Sunday, August 18, 2019

વિજયાલક્ષ્મી પંડિત --- Vijayalakshmi Pandit

👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
👵👵વિજયાલક્ષ્મી પંડિત👵👵
👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏રચનાત્મક કાર્યોનાં રચયિતા🙏🙏

✍વિજયાલક્ષ્મી પંડિત મોતીલાલ નેહરુનાં પુત્રી હતા. તેમનો જન્મ ૧૮ ઑગસ્ટ, ૧૯૦૦ના રોજ થયેલો. 
👉તેમનું મૂળ નામ સ્વ‚રૂપકુમારી હતું. ઘરમાં તેમને લાડથી નન્હી કહીને બોલાવતા.
👉મોતીલાલ નેહરુ ધનાઢ્ય માણસ હતા. વિજયાલક્ષ્મી ભણવાલાયક થયાં ત્યારે એમને સ્કૂલમાં ન બેસાડતાં ઘરે જ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. 📝અંગ્રેજ શિક્ષિકા હૂપર તેમને ઘેર ભણાવવા આવતી.
🏡ઘરનું વાતાવરણ પાશ્ર્ચાત્ય ઢબનું હોવાથી વિજયાલક્ષ્મી પર પણ તેની અસર પડી. તેમનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું. 📝૧૪ વર્ષની ઉંમરે તેમણે નિબંધસ્પર્ધામાં ભાગ લીધો એમાં એ પ્રથમ ક્રમે આવ્યાં.

📌🚩૧૯૧૬માં લખનઉં ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. વિજયાલક્ષ્મીએ પહેલી વાર કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. 👧🏻ત્યારે એમની ઉંમર ૧૬ વર્ષની હતી. સરોજિની નાયડુ અને એની બેસન્ટનાં પ્રવચનોની એમના પર મોટી અસર પડી.

