Wednesday, August 14, 2019

14 Aug

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
ઈતિહાસમાં ૧૪ ઓગસ્ટનો દિવસ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎤🎧🎼પહેલું મ્યુઝિક રેકોર્ડિંગ🎬🎤

થોમસ એડિસને આપેલી ફોનોગ્રાફ ટેક્નોલોજીની મદદથી વર્ષ ૧૮૮૮માં આજના દિવસે ઇંગ્લિશ કમ્પોઝર આર્થર સુલીવેનની રચના ' ધ લાસ્ટ કોર્ડ 'નું રેકોર્ડિંગ લંડનમાં આજના દિવસે રજૂ કરવામાં આવ્યું હતું .

🎯1862 : બૉમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ વિસ્તારને આવરી લેવાયા. બૉમ્બે હાઈકોર્ટની બેન્ચ નાગપુર, પણજી અને ઔરંગાબાદમાં છે.

🎯1947 : હરિલાલ જેકિશનદાસ કાંણીયા ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) બન્યાં. જે 05/11/1951 સુધી રહ્યાં.

🎯1947 : પાકિસ્તાન દેશ ભારતથી અલગ થયો.

🎯1987 : સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનને ભારતરત્ન સમ્માન આપવામા આવ્યુ. આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ બન્યાં.
🎯1996 : મુન્શી પ્રેમચંદનાં પુત્ર અમરીત રાયનું અવસાન થયુ.

🎯૧૮૮૫ – જાપાન , કાટ અવરોધક રંગના શોધકને જાપાનનો પ્રથમ પેટન્ટ અધિકાર અપાયો.

🎯૧૮૯૩ – ફ્રાન્સે વાહન નોંધણીની શરૂઆત કરી. 

🎯૧૯૦૮ – 'ફોકસ્ટોન' યુ.કે.માં પ્રથમ વખત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરાયું.
🎯૧૯૪૭ – પાકિસ્તાન , યુ.કે.નાં વાલીપણા હેઠળ, ભારતીય બ્રિટિશ સામ્રાજ્યથી સ્વતંત્ર થયું અને બ્રિટિશ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.

🎯૧૯૭૩ – પાકિસ્તાનનું બંધારણ (બંધારણ ૧૯૭૩) અમલમાં આવ્યું.

પાકિસ્તાન : સ્વતંત્રતા દિવસ, ( યુનાઇટેડ કિંગડમથી ૧૯૪૭) (તે પહેલાં ભારતનો ભાગ હતું)

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે.
ભારત , ઈરાન , અફઘાનિસ્તાન અને ચીન , પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને લાહોર છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment