Tuesday, October 15, 2019

અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ --- Avul Pakir Jainulabdin Abdul Kalam

🙏💐🙏💐🙏💐💐🙏💐🙏
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ
ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.

રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું. .


🙏હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર
શિલોંગ ખાતે તેમનું અવસાન થયું

📚એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

🚩૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે
.
૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો . 
તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે .

👉ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા છે

👉 ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો . 

૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.

🚩📌🀄️૧૫ ઓક્ટોબર, ૧૯૩૧એ ધનુષકોડી ગામમાં ડો. કલામનો જન્મ એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ડો. કલામે તેમના નાનપણના દિવસોમાં પૈસાની તંગીનો ખૂબ સામનો કરવો પડયો હતો, કારણ કે એકસાથે એક જ ઘરમાં ત્રણ પરિવાર સાથે રહેતા હતા અને અબ્દુલ કલામના પિતા માછીમારોને હોડી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડો. કલામના પિતા જોકે બહુ ભણેલા નહોતા, પરંતુ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો.

🐾ડો. અબ્દુલ કલામે પોતાના ભણતરને આગળ વધારવા અને ચાલુ રાખવા છાપાં વેચવાનું કામ કરીને પૈસા ભેગા કર્યા હતા. ડો. કલામે જ્યારે ભૌતિક વિજ્ઞાાનનો અભ્યાસ કર્યોે ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની મંજિલ હજી ઘણી દૂર છે. પોતાની મંજિલ મેળવવા માટે ડો. કલામે એરો સ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ખાતેથી કર્યો અને ત્યારથી ભારતનો એક નવો સૂર્યોદય થયો.

🐾પોતાના કાર્યકાળના પ્રારંભિક દિવસોમાં ડો. અબ્દુલ કલામે હાવરક્રાફ્ટ યોજના ઉપર કામ કરવા માટે ભારતીય રક્ષા અનુસંધાન તથા વિકાસ અનુસંધાનમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ૧૯૬૨માં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનમાં જોડાયા અને ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાંય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડો. કલામે ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એસએલવી ૩માં પોતાની મુખ્ય ભૂમિકા ભજવી, જેમાં ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહ અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.

🐾વધુમાં ડો. કલામના હિસ્સે અગ્નિ મિસાઇલ અને પૃથ્વી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવાનું પણ ઘણંુ ખરું મહત્ત્વ જાય છે.

🐾વળી, ૧

૮ જુલાઈ, ૨૦૦૨માં ડો. કલામને ૯૦ ટકા મતો દ્વારા ભારતના રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા. જેનો કાર્યકાળ ૨૫ જુલાઈ, ૨૦૦૭ સુધી હતો.

🐾ડો. કલામ પોતાના અંગત જીવનમાં ખૂબ અનુશાસનપ્રિય વ્યક્તિ હતા. તેઓએ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યંુ હતંુ કે પહેલાંના જમાનામાં અને હજી અત્યારે પણ ઘણાં લોકો એવંુ માનતા હોય છે કે વિજ્ઞાાન માણસને ધર્મથી દૂર લઈ જાય છે, પરંતુ હું માનું છંુ કે વિજ્ઞાાન માણસને સાચો ધર્મ શીખવે છે અને મારા માટે મારું કાર્ય એ જ મારો ધર્મ અને કાર્ય એ જ મારું વિજ્ઞાાન. ડો. અબ્દુલ કલામે પોતાના જીવન ઉપરથી 'વિંગ્સ ઓફ ફાયર' કરીને એક પુસ્તક લખ્યું છે, જે આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે અને આવનારા દરેક વર્ષો સુધી રહેશે.

🐾ડો. અબ્દુલ કલામ એ સાચા અર્થમાં ભારત માટે એક રત્ન સમાન તથા ગૌરવ સમાન હતા. તેમને અઢળક પુરસ્કારોથી પુરસ્કૃત કર્યા છે. જેમ કે, ભારતરત્ન,
પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રામાનુજ પુરસ્કાર, ડોક્ટર ઓફ સાયન્સ, ડોક્ટર ઓફ ઇજનેરી, કિંગ્સ ચાર્લ્સર મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
પુણ્યતિથિઃ આજે પણ લોકોને પ્રેરણા આપે છે APJ અબ્દુલ કલામ
♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મિત્રો કલામના વચનો જે હંમેશા આપશે માર્ગદર્શન, જોમ અને જુસ્સો
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન એ.પી.જે. અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે. કલામના શબ્દો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. કલામ હવે ભલે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમણે શીખવાડેલી વાતો આજે પણ લોકો વચ્ચે જીવિત છે. 

👁‍🗨🎯કલામની આ 10 વાતો હંમેશા યાદ રાખો👇અને 👇અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈના પ્રેરણાત્મક પ્રસંગ

👉સપના સત્ય બને એ માટે સપના જોવા જરૂરી છે.

👉મનુષ્યએ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ કેમ કે સફળતા માટે તે ખૂબ જરૂરી છે.

🎯👉વિદ્યાર્થીઓએ પ્રશ્ન જરૂર પૂછવો જોઈએ, આ જ તેમનો સૌથી ઉત્તમ ગુણ છે.

👉એટલું સ્પષ્ટ યાદ રાખો કે ભગવાન તેની જ મદદ કરે છે જે આકરી મહેનત કરે છે.

👉અલગ રીતે વિચારવાનું સાહસ કરો, નવી નવી શોધ કરો, અજાણ્યા માર્ગથી ગભરાવ નહીં. અસંભવને શોધવાનું સાહસ આરંભો. તેમાં આવતી સમસ્યા પર જીત મેળવો અને સફળ બનો. આ એવા મહાન ગુણ છે જેને તમારે ફોલો કરવાજ જોઈએ.

👉આવો, આપણે આજે પોતાનું વર્તમાન કુરબાન કરીએ જેથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને.

👉જો દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો હશે તો હું માનું છું કે ત્રણ જ વ્યક્તિ આ કરી શકશે. તે છે- માતા, પિતા અને શિક્ષક.

👉જ્યારે પણ આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ આપણી ખરી તાકાત બહાર આવે છે, અને સૌથી મોટી વાત આપણને તેની ખબર જ નથી હોતી પરંતુ જ્યારે આપણે અસફળ બનીએ છીએ ત્યારે જ તે સામે આવે છે. જરૂરત છે કે આ તાકાતને શોધવામાં આવે અને જીવનમાં સફળ બનવામાં આવે.

👉આપણે કોઈપણ સ્થિતિમાં હાર માનવી જોઈએ નહીં અને પરિસ્થિતિને આપણા પર હાવી થવા દેવી જોઈએ નહીં.

👉જ્યાં સુધી ભારત વિશ્વની સાથે એક સ્તર પર નહીં પહોંચી જાય ત્યાં સુધી કોઈ આપણું સમ્માન નહીં કરે. વિશ્વનમાં ડર માટે કોઈ જગ્યા નથી. અહીં ફક્ત શક્તિ જ બીજી શક્તિનું સમ્માન કરે છે.

👉પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનુ શિલૉન્ગમાં અવસાન થયુ હતું. સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ
વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ વધવા માટે પ્રેરિત કરતા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖〰➖〰➖〰➖〰➖〰➖
👌👍🎯ડો. અબ્દુલ કલામને ખલિલ જિબ્રાનનું એક સૂત્ર બહુ પ્રિય હતુંઃ ‘પ્રેમ વગર ઘડેલો રોટલો કડવો હોય છેઃ તેનાથી ટેકો રહે, પણ તેનાથી માણસની અડધી જ ભૂખ ભાંગે છે.’ 
👆👌☝️👉જે લોકો દિલ રેડ્યા વિના કામ કરે છે તેને ખોખલી સફળતા મળે છે અને આસપાસ કટુતા ફેલાય છે એમ તેમનું દૃઢ મંતવ્ય હતું. આથી જ થુમ્બા ખાતે SLV બનાવવાની કામગીરી તેમની ટુકડીને સોંપાઈ ત્યારે દિવસરાત હૃદય રેડીને તેમણે કામ કર્યું. ૬૦ કિ.મી.ની ઊંચાઈ પરના વાતાવરણના અભ્યાસ માટે સોડિયમ પેલોડ તૈયાર કરવાનો હતો. તેમાં સહેલાઈથી સળગી ઊઠે તેવું સોડિયમ અને થર્માઇટનું મિશ્રણ પાત્રમાં ભરવાનું હતું.

👉સાથી વિજ્ઞાની સુધારકરના કપાળ પરથી પરસેવાનું ટીપું તેમાં પડતાં મોટો ધડાકો થયો. જોતજોતામાં આગની જ્વાળાઓ રૂમમાં ચોતરફ ફેલાઈ ગઈ. પાણીથી આગ હોલવાય તેવી નહોતી. બચવાનું મુશ્કેલ હતું. જોકે સુધાકરે સમયસૂચકતા વાપરીને બારીના કાચ તોડીને પહેલાં કલામને બહાર હડસેલ્યા અને પછી પોતે કૂદી પડ્યાં.

👉આ પ્રકલ્પના યોજક - સર્જક ડો. વિક્રમ સારાભાઈ હતા. તેમને આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં સુધાકરને માથે પ્રેમથી હાથ મૂકીને કહ્યું ‘પરસેવાથી આગ લાગી. પણ પરસેવાથી રોકેટવિદ્યાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે.’

👉👏આ નવજુવાન વિજ્ઞાનીઓના ગુરુ અને પ્રેરણાસ્રોત વિક્રમ સારાભાઈ હતા. તેમના પ્રયત્નથી બે શુદ્ધ સ્વદેશી રોકેટ ‘રોહિણી’ અને ‘મેનકા’ તૈયાર થયાં હતાં. નાનામોટા સૌ કાર્યકરોની શક્તિ અને કૌશલનો ઉપયોગ કરવાની સૂઝ અને આવડત ડો. વિક્રમ સારાભાઈમાં હતી. તેમની ઉપસ્થિતિ અનેક મુસીબતો વચ્ચે કામ કરતા વિજ્ઞાનીઓને નવો જુસ્સો આપતી. વિક્રમભાઈની માફક અબ્દુલ કલામને પણ દરરોજ ૧૭-૧૮ કલાક કામ કરવાની ટેવ હતી.

👏👉એક દિવસ કલામને સંદેશો મળ્યો કે ડો. સારાભાઈ તેમને તાકીદે મળવા માગે છે. કલામ દિલ્હી ગયા. વિક્રમભાઈના સેક્રેટરીને મળ્યા. મુલાકાતનો સમય રાતના ત્રણ વાગ્યાનો આપ્યો. અશોકા હોટેલમાં તેમની ઓફિસની બહાર લાઉંજમાં રોકાવાનું નક્કી કર્યું. પાસેના સોફા પર એક પુસ્તક પડ્યું હતું. તે લઈને પાનાં ફેરવતાં બર્નાર્ડ શોના એક વિધાન પર નજર ગઈ. તેનો સાર એ હતો કે ડાહ્યા માણસો દુનિયાને અનુકૂળ થતા હોય છે, પણ કેટલાક વિચિત્ર માણસો દુનિયા તેમને અનુકૂળ થાય તે માટે આગ્રહ રાખતા હોય છે. દુનિયાની પ્રગતિ આવા વિચિત્ર માણસો અને તેમના તરંગોથી પ્રેરિત પ્રયોગો પર અવલંબે છે.

👉👆બે કલાક પછી મુલાકાત માટે હોટેલની લાઉંજમાં રાત્રે એક વાગ્યાથી પ્રતીક્ષા કરવી એ મુલાકાત લેનાર અને આપનાર બંને માટે વિચિત્ર તો કહેવાય એમ કલામને વિચાર
આવ્યો. થોડી વારમાં એ

ર હેડ ક્વાર્ટર્સના ગ્રૂપ કેપ્ટન વી. એસ. નારાયણન્ આવ્યા. તેમને પણ પ્રો. સારાભાઈએ આ સમયે જ બોલાવ્યા હતા. બંનેની ઓળખાણ કરાવીને વિક્રમભાઈએ કોફી મંગાવી પછી તુરત જ બંને મુલાકાતીઓને દિલ્હીની સરહદ પરની તિલપત રેન્જ પર લઈ ગયા.

