💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠
*♻️હૈદરાબાદમાં પોલીસ પગલાં*
🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 💠13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 💠15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.*
*♻️💠ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે* *💠🎯ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.🎯🎯*
*💠🎯👉હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.*
💠👉🎯કનૈયાલાલ મુન્શીના પુસ્તક એન્ડ ઓફ એન એરામાં આપેલા સંદર્ભે પ્રમાણે નિજામે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ રોકવા માટે પાકિસ્તાનના તત્કાલિન ગવર્નર જનરલ મહંમદ અલી જિન્નાને સંદેશ મોકલીને જાણવાની કોશિશ કરી હતે કે શું તેઓ ભારત વિરુદ્ધની લડાઈમાં હૈદરાબાદનું સમર્થન કરશે? જાણીતા પત્રકાર કુલદીપ નૈયરે પોતાની આત્મકથા બિયોન્ડ ધ લાઈન્સમાં લખ્યું છે કે જિન્નાએ તેના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ મુઠ્ઠીભર શાસકવર્ગના લોકો માટે પાકિસ્તાનના અસ્તિત્વને જોખમમાં નાખવા ઈચ્છશે નહીં. બીજી તરફ નહેરુ લોર્ડ માઉન્ટબેટની સલાહ પ્રમાણે હૈદરાબાદના મામલાનો ઉકેલ શાંતિપૂર્ણ ઢંગથી કરવાની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ લોખંડી પુરુષ સરદાર પટેલ નહેરુના દ્રષ્ટિકોણથી અસંમત હતા. તેઓ માનતા હતા કે નિજામની ઈચ્છા પ્રમાણે ભારતથી અલગ હૈદરાબાદ રાજ્ય દેશના પેટમાં કેન્સર સમાન હતું. તેને સહન કરી શકાય નહીં.
💠👉મુત્સદીગીરીમાં માહેર સરદાર સાહેબ સંપૂર્ણપણે જાણતા હતા કે નિજામ સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં હતો. ત્યાં સુધી કે પાકિસ્તાન પોર્ટુગીઝો સાથે હૈદરાબાદની સમજૂતી કરાવવાની ફિરાકમાં હતું. જેના પ્રમાણે હૈદરાબાદ ગોવામાં પોર્ટ બનાવીને જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.
💠🎯👉તો હૈદરાબાદના નિજામે પોતાના એક બંધારણીય સલાહકાર સર વોલ્ટર મૉન્કટોન દ્વારા લોર્ડ માઉન્ટબેટનનો સીધો સંપર્ક કર્યો હતો. મૉન્કટૉન કન્જર્વેટિવ પાર્ટી સાથે ઘનિષ્ઠતા ધરાવતો હતો. ત્યારે માઉન્ટબેટને તેને સલાહ આપી કે હૈદરાબાદે બંધારણીય સભામાં તો પોતાનો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ મોકલવો જોઈતો હતો. તો તેના જવાબમાં મૉન્કટૉને કહ્યુ હતુ કે જો તેઓ વધારે દબાણ નાખશે તો હૈદરાબાદ પાકિસ્તાન સાથે વિલિનીકરણ સંદર્ભે ગંભીરતાથી વિચારશે.
♻️💠👉સરદાર પટેલના દ્રઢ નિર્ધાર સામે નિજામને ઢીલા પડવું પડયું અને તેણે હૈદરાબાદને એક સ્વાયત્ત રાજ્ય રાખીને વિદેશ, સંરક્ષણ અને સંચારની જવાબદારી ભારતને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તેને આખરી સ્વરૂપ આપવા માટે તેઓ રજાકારોના પ્રમુખ કાસિમ રાજવીને રાજી કરી શક્યા નહીં. રજાકારોની હિંદુઓ પર હુમલા કરવાની આતંકી પ્રવૃતિએ ભારતના જનમતને તેમની વિરુદ્ધ કરી દીધો. 22મી મે, 1948ના દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હિંદુઓ પર ગંગાપુર રેલવે સ્ટેશને હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે હૈદરાબાદના રજાકારો પ્રત્યેનું વલણ ભારત સરકારે આકરું કર્યું હતું.
*ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉપસેનાધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સિન્હાએ પોતાની આત્મકથા- સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટમાં લખ્યું છે કે “ હું જનરલ કરિયપ્પા સાથે કાશ્મીરમાં હતો કે સંદેશ મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. દિલ્હી પહોંચીને બંને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના નિવાસસ્થાને ગયા. હું વરંડામાં રહ્યો જ્યારે કરિયપ્પા અંદર તેમને મળવા ગયા અને પાંચ મિનિટમાં બહાર આયા. બાદમાં તેમણે મને કહ્યુ કે સરદારે તેમને સીધો સવાલ પુછયો જેને તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો છે. સરદારે તેમને પુછયું કે જો હૈદરાબાદના મામલે પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય પ્રતિક્રિયા આવે છે તો શું તેઓ કોઈપણ વધારાની મદદ વગર તે પરિસ્થિતિનો સામનો કરી શકશે? કરિયપ્પાએ તેનો એક શબ્દમાં જવાબ આપ્યો – હા- અને ત્યાર બાદ બેઠક પૂર્ણ થઈ ગઈ.”*
*ત્યાર બાદ નહેરુની નામરજી છતા સરદાર પટેલે દેશહિતમાં ગૃહપ્રધાન તરીકે હૈદરાબાદ વિરુદ્ધ લશ્કરી પગલાને આખરી રૂપ આપ્યું. ભારતના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ રોબર્ટ બૂચર અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંને સરદારના નિર્ણય વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની સેના તેના જવાબમાં અમદાવાદ અથવા મુંબઈ પર બોમ્બમારો કરી શકે છે. બે વખત હૈદરાબાદમાં સૈન્ય કાર્યવાહીની તારીખો નક્કી થઈ પણ રાજકીય દબાણોને કારણે તેને રદ્દ કરવી પડી. દુર્ગાદાસે પોતાના પુસ્તક – ઈન્ડિયા ફ્રોમ કર્જન ટૂ નહેરુ એન્ડ આફ્ટરમાં લખ્યું છે કે જ્યારે નિજામના કાર્યવાહી રોકવા સંબંધિત પત્રના જવાબનો મુસદ્દો તૈયાર થયો ત્યારે પટેલે ઘોષણા કરી કે ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી ચુકી છે અને તેને રોકવા માટે હવે કંઈ કરી શકાય નહીં. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પુસ્તકનો સંદર્ભ ટાંકીને દાવો કર્યો હતો કે હૈદરાબાદના પોલીસ એક્શનને કારણે જવાહરલાલ નહેરુએ સરદાર પટેલ પર કોમવાદી હોવાનો આરોપ મૂકતું નિવેદન પણ કર્યું હતું...*
*નહેરુ અને રાજાજી ચિંતિત હતા કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. પરંતુ ચોવીસ કલાક સુધી પાકિસ્તાન તરફથી કોઈ જ કાર્યવાહી થઈ નહીં. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાને ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં પુછયું કે શું હૈદરાબાદમાં પાકિસ્તાન કોઈ એક્શન લઈ શકે છે? બેઠકમાં હાજર ગ્રુપ કેપ્ટન અલવર્દીએ દ્રઢતાથી કહ્યું, ના.*
*ભારતીય સેનાના હૈદરાબાદ ખાતેના લશ્કરી પગલાને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું... કારણ કે તે વખતે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધારે 17 પોલો મેદાન હતા. પાંચ દિવસ ચાલેલી લશ્કરી કાર્યવાહીમાં 1373 રજાકારો માર્યા ગયા હતા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનો માર્યા ગયા હતા. તો ભારતીય સેનાના 66 જવાનો શહીદ થયા અને 97 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાના હૈદરાબાદમાં લશ્કરી પગલાના બે દિવસ પહેલા 11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના સંસ્થાપક મહંમદઅલી જિન્નાનું નિધન થયું હતું. પાંચ દિવસના પોલીસ એક્શન બાદ હૈદરાબાદની સેનાના મેજર જનરલ સૈયદ અહમદ અલ ઈદ્રશે ભારતીય સેનાના મેજર જનરલ જે. એન. ચૌધરી સામે આત્મસમર્પણ કર્યું હતું.*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

No comments:
Post a Comment