👥👦🏻૧૯૧૯માં અમૃતસર ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. જેની અધ્યક્ષતા મોતીલાલ નેહરુએ કરી.👉 વિજયાલક્ષ્મીએ આ અધિવેશનમાં ખાસ ભાગ લીધો.
👤👉૧૯૨૦માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ‚ કરવાનો નિર્ણય કર્યો. તેના વિશે વિચાર-વિમર્શ કરવા ગાંધીજી મોતીલાલ નહેરુને મળવા અલ્હાબાદ આવ્યા. 🏠‘આનંદભવન’⛺️માં પહેલી વાર વિજયાલક્ષ્મીની ગાંધીજી સાથે મુલાકાત થઈ. 
🗣ગાંધીજીએ વિજયાલક્ષ્મીને થોડા દિવસ સાબરમતી આશ્રમમાં રહેવાની સલાહ આપી. 
🏛🗣ગાંધીજીની સલાહને માન આપી વિજયાલક્ષ્મી સાબરમતી આશ્રમમાં રહેવા તો ગયાં, પરંતુ ત્યાંનું સાદું અને કઠોર જીવન માફક ન આવતાં થોડા દિવસોમાં જ પાછાં આવતાં રહ્યાં.
🐾💠વિજયાલક્ષ્મી ૨૧ વર્ષનાં થયાં કે તેમના લગ્ન પંડિત રણજિત સાથે કરવામાં આવ્યા. પંડિત રણજિત મહારાષ્ટ્રના વતની હતા, પણ વરસોથી તેમનો પરિવાર *રાજકોટમ* વસતો હતો. આ સંબંધમાં ગાંધીજીએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. 
🔘📝🎓પંડિત રણજિત સંસ્કૃતના વિદ્વાન અને પ્રસિદ્ધ વકીલ હતા. 
લગ્ન પછી મહારાષ્ટ્રની પ્રચલિત પરંપરા અનુસાર વિજયાલક્ષ્મીનું નામ સ્વ‚પકુમારીમાંથી વિજયાલક્ષ્મી પંડિત રાખવામાં આવ્યું.
🔰👉પંડિત રણજિત ગાંધીજીના અનુયાયી હતા. પત્ની વિજયાલક્ષ્મી સાથે મળીને તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને આગળ વધાર્યું. 👏
🎯🔰અસહકારના આંદોલનમાં પણ ભાગ લીધો. 🔰૧૯૩૦માં સવિનય કાનૂનભંગ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી. 🎯અલહાબાદની નૈની જેલમાં કેદ કરવામાં આવ્યા.
♻️🔰પતિના પગલે વિજયાલક્ષ્મીએ પણ સવિનય કાનૂનભંગ આંદોલનમાં ભાગ લીધો. અનેક સ્થાનોવ પર સરઘસની આગેવાની લીધી તથા ભાષણ આપ્યું. સરકારે તેમને ચેતવણી આપી, પરંતુ વિજયાલક્ષ્મીએ તેની પરવા ન કરી. 
🇮🇳🎯૨૬મી જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. એક વર્ષના કારાવાસની સજા કરવામાં આવી. થોડા દિવસ અલહાબાદની જેલમાં રાખવામાં આવ્યાં. પછીથી લખનઉની જેલમાં મોકલી આપવામાં આવ્યાં.
🔘જેલમાંથી છૂટ્યા પછી વિજયાલક્ષ્મીએ રાજનીતિમાં ઝંપલાવ્યું. 👉અલહાબાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં. ત્યાર પછી તેની 👉શિક્ષણ સમિતિના ચેરમેનપદે ચૂંટાયાં. 
🙍🙎‘વીમેન્સ લીગ ફોર પીસ એન્ડ ફાઉન્ડેશન’ના ઉપાધ્યાક્ષપદે પણ કામ કર્યું.
🙎૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શ‚રૂ કર્યો. સત્યાગ્રહ કરવાવાળાની પસંદગી સ્વયં ગાંધીજી કરતા. 
💁ગાંધીજીએ વિજયાલક્ષ્મીની પણ વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદગી કરી. સરકારે તેમની ધરપકડ કરી ♦️નૈની♦️ જેલમાં કેદ કર્યાં. ચાર મહિના પછી તેમને મુક્ત કરવામાં આવ્યાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳👉ઑગસ્ટ, ૧૯૪૨માં કોંગ્રેસ દ્વારા ‘હિન્દ છોડો’ આંદોલન શ‚રૂ કરવામાં આવ્યું. ગાંધીજી સહિત કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. સરકારે વિજયાલક્ષ્મી અને તેના પતિ પંડિત રણજીતની પણ ધરપકડ કરી. જેલમાં વિજયાલક્ષ્મીનું સ્વાસ્થ્ય લથડતાં સરકારે તેમને મુક્ત કર્યાં.
✅♦️🔰જેલમાં પંડિત રણજિતની તબિયત પણ બગડી. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સરકારે તેમની બીમારીને ધ્યાનમાં રાખીને જેલમાંથી મુક્ત તો કર્યા, પણ તેમનું સ્વાસ્થ્ય ન સુધર્યું.💐 ૧૪ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ લખનઉ ખાતે તેમનું અવસાન થયું.💐👉 ત્યારે વિજયાલક્ષ્મીની ઉંમર ૪૪ વર્ષની હતી. તેમની ત્રણ પુત્રીઓમાંથી એકેયનાં લગ્ન થયાં નહોતાં.
💐👉પતિના મૃત્યુ પછી પરિવારની આર્થિક જવાબદારી માથે આવી પડી હોવા છતાં વિજયાલક્ષ્મીએ જાહેર જીવન ન છોડ્યું. ⭕️👉એ જ વરસે તે અમેરિકા ગયા. ત્યાં તેમણે ભારતની તત્કાલીન રાજનીતિક સ્થિતિ પર ભાષણ આપ્યું.
😾🔘👉ભારતના સ્વતંત્રતાસંગ્રામને ટેકો ન આપવા બદલ અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટની ટીકા કરી.
આ યાત્રામાં તેમણે ન્યુયોર્કમાં આયોજિત 🗣‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ’🗣ની સભામાં કહ્યું કે👇 ‘વિશ્ર્વશાંતિના માર્ગમાં’ ભારતની પરતંત્રતા એક બાધા છે. ભારતના વિશાળ સમૂહને પરતંત્ર રાખવામાં આવે તો પ્રજાતંત્ર સફળ નહીં રહે.

🔰👁‍🗨૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સાન ફ્રાન્સિસ્કોમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું.👉✅ વિજયાલક્ષ્મીએ તેમાં ભાગ લીધો. સંમેલનમાં પોતાના વક્તવ્યમાં એમણે સંયુક્ત રાષ્ટ્રસંઘને અપીલ કરતાં કહ્યું કે 🗣‘યુરોપના સામ્રાજ્યવાદી દેશોના દબાણ નીચે અમેરિકાને તેની પરંપરાગત નીતિથી હટવા ન દે.’🗣 વધુમાં તેમણે કહ્યું કે 👉‘પોતે ફક્ત ભારત માટે નથી બોલતા, પરંતુ દક્ષિણ પૂર્વી એશિયાના સાઠ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. 👽👾ફાસીવાદ અને નાઝીવાદના અંત પછી હવે સામ્રાજ્યવાદનો અંત પણ આવશ્યક છે. આ દિશામાં ભારતની સ્વતંત્રતા માટે કામ કરવું એ આ સંમેલન માટે મહત્ત્વપૂર્ણ વિષય હશે.’

🎯♻️💠૧૯૪૬માં વિજયાલક્ષ્મી ફરી ચૂંટણી લડ્યાં. કાનપુરમાંથી ચૂંટાઈ આવ્યાં. ફરીથી ⭕️આરોગ્યમંત્રી⭕️ બન્યાં.
👉સપ્ટેમ્બર, ૧૯૪૬માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. 
🙏👉ગાંધીજી અને લોર્ડ વેવેલની સલાહ અનુસાર🔘 વિજયાલક્ષ્મીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા બનાવીને ન્યુયોર્ક મોકલવામાં આવ્યાં. આ પદ પર તેમણે ૧૯૪૮ સુધી કામ કર્યુ. ત્યાર પછી🔰 રશિયા🔰 ખાતે 🇮🇳🇮🇳‘ભારતીય રાજદૂત’🇮🇳🇮🇳 તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.

🔰🎯૧૯૫૨ દેશમાં પ્રથમ વાર લોકસભા અને વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ. 
👉વિજયાલક્ષ્મી લખનઉની બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. એ વરસે ભારત સરકારે છત્રીસ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ચીન મોકલ્યું, જેમાં લેખક, વિજ્ઞાની, કળાકાર, રાજનીતિજ્ઞો જેવા સમાજના તમામ વર્ગના અગ્રણીઓ સામેલ હતા.👇 વિજયાલક્ષ્મી આ શિષ્ટમંડળનાં નેતા હતા.☝️👏

👉👏👍૧૯૫૩માં તે સંયુક્ત રાષ્ટ્રસંઘના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યાં. આ પદે પહોંચવાવાળા તે પ્રથમ મહિલા હતાં.
✅⭕️🔰બીજે વરસે તેમની નિમણૂક ઇંગ્લેન્ડ ખાતે ભારતીય હાઈકમિશનર તરીકે કરવામાં આવી. ઇંગ્લેન્ડની સાથે આયર્લેન્ડ અને સ્પેનના રાજદૂત તરીકે પણ કામ સંભાળ્યું. આઠ વર્ષ સુધી આ પદ પર રહ્યાં.
♻️💠૧૯૬૨માં ✅મહારાષ્ટ્રનાં✅ ગર્વનર તરીકેની તેમની નિમણૂક કરવામાં આવી. 
💠♻️૧૯૬૪માં જવાહરલાલ નેહરનું અવસાન થતાં તેમની ખાલી પડેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. 
💠🎯૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં તેમની જગ્યાએ ઈન્દિરા ગાંધી વડા પ્રધાનપદે ચૂંટાઈ આવ્યાં.
👁‍🗨👉ભત્રીજી ઇન્દિરા ગાંધી સાથે વિજયાલક્ષ્મીને બહુ ન બન્યું. 👉લોકસભામાંથી રાજીનામું આપી સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો.👏 
🎯👉દહેરાદૂનમાં એકાંત જીવન ગાળવા માંડ્યું.
💠👉જૂન, ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. વિજયાલક્ષ્મીએ તેની ખૂલીને ટીકા કરી, એટલું જ નહીં, ૧૯૭૭ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જનતા મોરચાને સમર્થન આપ્યું.

⭕️👉૧ ડિસેમ્બર, ૧૯૯૦માં ૯૦ વર્ષની જૈફ વયે તેમનું દહેરાદૂન ખાતે અવસાન થયું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*1953 - ભારતના એસ વિજયલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા સત્રની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા*

👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
👵👵વિજયાલક્ષ્મી પંડિત👵👵
👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

*🙏🙏રચનાત્મક કાર્યોનાં રચયિતા🙏*

*✍વિજયાલક્ષ્મી પંડિત મોતીલાલ નેહરુનાં પુત્રી હતા. તેમનો જન્મ ૧૮ ઑગસ્ટ, ૧૯૦૦ના રોજ થયેલો.*
*👉તેમનું મૂળ નામ સ્વ‚રૂપકુમારી હતું.* ઘરમાં તેમને લાડથી નન્હી કહીને બોલાવતા.
👉મોતીલાલ નેહરુ ધનાઢ્ય માણસ હતા. વિજયાલક્ષ્મી ભણવાલાયક થયાં ત્યારે એમને સ્કૂલમાં ન બેસાડતાં ઘરે જ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. 📝અંગ્રેજ શિક્ષિકા હૂપર તેમને ઘેર ભણાવવા આવતી.
🏡ઘરનું વાતાવરણ પાશ્ર્ચાત્ય ઢબનું હોવાથી વિજયાલક્ષ્મી પર પણ તેની અસર પડી. તેમનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું. 📝૧૪ વર્ષની ઉંમરે તેમણે નિબંધસ્પર્ધામાં ભાગ લીધો એમાં એ પ્રથમ ક્રમે આવ્યાં.

*📌🚩૧૯૧૬માં લખનઉં ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. વિજયાલક્ષ્મીએ પહેલી વાર કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. 👧🏻ત્યારે એમની ઉંમર ૧૬ વર્ષની હતી. સરોજિની નાયડુ અને એની બેસન્ટનાં પ્રવચનોની એમના પર મોટી અસર પડી.*

*👥👦🏻૧૯૧૯માં અમૃતસર ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. જેની અધ્યક્ષતા મોતીલાલ નેહરુએ કરી.👉વિજયાલક્ષ્મીએ આ અધિવેશનમાં ખાસ ભાગ લીધો.*
*👤👉૧૯૨૦માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ‚ કરવાનો નિર્ણય કર્યો. તેના વિશે વિચાર-વિમર્શ કરવા ગાંધીજી મોતીલાલ નહેરુને મળવા અલ્હાબાદ આવ્યા. 🏠‘આનંદભવન’⛺️માં પહેલી વાર વિજયાલક્ષ્મીની ગાંધીજી સાથે મુલાકાત થઈ.*
🗣ગાંધીજીએ વિજયાલક્ષ્મીને થોડા દિવસ સાબરમતી આશ્રમમાં રહેવાની સલાહ આપી. 
🏛🗣ગાંધીજીની સલાહને માન આપી વિજયાલક્ષ્મી સાબરમતી આશ્રમમાં રહેવા તો ગયાં, પરંતુ ત્યાંનું સાદું અને કઠોર જીવન માફક ન આવતાં થોડા દિવસોમાં જ પાછાં આવતાં રહ્યાં.
🐾💠વિજયાલક્ષ્મી ૨૧ વર્ષનાં થયાં કે તેમના લગ્ન પંડિત રણજિત સાથે કરવામાં આવ્યા. પંડિત રણજિત મહારાષ્ટ્રના વતની હતા, પણ વરસોથી તેમનો પરિવાર *રાજકોટમ* વસતો હતો. આ સંબંધમાં ગાંધીજીએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. 
🔘📝🎓પંડિત રણજિત સંસ્કૃતના વિદ્વાન અને પ્રસિદ્ધ વકીલ હતા. 
લગ્ન પછી મહારાષ્ટ્રની પ્રચલિત પરંપરા અનુસાર વિજયાલક્ષ્મીનું નામ સ્વ‚પકુમારીમાંથી વિજયાલક્ષ્મી પંડિત રાખવામાં આવ્યું.
🔰👉પંડિત રણજિત ગાંધીજીના અનુયાયી હતા. પત્ની વિજયાલક્ષ્મી સાથે મળીને તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને આગળ વધાર્યું. 👏
*🎯🔰અસહકારના આંદોલનમાં પણ ભાગ લીધો. 🔰૧૯૩૦માં સવિનય કાનૂનભંગ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી. 🎯અલહાબાદની નૈની જેલમાં કેદ કરવામાં આવ્યા.*
♻️🔰પતિના પગલે વિજયાલક્ષ્મીએ પણ સવિનય કાનૂનભંગ આંદોલનમાં ભાગ લીધો. અનેક સ્થાનોવ પર સરઘસની આગેવાની લીધી તથા ભાષણ આપ્યું. સરકારે તેમને ચેતવણી આપી, પરંતુ વિજયાલક્ષ્મીએ તેની પરવા ન કરી. 
🇮🇳🎯૨૬મી જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. એક વર્ષના કારાવાસની સજા કરવામાં આવી. થોડા દિવસ અલહાબાદની જેલમાં રાખવામાં આવ્યાં. પછીથી લખનઉની જેલમાં મોકલી આપવામાં આવ્યાં.
*🔘જેલમાંથી છૂટ્યા પછી વિજયાલક્ષ્મીએ રાજનીતિમાં ઝંપલાવ્યું.👉અલહાબાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં. ત્યાર પછી તેની 👉શિક્ષણ સમિતિના ચેરમેનપદે ચૂંટાયાં.*
*🙍🙎‘વીમેન્સ લીગ ફોર પીસ એન્ડ ફાઉન્ડેશન’ના ઉપાધ્યાક્ષપદે પણ કામ કર્યું.*
*🙎૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શ‚રૂ કર્યો. સત્યાગ્રહ કરવાવાળાની પસંદગી સ્વયં ગાંધીજી કરતા.* 
*💁ગાંધીજીએ વિજયાલક્ષ્મીની પણ વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદગી કરી. સરકારે તેમની ધરપકડ કરી ♦️નૈની♦️ જેલમાં કેદ કર્યાં. ચાર મહિના પછી તેમને મુક્ત કરવામાં આવ્યાં.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🇮🇳👉ઑગસ્ટ, ૧૯૪૨માં કોંગ્રેસ દ્વારા ‘હિન્દ છોડો’ આંદોલન શ‚રૂ કરવામાં આવ્યું. ગાંધીજી સહિત કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. સરકારે વિજયાલક્ષ્મી અને તેના પતિ પંડિત રણજીતની પણ ધરપકડ કરી. જેલમાં વિજયાલક્ષ્મીનું સ્વાસ્થ્ય લથડતાં સરકારે તેમને મુક્ત કર્યાં.*
*✅♦️🔰જેલમાં પંડિત રણજિતની તબિયત પણ બગડી. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સરકારે તેમની બીમારીને ધ્યાનમાં રાખીને જેલમાંથી મુક્ત તો કર્યા, પણ તેમનું સ્વાસ્થ્ય ન સુધર્યું.💐 ૧૪ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ લખનઉ ખાતે તેમનું અવસાન થયું.💐👉 ત્યારે વિજયાલક્ષ્મીની ઉંમર ૪૪ વર્ષની હતી. તેમની ત્રણ પુત્રીઓમાંથી એકેયનાં લગ્ન થયાં નહોતાં.*
💐👉પતિના મૃત્યુ પછી પરિવારની આર્થિક જવાબદારી માથે આવી પડી હોવા છતાં વિજયાલક્ષ્મીએ જાહેર જીવન ન છોડ્યું. ⭕️👉એ જ વરસે તે અમેરિકા ગયા. ત્યાં તેમણે ભારતની તત્કાલીન રાજનીતિક સ્થિતિ પર ભાષણ આપ્યું.
* 😾🔘👉ભારતના સ્વતંત્રતાસંગ્રામને ટેકો ન આપવા બદલ અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટની ટીકા કરી.*
આ યાત્રામાં તેમણે ન્યુયોર્કમાં આયોજિત 🗣‘ઇન્
ડિયન કાઉન્સિલ ઑફ વર્

લ્ડ અફેર્સ’🗣ની સભામાં કહ્યું કે👇 ‘વિશ્ર્વશાંતિના માર્ગમાં’ ભારતની પરતંત્રતા એક બાધા છે. ભારતના વિશાળ સમૂહને પરતંત્ર રાખવામાં આવે તો પ્રજાતંત્ર સફળ નહીં રહે.

🔰👁‍🗨૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સાન ફ્રાન્સિસ્કોમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું.👉✅ વિજયાલક્ષ્મીએ તેમાં ભાગ લીધો. સંમેલનમાં પોતાના વક્તવ્યમાં એમણે સંયુક્ત રાષ્ટ્રસંઘને અપીલ કરતાં કહ્યું કે 🗣‘યુરોપના સામ્રાજ્યવાદી દેશોના દબાણ નીચે અમેરિકાને તેની પરંપરાગત નીતિથી હટવા ન દે.’🗣 વધુમાં તેમણે કહ્યું કે 👉‘પોતે ફક્ત ભારત માટે નથી બોલતા, પરંતુ દક્ષિણ પૂર્વી એશિયાના સાઠ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. 👽👾ફાસીવાદ અને નાઝીવાદના અંત પછી હવે સામ્રાજ્યવાદનો અંત પણ આવશ્યક છે. આ દિશામાં ભારતની સ્વતંત્રતા માટે કામ કરવું એ આ સંમેલન માટે મહત્ત્વપૂર્ણ વિષય હશે.’

*🎯♻️💠૧૯૪૬માં વિજયાલક્ષ્મી ફરી ચૂંટણી લડ્યાં. કાનપુરમાંથી ચૂંટાઈ આવ્યાં. ફરીથી ⭕️આરોગ્યમંત્રી⭕️ બન્યાં.*
👉સપ્ટેમ્બર, ૧૯૪૬માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. 
*🙏👉ગાંધીજી અને લોર્ડ વેવેલની સલાહ અનુસાર🔘 વિજયાલક્ષ્મીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા બનાવીને ન્યુયોર્ક મોકલવામાં આવ્યાં. આ પદ પર તેમણે ૧૯૪૮ સુધી કામ કર્યુ. ત્યાર પછી🔰 રશિયા🔰 ખાતે 🇮🇳🇮🇳‘ભારતીય રાજદૂત’🇮🇳🇮🇳 તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.*

*🔰🎯૧૯૫૨ દેશમાં પ્રથમ વાર લોકસભા અને વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ.*
*👉વિજયાલક્ષ્મી લખનઉની બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. એ વરસે ભારત સરકારે છત્રીસ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ચીન મોકલ્યું, જેમાં લેખક, વિજ્ઞાની, કળાકાર, રાજનીતિજ્ઞો જેવા સમાજના તમામ વર્ગના અગ્રણીઓ સામેલ હતા.👇 વિજયાલક્ષ્મી આ શિષ્ટમંડળનાં નેતા હતા.☝️👏*

*👉👏👍૧૯૫૩માં તે સંયુક્ત રાષ્ટ્રસંઘના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યાં. આ પદે પહોંચવાવાળા તે પ્રથમ મહિલા હતાં.*
* ✅⭕️🔰બીજે વરસે તેમની નિમણૂક ઇંગ્લેન્ડ ખાતે ભારતીય હાઈકમિશનર તરીકે કરવામાં આવી. ઇંગ્લેન્ડની સાથે આયર્લેન્ડ અને સ્પેનના રાજદૂત તરીકે પણ કામ સંભાળ્યું. આઠ વર્ષ સુધી આ પદ પર રહ્યાં.*
*♻️💠૧૯૬૨માં ✅મહારાષ્ટ્રનાં✅ ગર્વનર તરીકેની તેમની નિમણૂક કરવામાં આવી.*
*💠♻️૧૯૬૪માં જવાહરલાલ નેહરનું અવસાન થતાં તેમની ખાલી પડેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં.*
😏💠🎯૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં તેમની જગ્યાએ ઈન્દિરા ગાંધી વડા પ્રધાનપદે ચૂંટાઈ આવ્યાં.
👁‍🗨👉ભત્રીજી ઇન્દિરા ગાંધી સાથે વિજયાલક્ષ્મીને બહુ ન બન્યું. 👉લોકસભામાંથી રાજીનામું આપી સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો.👏 
🎯👉દહેરાદૂનમાં એકાંત જીવન ગાળવા માંડ્યું.
*💠👉જૂન, ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. વિજયાલક્ષ્મીએ તેની ખૂલીને ટીકા કરી, એટલું જ નહીં,૧૯૭૭ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જનતા મોરચાને સમર્થન આપ્યું.*

⭕️👉૧ ડિસેમ્બર, ૧૯૯૦માં ૯૦ વર્ષની જૈફ વયે તેમનું દહેરાદૂન ખાતે અવસાન થયું.

No comments:

Post a Comment