👆👌વિક્રમભાઈના મગજમાં મિલિટરી એરક્રાફ્ટ માટે RATO સિસ્ટમ (Rocket-Assisted Take-Off System) તૈયાર કરવાની યોજના રમતી હતી. રશિયન RATO બતાવીને સારાભાઈએ કહ્યું. 👉‘આ સિસ્ટમની તમને મોટર લાવી આપું તો તમને તે અઢાર માસમાં તૈયારી કરી શકો?’
‘જરૂર’ બંને આગંતુકો એક સાથે બોલ્યા. આ પ્રતિભાવથી વિક્રમભાઈના મુખ પર ચમક આવી.

👌☝️✌️સાંજે સમાચાર ચમક્યા કે જંગી લડાયક વિમાનોને ટૂંકા ઉડ્ડયન માટેની રોકેટ પ્રયુક્તિ સંપૂર્ણપણે ભારત તૈયાર કરશે અને તે પ્રોજેક્ટનો હવાલો ડો. અબ્દુલ કલામને સોંપાયો છે.

👉૧૯૬૮માં વિક્રમભાઈ થુમ્બાની મુલાકાતે આવ્યા ત્યારે આ ટુકડીએ તૈયાર કરેલી પાયરો સિસ્ટમનું નિદર્શન કર્યું અને તે ટાઇમર સર્કીટનું બટન દબાવીને પાયરોનું વિધિવત્ ઉદ્ઘાટન કરવા ડો. સારાભાઈને કહ્યું. તેમણે બટન દબાવ્યું, પણ પાયરો સિસ્ટમ ચાલી નહિ. બધાને આઘાત લાગ્યો. દરેક જણ પોતાની રીતે નિષ્ફળતાનું પૃથક્કરણ કરવા લાગ્યો. તેમણે પ્રો. સારાભાઈને થોડી મિનિટ રોકાઈ જવાનું કહ્યું.

👉ટાઇમર સર્કીટને છુટી કરીને સીધેસીધું પાયરો સાથે જોડાણ કર્યું. પ્રો. સારાભાઈએ ફરી બટન દબાવ્યું અને પાયરો સિસ્ટમ ચાલી. વિક્રમભાઈએ પ્રમોદ કાલે અને અબ્દુલ કલામને અભિનંદન આપ્યાં.

👉જોકે આ ઘટનાએ વિક્રમ સારાભાઈને વિચારતા કરી મૂક્યા. તેમણે રાત્રે અબ્દુલ કલામને બોલાવીને તેની મુશ્કેલીનું કારણ આ પ્રકલ્પમાં કામ કરતાં વિવિધ ઘટકો એક જ સ્થળે કામ કરતા નથી એ છે એમ બતાવ્યું. બધા ઘટકોનું સંયોજન જરૂરનું છે તેમ લાગ્યું.

👉પ્રો. સારાભાઈ માનતા કે ભૂલો અનિવાર્ય છે; પણ તે ભૂલોને નવા પ્રયોગ માટેની તકમાં ફેરવી નાખવી જોઈએ. કલામ કહેતા કે ભૂલો થવાની છે એવી સમજ સાથે કામ કરવાથી વધુ જાગ્રત રહી શકાય છે. ઉપરની ઘટનાને પરિણામે તે જ રાત્રે રોકેટ એન્જિનિયરિંગ વિભાગે ખોલવાનો નિર્ણય લેવાયો અને દરેક વિજ્ઞાનીની કામગીરીનું પુનર્યોજન કરવામાં આવ્યું.

👌👍👏અબ્દુલ કલામને સુગ્રથન (integration)ની સાથે મિસાઇલ સંશોધન અને રચનાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિક્રમભાઈને અબ્દુલ કલામ મિસાઇલ પેનલની દરેક મિટિંગનો હેવાલ આપતા.

👍👏🙌૧૯૭૧ના ડિસેમ્બરની ૩૦મી તારીખે આવી એક મિટિંગમાં દિલ્હીમાં હાજરી આપીને કલામ ત્રિવેન્દ્રમ જવા નીકળ્યા. પ્રો. સારાભાઈ તે દિવસે SLVની ડિઝાઈન ચકાસવા થુમ્બા આવવાના હતા. કલામે એરપોર્ટ પરથી તેની સાથે ટેલિફોન પર મિટિંગનો હેવાલ આપ્યો. 

👉🙌વિક્રમભાઈએ તેમને ત્રિવેન્દ્રમના એરપોર્ટ પર રોકાઈને પોતે મુંબઈ જવા નીકળે ત્યારે ત્રિવેન્દ્રમના એરપોર્ટ પર મળવાનું સૂચવ્યું.

☝️👌🙌કલામ એરપોર્ટ પર ઊતર્યા ત્યાં વિમાનચાલકે જ ખબર આપ્યા કે ડો. સારાભાઈનું રાત્રે જ હૃદય બંધ પડવાથી અવસાન થયું છે. કલામને આઘાત લાગ્યો. માન્યામાં ન આવ્યું. એક કલાક પહેલાં તો ફોન પર વાત કરી છે! 🗣🗣🗣તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યાઃ He was the Mahatma Gandhi of Indian science.
👉૧૯૮૪ના જુલાઈની ૧૯મી તરીકે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ DRDO (ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી)ની મુલાકાત લીધી હતી. એક કલાક IGMDP (ઇન્ટરીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ)ના કાર્યકર્તાઓ સાથે ગાળ્યો. તેમણે પૂછ્યું, ‘(પૃથ્વી) મિસાઇલનું પરીક્ષણ ક્યારે કરવાના છો?’ કલામે કહ્યું ‘જુન ૧૯૮૭’
‘તમે મને કહો, એને વહેલું કરવા તમારે શું જોઈએ? દેશ તમારા પર મીટ માંડી રહ્યો છે.’ પછી વળી કહે, ‘પણ ગુણવત્તા તો જાળવવી જ પડશે. જે કાંઈ સિદ્ધ કરો તેનાથી સંતોષ માનીને બેસી રહેવાનું નથી. વધુ ને વધુ ઊંચા શિખર સર કરવાનો પુરુષાર્થ કરતા રહેવું જોઈએ.’🙌📝📝 કલામ ડાયરીમાં નોંધે છેઃ
If you want to leave your footprints
On the sands of time
Do not drag your feet.
(સમયની રેતી પર તમારાં પદચિન્હો મૂકી જવાં હોય તો લથડતી ચાલે ન ચાલશો)
દૃષ્ટિમંત વિજ્ઞાની ડો. અબ્દુલ કલામનાં પદચિહનો સમયની રેતી પર અવશ્ય અંકિત રહેશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
⭕️⭕️રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ⭕️
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ભારત રત્ન અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે. બે વર્ષ પહેલા આજના દિવસે કલામે દુનિયાને અલવિદા કરી હતી. કલામ એક એવું મહાન વ્યક્તિત્વ છે કે જેમણે ભારતને નવી ઉંચાઇ અપાવી છે. એમનું જીવન આપણા માટે પ્રેરણાદાયક છે. મિસાઇલ મેન કલામ કેવી રીતે બન્યા બન્યા દેશના રાષ્ટ્રપતિ? આ પણ એક રસપ્રદ વાત છે. પોતાના પુસ્તક ધ ટર્નિંગ પોઇન્ટમાં કલામે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા. આવો, જાણીએ...

✍✍✍કલામે લખ્યું છે કે, 10 જૂન 2002ની સવારે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે હું કામ કરી રહ્યો હતો, જ્યાં હું ડિસેમ્બર 2001થી અહીં કામ કરી રહ્યો હતો. આ દિવસ પણ અન્ના વિશ્વ વિદ્યાલયના ખૂબસુરત વાતાવરણમાં અન્ય દિવસ જેવો જ હતો. મારા ક્લાસની ક્ષમતા 60 વિદ્યાર્થીઓની હતી પરંતુ દરેક લેક્ચર દરમિયાન 350થી વધુ વિદ્યાર્થીઓ આવી પહોંચતા, મારો ઉદ્દેશ્ય મારો અનુભવ શેયર કરવાનો હતો.

👉દિવસના લેક્ચર બાદ સાંજે જ્યારે હું પરત આવ્યો તો અન્ના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર કલાનિધિએ જણાવ્યું કે, મારી ઓફિસમાં દિવસમાં કેટલીય વાર ફોન આવ્યા અને કોઇ વ્યગ્રતાપૂર્વક મારીથી વાત કરવા ઇચ્છે છે. જેવો હું મારા રૂમમાં પહોંચ્યો અને સામેથી ફોનની ઘંટડી વાગી, મેં જેવો ફોન ઉપાડ્યો કે તરત જ સામે છેડેથી અવાજ આવ્યો કે વડાપ્રધાન વાત કરવા ઇચ્છે છે.

👉હું વડાપ્રધાન સાથે ફોન કનેક્ટ થાય એની રાહ જોતો હતો કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂનો મારા સેલફોન પર ફોન આવ્યો. નાયડુએ કહ્યું કે, વડાપ્રધાન અટલ બિહારી તમારી સાથે મહત્વપૂર્ણ વાત કરવા છે અને તમે એમને ના ન પાડતા. હું નાયડુ સાથે વાત કરી જ રહ્યો હતો કે અટલ બિહારી વાજપેયી સાથે કોલ જોડાયો.

👉📞☎️વાજપેયીએ ફોન પર પુછ્યું, કલામ તમારી શૈક્ષણિક જીંદગી કેવી છે? મેં કહ્યું ઘણી સારી. વાજપેયીએ આગળ કહ્યું કે મારી પાસે તમારી માટે એક મહત્વપૂર્ણ વાત છે. હું અત્યાે ગઠબંધનના તમામ નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરીને આવી રહ્યો છું અને અમે બધાએ નિર્ણય કર્યો છે કે દેશને એક રાષ્ટ્રપતિના રૂપમાં તમારી જરૂર છે. મેં હજુ જાહેરાત નથી કરી, તમારી સહમતિ જોઇએ છે.

♦️👉વાજપેયીએ કહ્યું કે, હું માત્ર હા ઇચ્છું છું ના નહીં. મેં કહ્યું કે, એનડીએ અંદાજે બે ડઝન પાર્ટીઓનું ગઠબંધન છે અને કોઇ જરૂરી નથી કે હંમેશા એકતા બની રહે.

👉રૂમમાં આવ્યા બાદ મારી પાસે એટલો પણ સમય ન હતો કે હું બેસી પણ શકું. ભવિષ્યને લઇને મારી આંખોની સામે ઘણી ચીજો દેખાતી હતી, પહેલા હંમેશા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે ઘેરાયેલા રહેવું અને બીજી તરફ સંસદમાં દેશને સંબોધિત કરવું. આ બધું મારા દિમાગમાં આવવા લાગ્યું. મેં વાજપેયીજીને કહ્યું કે, તમે મને આ નિર્ણય કરવા માટે 2 કલાકનો સમય આપી શકો? એ પણ જરૂરી હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં મારા નામાંકન અંગે તમામ પક્ષોની સમહતિ હોય.

👉વાજપેયીજીએ કહ્યું કે, તમારી હા પછી અમે સર્વ સંમતિ અંગે કામ કરીશું. એ પછીના બે કલાકમાં મેં મારા અંગત દોસ્તોને અંદાજે 30 જેટલા કોલ કર્યા, જેમાં કેટલાય સનદી અધિકારીઓ હતા તો કેટલાક રાજનીતિ સાથે જોડાયેલા હતા. આ બધા સાથે વાત કરતાં બે બાબતો સામે આવી. એક બાબત એ હતી કે, શૈક્ષણિક જીવનનો આનંદ લઇ રહ્યો છું. આ મારૂ જુનૂન અને પ્યાર છે. મારે આને પરેશાન ના કરવું જોઇએ. બીજી બાબત એવી હતી કે, મારી પાસે તક છે ભારત 2020 મિશનને દેશ અને સંસદ સામે પ્રસ્તૃત કરવાનો. બરોબર 2 કલાક બાદ વાજપેયીજીનો ફોન આવ્યો અને કહ્યું કે આ મહત્વપૂર્ણ મિશન માટે તૈયાર છું. વાજપેયીજીએ કહ્યું કે ધન્યવાદ.

⏰15 મિનિટની અંદર આ વાત દેશમાં ફેલાઇ ગઇ, થોડી વાર બાદ મારી પાસે ફોન કોલ્સ આવવા શરુ થઇ ગયા. મારી સુરક્ષા વધારી દેવાઇ અને મારા રૂમમાં લોકો એકઠા થવા લાગ્યા. એ દિવસે વાજપેયીજીએ વિપક્ષના નેતા સોનિયા ગાંધી સાથે વાત કરી, જ્યારે સોનિયાએ પુછ્યું કે શું એનડીએની પસંદ ફાઇનલ છે? વડાપ્રધાને સકારાત્મક જવાબ આપ્યો, સોનિયા ગાંધીએ પોતાની પાર્ટીના સદસ્યો અને સહયોગી પક્ષો સાથે વાત કરી મારી ઉમેદવારી માટે સમર્થન આપ્યું હતું. મને સારુ લાગ્યું હોત કે જો મને લેફ્ટનું પણ સમર્થન મળ્યું હોત. પરતું એમણે પોતાના ઉમેદવાર નક્કી કર્યા હતા. રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે મારી મંજૂરી બાદ મીડિયા દ્વારા મને ઘણા સવાલો પુછાયા, કેટલાય પુછતા કે કોઇ બિન રાજકીય વ્યક્તિ અને ખાસ કરીને એક વૈજ્ઞાનિક કેવી રીતે રાષ્ટ્રપતિ બની શકે?

👉🎯આ રીતે 25 જુલાઇએ ડો.એપીજે અબ્દુલ કલામ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. બે ઉમેદવારોમાં કલામને 9.22,884 મત મળ્યા હતા. જ્યારે લેફ્ટ સમર્થિત ઉમેદવાર કેપ્ટન લક્ષ્મી સહગલને 1,07,366 મત મળ્યા હતા. તેઓ એવા રાષ્ટ્રપતિ રહ્યા કે જેમને રાજનીતિ સાથે કોઇ લેવા દેવા જ ન હતી. આ ભારતના એવા રાષ્ટ્રપતિ હતા કે જેઓ ઉપરાષ્ટ્રપતિ ના બન્યા અને સીધા જ રાષ્ટ્રપતિ બન્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડ


🎋🎍🎋🎍🎋🎍🎋🎍🎋🎍🎋
*અબ્દુલ કલામ શા માટે મિસાઈલમેન કહેવાયા?❓❔❓❔❓*
🌀🎍🌀🎍🌀🎍🌀🎍🌀🎍🌀
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*અબ્દુલ કલામનું સૌથી મોટું પ્રદાન સંરક્ષણ અને અવકાશ સંશોધન ક્ષેત્રે છે. ભારત જ્યારે પશ્ચિમના દેશોની સહાય પર નભતો હતો અને સ્વદેશી સંશોધન પ્રોજેક્ટ્સ નિષ્ફળ જતાં હતાં ત્યારે અબ્દુલ કલામે નિષ્ફળ પ્રોજેક્ટ્સ હાથમાં લઈ સફળ બનાવી ડંકો વગાડી દીધો હતો..*

*➖🔘➖કેરળના કાંઠે આવેલા થુમ્બામાં મહિનાઓથી કાર્યરત વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરોના ઉત્સાહનો પાર ન હતો. લાંબી મહેનતના અંતે તેઓ ચમકારો કરવામાં સફળ થયા હતાં. એ ચમકારો હતો, ભારતના પહેલા રોકેટના ફાયરિંગનો. એ દિવસે ભારતે ત્રિવેન્દ્રમ પાસે આવેલા થુમ્બાના કામચલાઉ લોન્ચ પેડ પરથી 'રોહીણી-૭૫' રોકેટ લોન્ચ કરી બતાવ્યુ હતું. એ તો સાઉન્ડિંગ રોકેટ હતું, એટલે કે તેનો ઉદ્દેશ માત્ર હવામાનનો અભ્યાસ કરવાનો હતો. વિજ્ઞાાનીઓનો ઉદ્દેશ પોતાની ક્ષમતા ચકાસવાનો હતો.. આપણે આજે નાનું રોકેટ મોકલી શકીએ તો ભવિષ્યમાં મોટું રોકેટ તૈયાર થશે ને? એવી ભાવનાએ કામ થયુ હતું.*
➖🔘➖પાદરીના ઘરમાં વર્કશોપ બનાવી અને ચર્ચમાં રહીને દિવસોથી મથતાં હતાં એ પ્રોજેક્ટમાં વિજ્ઞાાનીઓને સફળતા મળી હતી. હવે નવો પ્રોજેક્ટ તૈયાર હતો, ભારત માટે સેટેલાઈટ લોન્ચ કરી શકે એવું વાહન બનાવાનો. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈએ અમેરિકાથી રોકેટ્રીની તાલીમ લઈને આવેલા યુવા વિજ્ઞાાનીને તેની જવાબદારી સોંપી. 
*👆એ યુવાનનું નામ અબ્દુલ કલામ!🙏🙏🙏🙏*
* * *
*👏👉આઝાદ ભારતમાં હજુ તો એક પછી એક સંશોધન ક્ષેત્રો ખૂલી રહ્યાં હતાં ત્યારે ભારત અવકાશ સંશોધન, ઉપગ્રહ લોન્ચિંગ જેવા કથોરા વિષયમાં પડશે અને સફળ પણ થશે એવી કોઈને અપેક્ષા ન હતી. પણ વિજ્ઞાાનીઓ સતત અને સખત કામ કરીને સ્વદેશી સેટેલાઈટ લોન્ચર રોકેટ બનાવાની હામ લઈને બેઠા હતાં. એટેલ જ થુમ્બામાં સફળતા મળી હતી.*

