Thursday, July 4, 2019

ભગવતી ચરણ વોહરા --- Bhagwati Charan Vohra

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભગવતીચરણ વોહરા : મહાન વિચારક, ઉત્તમ વ્યવસ્થાપક અને ક્રાંતિકારી
👏👏👏👏👏👏👏👏👏👏👏

👉-ભગવતીચરણે ભગતસિંહ સાથે મળીને તૈયાર કરેલા પ્રતિજ્ઞાપત્રમાં હિન્દુસ્તાનના નાગરિકોને‘સેવા,સહનશીલતા,બલિદાન’દ્વાર આઝાદી’મેળવવા માટે અપીલ કરી હતી

👉ભગવતીચરણ વોહરાનો જન્મ 4 જુલાઈ,1904ના રોજ લાહોરમાં રહેતા ગુજરાતી કુટુંબમાં થયો હતો.
👉ભગતસિંહ જેવા અસંખ્ય ક્રાંતિવીરોના તેઓ આદર્શ સમાન હતા.હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વિવેચક ઉદયશંકર ભટ્ટજીએ તેમના વ્યક્તિત્વનું વર્ણન કરતા લખ્યું હતું,‘ઊંચું કદ,હૃષ્ટ-પુષ્ટ શરીર,ગોળ ચહેરો અને ઘઉંવર્ણો વાન-આવા ભગવતીચરણ મિત્રો સાથે હંમેશાં મજાકમસ્તી અને વાદવિવાદ કરતા રહેતા.’

👉1921માં અસહકારની ચળવળમાં ભગવતીચરણ જોડાયા અને તે ચળવળ પાછી ખેંચાતાં પોતાનું અધૂરું ભણતર પૂરું કરીને લાહોરની નેશનલ કોલેજમાંથી તેમણે બીએની ડિગ્રી મેળવી.
👉નાની ઉંમરે જ તેમના લગ્ન દુર્ગાદેવી સાથે થઈ ગયા.👉દુર્ગાદેવી પોતે પણ ક્રાંતિકારી દળ સાથે જોડાયેલાં હતાં.
👌👉1926માં નૌજવાન ભારત સભા નામના ક્રાંતિકારી દળની સ્થાપના કરવામાં આવી,ત્યારે તેના પ્રચારક તરીકેની જવાબદારી ભગવતીચરણને શિરે હતી.


👉1929માં ઘર ભાડે રાખીને તેમણે બોમ્બ બનાવવાની ફેક્ટરી ખોલી હતી.ચંદ્રશેખર આઝાદની પરવાનગી લઈને કેટલાક સાથીદારોની મદદથી નાના-સૂના અંગ્રેજ અમલદારોને મારવાને બદલે ખુદ 🔥વાઈસરોય લોર્ડ ઈરવીનને મોતને ઘાટ ઊતારવાનું નક્કી કર્યું.આ નિર્ણય સાથે સ્વાભાવિક રીતે સૌ ક્રાંતિકારીઓ સહમત ન હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

💣23 ડિસેમ્બરે,વાઈસરોયની ટ્રેનની નીચે બોમ્બ મૂકીને તેને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો,પણ એ નિષ્ફળ ગયો.
🛡આ ઘટનાની ગાંધીજીએ ખુદ ટીકા કરી હતી અને વાઈસરોયની સલામતીની ચિંતા કરી હતી.
📝📝એના જવાબમાં ભગવતીચરણે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને‘બોમ્બની ફિલસૂફી’નામનો લેખ લખ્યો હતો,જેનો છેલ્લો ફકરો આ પ્રમાણે હતો-
🚩🚩‘અંગ્રેજોએ ભારતની પ્રજા ઉપર એક પણ ગુનો કરવાનો બાકી રાખ્યો નથી.પૂરેપૂરી જાણકારીપૂર્વકની રાજનીતિ વડે આપણને ભિખારી બનાવ્યા છે અને આપણું શોષણ કર્યું છે.આથી હિન્દુસ્તાનની પ્રજા અપમાનિત થઈને રોષે ભરાઈ છે.શું આપણે આ બધું ભૂલી જઈને માફ કરી દેવું જોઈએ?અમે આનો બદલો લઈને બતાવી આપીશું.કાયરો ભલે સુલેહની યાચના કરે,અમે દયા માગતા નથી.અંતે જીત અથવા મોત!’🚩🚩

🖌🖍થોડા સમય પછી ભગવતીચરણ અને તેમના પત્ની દુર્ગાદેવી ક્રાંતિવીરોના સાચા સાથી નથી,એવી વાત કેટલીક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવી હતી,પણ સૌ સાથીદારોને જ્યારે તેમનાં ત્યાગ અને ડગલે ને પગલે આપેલા સહકારની જાણ થઈ ત્યારે સૌ શરમિંદા થઈ ગયા હતા.
📌📍ત્યાર બાદ ચંદ્રશેખર આઝાદ ભગવતીચરણને મળ્યા,ત્યારે તેઓ એકબીજાના પૂરક બની ગયા અને તેમની સંસ્થાનું કામ સફળતાપૂર્વક ચાલવા લાગ્યું.
🏮💣એસેમ્બલી બોમ્બ કેસમાં ભગતસિંહ અને સાથીઓ ગિરફ્તાર થયા હતા.દરમિયાન તેમને છોડાવવાની યોજનાઓ ઘડાઈ રહી હતી.

⚖⚖આ યોજનાઓના ભાગ રૂપે બોમ્બ બનાવવા જરૂરી હતા.આવા એક બોમ્બની અસરકારકતાને તપાસવા જતાં 🔥💐💐28 મે,1930ના દિવસે ભગવતીચરણના હાથમાં જ તે બોમ્બ ફાટ્યો,જે તેમના માટે જીવલેણ નીવડ્યો.
🙏એક મહાન વિચારક અને ક્રાંતિવીરોના આગળ પડતા નેતા હોવા છતાં અંગ્રેજ પોલીસના ડરથી તેમનું મૃત્યુ જાહેર કરી શકાયું નહીં અને તેમને જંગલમાં દફનાવી દેવા પડ્યા.દેશને માટે પોતાની જાન કુરબાન કરનારા વીર શહીદ ભગવતીચરણને આપણાં સૌનાં
કોટિ કોટિ વંદન!👏🙏🙏👏🙏👏🙏👏 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🙏🙏🙏🙏
યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🚩🔻🚩🔻🚩🔻🚩🔻
ભગવતીચરણ
વોહરાના
📌✏️📌✏️📌✏️📌✏️
👉વડનગરના નાગર પરિવારમાં તેમનો જન્મ લાહોરમાં થયો હતો. પ્રપિતામહ વડનગરથી લાહોર જઇને વસી ગયેલા. ભગવતીચરણ સરદાર ભગતસિંહના પ્રિય સાથીદાર હતા અને ભગતસિંહ તેમજ તમામ ક્રાંતિકારોના 😇😇‘વિચારગુરૂ' એટલે કે ‘થિન્ક ટેંક'😇😇 ગણાતા
દિલ્હીમાં વાઇસરોયની ટ્રેન નીચે ક્રાંતિકારોએ બોંબ મૂકયો તેની આકરી ટીકા કરતો ગાંધીજીનો લેખ છપાયો તેના જવાબમાં ભગવતીચરણે 
🌟⭐️‘ફિલોસોફટ ઓફ ધ બોંબ' 🌟⭐️શીર્ષક વિસ્તૃત લેખ લખ્યો હતો. તે ખુદ ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયામાં' છાપ્યો હતો.✨☄

☀️ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવને ફાંસીની સજા થઇ ત્યારે ગાંધીજીને આકરો સવાલ કરવા માટે ભગવતીચરણનાં ક્રાંતિકારિણી પત્ની દુર્ગાભાભી ગાંધીજીને મળવા પણ ગયેલ કે ઇરવિન કરારમાં બીજા બધાનો છૂટકારો થતો હોય તો ભગતસિંહને ફાંસીને બદલે કેદ કેમ ન થઇ શકે ?

☄ભગતસિંહ અને સાથીદારોને જેલમાંથી ભગાડી જવા માટે ભગવતીચરણ, ચંદ્રશેખર આઝાદ વગેરેએ યોજના કરી તે પ્રમાણે રાવી નદીના કિનારે વિસ્ફોટના પ્રયોગો કરવા જતાં ભગવતી ઘાયલ થયા અને શહીદ થયા✨☄ ૨૮ મી મે, ૧૯૩૦ ના એ બલિદાની દિવસની રસપ્રદ ચર્ચા પણ આ પુસ્તકમાં અપાઇ છે.

📗પુસ્તકનું નામ ‘ભગવતીચરણ વહોરા' લેખક આપણા જાણીતા ઇતિહાસ સંશોધક, સાહિત્યકાર અને પત્રકાર વિષ્ણુ પંડયા છે ગુજરાત રાજયની સરફરોશી શ્રેણીએ, રમત-ગમત યુવા વિભાગના ઉપક્રમે આ પુસ્તક પ્રકાશિત કરીને ગુજરાતી ક્રાંતિકારની જીવનકહાણી પ્રસ્તુત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

શ્રી વિષ્ણુ પંડયા

ગુજરાત ઇતિહાસ સંશોધન કેવુના અધ્યક્ષ છે અને તેમણે તેમજ તેમનાં પત્ની ડો. આરતી પંડયાએ સાથે મળીને ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો', ‘રંગ દે બસંતી ચોલા', ‘વિલવમાં ગુજરાત', ‘ક્રાંતિ-કથા' અને બીજા પંદરથી વધુ પુસ્તકો લખ્યા છે, જે ભારતના સશષા આઝાદી જંગમાં ગુજરાતના મહત્વના પ્રદાનને દર્શાવે છે. શ્રી વિષ્ણુ પંડયા વિશ્વ ગુજરાત સમાજના મહામંત્રી પણ છે. તેમના રાજકીય વિશ્લેષણ, નવલકથા,પત્રકારત્વ, અનુવાદ અને 
ઇતિહાસનાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયાં છે. 
હવે પછી જાણીતાં જીવન ચિંતક વિમલાજીનાં સંપૂર્ણ જીવનને તેમના પોતાના જ શબ્દોમાં ‘સ્વમુખે વિમલાજી' પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. એ જ રીતે ‘ચૂંટણી : ૨૦૧૨' રાજકીય વિશ્લેષણનો ગ્રંથ તૈયાર કરી ચૂકયા છે. સરદાર વલ્લભભાઇ, મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના વિચાર તેમજ કાર્ય પર નવા દષ્ટિકોણથી મૂલ્યાંકન કરતું પુસ્તક 📒‘ગાંધી-સરદાર-સુભાષ' પણ ટુંક સમયમાં આવી રહયુ છે. પ્રવીણ પ્રકાશન તેમના ‘શ્યામજી કૃષ્ણવર્મા'ના સંપૂર્ણ જીવનચરિત્રને પ્રકાશિત કરી રહ્યું છે.
ભગવતીચરણ વહોરાનાં જીવનચરિત્રથી
ગુજરાતના ઇતિહાસમાં એક નવી દિશા ખૂલે છે. અત્યાર સુધી ગુજરાતમાં સશષા આઝા દી જંગની પ્રવૃતિ થઈ જ નહોતી અથવા તદન સામાન્ય પ્રમાણમાં રહેલી એવું માનવામાં આવતું હતું. તે વિશેનું સાહિત્ય પણ ઉપલબ્ધ નહોતું. આ સંજોગોમાં ભગવતીભાઈનું બલિદાની જીવન અને મુંબઈનાં સેંડહર્સ્ટ રોડ પર બ્રિટીશ અધિકારીની સામે ગોળી ચલાવનારા તેમના તેજસ્વી પત્ની દુર્ગાભાભી બંને ગુજરાતી નાગર બ્રાહ્મણો હતા અને લાહોર, લખનોૈ, કોલકાતા તેમજ દિલ્હી સુધી પ્રવૃત હતા. ભગતસિંહના તે આદરણીય દંપતિ સાથી હતા : આ વિગતો ગુજરાતના સશષા જંગના અધ્યાયના નવા દરવાજા ખુલ્લા કરે છે. શ્રી વિષ્ણુ પંડયાના ઇતિહાસ સંશોધન પ્રમાણે ૧૮૫૭ થી ૧૯૪૭ ના નેવું વર્ષમાં ગુજરાત આઝાદીની આ વિચારધારા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું, ૧૮૫૭માં નવ દેશભકતોને ગુજરાતમાંથી કાળા પાણીની સજા થઈ હતી. ઓખાના વાઘેરો ૧૮૫૭ના મહાનાયકોની સાથે જોડાયેલા હતા, અરવિંદ ઘોષ અને સાથીઓ ગુજરાતમાં સક્રિય હતા અને સુભાષબાબુની ફોજમાં ગુજરાતીઓ હતા. વિદેશોમાં ગદર પાર્ટી સ્થપાઈ તેને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થાય છે. કેનેડાની આ ગદર ચળવળમાં પોરબંદરનાં રઘુવંશી જુવાન છગન ખેરાજ વર્માએ મહત્વનો ભાગ ભજવ્યો હતો, 🗳‘ગદર' ગુજરાતી અખબારના તંત્રી તરીકે એ વિદેશોમાં પ્રથમ ગુજરાતી પત્રકારનો યશ મેળવે છે. તેમને સિંગાપુરમાં ફાંસીની સજા થઈ હતી. આ બધા તથ્યોના આધારે પંડયા દંપતિએ ગુજરાતના ઈતિહાસ લેખનમાં ભારે મહત્વનો ઉમેરો કર્યો છે. ‘ભગવતી ચરણ વહોરા' તેમાં હમણાનું નવું ઉમેરણ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment