાવકીમાએ કર્યો હતો. પ્રેમચંદના લગ્ન બાજુના ગામની ૧૫ વર્ષની યુવતી સાથે થયા હતા. સ્વભાવે પત્ની પ્રતિકૂળ બનતાં તેઓ ઈ.સ. ૧૮૯૯માં પ્રેમચંદ ઘર છોડી દેતાં વૈવાહિક જીવનનો અંત આવ્યો હતો. અને તેમની પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. સાત વર્ષ પછી જ્યારે તેની વિધવા સાથે કોઈ લગ્ન કરવાના છે તેવી જાહેરાત પેપરમાં જોઈ ત્

Raj Rathod, [02.08.19 09:28]
[Forwarded from જ્ઞાન સારથિ]
યારે તેઓ બીજીવાર વિધ

વા કન્યા શિવરાનીદેવી સાથે લગ્ન કર્યા. ઈ.સ.૧૮૯૯માં તેમણે લમ્હી છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ચૂનાર ટાઉનમાં મિશન શાળામાં સ્કૂલ માસ્તરની નોકરી માત્ર રૂ. ૧૮/- વેતનમાં સ્વીકારી.ઈ.સ. ૧૯૦૪માં તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમની કાનપુરમાં ડેપ્યુટી ઇન્સ્પેકટર ઓફ સ્કૂલ્સ તરીકે બદલી થઇ હતી.
તેમનું સાહિત્યિક જીવન ઈ.સ. ૧૯૦૧થી શૂઆત થઇ હતું. તેમણે પ્રથમ નવલકથા અસરાર-એ-માઅબીદલખી હતી. જે ઉર્દૂ અઠવાડિક અવાઝ-અ-ખલ્કમાં પ્રકાશિત થઇ હતી. તેમણે સાહિત્યિક ઉપનામ શરૂઆતમાં ‘ નવાબરાય’ અને પાછળથી ‘પ્રેમચંદ’ રાખ્યું હતું. ઈ.સ. ૧૯૨૧માં તેમણે ગાંધીજીના કહેવાથી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઈ.સ. ૧૯૨૧માં તેમનેત્યાં પુત્ર અમૃતરાયનો જન્મ થયો. પ્રેમચંદની લેખનશૈલીનું મુખ્ય લક્ષણ રસપ્રદ વાર્તા લખવાનું અને સાદી ભાષામાં લખવાનું હતું. તેમની નવલકથાઓમાં ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓ વર્ણવાઈ છે. તેઓ ઉચ્ચ પ્રકારની હિન્દીનો પોતાના લેખનમાં ખૂબ ઓછો ઉપયોગ કરતાં અને આમ આદમીના ડાયલોગ વધુ રજુ કરતા. પ્રેમચંદજીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લખી. ‘ સાંજે વતન’, ‘વરદાન’, ‘રંગભૂમિ’, ‘શ્યામા’, ‘ નિર્મલા’, ‘ સેવાસદન’,’કર્મભૂમિ’, ‘ ગોદાન’ અને ‘ ગબન’ વગેરે કૃતિઓ સાહિત્યમાં સિતારાની જેમ ચમકી રહી છે. કેટલીક કૃતિઓમાં ભારતીય ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેમની સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથા લખીને ભારતમાં અદ્દભૂત જાગૃતિ આવી હતી. તેમના ‘ સુરદાસ’, સોફી’, ‘નિર્મલા’, ‘ સુમન’ અને ‘ પ્રેમશંકર’ જેવા અનેક પાત્રોએ એક નવો સંસાર રચ્યો છે જે માનવીને ઉન્નત રસ્તે લઇ જવામાં પ્રેરક બન્યા છે. પ્રેમચંદે ૩૦૦ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નિબંધો અને પત્રો લખ્યા છે. તેમણે કેટલાક નાટકોનો અનુવાદ પણ કર્યો છે. પ્રેમચંદની કૃતિઓ આધારિત ફિલ્મો બની છે જેમાં ઈ.સ. ૧૯૭૭માં ‘‘ગોધૂલિ, ઈ.સ. ૧૯૬૬માં ગબન, ઈ.સ. ૧૯૬૩માં ગોદાન , ઈ.સ. ૧૯૩૮માં સેવાસદન , અને ઈ.સ. ૧૯૪૩માં મજદૂર ફિલ્મો બની છે. આ ઉપરાંત ઈ.સ. ૧૯૮૦માં નિર્મલા અને ઈ.સ. ઈ.સ.અ ૧૯૮૧માં સદ્દગતિ ટીવી સીરીયલ પણ રજુ થઇ હતી. હિન્દી સાહિત્યકાર આઠમી ઓક્ટોબર ૧૯૩૬ના રોજ સવારે સાડા સાતે તેઓ અનંત નિદ્રામાં પોઢી ગયા.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:

Post a Comment