Friday, September 13, 2019

13 Sep

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
ઈતિહાસમાં ૧૩ સપ્ટેમ્બરનો દિવસ
💠♻️♻️💠♻️💠♻️💠♻️💠♻️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏909940723*

🛡🛡હૈદરાબાદ પર લશ્કરી ચઢાઈ🛡🛡

હૈદરાબાદને પાકિસ્તાનમાં જોડવા માગતા શાસક નિઝામ સામે 1948ની 13 સપ્ટેમ્બરે નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. 18 સપ્ટેમ્બર સુધીમાં લશ્કરે હૈદરાબાદનો કબજો મેળવી લેતાં તેને ભારતનું અભિન્ન અંગ જાહેર કરાયું હતું.

💾💻💾હાર્ડ ડિસ્કવાળું કમ્પ્યુટર💾💻

ડેટા સ્ટોરેજ માટે હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરતું વિશ્વનું પહેલું કમ્પ્યુટર IBM 305 RAMAC વર્ષ 1956ની 13 સપ્ટેમ્બરે ઉપયોગમાં લેવાયું હતું. અમેરિકન આર્મી માટે તૈયાર કરવામાં આવેલું આ કમ્પ્યુટર પાછળથી એકાઉન્ટિંગના જંગી વ્યવહારો કરવા માટે ઉપયોગમાં લેવાયું હતું.

💣💣2008 દિલ્હી બ્લાસ્ટ💣💣

2008ની 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં 30 વધુ લોકોના મોત થયા હતા અને 130થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. જયપુર, બેંગલોર અને હૈદરાબાદમાં બ્લાસ્ટ કરવાના આયોજનના ભાગરૂપે ઇન્ડિયન મુજ્જાહિદ્દીન આતંકવાદી સંગઠને આ બ્લાસ્ટ કર્યા હતા.

વર્ષ ૨૦૦૮માં આજના દિવસે દિલ્હી સાંજે છ વાગ્યા બાદ પાંચ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઊઠી હતી. ઇન્ડિયન મુજાહિદ્દીને એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગ દ્વારા કરેલા આ બ્લાસ્ટમાં ૩૦ લોકો માર્યા ગયાં હતાં જ્યારે ૧૦૦થી વધુ ઘાયલ થયાં હતાં.

🎯1893 : પ્રાર્થના સમાજનાં ફાઉન્ડર પૈકીના એક મામા પરમાનંદનું અવસાન થયુ.

💠1901 : ફિલ્મ ડાયરેક્ટર જમશેદજી બોમાનજી એસ. વાડિયાનો જન્મ થયો.

💠1984 : સ્વામી બ્રહ્માનંદનું અવસાન થયુ.

💠1996 : લોકપાલ બિલ લોકસભામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યુ.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

No comments:

Post a Comment