Tuesday, July 16, 2019

જેન્ટલમેન્સ ગેમ ની રજવાડા થી ...રૈયત સુધીની એક સદીની સફર --- From a princess of Gentlemen's Game ... One-Century Trip to Raiyat

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
*⚾️ 'જેન્ટલમેન્સ ગેમ'ની રજવાડાથી ...રૈયત સુધીની એક સદીની સફર*
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )

*✅👁‍🗨✅1922માં મંબઇમાં રમાયેલી મેચમાં 💢લાખાજીરાજસિંહજીની💢 કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા💪💥🎯👑*

*✅-રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ 1933માં રમાઇ 👁‍🗨તેના25 વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર સાહેબે ઇંગ્લેન્ડમાં ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ખોલાવ્યુ હતું.*

*👁‍🗨👁‍🗨સૌરાષ્ટ્રના ક્રિકેટ માંધાતાઓમાં જામરણજી,દુલીપસિંહજી,અમરસિંહ,વિનુ માંકડ સહિતના ખેલાડીઓ છે ત્યારે ખાસ કરીને રાજકોટના ક્રિકેટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો*

*⭕️👉સૌરાષ્ટ્રમાં જ્યારે હજુ ક્રિકેટનો કક્કો માંડ ઘુંટાતો હતો ત્યારે જામ રણજીએ વિદેશમાં ક્રિકેટની પૂરી બારક્ષ્રરી રચી દીધી હતી.રણજી પોતાની પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ ઇંગ્લેન્ડમાં(8 મે 1993માં)રમ્યા હતાં તેના છેક 40 વર્ષ બાદ રાજકોટને ફર્સ્ટકલાસ મેચનો દરજ્જો મળ્યો હતો.જોકે રાજકોટને આ બહુમાન મળ્યાના 25 વર્ષ પહેલાં જ રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજસિંહજીએ પણ પોતાનું ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ઇંગ્લેન્ડમાં જ ખોલાવ્યું હતું.રાજકોટનો ક્રિકેટ ઇતિહાસ રસપ્રદ છે.*

*🔘⭕️આ શહેરને પોતાની સૌથી પહેલી મોટા ગજાની મેચ ભારતને ટેસ્ટ દરજ્જો મળ્યાના અરસામાં જ મળી હતી.*
*⭕️👉1932માં ભારતના પ્રવાસે આવેલી સીલોનની ટીમ સામેની એમ મેચ રાજકોટમાં રમાઇ હતી.જેમા ભારતની સૌ પ્રથમ ટેસ્ટ પ્રવાસના ટીમના વાઇસ 👑👑કેપ્ટન કે એસ(કુમાર શ્રી)લીંબડી ઘનશ્યામસિંહજી દાૈલતસિંહજી ઝાલા👑👑 ઉપરાંત કે એસ દિગ્વીજયસિંહજી પણ રમ્યા હતા.*

*♻️🔘👉રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ 1933માં વેસ્ટર્ન ઇન્ડિયા અને પ્રવાસી મેરીલીબોન ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઇ હતી ત્યારે રાજકોટની રાજવી પરીવારનો પણ ચારેક પેઢીનો રસપ્રદ ક્રિકેટ ઇતિહાસ છે.*

*👌👌👑👑👌જેમા રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજસિંહજી, તેમના પુત્ર પ્રદ્યુમનસિહજી અને પૌત્ર મનોહરસિંહજી ફર્સ્ટકલાસ ક્રિકેટ રમી ચુક્યા છે.👑👑*

*👑🎯સૌરાષ્ટ્રની ટીમ 1950મા અસ્તિત્વમાં આવી તે પૂર્વે વેસ્ટર્ન ઇન્ડીયા,નવાનગર અને કાઠિયાવાડની અલગ અલગ સમયે રમતી હતી.*

*☑️🔳🔲 વિશ્વક્રિકેટના દિગ્ગજ ક્રિકેટરોમાં સ્થાન પામેલા વેસ્ટઇન્ડીઝના થ્રી ડબલ્યુ પૈકીના એક ફ્રેન્ક વોરલ તે સમયના ટોચના બે ઓફ સ્પિનરો ઇંગ્લેન્ડના જીમ લેકર અને વેસ્ટઇન્ડીઝના સોની રામાધીન પણ રાજકોટમાં રાજકુમાર કોલેજના ગ્રાઉન્ડ પર રમી ગયા છે.🔶🔶🔶*

*♠️🔴⛳️રાજકોટના 84 વર્ષના ફર્સ્ટક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આજે રાજકોટ પાસે વિશ્વકક્ષાનું એસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ છે.*

⛳️🏏🏏⚾️1986થી રાજકોટમાં વન-ડે મેચ રમાવવાનો પ્રારંભ થયા બાદ 
🎾🏏2013માં ટી-20 મેચ પણ રમાવાનો પ્રારંભ થયો છે.હવે રાજકોટ જુએ છે ટેસ્ટ મેચની રાહ.

