Sunday, August 25, 2019

25 Aug

♦️✅♦️✅♦️✅♦️✅♦️✅♦️
ઈતિહાસમાં 25 ઓગસ્ટનો દિવસ
✅⭕️✅⭕️✅⭕️✅⭕️✅⭕️✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏛મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા બ્લાસ્ટ🏛

વર્ષ 2003ની 25 ઓગસ્ટે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજારમાં થયેલા બ્લાસ્ટમાં 52 લોકોનાં મોત અને 300થી વધુ ઘાયલ થયા હતા. ઓક્ટોબર સુધીમાં પોલીસે તમામ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.

🔬🔭ગેલિલિયોનો ટેલિસ્કોપ🔬🔭

1609ની 25 ઓગસ્ટે ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલીએ વેનિસના ઉમરાવો સમક્ષ પહેલીવાર ટેલિસ્કોપનું નિદર્શન કર્યું હતું. જર્મન -ડચ સંશોધક હેન્સ લિપર્શીની થિયરીના આધારે ગેલિલિયોએ આ શોધ કરી હતી. 

🔮🔮🔮બ્યુબોનિક પ્લેગ🏺🏺🏺

વર્ષ 1894ની 25 ઓગસ્ટે જાપાનીઝ વિજ્ઞાની કિતાસાતો શિબાસબુરોએ બ્યૂબોનિક પ્લેગ રોગચાળો સર્જનારા બેક્ટેરિયાની શોધ કરી હતી. આ પ્રકારના પ્લેગમાં સાંધાના ભાગમાં ગાંઠ થાય છે અને ફ્લુ જેવા ચિન્હો દેખાય છે.

🚪1919 : બિહારના પુર્વ મુખ્યમંત્રી બિન્દેસ્વરી પ્રસાદનો જન્મ થયો.

🚪1948 : જણ ગણ મનને જયાં સુધી ફાઇનલ ડિસિજનના લેવામાં આવે ત્યાં સુધી કામચલાવ રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી.

🚪1960 : રોમમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.

🚪1965 : ભારતીય ક્રિકેટર સંજીવકુમાર શર્માનો જન્મ થયો.

🚪1975 : બૂન્દેલખંડ યુનિવર્સિટીની ઉત્તરપ્રદેશમાં સ્થાપના થઈ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠💠💠💠💠💠💠💠
હરિનારાયણ આચાર્ય
💠🔰💠🔰💠🔰💠🔰
🎯 ગુજરાતના ‘ વનેચર’
તરીકે ઓળખાતા ખ્યાતનામ પ્રકૃતિ શ્રી હરિનારાયણ ગિરધરલાલ આચાર્યનો જન્મ તા. ૨૫/૮/૧૮૯૭ના રોજ મહેસાણા જીલ્લાના ઊંઝામાં ઔદીત્ય બ્રાહ્મણપરિવારમાં થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઈમાં સ્થિર થયા. મુંબઈ હતા તે દરમ્યાન જ ‘ સમાલોચક’ માસિકમાં લેખન પ્રવૃત્તિની શરૂઆત થઇ. ત્યારપછી ‘ કુમાર’ માસિકમાં પણ લેખન કામગીરી કરી હતી.ગુજરાતના પ્રાણીઓની માહિતી તૈયાર કરી હતી. ‘વનવગડા વાસી’ પુસ્તક પ્રગટ કર્યું. ‘ ખભે ખડિયો’, ‘અખાડો’, ‘સ્વાસ્થ્ય શક્તિ’, સૌદર્ય’ વગેરે તેમની લેખમાળાઓ પ્રગટ કરી. આ ઉપરાંત તેમણે જીવનચરિત્રો, પ્રાણીજીવનની કેટલીક વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે. પ્રકૃતિના અભ્યાસમાંથી જે પ્રાપ્ત થયું એથી પ્રેરાઈ ગુજરાતના પ્રાણીજીવન , વનસ્પતિસૃષ્ટ્રી અને ભૂરચનાના અવલોકન, અભ્યાસ અને સંશોધનના પ્રચાર વિકાસ અર્થે તેમેણ મિત્રોના પ્રોત્સાહનથી ઈ.સ. ૧૯૩૮માં અમદાવાદમાં ‘ પ્રકૃતિ’ ત્રિમાસિક શરૂ કર્યું. આ સામયિકના સંચાલન અને ‘ કુમાર’માની તેમની લેખમાળા ‘ વનવગડાના વાસી’ તથા અન્ય લેખો દ્વારા તેમણે કરેલી સેવાના સંદર્ભે ગુજરાતી સાહિત્ય સભાએ ઈ.સ.૧૯૪૭ના વર્ષનો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. આવા મહાન ગુજરાતી પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનું અવસાન ૨૨ મે ૧૯૮૪નાં રોજ થયું હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment