👤👤👤👤👤👤👤👤👤👤👤
👤👤👤ચીનુભાઈ પટવા👤👤👤
👤👤👤👤👤👤👤👤👤👤👤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ગુજરાતી હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક અને ’ ફિલસૂફ’ ઉપનામ ધરાવનાર શ્રી ચીનુભાઈ પટવાની આજે પૂણ્યતિથી છે. ચીનુભાઈ પટવાનો જન્મ ૨૬ ઓક્ટોમ્બર ૧૯૧૧ના રોજ મુંબઈમાં થયો હતો. પિતાનું નામ ભોગીલાલ કેશવલાલ પટવાજેઓ જાણીતા ગણિતજ્ઞ અને ખગોળવિદ હતા. માતાનું નામ મંગલાગૌરી હતું. તેમણે પ્રાથમિક થી કોલેજ શિક્ષણ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું. ઈ.સ. ૧૯૨૯માં આર.સી. હાઈસ્કૂલમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં બી.એ.પાસ કર્યું. ચીનુભાઈની લેખનપ્રવૃત્તિનો શરૂઆત અભ્યાસકાળ દરમ્યાન થયેલો. સ્વ. રામનારાયણ પાઠકે ‘ પ્રસ્થાન’માં ‘ આબુનો દેડકો’ કથાકાવ્ય પ્રસિદ્ધ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા. ઈ.સ.૧૯૪૧ થી ગુજરાત સમાચારમાં ‘ પાન સોપારી’ની કટાર કોલમ શરૂ કરી જે મૃત્યુંપર્યત સુધી ચાલી હતી. એમને ‘ નવોઢા’ નામનો પ્રસિદ્ધ વાર્તાસંગ્રહ છે. ‘ શકુંતલા નું ભૂત’ હાસ્ય એકાંકી સંગ્રહ છે. આ ઉપરાંત ‘ પાન સોપારી’, ફિલ સુફિયાણી’, ચાલો સજોડે સુખી થઈએ’, ‘અમે ને તમે’, ગોરખ અને મછીન્દ્ર’ , ‘ સન્નારીઓ અને સજ્જનો’ વગેરે કૃતિઓ હળવી શૈલીમાં હાસ્ય નિષ્પન્ન કરતી તેમણે લખી છે.તેમના નિબંધોમાં સાંપ્રત રાજકીય અને સામાજિક સમસ્યાને વક્ર દ્રષ્ટ્રીએ અવલોકવાની સવિશેષ તો અમદાવાદી સમાજની રંગઢંગ આલેખાયા છે. માનવ સ્વભાવની નબળાઈઓ, બાધાઓ, AVLCHANDAAIONE ઘરગથ્થું ભાષામાં હળવા અને કાબેલ હાથે છોડિયા ઉતારે છે. તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર બુદ્ધિ અને તર્કસંગત દલીલશક્તિની ફાવટ છે. પ્રસંગોની માવજત અને રજુઆતને વિશિષ્ઠ શૈલીને કારણે ગુજરાતના હાસ્ય લેખકોમાં તેમણે નિરાળું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચીનુભાઈ પટવાનું અવસાન આઠ જુલાઈ ૧૯૬૯ના રોજ થયું હતું.

No comments:
Post a Comment