Wednesday, September 25, 2019

મોરારીબાપુ --- Morariabapu

🗣👏💐🗣👏💐🗣👏💐🗣👏💐 
💐👏💐👏મોરારીબાપુ💐👏💐👏
💐👏💐👏💐👏💐👏💐👏💐👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👉🙏પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ સપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત શ્રી મોરારી બાપૂનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ છે.*

👉 રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 62 વર્ષીય બાપૂની સાદગીની કોઈ બીજી જોડ નથી.
👉ટીવી ચેનલો પર અનેક સંત-મહાત્માઓના પ્રવચનો આવે છે, જેમાં બાપૂ પણ સમાયેલ છે, પરંતુ જે લોકો તેમની સાથે જોડાયેલા છે, તે બાપૂની કથા વિશે જાણ થતા જ કદી ચેનલ નથી બદલતા. જ્યા કથાનુ આયોજન રાખવામાં આવે છે ત્યાં હજારો શ્રધ્ધાળુઓ કથાનું રસપાન કરવા હાજર રહે છે.
👉રામના જીવન વિશે તો બધા જ જાણે છે, પરંતુ ખબર નહી કેમ બાપુની વાણીમાં એવો કયો જાદુ છે, જે શ્રોતાઓ અને દર્શકોને બાંધી મૂકે છે. તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સદ્દકાર્યો કરવા પ્રેરિત કરે છે. 
🔰👉સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથાની ભાગીરથીને પ્રવાહિત કરે છે. 

🔰👉25 સપ્ટેમ્બર, 1946ના રોજ મહુઆ નજીક તલગારજા(સૌરાષ્ટ્ર)મા વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારી બાપૂનો જન્મ થયો. 
👉પિતા પ્રભુદાસ હરિયાળીને બદલે દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગારજાથી મહુવા તેઓ ચાલતા શિક્ષા મેળવાવા જતા હતા. 
👉5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ.
👉દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગારજામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જ્યાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂક્યા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.
મહુવા છોડ્યા પછી 
🔰👉1966માં મોરારી બાપૂએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રમફલકદસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા. 
👉હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાને આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.
👉મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. 
🙏👉પહેલા તો પરિવારના પોષણને માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે પ્રણ કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ પ્રણને તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

🔰મોરારી બાપૂ દર્શનના પ્રદર્શનથી પ્રદર્શનના દર્શનથી ઘણા દૂર છે. કથા કરતી વખતે તેઓ ફક્ત એક જ સમય ભોજન કરે છે. તેમને શેરડીનો રસ અને બાજરીનો રોટલો વધુ પસંદ છે. સર્વધર્મ સન્માનની લીંક પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.
બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમય હરિજન ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ નિ:સંકોચ મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે. ત્યારે દોઢ લાખ લોકોની ધર્મભીરુ ભીડમાંથી કેટલાકે વિરોધ પણ કર્યો અને કેટલાક સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ હરિજનો પાસેથી જ આરતી ઉતારડાવી.

👉સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ હરિજનો અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે. 
👉બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય છે -ધર્મનો ઉત્થાન, તેમના દ્વારા સમાજની ઉન્નતિ અને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિના પ્રત્યે લોકોની અંદર જ્યોતિ જગાવવાની તીવ્ર ઈચ્છા.
👉મોરારી બાપૂના ખભા પર રહેનારી 'કાળી શાલ'ને વિશે અનેક ધારણાઓ પ્રચલિત છે. એક ધારણા એ પણ છે કે કાળી કમલી હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે. પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર નાખી મુકુ છુ.

👉કોઈપણ ધાર્મિક અને રાજનીતિક વિવાદોથી દૂર રહેનારા મોરારી બાપૂને અંબાણી પરિવારમાં વિશેષ સન્માન આપવામાં આવે છે. 🎯🔰સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર્ની પાસે ખાવડી નામના સ્થળે રિલાયંસની ફેક્ટરીનો શુભારંભ કર્યો હતો ત્યારે મોરારી બાપુની કથાનું આયોજનરાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને પ્રશ્ન કર્યો હતો કે લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનનું શુ ? બાપૂની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.
🔰👉આજે ન જાણે કેટલા લોકો છે જે બાપુના ભક્ત થઈ ગયા છે કે તેમની પાછળ-પાછળ દરેક કથામાં પહોંચી જાય છે. આજના સમયમાં જે સાચા માર્ગદર્શકની જરૂરિયાત અનુભવાઈ રહી છે, તેમાં સૌથી પહેલા મોરારી બાપૂનુ નામ જ જીભ પર આવી જાય છે, જે સામાજિક મૂલ્યોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનો અલખ જગાવી મૂક્યો છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🗣🔘🗣🔘🗣🔘🗣🔘🗣🔘🗣
*એક કથાના જીવન પ્રેરક શબ્દો*
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
🙏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

🗣🗣 ‘‘સંદેહ (શંકા) ના કેન્‍દ્ર સ્‍થાનમાં મન હોય છે.'' તેમ પુ. મોરારીબાપુએ વતન મહુવામાં આયોજીત ‘‘માનસ કથા'' શ્રીમ રામકથામાં કહ્યું હતું.

