Saturday, October 19, 2019

19 Oct

⭕️🔘💠🎯🔰⭕️🔘💠🎯🔰🔘
*ઈતિહાસમાં 19 ઓક્ટોબરનો દિવસ*
💠⭕️🔘👇💠⭕️👇🔘💠⭕️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*૧૯૨૦ - પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, સ્વાધ્યાય પરિવાર સ્થાપકનો જન્મ.*

*🛩✈️મિગ-21 ભારતમાં બન્યું✈️🛩*

ભારતમાં બનેલું પહેલું સુપરસોનિક વિમાન મિગ-21 હવાઇ દળને વર્ષ 1970ની 19 ઓક્ટોબરે મળ્યું હતું. એરફોર્સે 1200 મિગ-21 ઉપયોગમાં લીધા છે. લાંબા વપરાશને કારણે આ વિમાને 170 પાઇલટોનો ભોગ લીધો છે.

*💊ટીબીની પહેલી દવા શોધાઈ💊*

વર્ષ 1943ની 19 ઓક્ટોબરે અમેરિકન માઇક્રોબાયોલોજિસ્ટ આલ્બર્ટ શાટ્ઝે સ્ટ્રેપ્ટોમાઇસીન નામની ટીબીની પહેલી એન્ટિબાયોટિક શોધી હતી. આ સંશોધન બાદ તેઓ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યા હતા.

*📿📿ચીનની તિબેટમાં ઘૂસણખોરી📿*

ચીનમાં ભળી જવાનો વિરોધ કરનારા તિબેટનો કોઈ પ્રદેશ ચીને જીત્યો હોય તેવી ઘટના વર્ષ 1950ની 19 ઓક્ટોબરે બની હતી. ચીને ચામ્બો વિસ્તારમાં આક્રમણ કરીને તિબેટના 180 સૈનિકો ઢાળી દીધા હતા.

*🔭⚗સુબ્રમણ્યમ ચંદ્રશેખર🔬🕳*

અંતરિક્ષમાં બ્લેક હોલની ગાણિતિક થિયરીની શોધ કરનાર ભારતીય મૂળના અમેરિકન વિજ્ઞાની ચંદ્રશેખરનો જન્મ વર્ષ ૧૯૧૦માં આજના દિવસે લાહોરમાં થયો હતો. આ સિદ્ધિ બદલ તેમને વર્ષ ૧૯૮૩માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક અપાયું હતું.

*🏏⚾️🏏શિતાંષુ કોટક🏏⚾️🏏*

સૌરાષ્ટ્ર તરફથી રણજી રમનારા આ કમનસીબ ક્રિકેટરનો જન્મ વર્ષ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો. દેશના કોઈપણ ખેલાડી કરતાં સૌથી વધુ ૧૨૪ રણજી મેચોમાં ૭૦૦૦થી વધુ રન કરનારા આ ખેલાડીને ભારતીય ટીમમાં ચાન્સ મળ્યો નથી.

*👳👳‍♀👲વિશ્વ માનવતા દિવસ🕵‍♀👷*

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, દર વર્ષે, ઓગણીસમી ઓગસ્ટનો દિવસ વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધતો રહ્યો છે અને વિવિધ દેશો ખાતે માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થયું છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*👤👥👨મનુષ્ય ગૌરવ દિન👤👥👨*

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે [૧૯મી ઓક્ટોબર]]ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે "માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.

સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

No comments:

Post a Comment