💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
ભૌતિકતા કરતાં મનગમતું જીવન જીવવું સારું
🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️પ નવેમ્બર ૧૮૭૦ના દિવસે કલકત્તાના વિખ્યાત સોલિસિટર અને બ્રહ્મસમાજના નેતા તથા રાજકીય વિચારક ભુવન મોહનદાસનાં પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. ભુવન મોહનદાસે પુત્રનું નામ ચિત્તરંજન પાડ્યું. ભુવન મોહનદાસની પત્ની નિસ્તારિણીદેવી પણ શિક્ષણ અને સુધારાવાદી મહિલા હતાં. એટલે ચિત્તરંજનનો ઉછેર તેની ઉંમરના બાળકોથી જુદી રીતે થયો.
⭕️પંદર વર્ષની ઉંમરે ચિત્તરંજને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે બંગાળમાં અંગ્રેજ સરકાર વિરોધી વાતાવરણ હતું. બંગાળી વિદ્યાર્થીઓ ચિત્તરંજનદાસ શાળાની પરીક્ષામાં બંગાળી ભાષાને પસંદગીના વિષય તરીકેનું સ્થાન અપાવવા આંદોલન ચલાવતા હતા. ચિત્તરંજનદાસે એ આંદોલનમાં ઝુકાવ્યું. તેમણે એટલી નાની ઉંમરે વિદ્યાર્થી મંડળોની સ્થાપના કરી અને તેઓ વિદ્યાર્થી સંઘના નેતા બની ગયા. ૧૮૯૦માં તેઓ ગ્રેજ્યુએટ થયા એ પછી તેમણે આઈ.સી.એસ. (ઈન્ડિયન સિવિલ સર્વિસ) ઓફિસર બનવાનું નક્કી કર્યું. એ માટે અભ્યાસ કરવા ચિત્તરંજનદાસ ઈંગ્લેન્ડ ગયા. જોકે ત્યાં પણ તેમણે અંગ્રેજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. દાદાભાઈ નવરોજીને બ્રિટિશ સંસદમાં ચૂંટાવવા માટે તેમણે ચળવળ શરૂ કરી દીધી.
⭕️આને કારણે ચિત્તરંજનદાસ અંગ્રેજ સરકારની નજરમાં ચડી ગયા અને તેઓ આઈ.સી.એસ. અધિકારી બનવામાં સફળ ના થયા. છેવટે ૧૮૯૩માં બેરિસ્ટર બનીને ચિત્તરંજનદાસ પાછા હિન્દુસ્તાન આવી ગયા. તેમણે પ્રેક્ટિસ શરૂ કરી પણ નામાંકિત બેરિસ્ટર્સ સામે તેઓ બહુ સફળ ન થયા. એ દરમિયાન તેઓ સાહિત્ય તરફ વળી ગયા. તેમણે લખવાનું શરૂ કર્યું. એ અરસામાં તેમનાં લગ્ન આસામના દીવાનની દીકરી વાસંતીદેવી સાથે થયાં. વાસંદીદેવીને પણ સાહિત્યનો શોખ હતો. ચિત્તરંજનદાસે ચીલાચાલુ સાહિત્યનું સર્જન ન કર્યું. તેમણે સમાજના સડા સામે અને દંભ સામે કલમ ઉઠાવી. તેમની એક કૃતિ ‘વારવનિતા’ (એટલે કે વેશ્યા)ને કારણે તો એટલો ઊહાપોહ મચી ગયો કે સમાજમાં તેમની સામે એવી ઝુંબેશ ચાલી કે આવા ભ્રષ્ટ માણસનું ભદ્ર લોકોના સમાજમાં કોઈ સ્થાન નથી. ચિત્તરંજનદાસનો સામાજિક બહિષ્કાર કરવાની પણ માગણી ઊઠી. અનેક નવલકથાઓની રચના કરનારા ચિત્તરંજનદાસ ખિન્ન થઈ ગયા. તેમણે કલમ બાજુએ મૂકી બાજુએ મૂકી દીધી અને વળી એકવાર તેમણે અંગ્રેજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં જીવન સમર્પી દેવાનું નક્કી કર્યું.
👁🗨૧૯૦૫ની ૭ ઓગસ્ટે અંગ્રેજ સરકારે બંગભંગનો (બંગાળના ભાગલાનો) કાયદો જાહેર કર્યો એના કારણે માત્ર બંગાળની પ્રજામાં જ નહીં દેશભરમાં રોષ ભભૂકી ઊઠ્યો. 💥📢કવિ રવીન્દ્રનાથ ટાગોરે બંગાળના ભાગલાને મિટાવવા માટે ૧૬ ઓક્ટોબર, ૧૯૦૫ના દિવસને ‘રક્ષાબંધન દિન’ જાહેર કર્યો.📢👏 બંગાળ રાજકીય વિરોધથી ગાજવા માંડ્યું. એ વખતે સ્વાતંત્ર્યના આગ્રહી અરવિંદ ઘોષ વડોદરામાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. ચિત્તરંજનદાસ તેમને આગ્રહ કરીને બંગાળમાં પાછા લાવ્યા અને ♻️અરવિંદ ઘોષ ‘વંદેમાતરમ્’ના તંત્રી બન્યા. એ પછી ‘વંદે માતરમ્’, ‘સંધ્યા’ અને ‘યુગાન્તર’ જેવા પ્રકાશનો સામે અંગ્રેજ સરકારે અનેક કેસ ઠોકી દીધા.
⭕️ચિત્તરંજનદાસે એ પ્રકાશનોની મદદે ચડીને અંગ્રેજ સરકારને અદાલતોમાં જડબાતોડ જવાબ આપ્યો. અંગ્રેજોએ અરવિંદ ઘોષને માણેક તલ્લા બૉમ્બ ફેક્ટરી કેસમાં સંડોવી દીધા અને સેંકડો બનાવટી સાક્ષીઓ અને પુરાવાઓ ઊભા કરી દીધા. જોકે ચિત્તરંજનદાસે તેમની તીક્ષ્ણ બુદ્ધિથી અરવિંદ ઘોષને નિર્દોષ છોડાવવામાં સફળ થઈ ગયા. અને દેશના ચુનંદા વકીલોમાં તેમનું નામ મુકાઈ ગયું.
⭕️♦️એ અગાઉ ચિત્તરંજનદાસની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચૂકી હતી. વકીલાતમાં નિષ્ફળતાને કારણે તેમને કોઈ આવક થતી નહોતી. વળી તેમના પિતા પર પણ ભારે દેવું ચડી ગયું હતું. આટલું ઓછું હોય એમ ચિત્તરંજનદાસે એક મિત્ર માટે રૂપિયા ચાલીસહજારની જામીનગીરી આપી હતી. મિત્રએ એ રકમ ચૂકવી નહીં એટલે એ રકમ ચૂકવવાની જવાબદારી ચિત્તરંજનદાસ પર આવી પડી હતી. સ્થિતિ એવી ઊભી થઈ કે ૧૯૦૬માં ચિત્તરંજનદાસે નાદારી નોંધાવી પડી!
👁🗨✅જોકે તેમણે અરવિંદ ઘોષને આંટીઘૂંટીવાળા કેસમાંથી નિર્દોષ છોડાવ્યા એ પછી તેમનું નામ થઈ ગયું અને તેઓ વકીલ તરીકે અત્યંત સફળ થઈ ગયા. આજથી ૧૦૦ વર્ષ પહેલાં તેઓ દર મહિને રૂપિયા પ૦ હજાર કમાવા માંડ્યા હતા. જોકે અમુક વર્ષ સુધી સફળ વકીલ તરીકે પ્રેક્ટિસ કર્યા પછી ચિત્તરંજનદાસના જીવનમાં અચાનક નવો વળાંક આવ્યો. આ દરમિયાન તેઓ🎯 દાસબાબ🎯ુ તરીકે ઓળખાવા માંડ્યા હતા.
👏🎯૧૯૧૮માં દાસબાબુને ગાંધીજીને મળવાનું થયું એ સમય દરમિયાન દેશભરમાં અસહકારનું આંદોલન વેગ પકડી રહ્યું હતું. દાસબાબુને એ આંદોલનમાંથી બહુ આશા નહોતી. પણ 👁🗨૧૯૧૮માં નાગપુરમાં કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ ગાંધીજીને મળ્યા અને તેમના વિચારો પલટાઈ ગયા. તેમણે બેરિસ્ટર તરીકે થતી ધરખમ કમાણી છોડી દીધી અને તેમણે બંગાળના ગામડે ગામડે ફરીને લોકોમાં અસહકાર આંદોલન માટે જાગૃતિ લાવવાનુંબીડું ઝડપ્યું. અંગ્ર
ેજ સરકારે તેમનો અને તેમના પત્ની વાસંતીદેવીને જેલમાં ધકેલી દીધા પણ એથી સહેજ પણ ગભરાયા વિના જેલમાંથી બહાર નીકળ્યા પછી તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. 👉🎯એ દરમિયાન તેમણે 🎊‘ફોરવર્ડ’🎊 સામયિક શરૂ કર્યું હતું અને એના કાર્યકારી તંત્રી 🖼આઈ.સી.એસ. થયેલા સુભાષચંદ્ર બોઝને બનાવ્યા હતા.
🎈જોકે ૧૯૨૫માં બેલગામના કૉંગ્રેસી અધિવેશન પછી તેઓ બીમારીમાં પટકાયા. જોકે એ વખતે પણ તેમણે અંગ્રેજ સરકારને ધારાસભામાં હંફાવી હતી. પોતાનો અંત નજીક આવી ગયો છે એવું સમજી ગયા છતાં તેમણે છેવટ સુધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 💐💐૧૬ જૂન ૧૯૨૫ના દિવસે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે કોઈ સંપત્તિ નહોતી. તેમણે તેમની તમામ મૂડી દેશ માટે ખર્ચી નાખી હતી અને પોતાની સ્થાયી મિલકતનું ટ્રસ્ટ બનાવી દીધું હતું.
💐💐💐તેમના મૃત્યુ પછી સ્મશાનમાં 🗣ગાંધીજીએ કહ્યું કે, ‘મનુષ્યો વચ્ચેથી આજે એક દેવ વિદાય થયો છે.’
ચિત્તરંજનદાસ (દાસબાબુ) એક સફળ વકીલ તરીકે જીવન વિતાવી શક્યા હોત. પણ તેમણે દેશભક્ત તરીકે જીવવાનું અને મરવાનું પસંદ કર્યું.

No comments:
Post a Comment