🎯🔰👉પૂ. મોરારીબાપુએ કહયું કે, આજના યુગમાં વિવેક પ્રગટાવા માટે કથા ખુબ સફળ અને ઉતમ માધ્‍યમ સાબીત થયું છે. એક વાત ખાસ યાદ રાખજો કથા દ્વારા પાંચ વસ્‍તુ પ્રાપ્ત થાય છે. વિશ્વાસ, વિશ્રામ, વિનોદ, વિવેક અને સાચા અર્થમાં વૈરાગ, મહર્ષિ રમણનું વિધાન છે કે કર્મ જડ છે. પ્રત્‍યેક કર્મ જડ છે અને એનું પરીણામ ઇસ વિધાનથી જ આવે, હરીનામ સ્‍મરણથી જ એ યથાર્થ બનશે બાકી કર્મ માત્ર જડ છે.

🎯🔰👉 વિનોબાજીની દ્રષ્‍ટિએ ખરાબ સપના એ જ નર્ક અને સારા સપના એ સ્‍વર્ગ છે અને બ્રહ્મલોક એટલે શું? તો વિનોબાજી કહે છે ગાઢ નિંદ્રા એ જ બ્રહ્મલોક. વિનોબા તો લોક એટલે દર્શન, લોક એટલે પ્રકાશ એમ જ કહેતા હતા. કોઇએ પુછયું બાપુ ગયા જનમનું ભાન કયારે થાય? બાપુએ કહયું બાપ, આ ઘડી-ક્ષણ માણી લ્‍યો, કથાના આ નવ દિવસ માણો. ગયા જનમને છોડી અને તમારે જાણવું જ હોય તો પતંજલીએ સ્‍પષ્‍ટ કહયું છે. ચિતમાં સંગ્રહાયેલું છે એ એટલુ ખાલી થાય, જેનું પરીગ્રહ ઓછુ થાય એને ગત જન્‍મનું સ્‍મરણ થશે. જૈન પરંપરાનો એક શબ્‍દ છે અપરીગૃહ. આપણે આપણા ચિતમાં કેટકેટલું ઠાસી-ઠાસીને ભર્યુ છે એ ખાલી થાય તો જન્‍મોજન્‍મનું સ્‍મરણ થાય. હુ પોતે પુર્વજન્‍મ અને પુર્નજન્‍મમાં માનુ છું એ છે જ. કૃષ્‍ણએ પણ ભગવત ગીતામાં એ કહયું જ છે.
🎯🔰 કથામાં નવગૃહ (નિવાસ-ઘર) છે. નવગ્રહ છે અને નવ અનુગ્રહ છે. માનસમાં માતૃગૃહ, પિતૃગૃહ, મનોગૃહ, マદયગૃહ, પર્ણગૃહ, મંગલગૃહ, રામનો જન્‍મ થયો તે કનકગૃહ જેને મંગલગૃહ કહેવાય છે.
🎯🔰👉 પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યું કે વૃંદાવનના અતુલ કૃષ્‍ણજીનું વકતવ્‍ય છે કે કથા એટલે જે મનની કથા પહેરાવે અને અમારા કૃષ્‍ણ શંકર શાષાીજી તો કહે કે કથા તો મા છે મા. હનુમાનજી, રામજી અને ગણેશજી આ ત્રણેય મંગલ મૂર્તિ છે. મંગલમૂર્તિ એટલે જેની પાસે આ પંચશરીર હોય તે મંગલમૂર્તિ છે. (૧) સશકત શરીર (ર) સ્‍વાસ્‍થ્‍ય શરીર (૩) સુંદર શરીર (૪) સેવામય શરીર અને (પ) હરિના સ્‍મરણમાં લીન રહે તે શરીર. પુસ્‍તકોનો અભ્‍યાસ કરવાની જરૂર નથી. આ કાયા જ કિતાબ છે અને વાંચો એક દિકરીનો પ્રશ્ન હતો. બાપુ, હું ઇમાનદાર પિતાની દિકરી છું. ડિસેમ્‍બરમાં મારા લગ્ન છે તો હું શું આપુ ? બાપુનો જવાબ : બેટા, કથામાંથી મળતા પાંચ તવો એ મુજબ જીવનમાં પ્રયત્‍ન કરીને તારાં માતા પિતા અને સાસરાનું કુળ અજવાળજે. વિશ્વાસ, વિશ્રામ, વિનોદ, વિવેકા અને વેરાગ-આ પાંચ પરિબળો સૌ કોઇએ આત્‍મસાત કરી જીવનમાં ઉતારવા જેવા છે.
🎯🔰👉 પૂ. મોરારીબાપુએ કહ્યું કે કથાએ તો વિચારોનું સંગ્રહાલય છે. કથા જેવું મોટુ દાન એકેય નથી. અને કથાનો ગાનારા જેવો મોટો કોઇ દાનવીર નથી. કથા ગાયક એટલે શંકર મહાદેવ, સોમ એ અનુગ્રહમાં બદલાય, મંગળને મંગલકથાનો આશ્રમ અનુગ્રહ મળે, બુધ સામે પંડિતની સેવા કરવાથી શીલ પ્રાપ્ત થાય . ગુરૂ-એ કોઇ દી નબળો હોય જ નહીં, અને નબળો હોય એ ગુરૂ જ ન હોય, શુક ગ્રહની સામે, સામર્થ્‍યનો અનુગ્રહ હોય, શની એટલે હનુમાનજીની સાધનાનો અનુગ્રહ કેળવાય અને રવી એટલે તો અજવાળુ અજવાળુ અંજવાસ હી અજવાસ છે.

No comments:

Post a Comment