🔰🏆🔰🏆🔰🏆🔰🏆🔰🏆🔰🏆
*🏆આલ્ફ્રેડ નોબલ અને નોબલ પ્રાઈઝ*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*25 નવેમ્બરનો દિવસ વિજ્ઞાનની દ્રષ્ટીએ જરા જુદી રીતે અગત્યનો છે આ દિવસે રસાયણ વિજ્ઞાની આલ્ફ્રેડ નોબલને તેમની સૌથી વધુ કમાણી કરી આપનાર શોધ 💠ડાઈનેમાઈડની પેટન્ટ💠 મળી હતી. આલ્ફ્રેડ નોબલે ઘણા 👁🗨રસાયણો શોધ્યા હતા અને તેની પેટન્ટ મેળવી ઉત્પાદન કરેલું પણ આ રસાયણો વિસ્ફોટકો હતા કે જે યુધ્ધમાં વધુ સંહાર કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેનો ખુબ વેપાર કરી નોબલ ખુબ ધનની કમાણી કરીહતી. ચાલો આપણે આલ્ફ્રેડ નોબલ વિષે જાણીએ.👇*
*🎯👉21 ઓકટોબર 1833 ના રોજ સ્ટોકહોમ શહેરમાં આલ્ફ્રેડ નોબલનો જન્મ થયો હતો* તથા તે તેના માતા-પિતાના આઠ સંતાનો પૈકી ત્રીજો હતો. નોબલ એ સ્વીડીશ વૈજ્ઞાનિક Olaus Rudbeck (1630–1702) નો વારસદાર હતો અને બાળપણથી એન્જીનીયરીંગ અને તેમાય ખાસ કરીને વિસ્ફોટકોમાં તેને ખુબ રસ હતો. ધંધામાં અનેક નિષ્ફળતાઓ મળતા નોબલના પિતા સેન્ટ પીટર્સ બર્ગ સ્થળાંતરિત થયા અને મશીન ટુલ્સ તેમજ વિસ્ફોટકોના વ્યવસાયમાં સારી પ્રગતિ કરી. નોબલે બલ્યાવસ્થાનું માત્ર 18 મહિના (1841 – 1842) શાળાનું શિક્ષણ મેળવ્યું હતું, ત્યાર બાદ તેના પિતાએ તેના માટે ખાનગી શીખવનાર પાસે રસાયણ વિજ્ઞાન અને ભાષાઓ શીખવાની વ્યવસ્થા કરેલી. ભણવામાં હોશિયાર નોબલ અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને જર્મન ભાષાઓ સડસડાટ બોલી શકતો.
*🎯👉ઈ.સ. 1850 માં તેઓ પેરીસ ગયા અને નાઈટ્રોગ્લીસરીનના શોધક Ascanio Sobrero ને મળ્યા.. સોબ્રેરો નાઈટ્રોગ્લીસરીનના ઉપયોગનો સખત વિરોધી હતો કારણ કે તેમાં ગરમી અને દબાણની સ્થિતિમાં વિસ્ફોટ થતો હતો. બીજી બાજુ નોબલને નાઈટ્રોગ્લીસરીનના વ્યવસાયિક વિસ્ફોટક તરીકેના ઉપયોગમાં રસ હતો કારણ કે તેમાં ગન-પાઉડર કરતા વધુ શક્તિ હતી. 18 વર્ષની ઉમરે નોબલ ચાર વર્ષ માટે રસાયણ વિજ્ઞાન ના વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા જ્યાં તેમણે 1857 માં ગેસ મીટર માટે પોતાની પ્રથમ ઈંગ્લીશ પેટન્ટ મેળવી અને 1863 માં ગન-પાઉડર બનાવવાની રીત અંગેની સ્વીડીશ પેટન્ટ મેળવી.*
*💠🎯👉તેમની કૌટુંબિક કંપની વિસ્ફોટકોનું ઉત્પાદન કરતી પણ ધંધાકીય પ્રતિકુળતાઓના લીધે 1859 માં નાદારી નોધાવી. તેમના પિતાએ કંપનીનો વહીવટ નોબલના ભાઈને સોપી દીધો જેણે પછી કંપનીની સ્થિતિ સુધારી. પછીથી તેમાં નોબલે જોડાઈને પોતાનું સંશોધન આગળ ધપાવ્યું. તેમણે 1863 માં ડીટોનેટર અને ૧૮૬૫ માં બ્લાસ્ટિંગ કેપની શોધ કરી. 3 સપ્ટેંબર 1863 ના દિવસે સ્ટોકહોમ માં તેમના કારખાનાના શેડમાં ભયંકર વિસ્ફોટ થયો જેમાં તેમના નાના ભાઈ સહીત પાંચ માણસો માર્યા ગયા. આ અને બીજા નાના અકસ્માતો થવા છતાં નોબલ નવા કારખાના કરતા ગયા અને વિસ્ફોટકોના સંશોધનો ચાલુ રાખ્યા.1867 માં તેમણે ડાઈનેમાઈડ ની શોધ કરી અને 25 નવેમ્બર 1867 ના દિવસે તેની અમેરિકન અને ઇંગ્લેન્ડની પેટન્ટ મેળવી. જે નાઈટ્રોગ્લીસરીન કરતા સરળતાથી સલામત રીતે હેરફેર કરી શકાય તેવું હોવાથી ખાણોમાં અને રસ્તાના કામો માટે વિસ્ફોટક તરીકે દુનિયાભરમાં તેનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. આ પછી પણ તેમણે 1875 માં ડાયનેમાઈડ કરતા પણ વધુ શક્તિશાળી અને સ્થાયી ગેલીગ્નાઈટ ( gelignite ) શોધ્યું અને 1887 માં બેલીસ્ટાઈટ ( ballistite ) ની પેટન્ટ મેળવી.. તે 1884 માં રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સના સભ્ય તરીકે ચૂંટાયા અને માનદ ડોક્ટરેટની ઉપાધી પણ મેળવી.*
*👏🎯👉નોબલના ભાઈઓએ કાસ્પિયન સમુદ્રના દરિયાઈ વિસ્તારોમાં ખનીજ તેલનું શોધન શરુ કર્યું અને નોબલે તેમાં રોકાણ કરી અઢળક કમાણી કરી.નોબલે તેમના જીવનમાં 355 આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવી અને તેમના મૃત્યુ સમયે તેમના દુનિયાભરમાં 90 જેટલા યુદ્ધ સામગ્રીના ઉત્પાદન કરતા કારખાના હતા. ભારતમાં કારગીલ યુદ્ધ વખતે અણીના સમયે ખુબ કામ આવેલી અને ખરીદી સમયે ભ્રષ્ટાચારના મુદ્દે ખુબ ચગેલી બોફોર્સ તોપ એ નોબલની કંપનીનું ઉત્પાદન છે.*
*💠🎯👉અંગત જીવનમાં નોબલે જીવનભર લગ્ન કર્યા નહોતા પણ કહે છે કે તેમની ત્રણ પ્રેયસીઓ હતી. તે દુનિયાભરમાં ફર્યા પણ 1873 થી 1891 સુધી પેરિસમાં રહેઠાણ રાખેલું. તેમના જીવનમાં એકદમ આંચકારૂપ ફેરફાર વર્ષ 1888 માં આવ્યો. તેમના ભાઈના મોતને ભૂલથી આલ્ફ્રેડનું મોત સમજી પેરિસના અખબારે છાપ્યું કે ‘મોતનો સોદાગર મૃત્યુ પામ્યો’. ( "Le marchand de la mort est mort" ). આ બનાવ પછી તે પોતાને ભવિષ્યની પેઢીઓ કેવા સ્વરૂપે યાદ રાખશે તે સમજી ગયા. પોતાને લોકો જુદા સ્વરૂપે યાદ રાખે તે માટે 27મી નવેમ્બર 1895 ના રોજ પેરીસ ખાતે નોબલે પોતાનું વસિયતનામું કર્યું જેમાં તેમની 94% સંપત્તિ નોબલ પ્રાઈઝ આપવા ટ્રસ્ટ બનાવી એમાં આપી દીધી. તે સમયે આ રકમ £1,687,837 (GBP) બરાબર હતી. આજના સમયે 2012ની સ્થિતિએ ગણીએ તો તે USD 472 million જેટલી થાય. નોબલ ઇનામો દર વર્ષે આપવામાં આવે છે અને તે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, મેડીકલ ક્ષેત્ર, સાહિત્ય અને વૈશ્વિક શાંતિ એમ પાંચ ક્ષેત્રના વિશ્વના સૈથી ઉત્કૃષ્ઠ સંશોધન કે કાર્ય માટે કોઈ પણ જાતની રાયતાના ભેદભાવ વગર આપવામાં આવે છે. આજે દુનિયાભરમાં નોબલ પ્રાઈઝ એ પોતાના ક્ષેત્રમા સૌથી ઉત્કૃષ્ઠ દેખાવનો માપદંડ ગણાય છે અને લોકો આલ્ફ્રેડ નોબલને નોબલ પ્રાઈઝના સ્થાપક તરીકે યાદ કરે છે.*

*🔰🎯🔰1891 માં તેઓ ફ્રાન્સથી ઇટલી ગયા અને ડીસેમ્બર 10, 1896 ના રોજ તેમનું ત્યાં દેહાંત થયું.*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment