Tuesday, September 3, 2019

નરસિંહરાવ દિવેટિયા --- Narasimhao Dwetia

🗯🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺🗯

💥 *આજે જન્મદિન* 💥
👩🏻‍🌾 *નરસિંહરાવ દિવેટિયા* 👩🏻‍🌾

📩➖ *પંડિતયુગ*ના ઉત્તમ કોટીના ગુજરાતી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો જન્મ તા. ૩/૯/૧૮૫૯ના રોજ અમદાવાદમાં થયો હતો. 

📩➖તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. 

📩➖ઈ.સ.૧૮૮૦માંમુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ પાસ થયા ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ કરી ઈ.સ. ૧૯૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે જોડાયા.

📩➖ દક્ષિણભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડીપ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને પ્રભાવિત કર્યું. 

📩➖આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)નાવસવાટને કારણે બોલીઓનો ખ્યાલ આવ્યો. 

📩➖થોડો વખત ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમયઆસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી.

📩➖ ઈ.સ્.૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત થયા. 

📩➖ઈ.સ. ૧૯૧૫ માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. 

📩➖ઈ.સ.૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા.

📩➖ ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીનાપ્રાધ્યાપક તરીકે કામગીરી કરી.

📩➖અંગ્રેજી સાહિત્યના પ્રભાવથી પ્રેરાયેલી નર્મદ પછીની કાવ્યાભિવ્યક્તિ આ કવિને કારણે વધુ પક્વતા અને પ્રૌઢિ તરફ વળે છે. 

📩➖એમના *‘કુસુમાવાળા’* કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિકવિતાનું સ્વરૂપ આરંભદશાની કચાશથીદૂર હઠીને પહેલી વાર શિષ્ટતા અને સંસ્કારિતાથી પ્રગટ થયું છે.

📩➖ પશ્ચિમી સંગદર્શિતાતેમ જ સંસ્કૃતસાહિત્ય-સંસ્કારનો સમન્વય આત્મલક્ષી બનીને પરિણામગામી બન્યો છે.

📩➖પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતન આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. 

📩➖ *‘હૃદયવીણા’* માં રીતિ એની એ છતાં આત્મલક્ષિતા ઘટી છે.

📩➖ *‘નૂપુરઝંકાર’* માં મુખ્યત્વે કાન્તની પ્રેરણાથી લખાયેલાંખંડકાવ્યો સંગ્રહાયાં છે. 

📩➖જે પૈકીનાં *‘ચિત્રવિલોપન’* તથા *‘ઉત્તરા અને અભિમન્યુ’* જાણીતાં થયાં છે. 

📩➖ *‘સ્મરણસંહિતા’* અંગ્રેજ કવિ ટેનિસનના *‘ઈન મેમોરિયમ’* નેઆધારે પુત્રશોકથી જન્મેલી કરુણપ્રશસ્તિ છે. 

📩➖એમાં અંગત શોક સંવેદનશીલ તાથા કાવ્યસામગ્રીમાં રૂપાંતર પામ્યો છે. 

📩➖ *‘બુદ્ધચરિત’* અંગ્રેજી કૃતિ *‘લાઈટ ઑવએશિયા’* નો અનુવાદ છે. 

📩➖તેમણે 
*‘જ્ઞાનબાલ’*, 
*‘દૂરબીન’*, 
*‘નરકેસરી’*, 
*‘પથિક’*, 
*‘મુસાફર’*, 
*‘વનવિહારી’*, 
*‘શંભુનાથ’* જેવા ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું છે. 

📩➖તેમનું અવસાન ૧૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ થયું હતું.

📩➖ *” પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જ જીવન…”* પ્રાર્થના કાવ્ય તેમની મનોહર રચના છે.

👩🏻‍🏫👁‍🗨 *જ્ઞાન કિ દુનિયા* 👁‍🗨👩🏻‍🏫

No comments:

Post a Comment