Sunday, September 1, 2019

અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન - Alvi Jalaluddin Saaduddin


નામ
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન

*જન્મ*
૧, સપ્ટેમ્બર-૧૯૩૪; માતર (ખેડા જિ.)

*અવસાન*
૨૫ જાન્યુઆરી ૨૦૧૮

*શિક્ષણ*
૧૯૫૩ – મેટ્રિક

*🔰વયવસાય*
એસ.ટી. માં નોકરી

*🔘👇રચનાઓ*
કવિતા – જલન
લેખ– ઊર્મિની ઓળખ( પરિચયાત્મક )

*🔰💠એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ* ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. 💠ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. ‘ઊર્મિની ઓળખ’ (૧૯૭૩) એ ‘કુમાર’ માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચાત્મક લેખોનો સંગ્રહ છે.*

 👏💐👏💐👏💐🙏👏💐🙏👏
*‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,*
*જીવનની ઠેસની તો, હજુ કળ વળી નથી.’*
💐🌿💐🌿💐🌿💐🌿💐🌿
*🍃🍂🍃જલન માતરી🍃🍂*
*અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન*
💐🍀💐🍀💐🍀💐🍀💐🍀

*🔰👇તમના વિશે વિશેષ*

*‘કુમાર’ માસિકમાં ગઝલકારોના જીવન અંગે પરિચય લેખો*

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

 
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.
 
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
 
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
 
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
 
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.
 
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
 
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.


💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏
*જલન માતરી ને શ્રધ્ધાંજલી અર્પણ કરતા  જલન માતરી દ્વારા લખાયેલ મારી સોથી પ્રિય કવિતા અહીં રજૂ કરું છું*
💐👏🙏💐👏🙏💐👏🙏💐👏
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰💠🔰💠🔰💠🔰💠🔰
‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ
👇👇👇👇👇👇👇👇👇

*શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુર્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી(‘જલન’ માતરી)*
= = = = = = = = = =
*કુર્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી*
*સિકર્યા વિનાની તો ય તે હૂંડી રહી નથી*
🔰🔘🔰
*આ વાત ખાનગી છે છતાં અણકહી નથી*
*જળથી વિખૂટી થૈને નદી ક્યાંય વહી નથી*

*મસળ્યાં છે આંગળીનાં અમી પણ એ સ્પર્શમાં*
*ડમરાની પાંદડી જ ફકત મહમહી નથી*

*જણસે સિલક નથી, ન ખતવણી જમે ઉધાર*
*અનપઢની પોથી પ્રેમની, ખાતાવહી નથી*

*યે ખેત રામજી કા, ચિડિયા ભી રામ કી*
*કોઈએ ચાડિયાને આ વાત જ કહી નથી*

*મજનૂને ઘેર છો ને પરોણા હો બારે મેહ*
*રણની ભૂલે સગાઈ તો એ વિરહી નથી*

*કાગળને સ્પર્શ અમથો સ્વપ્ને ય ક્યાં કર્યો*
*અમથી ય કલમ કરમાં અમે તો ગહી નથી*

*એ લાખ મથે તો ય નહીં ઊઘડે ગઝલ*
*એના ઝૂડામાં ગેબની ચાવી જ રહી નથી*
〰️💐👏🙏💐👏🙏💐👏🙏💐
[ જલન માતરી સાહેબની આ રચનાનો એક શેર બહુ જ પ્રસિદ્ધ થયો છે. ઘણાં વરસો પહેલાં મુરારીબાપુની કથામાં એ સાંભળેલો. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર … એકદમ ઉડીને વળગી જાય તેવો હૃદયસ્પર્શી છે. વળી નદી પર્વતમાંથી નીકળ્યા પછી હંમેશા સાગર તરફ જ જાય છે, કદી પાછી પોતાના પિતૃગૃહે પાછી જતી નથી એ કરુણતાને કવિએ કેવી સહજ રીતે શુકન-અપશુકન પર છોડી દીધી છે. ચાલો માણીએ આખી રચનાને. ]

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી
💐💐🙏💐👏🙏💐👏🙏💐👏
જલન માતરી – મૃત્યુ મારું પોતાનું હતું

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

          – જલન માતરી
💐👏🙏💐👏🙏💐👏🙏💐👏
જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે
એ હોય છે ગરીબ ને લાચાર હોય છે.

એના ઉપર તો જીતનો આધાર હોય છે
મરવાને માટે કેટલા તૈયાર હોય છે.

ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ
આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે.

વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત
દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે.

હદમાં રહીને જીવવા જે માગતી નથી
એવી જ વ્યક્તિઓ બધી હદપાર હોય છે.

કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે.

એનાથી બચવા માટે પ્રયત્નો કરે છે સૌ
મરવાને માટે આમ સૌ હકદાર હોય છે.

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું ?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે.

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’
ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે.

-જલન માતરી
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી. ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’, જીવનની ઠેસની હજુ કળ વળી નથી. -જલન માતરી તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

No comments:

Post a Comment