👏🙌👏એ પહેલા વિક્રમ સારાભાઈ ૧૯૪૭માં અમદાવાદ ખાતે 'ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (એ વખતનું નામઃ એમ.જી.સાયન્સ ઈન્સ્ટિટયુટ)'ની સ્થાપના કરી ચૂક્યા હતાં. તો વળી કેમ્બ્રિજમાં અભ્યાસ સંશોધન કરીને આવેલા ડો.ભાભાએ ૧૯૪૮માં 'અણુઊર્જા આયોગ (એટમિક એનર્જી કમિશન)'ની સ્થાપના કરાવી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા સર સી.વી. રમનનો પણ બન્ને વિજ્ઞાાનીઓને સહયોગ હતો. આ વિજ્ઞાાનીઓના પ્રયાસોથી જ ૧૯૬૨માં 'ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની સ્થાપના કરી હતી. એ રીતે ઉત્તર છેડે દિલ્હીમાં અવકાશ-અણુ સંશોધન માટે એક પછી એક પ્રસ્તાવો મંજૂર થઈ રહ્યાં હતા, તો ભારતના દક્ષિણ છેડે થુમ્બા ખાતે રોકેટ લોન્ચિંગ દ્વારા ભારતે અવકાશ વિજ્ઞાાનમાં પ્રવેશની તૈયારી કરી હતી.
* * *
*👏🙌👏હવામાન માટેના સામાન્ય રોકેટમાં સફળતા મળ્યા પછી હવે વધારે સક્ષમ રોકેટ તૈયાર કરવાનું હતું. એવું રોકેટ જે ઉપગ્રહને લઈને ઉપર જઈ શકે.* મિસાઈલો તૈયાર કરવા ત્યારે ભારતના વિજ્ઞાાનીઓના એજન્ડામાં ક્યાંય ન હતાં. સુકલકડી શરીર, એક બાજુ પાથી પાડીને જેમ-તેમ ઓળાયેલા વાળ અને સાદા શર્ટ-પેન્ટ પહેરીને પોતાના કામ સાથે જ મતલબ રાખતા અબ્દુલ કલામ એ દિશામાં મચી પડયા હતાં.

*રોકેટના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર એવો જેમાં રોહિણી જેવું સાદુ રોકેટ બને. બીજો પ્રકાર એવો જેમાં રોકેટ વધારે શક્તિશાળી હોય અને ઉપગ્રહને પૃથ્વીથી ખાસ્સે ઊંચે મૂકી શકતા હોય. ત્રીજો પ્રકાર એવો જેને મિસાઈલ્સ કહી શકાય.* 
👉👉સેટેલાઈટ લોન્ચ વ્હિકલ અને રોકેટ મૂળ તો એક-બીજાના પિતરાઈ ભાઈ જેવા જ છે. મિસાઈલ સર્જનનું કામકાજ સૌથી અઘરું છે. એ વખતે જોકે અબ્દુલ કલામના મગજમાં મિસાઈલ્સની કોઈ બ્લુ પ્રિન્ટ હતી નહીં. તેઓ માત્ર 'સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (એસએલવી)' બનાવામાં પડયા હતાં.
* * *
*🎯🔰મિસાઈલ્સ બનાવાના હોય ત્યારે તેમાં ઘન બળતણ ધરાવતું રોકેટ જોઈએ. અહીં એ બન્ને બળતણ વચ્ચે તફાવત પણ સમજી લઈએ. વાહનને હવામાં ઊંચકાવતા બળતણ મુખ્યત્વે બે પ્રકારના છે, ઘન અને પ્રવાહી. પ્રવાહી બળતણ બહુ મોટા જથ્થામાં જોઈએ પણ તેની સામે ફાયદો એ કે એ જે-તે વાહનને વધારે બળપૂર્વક વધારે ઊંચાઈએ મોકલી શકે.* એટલે ભારત દર થોડા મહિને જે સેટેલાઈટ લોન્ચિંગ રોક્ેટ્સ (મોટે ભાગે પીએસએલવી) છોડે છે તેમાં પ્રવાહી બળતણ ભર્યું હોય છે.
ઘન બળતણનો જથ્થો ઓછો હોય, પણ એ વાહનને ઊંચાઈ ન આપી શકે. વળી તેની રચના પણ ઘણી સરળ હોય છે. ઘન બળતણ પહેલેથી જ રોકેટમાં ભરી રાખી શકાતુ હોવાથી તેનું તત્કાળ લોન્ચિંગ થઈ શકે. એટલે ઘન બળતણનો ઉપયોગ મિસાઈલ્સમાં થાય. કેમ કે મિસાઈલ્સ ખરાખરીના ટાણે તત્કાળ છોડવાના હોય છે. વળી મિસાઈલને આકાશમાં ઊંચે મોકલવા મહત્ત્વના નથી. ટાર્ગેટ તરફ પહોંચે એ મહત્ત્વનું છે. પ્રવાહી બળતણ પહેલેથી એન્જીનમાં ભરી શકાતુ નથી. લોન્ચિંગના થોડા સમય પહેલાં જ ભરવામાં આવે છે. માટે મિસાઈલ્સને પ્રવાહી બળતણથી ચલાવવા શક્ય નથી. જોકે પ્રવાહી બળતણનું એન્જીન બનાવવુ ખાસ્સુ અઘરું છે. એટલે જ અબ્દુલ કલામ અને સાથી વિજ્ઞાાનીઓ પાસે જ્યારે સેટેલાઈટ લોન્ચ વ્હિકલનો પ્રોજેક્ટ આવ્યો ત્યારે તેમણે વધા
રે અઘરા પ્રવાહી બળતણ ધરાવતા એન્જીનને બદલે ઘન બળતણ ધરાવતા એન્જીનથી શરૃઆત કરી. એ અનુભવ પછી તેમને મિસાઈલ્સ સર્જનમાં કામ લાગ્યો.

*👁‍🗨💠🎯વર્ષો સુધી લેબોરેટરીમાં મથ્યા પછી ભારતને સેટેલાઈટ લોન્ચ વ્હિકલ બનાવામાં સફળતા છેક નેવુના દાયકામાં મળી. એ પણ અનેક નિષ્ફળતાઓ પછી. કેવી કેવી નિષ્ફળતાઓ?* 
*✍👏✍ડો.કલામે પોતાની આત્મકથામાં નોંધ્યુ છે, 'લોન્ચિંગ પહેલાં હું અને પ્રોફેસર સુધાકર સોડિયમ અને થર્માઈટને દાબપૂર્વક ભરી રહ્યાં હતાં. અચાનક તેમના કપાળેથી પરસેવાનું ટીપું સોડિયમમાં પડી ગયું. પછી શું થઈ શકે તેનો અમને અંદાજ હતો. અને અમે શું કરવું તેનો વિચાર કરીએ એ પહેલા પ્રચંડ વિસ્ફોટ થયો. અમારા ઓરડામાં અંધાધૂંધી સર્જાઈ ગઈ. પણ સુધાકરે સભાનતા દાખવી તુરંત લેબોરેટરીનો કાચ તોડી નાખ્યો અને મને બહાર ફેંકી દીધો. હું સલામત રહી ગયો પણ સુધાકરને ઘણી ઈજાઓ થઈ.' એવી અનેક નિષ્ફળતાઓ અને પડકારો તેમના માર્ગમાં ઉભા હતાં. એ પછી પણ તેઓ સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ તૈયાર કરવામાં સફળ તો થયાં જ. ૧૯૭૪માં અવકાશ કાર્યક્રમની વૈજ્ઞાાનિક પ્રગતિથી વિશ્વસ્થ થયેલા વડાં પ્રધાન શ્રીમતી ગાંધીએ સંસદમાં જાહેરાત કરી કે ભારત ઉપગ્રહો છોડી શકે એવા વાહનો બનાવાની દિશામાં સંતોષકારક રીતે આગળ વધી રહ્યું છે! ડો. કલામના ખાતે નોંધાયેલી એ પહેલી મોટી સિદ્ધિ હતી.
હવે ભારત સેટેલાઈટ લોન્ચિંગમાં આખી દુનિયામાં નામના ધરાવે છે. તેનું એક કારણ એ છે કે ભારતે સંપૂર્ણપણે પોતાના પગ પર ઉભી રહે એવી ટેકનોલોજી વિકસાવી છે. અબ્દુલ કલામ થુમ્બામાં રોકેટ વિકસાવવાનું કામ કરતાં હતાં ત્યારે આખા જગતના રોકેટશાસ્ત્રી વર્નર વોન બ્રાઉન ત્યાં આવ્યા હતાં. એસએલવીની ડિઝાઈન જોઈને તેમણે કેટલાક સલાહ-સૂચન તો કર્યા જ. પણ જતાં જતાં એક અત્યંત મહત્ત્વનું વાક્ય કહ્યુંઃ આ ડિઝાઈન ભારતની પોતાની છે, માટે સફળ થવી જ જોઈએ..*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
* * *
💠👁‍🗨ભારતે ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધમાં મિસાઈલ જેવા આધુનિક હથિયારોની કમી મહેસૂસ કરી હતી. માટે હવે એ દિશામાં સક્રીયતા જરૃરી હતી.
💠👁‍🗨દોઢેક દાયકાની મથામણ પછી ૧૯૮૦ની ૧૮મી જુલાઈએ એસએલવી-૩ દ્વારા ભારતે પહેલો ઉપગ્રહ છોડી બતાવ્યો એટલે આખા દેશમાં ઉજવણીનો માહોલ છવાયો. 📢અત્યાર સુધી અખબારો-રેડિયોમાં ડો.કલામના કામોની ટીકા થતી હતી, તે પ્રસંશામાં ફેરવાઈ. ઘણા વર્ષોથી પોતાના કામના દબાણમાં રહેતા કલામ પણ રિલેક્સ થયાં. એ પછી એક દિવસ મુંબઈ હતાં. ત્યારે ઈસરોના વડા સતિષ ધવને તેમને સંદેશો આપ્યો કે તમારે દિલ્હી આવવાનું છે. દિલ્હીનું તેડું નવું ન હતું. પણ નવાઈ બીજી વાતની હતી, જે તેમણે પોતાની આત્મકથામા નોંધી છે.
👁‍🗨🙏વાત એમ હતી કે મુંબઈ પુરતાં જ અને સાદા વસ્ત્રો તથા સ્લીપર પહેરીને ડો.કલામ આવ્યા હતાં. ત્યાંથી સીધા દિલ્હી જવાનું હતું. માટે આ વસ્ત્રો અને સ્લીપર પહેરીને વડાં પ્રધાનને મળવા જઈ શકાશે? કલામે સતિષ ધવનને સમસ્યા વર્ણવી. સતિષ ધવને કહ્યું એવી કશીય ચિંતા કર્યા વગર આવી જાઓ..
દિલ્હીમાં પોતાના દેખાવની પરવા કર્યા વગર ઈન્દિરા ગાંધીને મળ્યાં અને ઈન્દિરા ગાંધીએ તેમને કહ્યું પણ ખરાં કેે આજે અમે તમને સાંભળવા માંગીએ છીએ! 
* * *
*થોડા સમય પછી હદેરાદૂન ખાતે એક સંસ્થામાં ડો.કલામને વ્યાખ્યાન માટે બોલાવાયા. એ સંસ્થાના વડા પ્રોફેસર રાજા રમન્ના હતાં. તેમણે અબ્દુલ કલામ આગળ પોતાના મનની વાત જણાવીઃ વર્ષોથી ભારતનો મિસાઈલ કાર્યક્રમ ડીઆરડીઓ અને સરકારની આંટીઘૂંટીમા અટવાયો છે. તમે એ પ્રોજેક્ટ હાથમાં લેશો?*
🎯🔰સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલની સફળતા પછી અબ્દુલ કલામ સામે નવો પડકાર આવ્યો હતો. પડકારો લેવા તેમને ગમતાં હતાં. તેમણે હા પાડી દીધી. 'ઈસરો'માંથી ડો.કલામ સત્તાવાર રીતે 'ડીઆરડીએલ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી)'માં પ્રવેશ્યા. હકીકતે એ પગલાં ડો. કલામના નહીં, સમગ્ર રાષ્ટ્રના મિસાઈલ રાષ્ટ્ર બનવાં તરફના હતાં.

*💠🎯🙏૧૯૮૨માં અબ્દુલ કલામે ડીઆરડીએલના અધ્યક્ષનું પદ સંભાળ્યુ ત્યારે એ સંસ્થા સતત નિષ્ફળતાને કારણે ભારોભાર નિરાશામાં ધકેલાયેલી હતી. ત્યાંના કોઈ વિજ્ઞાાનીઓમાં ઉત્સાહ ન હતો. નવું કામ કરવાનું જોમ પણ રહ્યું ન હતું. માટે મિસાઈલ લોન્ચિંગ પહેલાં કલામે ઈચ્છાશક્તિનું લોન્ચિંગ કરવાનું હતું.*
* * *
*👁‍🗨💠વર્ષો પહેલાં થુમ્બામાં એસએલવી રોકેટ બનાવતી વખતે જ ડો.કલામે મિસાઈલ એન્જિનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી નાખી હતી. હવે તેના પર કામ કરવાનું હતું. બ્લુપ્રિન્ટ તૈયાર થવા માંડી. અબ્દુલ કલામનો વિચાર એવો હતો કે ભારત નાનકડી મિસાઈલથી શરૃઆત કરે. પણ એમણે જ્યારે પોતાનો પ્રોજેક્ટ સંરક્ષણ મંત્રી આર.વેન્કટરમણ પાસે રજૂ કર્યો ત્યારે તેમણે ડો.કલામનો ઉત્સાહ અનેકગણો વધારતાં કહ્યું કે તમે સંકોચ રાખ્યા વગર મોટે પાયે મિસાઈલ કાર્યક્રમ તૈયાર કરો. જોઈએ એટલુ ફંડ મળી જશે. વેન્કટરમણ અબ્દુલ કલામની કળા બરાબર ઓળખી ગયા હતાં. એ વેન્કટરમણ પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને તેમણે પસંદ કરેલા પ્રોજેક્ટ ડિરેક્ટર કલામ પણ વર્ષો પછી એ પદ પર આવ્યાં!*
* * *
*🔶🔷મિસાઈલ તૈયાર કરનારા કાર્યક્રમનું નામ હતું, 'ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ'.*
💠😱પૈસા હતા, માણસો હતાં અને થોડુ-ઘણુ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ હતું. તો હવે મિસાઈલ તૈયાર કરવાં શું જોઈશે?
*ડો.કલામે પોતાની જાતને સવાલો કર્યા.
ટીમ લીડરો..*
😦😧ડીઆરડીએલનું તંત્ર વિખરાયેલુ હતું, માટે ટીમ લીડરો વગર કામ થઈ શકે એમ ન હતું. એક પછી એક કાર્યક્ષમ યુવાનોને ડો.કલામે જવાબદારી સોંપી વિવિધ ટૂકડીઓના લીડર બનાવ્યાં. *સૌથી પહેલી મિસાઈલ સિસ્ટમ તૈયાર કરવાની હતી એ માટે ડો.કલામને કર્નલ વી.જે.સુન્દરમ્ મળી ગયાં. બીજા પ્રોજેક્ટ માટે મળ્યાં કમાન્ડર ટી.એસ.મોહના. ત્રીજી મિસાઈલની જવાબદારી સોંપાઈ પી.એન. અગ્રવાલને... એ ત્રણેય મિસાઈલોના નામ એટલે પૃથ્વી, ત્રિશુલ અને અગ્નિ. તેમની પાછળ દૃષ્ટિ તો ડો.કલામની જ હતી, પરંતુ દરેક કાર્યને નાની-નાની ટીમમાં વહેંચવુ જરૃરી પણ હતું. સરકારી તંત્રની કેટલીક અડચણો પણ હતી, પરંતુ અબ્દુલ કલામને ઈન્દિરા ગાંધીએ અને એ પછી આવેલા તમામ શાસકોએ છૂટ્ટો દોર આપી રાખ્યો હતો.*
* * *
*👁‍🗨💠દેશની અનેક પ્રયોગશાળઓમાં મિસાઈલ્સ ટેકનોલોજી તૈયાર થતી હતી અને ખાનગી કારખાનાઓમાં જરૃરી સ્પેરપાર્ટ્સ તૈયાર થતાં હતાં. એટલે એવુ બીલકુલ ન હતું કે બધા કામો અબ્દુલ કલામ પોતે કરવા જતાં હતાં. પણ એ બધા કામો વચ્ચે સંકલન રાખી શકતા હતાં અને ટાંચા સાધનો વચ્ચે સંઘર્ષ કરી રહેલા વિજ્ઞાાનીઓ-ઈજનેરો નિરાશ ન થાય તેનું ધ્યાન રાખતા હતાં. વિજ્ઞાાનીઓમાં નિરાશા છવાઈ જાય તો શું થાય તે ડો.કલામ બરાબર જાણતા હતાં. વર્ષો પહેલાં પોતે શિખાઉ વિજ્ઞાાની હતાં ત્યારે તેમને પણ નિષ્ફળતા વખતે વિક્રમ સારાભાઈ, પ્રોફેસર બ્રહ્મપ્રકાશ, પ્રોફેસર સતિષ ધવન વગેરે પ્રોત્સાહન આપતાં હતાં. એ પ્રોત્સાહનની જરૃર દરેક પેઢીને હતી. તેઓ એ પણ જાણતા હતાં કે જો યોગ્ય સંકલન નહીં હોય તો ગમે તેટલી મહેનત લઈને કરેલી કામગીરી પણ નિષ્ફળ જશે.*
* * *
*👁‍🗨🎯♻️૧૯૮૮ની ૨૫મી ફેબુ્રઆરીએ શ્રીહરિકોટાના લોન્ચિંગ મથકેથી 'પૃથ્વી' મિસાઈલ લોન્ચ થયું. અબ્દુલ કલામે પ્રોજેક્ટ હાથમાં લીધો એ પછીનું એ હજુ પાંચમુ જ વર્ષ હતું. પરંતુ પૃથ્વીના સફળ લોન્ચિંગના ઉત્સાહમાં હરખાવવાને બદલે તેઓ મનોમન હોમીભાભા અને વિક્રમ સારાભાઈ જેવા પોતાના ગુરુઓને યાદ કરી રહ્યાં હતાં. એમનું સપનું પુરું થઈ રહ્યું હતું.* 💠👁‍🗨👁‍🗨🎯🎯પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ.. *ભારતના શસ્ત્રાગારમાં એક પછી એક મિસાઈલ્સ ઉમેરાયા છે, ઉમેરાતા રહે છે. મિસાઈલ ટેકલોજીમાં સ્વનિર્ભર બહુ ઓછા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ડો.કલામની આગેવાનીમાં જ એક પછી એક મિસાઈલ્સ પ્રોજેક્ટ પાર પડયાં હતાં એટલે પછી તેમના નામ આગળ સમાચાર માધ્યમો લખતાં થયાંઃ'મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા'.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


No comments:

Post a Comment