🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳
દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ - મેડમ ભિખાઈજી કામા
🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું
🔰ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને મા ભૌમની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતું.
🔰🇮🇳ભલે ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરુના ફાળે આવ્યો હતો. પરંતુ વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.
🔰🇮🇳મેડમ ભિખાઈજી કામાનો જન્મ ઈ.સ. 1861માં થયો હતો. આઝાદીનાં જંગમાં આ નારી શક્તિએ અનોખી વીરતા દાખવી હતી.
🔰🇮🇳 ઈ.સ. 1902માં પોતાની ખરાબ તબિયતની સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઇ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી.
🔰તેઓ આઈરીશ અને રશિયન ક્રાંતિકારીઓને ક્રિસમસની ભેટ તરીકે છૂપી રીતે પિસ્તોલ મોકલીને પાતાના મિત્રોનો વધારતા હતા.
🔰🇮🇳વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી.પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકસવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી.
👉મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.
🇮🇳🇮🇳ઈ.સ. 1907માં વિદેશ ભૂમિ ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ 🇮🇳🇮🇳લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.
🇮🇳🇮🇳આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ✍‘વંદે માતરમ’ ✍લખ્યું હતું.
🎯🔰તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, 🗣🗣'આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો...હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્....વંદે માતરમ્...'👏👏👏👏👏
મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા 🎯‘અભિનવ ભારત’🎯નો શુભારંભ કરાવાયો હતો.
♻️🔰ઈ.સ. 1935માં 74 વર્ષે તેઓ ભારત પાછા ફર્યા. ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
----------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment