Friday, November 29, 2019

Motibhai Amin - મોતીભાઈ અમીન


👏♦️🙏👏♦️🙏👏♦️🙏👏🙏
*🔰💠મોતીભાઈ અમીન👇💠*
*📚📖ગજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ*
📚📙📘📗📕📒📚📙📗📕📒
*📌🗣🗣🗣‘મને ચાહતા હો તો મારા કામનો ચાહજો.‘*

*📙📗📚મક કર્મયોગી મોતીભાