Monday, August 26, 2019

બાલકૃષ્ણ દોશી --- Balakrishna Doshi

🏡🏚🏢🏬🏣🏤🏥🏦🏨🏪🏫🏩
સ્થાપત્ય જગતના ધ્રુવતારક બાલકૃષ્ણ દોશી
🕌⛪️🏛💒🏚💒🏰🏟🏠🏡💒
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👁‍🗨બાલકૃષ્ણ વિટ્ઠલદાસ દોશીનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પૂના શહેરમાં થયો.

🏛૬૦૦ વર્ષ જુના ઐતિહાસિક શહેરના સ્થાપત્યને નોખું રૂપ આપી અમદાવાદને વધુ અમીર બનાવનારા બાહોશ સ્થપતિ છે, ડો. બાલકૃષ્ણ દોશી. 

👉તેમણે સ્થાપત્ય નિર્માણનો નવો રાહ ચિંધ્યો છે. બાંધકામ ઉદ્યોગને ✅ઈકો ફ્રેન્ડલી ✅બનાવનારા બી. વી. દોશીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી .

🎯♻️આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ‘સેપ્ટ’ના સર્જક-સૂત્રધાર છે. 

🏠🏡અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું બાલકૃષ્ણ વી. દોશીનું નિવાસસ્થાન સ્થાપત્યની દ્રષ્ટિએ ‘વિશ્વનાં ૩૪ શ્રેષ્ઠ ઘર’માંનું એક ગણાય છે. 
🇮🇳આ યાદીમાં સ્થાન પામેલી ભારતની આ એકમાત્ર ઈમારત છે.
‘વિશ્વના વીસમી સદીના ૩૪ વિશિષ્ટતમ ઈકોનોમિકલ હાઉસિંગ’માં તમે બનાવેલા બંગલાનો સમાવેશ થાય છે

👁‍🗨કલાશિક્ષકની સલાહ ધ્યાનમાં રાખીને બાલકૃષ્ણે પૂનાની ફગ્યુંસન કોલેજ અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો. 
💠♻️એ વખતે આર્કિટેક્ટ તરીકેની વ્યાવસાયિક પ્રેક્ટિસ કરવા માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટનો ડિપ્લોમા ઈચ્છનીય ગણાતો. બી. વી. દોશીએ લંડન જઈને પરીક્ષા આપી. 
💠♻️🎯ત્યાંના વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ લા કોબ્યુંઝિયેના સહાયક તરીકે ચારેક વર્ષ કામ કર્યું. 
💠♻️🎯૧૯૫૪ના અરસામાં લા કોબ્યુંઝિયેએ ભારતના 🔰ચંડીગઢના ગવર્નર હાઉસની ડિઝાઇન 🔰બનાવી હતી. 
💠♻️આ હાઉસના સુપરવિઝન માટે કોબ્યુંઝિયેએ યંગ ઈન્ડિયન આર્કિટેક્ટ બાલકૃષ્ણભાઈને ચંડીગઢ મોકલ્યા. 
🙏🙏આમ આ રીતે તેમણે ચંડીગઢના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો. પછીના સમયગાળામાં કબ્યુંઝિયેએ ડિઝાઇન કરેલા 💠અમદાવાદનાં ચાર બિલ્ડિંગ્સ (આત્મા હાઉસ, સંસ્કાર કેન્દ્ર, મનોરમા સારાભાઈનું ઘર અને સામુભાઈ શોધનનું ઘર)ની મહત્વની જવાબદારી બાલકૃષ્ણભાઈએ નિભાવી. 

💠🎯🏟ડો. દોશીની ઓફિસ ‘સંગાથ’ દુનિયાના જાણીતા સો આર્કિટેકટ્સએ બનાવેલી સો ઈમારતમાં સ્થાન પામી છે. બાલકૃષ્ણભાઈની આર્કિટેક્ટ ફર્મ ‘વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશન’ની ઓફિસે વિશ્વના સાત દેશની વિવિધ યુનિવર્સિટીના ૪૦ જેટલા યુવાન આર્કિટેકટ્સ અહીં દસ અઠવાડિયાની તાલીમ લેવા આવે છે.

👉🔰 બાલકૃષ્ણભાઈએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખ્યાતનામ થયેલી અનેક 🎯ઈકોફ્રેન્ડલી ઈમારતોની🎯 ડિઝાઇન તૈયાર કરી છે. 
👁‍🗨👉એમાંની એક ઈમારત ‘અમદાવાદની ગુફા’ (અગાઉનું નામ હુસેન-દોશી ગુફા) છે. 
👉મૈત્રીનું પ્રતીક ગણાતી આ ગુફા દેશની એકમાત્ર અન્ડરગ્રાઉન્ડ આર્ટ ગેલેરી છે. અમદાવાદની ગુફા એ બી. વી. દોશી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતપિ્રાપ્ત ચિત્રકાર એમ.એફ. હુસેનની અનોખી મૈત્રીના નાતે બનેલું સહિયારું સર્જન છે. 
👉આ ગુફા એના બાહ્ય દેખાવ, એના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રીથી માંડીને તેના બહુવિધ ઉપયોગની દ્રષ્ટિએ પણ અદ્રિતીય ગણાય છે. 
💠♻️🎯અમદાવાદની ગુફા ઉપરાંત બાલકૃષ્ણ દોશીએ અમદાવાદમાં ♐️ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ,♐️ પ્રેમાભાઈ હોલ, ♐️સેન્ટ્રલ બેન્ક તથા ♐️વડોદરામાં ફર્ટિલાઈઝર નગર, ♐️ઈફ્કો ટાઉનશિપ વગેરે ઈમારતો બનાવી છે. 

🔰🎯રક્ષાશકિત યુનિવર્સિટીના આર્કીટેક 

💟☮💟તેઓ સ્કૂલ ઓફ આર્કિટેકચર, સેપ્ટ કેમ્પસ, વિઝ્યુઅલ આર્ટ સેન્ટર જેવી શૈક્ષણિક-કળા સંસ્થાના સ્થાપક છે.🙏🙏 
♻️🎯👉સ્થાપત્યોમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ અને મૌલિકતાના સુમેળભર્યા સર્જનના લીધે વિશ્વના સ્થાપત્ય જગતમાં અને સ્થાપત્ય વિશ્વમાં બાલકૃષ્ણભાઈ દોશી 🌠ધ્રુવના તારા🌠 જેવું અવિચળ અને અનેરું સ્થાન પામ્યા છે. 
🎖🏅પદ્મશ્રીથી સન્માનિત આ સિદ્ધહસ્ત સ્થપતિને દેશ-વિદેશના અનેકવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી બિરદાવવામાં આવ્યા છે. 
🎯🎯તેઓ બે વિદેશી યુનિવર્સિટીના ફેલો છે. 
🎯🎯બે યુનિવર્સિટીએ ડો. દોશીને ડોક્ટરેટની માનદ પદવીથી નવાજયા છે. 🎯છેલ્લા 6 દાયકાથી અમદાવાદમાં સ્થાયી થયેલા 90 વર્ષીય ડો. બાલકૃષ્ણ દોશી આજે પણ પોતાના સ્થાપત્ય સર્જનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. 

🙏👁‍🗨💠અનુભવની મૂડી અને આગવી મૌલિક દ્રષ્ટિના જોરે દોશીસાહેબ ટૂંકા સમયગાળામાં સ્થાપત્ય જગતના ધ્રુવતારક બની ગયા. એમનાં અનેક સર્જનો વિશ્વપ્રસિદ્ધ બન્યાં.🎯💠🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏡🏚🏢🏬🏣🏤🏥🏦🏨🏪🏫🏩
સ્થાપત્ય જગતના ધ્રુવતારક બાલકૃષ્ણ દોશી
🕌⛪️🏛💒🏚💒🏰🏟🏠🏡💒
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🔰🔰જીવનની ઝલક 🔰🔰🔰

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા મેગાસિટી અમદાવાદમાં જોવાલાયક સ્થળ ઘણાં છે. એક લાંબી યાદી બની શકે એટલાં સ્થળ આવેલાં છે. 
આ યાદીમાં સમાવેશ ન થયો હોય છતાં પણ વિશ્વવિખ્યાત સ્થળ કયા? આનો જવાબ કદાચ જલદીથી નહીં મળે. ખ્યાતનામ આર્કિટેક્ટ ડો. બાલકૃષ્ણ દોશીનો બંગલો અને તેમની ‘સંગાથ’ ઓફિસ. જવાબ જાણીને નવાઈ લાગીને? અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું બાલકૃષ્ણ વી. દોશીનું નિવાસસ્થાન સ્થાપત્યની દ્રષ્ટિએ ‘વિશ્વનાં ૩૪ શ્રેષ્ઠ ઘર’માંનું એક ગણાય છે. આ યાદીમાં સ્થાન પામેલી ભારતની આ એકમાત્ર ઈમારત છે. લોકજીભે ચડેલા આ શ્રેષ્ઠ ઘરની એવી તે શું વિશેષતા છે એ જાણીએ તે પહેલાં આ શ્રેષ્ઠ ઈમારતોને ઓપ આપતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનો ટૂંકો પરિચય જાણીએ. બાલકૃષ્ણ વિટ્ઠલદાસ દોશીનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પૂના શહેરમાં થયો. તેમના પિતા વિટ્ઠલદાસભાઈની ફર્નિચરની દુકાન હતી. ચાર સંતાનોમાં બાલકૃષ્ણ સૌથી નાના. વૈષ્ણવ નાગર વણિક પરિવારમાં ૨૬ ઓગસ્ટ, ૧૯૨૭ના રોજ જન્મેલા બાલકૃષ્ણએ મરાઠી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. શાળાકીય અભ્યાસ દરમિયાન બાલકૃષ્ણની ડ્રોઈંગમાં ફાવટ જોઈને શિક્ષકે તેમને ચિત્રકલાના ક્ષેત્રે આગળ વધવાની સલાહ આપી. કલાશિક્ષકની સલાહ ધ્યાનમાં રાખીને બાલકૃષ્ણે પૂનાની ફગ્યુંસન કોલેજ અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો. એ વખતે આર્કિટેક્ટ તરીકેની વ્યાવસાયિક પ્રેક્ટિસ કરવા માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટનો ડિપ્લોમા ઈચ્છનીય ગણાતો. બી. વી. દોશીએ લંડન જઈને પરીક્ષા આપી. ત્યાંના વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ લા કોબ્યુંઝિયેના સહાયક તરીકે ચારેક વર્ષ કામ કર્યું. ૧૯૫૪ના અરસામાં લા કોબ્યુંઝિયેએ ભારતના ચંડીગઢના ગવર્નર હાઉસની ડિઝાઇન બનાવી હતી. આ હાઉસના સુપરવિઝન માટે કોબ્યુંઝિયેએ યંગ ઈન્ડિયન આર્કિટેક્ટ બાલકૃષ્ણભાઈને ચંડીગઢ મોકલ્યા. આમ આ રીતે તેમણે ચંડીગઢના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો. પછીના સમયગાળામાં કબ્યુંઝિયેએ ડિઝાઇન કરેલા અમદાવાદનાં ચાર બિલ્ડિંગ્સ (આત્મા હાઉસ, સંસ્કાર કેન્દ્ર, મનોરમા સારાભાઈનું ઘર અને સામુભાઈ શોધનનું ઘર)ની મહત્વની જવાબદારી બાલકૃષ્ણભાઈએ નિભાવી. અનુભવની મૂડી અને આગવી મૌલિક દ્રષ્ટિના જોરે દોશીસાહેબ ટૂંકા સમયગાળામાં સ્થાપત્ય જગતના ધ્રુવતારક બની ગયા. એમનાં અનેક સર્જનો વિશ્વપ્રસિદ્ધ બન્યાં. એમની કાર્યશૈલી નિરાળી છે. બાલકૃષ્ણ દોશીને મળેલા એવોડ્ર્સની યાદી ઘણી લાંબી છે. ઈમારતોમાં પ્રાણ પૂરનારા આ વિશ્વવંદનીય આર્કિટેક્ટ વ્યાવસાયિક ઈમારતો ડિઝાઇન ન કરવાના પોતાના અનોખા સિદ્ધાંતને હજુ સુધી વળગી રહ્યા છે. ડો. દોશીની ઓફિસ ‘સંગાથ’ દુનિયાના જાણીતા સો આર્કિટેકટ્સએ બનાવેલી સો ઈમારતમાં સ્થાન પામી છે. બાલકૃષ્ણભાઈની આર્કિટેક્ટ ફર્મ ‘વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશન’ની ઓફિસે વિશ્વના સાત દેશની વિવિધ યુનિવર્સિટીના ૪૦ જેટલા યુવાન આર્કિટેકટ્સ અહીં દસ અઠવાડિયાની તાલીમ લેવા આવે છે. આના પરથી દોશીસાહેબની આગવી સ્થાપત્ય કળાની વિશિષ્ટતા છતી થાય છે. બાલકૃષ્ણભાઈએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખ્યાતનામ થયેલી અનેક ઈકોફ્રેન્ડલી ઈમારતોની ડિઝાઇન તૈયાર કરી છે. એમાંની એક ઈમારત ‘અમદાવાદની ગુફા’ (અગાઉનું નામ હુસેન-દોશી ગુફા) છે. મૈત્રીનું પ્રતીક ગણાતી આ ગુફા દેશની એકમાત્ર અન્ડરગ્રાઉન્ડ આર્ટ ગેલેરી છે. અમદાવાદની ગુફા એ બી. વી. દોશી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતપિ્રાપ્ત ચિત્રકાર એમ.એફ. હુસેનની અનોખી મૈત્રીના નાતે બનેલું સહિયારું સર્જન છે. આ ગુફા એના બાહ્ય દેખાવ, એના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રીથી માંડીને તેના બહુવિધ ઉપયોગની દ્રષ્ટિએ પણ અદ્રિતીય ગણાય છે. અમદાવાદની ગુફા ઉપરાંત બાલકૃષ્ણ દોશીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ, પ્રેમાભાઈ હોલ, સેન્ટ્રલ બેન્ક તથા વડોદરામાં ફર્ટિલાઈઝર નગર, ઈફ્કો ટાઉનશિપ વગેરે ઈમારતો બનાવી છે. તેઓ સ્કૂલ ઓફ આર્કિટેકચર, સેપ્ટ કેમ્પસ, વિઝ્યુઅલ આર્ટ સેન્ટર જેવી શૈક્ષણિક-કળા સંસ્થાના સ્થાપક છે. સ્થાપત્યોમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ અને મૌલિકતાના સુમેળભર્યા સર્જનના લીધે વિશ્વના સ્થાપત્ય જગતમાં અને સ્થાપત્ય વિશ્વમાં બાલકૃષ્ણભાઈ દોશી ધ્રુવના તારા જેવું અવિચળ અને અનેરું સ્થાન પામ્યા છે. પદ્મશ્રીથી સન્માનિત આ સિદ્ધહસ્ત સ્થપતિને દેશ-વિદેશના અનેકવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી બિરદાવવામાં આવ્યા છે. તેઓ બે વિદેશી યુનિવર્સિટીના ફેલો છે. બે યુનિવર્સિટીએ ડો. દોશીને ડોક્ટરેટની માનદ પદવીથી નવાજયા છે. છેલ્લા સાડા પાંચ દાયકાથી અમદાવાદમાં સ્થાયી થયેલા 90 વર્ષીય ડો. બાલકૃષ્ણ દોશી આજે પણ પોતાના સ્થાપત્ય સર્જનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻


🏡🏚🏢🏬🏣🏤🏥🏦🏨🏪🏫🏩
સ્થાપત્ય જગતના ધ્રુવતારક બાલકૃષ્ણ દોશી
🕌⛪️🏛💒🏚💒🏰🏟🏠🏡💒
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️♻️♻️🔰🔰એક મુલાકાત🔰🔰
‘‘‘ ‘વિશ્વના વીસમી સદીના ૩૪ વિશિષ્ટતમ ઈકોનોમિકલ હાઉસિંગ’માં તમે બનાવેલા તમારા બંગલાનો સમાવેશ થાય છે તો આ ઘરની વિશેષતા કઈ કઈ છે? 💠♻️ઘરની વિશેષતા એક કરતાં વધારે છે. ઘર બહારથી જુઓ તો નાનું લાગે પણ અંદર પ્રવેશો તો મોકળાશ (અવકાશનું વિસ્તરીકરણ) જોવા મળે. આના લીધે મૂંઝવણ ન અનુભવાય. ઘરમાં દીવાલો બહાર છે અને બારી બહુ નથી, તેમ છતાં કુદરતી હવા-ઉજાસની સારી વ્યવસ્થા કરેલી છે. સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં બગીચો આગળ આવેલો હોય છે, જ્યારે આ ઘરમાં બગીચો ઘરની પાછળ આવેલો છે અને ઘરના દરેક રૂમમાંથી લીલોછમ મોટો બગીચો જોઈ શકાય છે. આના લીધે શાંતિ અનુભવાય છે. ઘરની સજાવટ સજીવ લાગે એવી રીતે કરાઈ છે. આ ઘરમાં કુદરતી રીતે ઠંડક (નેચરલ એ.સી.) અનુભવાય છે. બીજા શબ્દોમાં કહું તો મારું ઘર વાતાનુકૂલિત (બહાર ગરમી હોય ત્યારે ઠંડક લાગે અને બહાર ઠંડી હોય ત્યારે ગરમાવો મળી રહે તેવું) છે. તેનું કારણ બે દીવાલો વચ્ચેની હવા છે. થર્મોસની જેવી રચના છે બિલકુલ એવી જ રીતે ઘરનું તાપમાન જળવાય એ માટે બે દીવાલો વચ્ચેની હવા કામ કરે છે. તમે કલ્પના ન કરી શકો એવી રીતે ઘરમાં જુદી જુદી ઊંચાઈ છે. ઘરનો દરેક રૂમ કંઈક વિશિષ્ટતા ધરાવે છે. આ ઘર મીઠો આવકારો આપતું હોય એવું લાગે. ઘરના બાંધકામમાં લોકલ મટિરિયલનો ઉપયોગ કર્યો છે. આ ઘર બન્યાને પચાસ વર્ષ થયાં છતાં પણ હજુ હમણાં જ બન્યું હશે એવું જણાય. ઘરમાં સીડી અને ડ્રોઇંગરૂમ એક છે. આમ સીડી મકાનનો જ એક ભાગ છે. ડાઈનિંગ રૂમ પણ ડ્રોઈંગરૂમનો ભાગ છે, સળંગ આવે. તેથી જગ્યા ધારેલી હોય એના કરતાં મોટી અને પહોળી લાગે. ઘરમાં ઈનડાયરેકટ પ્રકાશ આવતો હોવાથી કોઈપણ વસ્તુ હાર્શ નથી લાગતી, એટલે સજીવ લાગે. મકાનની અંદર કાચ બહુ ઓછા છે. પડદા નથી. તમારું ઘર તમને પરફેક્ટ ફીલિંગ આપે છે? કે હજુ બદલવા જેવું લાગે છે? મને ઘરમાં બદલવા જેવું કંઈ લાગતું નથી. પચાસ વર્ષ થયાં પછી પણ ઘરમાં મને રોજ કંઈક નવું દેખાય છે. ઝાડ બદલાય, રંગ બદલાય, હવા બદલાય એટલે અનુભૂતિ પણ બદલાય છે. આપણે ત્યાં હાલમાં ગ્રીન બિલ્ડિંગનો અને ગ્લાસ બિલ્ડીંગ્સનું ચલણ છે. 
♻️🎯♻️હેલ્થી એન્વાયરમેન્ટ માટે ગ્રીન બિલ્ડીંગ કેટલા ઉપયોગી છે? ખરેખર કાચ એ ગ્રીન બિલ્ડિંગનો સિમ્બોલ નથી. હકીકતમાં પશ્ચિમના દેશમાં તડકો વધારે નથી જોવા મળતો એટલે ત્યાં કાચનાં બિલ્ડિંગ જોવા મળે છે. આપણે ત્યાં ગ્લાસ બિલ્ડિંગ અહીંના હવામાનને બિલકુલ અનુકૂળ નથી. જે આપણને પોષે અને સસ્ટેનેબલ બિલ્ડિંગ કહેવાય. ગ્લાસ બિલ્ડિંગનો સમાવેશ સસ્ટેનેબલ આર્કિટેકચરમાં થતો નથી. 
💠♻️🎯👉મારા હિસાબે અમદાવાદની પોળનાં મકાનો એ ગ્રીન બિલ્ડિંગ કહેવાય. તમે જે ઈમારતો બનાવી છે તેમાંથી તમને અદ્ભુત લાગે એવી ઈમારતો કઈ છે? મારું ઘર, અમે જ્યાં રહીએ છીએ, બીજી મારી ઓફિસ ‘સંગાથ’ જ્યાં હું કામ કરું છું અને ત્રીજી ઈમારત સેપ્ટ સ્કૂલ.
👏👏 આ ત્રણ મકાન ઉપરાંત અમદાવાદની ગુફા. મેં બનાવેલી બેંગલુરુની આઈઆઈએમની ઈમારત અત્યારે સૌથી વધારે માર્કેટેબલ કહેવાય છે. 
💠♻️આત્મા હાઉસ એ દુનિયાભરના આર્કિટેક્ટ માટે ફાઉન્ટેઈન હેડ કહેવાય છે. ચંડીગઢ શહેરના પ્લાનિંગમાં તમે મહત્વની જવાબદારી નિભાવી હતી, તો ગુજરાતનું કયું શહેર તમને આયોજનબદ્ધ શહેર લાગે છે?👏🔘👉 મારી દ્રષ્ટિએ ગુજરાતનું આયોજનબદ્ધ અને શ્રેષ્ઠ શહેર એ જુનું (પોળનું) અમદાવાદ શહેર છે. તમારી દ્રષ્ટિએ વિશ્વના અને ગુજરાતનાં શ્રેષ્ઠ પાંચ સ્થાપત્ય કયા છે? સ્પેનનું બિલબાવ મ્યુઝિયમ, વેલેન્સિયા (સ્પેન) પબ્લિક બિલ્ડિંગ, સ્વિસ આર્કિટેક્ટ પીટર ઝુમતોરનું સ્વિટ્ઝર્લેન્ડનું સ્થાપત્ય (મકાન), જાપાનીઝ આર્કિટેક્ટ તાદાઓ આન્ડોએ ટોકિયોમાં બનાવેલાં ચર્ચ અને મકાન, પોર્ટુગલનું આલ્વારો સિઝાનું મ્યુઝિયમ.
💠♻️🙏♻️ગુજરાતનાં સ્થાપત્યની વાત કરું તો રાણકપુર જૈન મંદિર, અમદાવાદમાં આવેલું સરખેજ રોજા, અમદાવાદની પોળ, ચાંપાનેર, અડાલજની વાવ અને દાદા હરિની વાવ. જીવનમાં સૌથી વધારે પ્રભાવ કોનો રહ્યો? 
🙏🙏🙏🙏🐾🙏મારા ગુરુજી લા કોબ્યુંઝિયેનો. લુઈ કાહન અને લા કોબ્યુંઝિયેની કઈ વિશેષતા જોવા મળી? લુઈ કાહન ખૂબ જાણીતા સ્થપતિ. હું ફિલાડેલ્ફિયામાં ભણાવતો હતો ત્યારે એ મળ્યા. તેઓ ખૂબ નમ્ર અને ઉત્તમ શિક્ષક. બંનેમાં નવું શીખવાની તમન્ના એ તેમની વિશેષતા. સર્જનાત્મક કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? સર્જનશીલતાની પ્રેરણા કુદરત પાસેથી મેળવું છું. તેના સર્જનમાં વૈવિધ્યતા ખૂબ જોવા મળે. કુદરતમાં ક્યારેય રિપીટેશન થતું નથી. કુદરતમાં ક્યાંય ઝઘડા જોવા મળતા નથી. સતત તેનું નવસર્જન થતું રહે છે. તેમાંથી પ્રેરણા મળે છે. ફુરસદમાં તમે ખૂબ વાંચન કરો છો તો કેવાં પુસ્તકો વાંચવાં ગમે? આજકાલ શું વાંચો છો? ધાર્મિક ગ્રંથો, ઐતિહાસિક પુસ્તકો, ગાંધી સાહિત્ય વાંચવું ગમે. મને પોતાને આનંદ થાય, નવી દ્રષ્ટિ મળે અને આપણી સમસ્યાનો ઉકેલ મળે એવું વાંચન ગમે. આજકાલ હું લાઓ ત્સુનું તત્વદર્શન વાંચું છું. તેમણે ૮૬ સૂત્રો લખ્યાં છે એ વાંચું છું. મરાઠી સાહિત્ય વાંચું છું. પુ. લ. દેશપાંડેની કૃતિઓ, ગુજરાતી લેખકોમાં ઝવેરચંદ મેઘાણીને વાંચવા ગમે, કોમિક્સ વાંચવી ગમે, નવલકથા વાંચવી ગમે. વાંચન ઉપરાંત કઈ પ્રવૃત્તિ કરવી ગમે? ભારતીય શાસ્ત્રીય સંગીત, પાશ્વાત્ય સંગીત, બાખ (Bach) અને , ઓપેરા સંગીત સાંભળવું ગમે. ફાલતુ કે કોમેડી ફિલ્મ જોવી પણ ગમે છે. હેરાફેરી અને ધૂમ-૨ ફિલ્મ જોવાની મજા પડી હતી. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બાલકૃષ્ણ દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો અદ્દભૂત સંયોગ છે.તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.


અમદાવાદ ની મુલાકાત દરમિયાન એમ . એફ . હુસૈન ના કહેવાથી આ કળા ભવન બનાવવાનું વિચારવામાં આવ્યું. તે અમદાવાદ ની ઊનાળાની ગરમીને અનુરૂપ જમીનની અંદર હોય તેવું નક્કી કરવામાં આવ્યું.અનિયમિત આકારની આ રચના તૈયાર કરવા કમ્પ્યુટર ની મદદ લેવામાં આવી હતી . પરંપરાગત રીતે પાયો નાખવાને બદલે તારની જાળી અને સિમેન્ટ નો ઉપયોગ કરીને તળિયું બનાવવામાં આવ્યું. સંપૂર્ણ સ્થાપત્ય પોતાનો ભાર જાતે ખમી શકે તે માટે તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે સ્થાપત્યનો દરેક ભાગ બીજા ભાગ સાથે સળંગ હોય. માત્ર એક ઇંચ જાડી દીવાલ ફેરોસીમેન્ટ રીતથી બનાવવામાં આવી જેથી સ્થાપત્યનું વજન ઓછું રહે. આ ગુફા નિરક્ષર આદિવાસી મજુરો દ્વારા માત્ર હાથે વપરાતા સાધનોથી બનાવવામાં આવી છે. તોડેલા સિરામિક ના વાસણો અને નકામી ટાઈલ્સ નો ઉપયોગ કરી તેના ગુંબજો ને ઢાંકવામાં આવ્યા છે જે વિશાળ સાપ નું ચિત્ર સાંકળી લેવામાં આવ્યું છે

કાર્ય બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું: પહેલા તબક્કા માં મુખ્ય ગુફા જેવું બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા તબક્કામાં આજુબાજુનું કામ જેવું કે કાફે અને અલગ કળા પ્રદર્શન ગૃહ બનવાનું આટોપવામાં આવ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


No comments:

Post a Comment