*⚾️🏏⚾️આ દરમિયાન રાજકોટે અમરસિંહથી માંડી ચેતેશ્વર પૂજારા સુધીના ક્રિકેટરો પણ આપ્યા છે .*

*🏏🎯👑રાજકોટના ઠાકોરસાહેબ મનોહરસિંહજીએ એક રણજી સદી ફટકારી છે, તેમના પિતા પ્રદ્યુમનસિંહજી સૌરાષ્ટ્રની ટીમના પ્રથમ કપ્તાન હતા.👑*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*🔷📢1922માં મંબઇમાં રમાયેલી મેચમાં લાખાજીરાજસિંહજીની કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા🔷📢🔷📢👇👇*

*👉રાજકોટના 12મા ઠાકોરસાહેબ કુલ 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. જેમા પહેલી મેચ વિદેશમાં રમ્યા હતા.✅✅તેઓ પોતાની સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ જેન્ટલમેન ઓફ ઇંગ્લેન્ડની ટીમ તરફથી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સામે 1908માં રમ્યા.*
*⭕️🔘⭕️ટીમમાં તેમના અને જામ રણજી સિવાયના બાકીના ખેલાડીઓ ઇંગ્લિશ હતા.*
*♻️💠♻️લાખાજીરાજસિંહજીએ આ મેચમાં પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 14 રન કર્યા હતા. તેમણે કુલ 3મેચમાં કુલ 41 રન કર્યા હતા. જેમા તેમનો હાઇએસ્ટ સ્કોર 14 રનનો રહ્યો હતો.તેમણે 4 વિકેટ્સ પણ ઝડપી છે છેલ્લી મેચમાં તેમણે 77 રનમાં ઝડપેલી 3 વિકેટ એ તેમનું સર્વોત્તમ બોલિંગ પ્રદર્શન રહ્યું હતું. બીજી મેચમાં 1912માં બોમ્બે ક્વાડ્રેંગ્યુલર ટૂર્નામેન્ટની હિન્દુઝની ટીમમાંથી તેઓ પારસીઝ ટીમ સામે રમ્યા હતા.છેલ્લી ફર્સ્ટક્લાસ મેચ દસ વર્ષ બાદ*
👁‍🗨✅👁‍🗨1922માં બોમ્બે જિમખાનમાં રમાયેલી યુરોપિયન્સ અેન્ડ પારસીઝ વિ. હિન્દુઝ એન્ડ મુસ્લિમ્સની રહી હતી. 
💠♻️👉તેમણે હિન્દુઝ અેન્ડ મુસ્લિમ્સ ટીમની કપ્તાની પણ કરી હતી. જેમા ભારતીય પ્રથમ ટેસ્ટટીમના કપ્તાન સી. કે. નાયડુ તેમની કપ્તાનીમાં રમ્યા હતા.👁‍🗨🙏✅

*♻️💠👉રણજી પ્લેયર (1956) : 1956માં જામનગર ખાતે રમાયેલા સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચેના રણજી ટ્રોફી મેચ પૂર્વે બન્ને ટીમના ખેલાડીઓની લેવાયેલી આ તસવીરમાં વીતી ગયેલી પેઢીના અનેક દિગ્ગજ ખેલાડીઓ નજરે પડે છે (1) મૂળુભા જાડેજા (2) બાસુ ગુપ્તે (3) ન્યાલચંદ શાહ (4) મુંબઇ ટીમના કેપ્ટન પોલી ઉમરીગર (5) રસિકભાઇ પરીખ (6) જામસાહેબ (7) સૌરાષ્ટ્રના કેપ્ટન મહિપત આચાર્ય (8) સી. રામચંદ (9) નરોત્તમ (10) શત્રુશૈલ્યસિંહ (11) છત્રપાલસિંહ (12) નૈષધ બક્ષી (13) જીવા માલા (14) વસંત વોરા (15) લાલુભા (16) અમરોલીવાલા (17) ગુલરમ ગાર્ડ (18) બુધ્ધિ કુંદરન (19) રમાકાંત દેસાઇ (20) ઝાહિદ શેખ*

*👁‍🗨✅👁‍🗨મેચના સ્કોર બોર્ડમાં ઠાકોર સાહેબ તરીકે ઉલ્લેખ પ્રદ્યુમ્નસિંહજી સૌરાષ્ટ્રની ટીમના પ્રથમ કપ્તાન, પોલી ઉમરીગર -વિનુ માંકડ તેમની કપ્તાનીમાં રમ્યા👁‍🗨✅👁‍🗨✅👁‍🗨*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*💠👉👁‍🗨1936માં વેસ્ટર્ન ઇન્ડિયાની ટીમમાંથી ગુજરાત સામે રણજીમેચથી પોતાની ફર્સ્ટક્લાસ ક્રિકેટ કેરિયરનો પ્રદ્યુમ્નસિંહજીએ પ્રારંભ કર્યો હતો.✅💠♻️💠*

*👉👁‍🗨👉 ક્રિકેટના સ્કોરબોર્ડમાં ઠાકોરસાહેબ ઓફ રાજકોટ તરીકેની ત્રણેય પેઢીનો ઉલ્લેખ કરાયો છે.*
*👁‍🗨✅👁‍🗨તેમની કપ્તાનીમાં સૌરાષ્ટ્ર પોતાની સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ રમ્યુ હતું. જે રાજકોટમાં રમાયેલી કોમનવેલ્થ ઇલેવન સામેની મેચ હતી.આ પ્રવાસી ટીમના કપ્તાન ફ્રેન્ક વોરલ , જીમ લેકર અને સોની રામાધીન જેવા દિગ્ગજ ક્રિકેટરો હતા.ભારતના ઓલ ટાઇમ ગ્રેટ્સ ક્રિકેટરોમાં સમાવિષ્ઠ થતા પોલી ઉમરીગર અને વિનુ માંકડ આ મેચમાં તેમની કપ્તાનીમાં રમ્યા.તેઓ કુલ 13 ફર્સ્ટક્લાસ મેચ રમ્યા. જેમા કોમનવેલ્થ સામે 1, ગુજરાત સામે 4,મહારાષ્ટ્ર સામે 2, બરોડા સામે 3, નવાનગર સામે 2 અને સિંધ(હાલ પાકિસ્તાન) મેચનો સમાવેશ થાય છે.તેમના આંકડાકીય લેખાજોખા જોઇએ તો પ્રદ્યુમ્નસિંહજીએ 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 22.84ની સરેરાશથી કુલ 434 રન નોંધાવ્યા હતા. જેમા તેમનો સર્વોચ્ચ સ્કોર 77 રન મહારાષ્ટ્ર સામે રહ્યો હતો.તેમના ખાતામાં ફ્રેન્ક વોરેલની કોમનવેલ્થ ઇલેવન અને મહારાષ્ટ્ર સામે એક-એક મળીને કુલ બે ફિફ્ટી પણ બોલે છે.* જમોડી બેટ્સમેન એવા પ્રદ્યુમ્નસિંહજીએ પુનામાં રણજીમેચમાં 443 રને રમતા બી બી નિમ્બાલકર ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનનો સર્વોચ્ચ અંગત રનનો વિશ્વવિક્રમ તોડે તે પહેલા જ કાઠિયાવાડની હાર સ્વીકારી લઇ ભારે ચર્ચામાં રહ્યા હતા.

*🏏🏆🔘🏆મનોહરસિંહજીના નામે એક રણજી સદી અને 5 ફર્સ્ટક્લાસ વિકેટ🏏📌🏏*

*♻️💠ગુજરાતના નાણામંત્રી રહી ચૂકેલા ઠાકોરસાહેબ મનોહરસિંહજીએ ક્રિકેટમાં પણ નોંધપાત્ર કૌવત દર્શાવ્યુ છે. એક સમયે અંગ્રેજીમાં કવિતાઓ પણ લખનારા મનોહરસિંહજીના નામે એક ફર્સ્ટક્લાસ ક્રિકેટની એક સદી પણ છે.*
*✅👁‍🗨👁‍🗨ગુજરાત સામેની રણજી મેચથી 1955માં ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કરનારા મનોહરસિંહજી કુલ 14 ફર્સ્ટક્લાસ મેચ રમ્યા હતા. જેમા તેમણે 29.23ની સરેરાશથી કુલ 614 રન નોંધાવ્ય હતા. 5 ફર્સ્ટક્લાસ વિકેટો પણ ઝડપી હતી. બરોડા સામે 3,બોમ્બે સામે 3 અને ગુજરાત સામે 5 અને મહારાષ્ટ્ર સામેની 3 મેચનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર ગુજરાત સામેનો 144 રનનો રહ્યો છે. ક્રિકેટના રકોર્ડ પ્રમાણે તેઓ કુલ 5 રણજી સિઝન રમ્યા હતા. પહેલી 1955-56 સિઝનની 1 મેચમાં 60 રન,1957-58ની 4 મેચમાં 322 રન,1958-59ની 4 મેચમાં 124 રન , 1961-62ની 3 મેચમાં 39 રન તેમજ 1963-64ની 2 મેચમાં તેમના 69 રન નોંધાયા હતા.*

*🔰✅👁‍🗨🔰સૌરાષ્ટ્રના આધુનિક ક્રિકેટે નવી ઊંચાઇ સર કરી✅✅✅👁‍🗨*

👁‍🗨બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના માનદ મંત્રી નિરંજન શાહે રાજકોટને 1986માં વિશ્વના વન-ડે નક્શા પર મુક્યું હતું. 
👁‍🗨ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી પદે પણ તેઓ વખત રહી ચૂક્યા છે.તેમના સેક્રેટરી તરીકેના સમય દરમિયાન જૂના ક્રિકેટરેને પેન્શન આપવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 

*♻️💠♻️તાજેતરમાં રાજકોટને અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમની ભેટ એસસીએ દ્વારા અપાઇ છે જેને પગલે હવે રાજકોટ ટેસ્ટ સેન્ટર માટેની દાવેદારી નોંધાવી રહ્યુ છે.*
*✅✅✅👁‍🗨સૌરાષ્ટ્રની રણજી ટીમના ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જયદેવ અનડકટ ટેસ્ટ ફલક પર આવતા સૌરાષ્ટ્રનું ક્રિકેટ બુલંદી પર છે.*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment