🕋🕍🕋🕍🕋🕍🕋🕍🕋🕍🕋🕍
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 26➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🕋🏚🕋🏚🕋🏚🕋🏚🕋🏚🕋
*🚦🚥🚦જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો🚥🚦🚥*
🗼જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક કાયદો 1951માં સંશોધન કરી દેવાયું છે.
🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🕍🕍જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો લોકસભામાં પાસ, નવા કાયદા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતીના ટ્રસ્ટી નહી બની શકે.
🗿કન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગત્ત સોમવારે લોકસભામાં આ આશયનું બિલ રજુ કર્યું હતું, જે શુક્રવારે પસાર થઇ ગયું.
🗿કોંગ્રેસ સાંસદોએ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે, જલિયાંવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે જમીન કોંગ્રેસ પાર્ટીએ આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય પણ કર્યો હતો.
*💥☄️💥મિત્રો 1951માં કાયદો બન્યા બાદ જ્યારે પહેલીવાર ટ્રસ્ટની રચના કરવામાં આવી તો તેમાં 🎎🎎જવાહરલાલ નેહરૂ, સૈફુદ્દીન કિચલુ અને મૌલાના અબુલ કલામ આઝાદ 🎎🎎 જવા કોંગ્રેસનાં દિગ્ગજોને આજીવન ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. 🏮આ કાયદામાં જલિયાવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક બનાવવા અને તેની સારસંભાળ માટે એક ટ્રસ્ટી બનાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ એક સભ્ય તરીકે રહેતા હતા. હવે કેન્દ્ર સરકારે તેમાં પરિવર્તન કરી દીધું છે. સંશોધન બિલમાં કોંગ્રેસ અધ્યક્ષને સમિતિનાં સભ્યો તરીકે ચૂંટવાનું પ્રાવધાન હટાવી દેવાયું છે.
*🏮🎐લોકસભામાં સૌથી મોટા વિપક્ષી દળનાં નેતા હશે સભ્ય🏮🎐*
🎐🏮નવા બિલમાં હવે સમિતીનાં સભ્ય તરીકે લોકસભામાં વિપક્ષનાં નેતાને નિયુક્ત કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે હાલનાં સમયે લોકસભામાં કોઇને પણ વિપક્ષનાં નેતાનો દરજ્જો પ્રાપ્ત નથી, જેથી તેઓ આ સમિતી બની શકશે નહી.
👉સરકાર ઇચ્છે છે કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ હોય, તેના ટ્રસ્ટી બનવાના નિયમને બદલવામાં આવે, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ચેરમેનના રૂપમાં વડાપ્રધાન હોય છે, આ સિવાય સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા, પંજાબના રાજ્યપાલ, પંજાબના મુખ્યમંત્રી સિવાય જે પણ કોંગ્રેસ અધ્યક્ષ હોય, તે તમામ સભ્ય રહે છે. સાથે જ ત્રણ લોકોને ટ્રસ્ટીના રૂપમાં કેન્દ્ર સરકાર નામાકિંત કરે છે, જો આ બિલ પાસ થઇ જાય છે તો કોંગ્રેસ અધ્યક્ષ પોતાની રીતે આ ટ્રસ્ટના ટ્રસ્ટી નહી બની શકે.
*📯📯શ હતો નિયમ?📯📯*
અત્યાર સુધીનાં નિયમ પ્રમાણે જે વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બને છે, તે આપોઆપ હોદ્દાની રૂએ જલિયાવાલા બાગનાં ટ્રસ્ટી તરીકે કાર્યરત થઇ જાય છે. સરકારનું કહેવું છે કે છેલ્લા ચાલીસ-પચાસ વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ આ રાષ્ટ્રીય સ્મારકનાં વિકાસ માટે કાંઇ કર્યુ નથી.
*📯📯શ ફેરફાર થશે?📯📯*
📮સરકાર ઇચ્છે છે કે જે કોઇ પણ નેતા કોંગ્રેસ અધ્યક્ષ બને, તે આપોઆપ આ સ્મારકનો ટ્રસ્ટી બને તે નિયમ બદલી નાંખવો જોઇએ. આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓમાં ચેરમેન તરીકે વડાપ્રધાન હોય છે. તેમનાં સિવાય સંસ્કૃતિ મંત્રાલયનાં મંત્રી, લોકસભામાં વિપક્ષનાં નેતા, પંજાબનાં રાજ્યપાલ, પંજાબનાં મુખ્યમંત્રી સિવાય જે કોંગ્રેસ અધ્યક્ષ હોય તે પણ ટ્રસ્ટી તરીકે રહે છે. આ સાથે જ અન્ય 3 લોકોને કેન્દ્ર સરકાર ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરે છે. જો આ બિલ પાસ થિ જાય તો કોંગ્રેસ અધ્યક્ષ આપોઆપ આ ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે નહિં રહે.
*🏮આ વર્ષે જલિયાવાલા બાગ ગોળીબારને સો વર્ષ પુરા થવાના છે.*
વર્ષ 1919માં 13 એપ્રિલે અમૃતસર ગોલ્ડન મંદિર પાસે જલિયાવાલા બાગમાં મોટી સભા થઇ રહી હતી. અંગ્રેજોના રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે હજારો લોકો આ સભામાં ભેગા થયા હતા. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ સભામાં હાજર તમામ લોકો પર ગોળી વરસાવી હતી, જેમાં હજારો લોકો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સૌથી જઘન્ય હત્યાકાંડના રૂપમાં ઓળખવામાં આવે છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🎯💥👉ભારતીય સેનાના શહીદ જવાનોની કુરબાનીના સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રાષ્ટ્રીય શહીદ સ્મારકને ખુલ્લુ મુકાયું છે.
💥દિલ્હીમાં ઇન્ડિયા ગેટની સામે બનેલા આ સ્મારકમાં દેશના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું છે.
_____________________
👉💠: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પીત હતી . શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભાર
Raj Rathod, [06.08.19 19:58]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
તીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાટે લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
શરુઆતમાં કિંગ જ્યોર્જ - ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બીરાજમાન હતીૢ જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછીૢ આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોતતરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે
*🎯👇💥2016-17 જી.પી.એસ.સી દ્વારા લેવાયેલા મુખ્ય પરિક્ષામાં આં પ્રશ્ન પુછાયો હતો. જેનો તથ્યો આધારિત જવાબ હું નીચે આપી દઉં છું.👇🙏 *
👉https://gu.m.wikipedia.org/wiki/
👆ગજરાતના_રાષ્ટ્રીય_મહત્વનાં_સ્મારકોની_યાદી👆
___________________________
*પ્રશ્ન🎯👇પરાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો.*
💥🎯💠જવાબ 🎯👉💥પરાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધકર્તા બે કયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે.
👉ઈ.સ. 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો.
👉આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખલન કરેલાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્ર તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સુચવ્યું છે.
👉આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખલન કરી શકે નહિ.
👉આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીને અને અર્વચીન સમયનાં ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કરીને તેમની સારસંભાળ લેવાનું ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતા ને સોંપ્યું છે.
👉પરાતત્વ ખાતું નષ્ટ પામેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.
👉આધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિરસમૂહને પુરતત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામા આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે.
👉તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદુષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયાં હતાં.
👉તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઈમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.
*👇🎯ઈ.સ. 1972માં ભારત સરકારે બે કાયદા બનાવ્યા.🎯👇*
(1) પુરાતત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો. આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવી છે.
(2) વન્ય જીવોને લગતો કાયદો – 1972. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો. અભ્યારણ્યો અને આરાક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યાં છે. આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયાર્ણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
No comments:
Post a Comment