Monday, September 23, 2019

23 Sep

✅💠✅💠✅💠✅💠✅💠✅ 
*ઈતિહાસમાં ૨૩ સપ્ટેમ્બરનો દિવસ*
💠✅💠✅💠✅💠✅💠✅💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909930723*

*🌓🌒🌘નેપચ્યૂન ગ્રહની શોધ🌔🌓*

સૂર્ય મંડળમાં આઠમા સ્થાને આવેલા નેપચ્યૂન ગ્રહની શોધ વર્ષ 1846ની 23 સપ્ટેમ્બરે થઈ હતી. *ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઉર્બેન લી વેરિયર અને જર્મન ખગોળશાસ્ત્રી જોહન ગેલ* દ્વારા આ ગ્રહની શોધ કરાઈ હતી.

*🌎સાઉદી અરેબિયાની સ્થાપના🌍*

હેજાઝ અને નેજદ નામના બે કિંગડમ ભેગા કરી 1932ની 23 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1938માં પેટ્રોલિયમના ભંડારો મળી આવતા સાઉદી અરેબિયાનો ખૂબ ઝડપી વિકાસ થયો છે.

*💻📲મોઝિલાનું પહેલું વર્ઝન📲💻*

વિશ્વના પ્રથમ નિ:શુલ્ક વેબ બ્રાઉઝર મોઝિલાનું સૌથી પહેલું વર્ઝન ફિનિક્સ 0.1 વર્ષ 2002ની 23 સપ્ટેમ્બરે લોન્ચ થયું હતું. નિઃશુલ્ક હોવા ઉપરાંત મોઝિલા તેની ડિઝાઇન અને સ્પીડના કારણે પણ લોકપ્રિય બન્યું હતું.

🖲🕹🖲કે લાલ:🖲🕹🖲

જાદુની દુનિયામાં સર્વોચ્ચ ગણાતા કે. લાલ એટલે કે કાંતિલાલ ગીરધારીલાલ વોરાએ વર્ષ ૨૦૧૨માં આજના દિવસે આ ફાની દુનિયાને અલવિદા કહી હતી. વર્ષ ૨૦૦૪માં જાદુના ૨૦ હજારથી વધુ સ્ટેજ શો કરવાનો વિશ્વ વિક્રમ રચનારા કે. લાલની કારકિર્દી ૬૨ વર્ષ લાંબી હતી.

*🎯1743 : સવાઈ જયસિંહ દ્વિતીય નું અવસાન.*

*🔰૧૮૭૩ - મહાત્મા ફુલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના.*

*🔰૧૮૮૪ - મહાત્મા ફુલે અને એમના સાથી રાવબહાદુર નારાયણ મેઘાજી લોખંડે દ્વારા કામદાર સંગઠન ચળવળની શરુઆત બોમ્બે મિલ હેડ્સ એસોસીયનના ગિરણી કામગાર સંગઠનની સ્થાપના સાથે કરવામાં આવી.*

🎯1863 : સ્વતંત્ર સેનાની અને ૧૮૫૭નાં વિપ્લવનાં મહાન યોદ્ધા રાવ તૂલ્લાં રામનું અવસાન થયુ.

🎯1908 : હિન્દી કવિ રામધારી સિંહ દિનકરનો જન્મ થયો.

*🎯1929 : ભારત સરકારે બાલલગ્ન પર નિયંત્રણ મુકતો કાયદો પસાર કાર્યો.*

🎯1979 : સોમાલીયાનાં બંધારણને રાષ્ટ્રપતિએ મંજુરી આપી.

🎯1997 : સહારા કપમાં ભારતે પાકિસ્તાન સામે 4-1 થી શ્રેણી જીતી.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

No comments:

Post a Comment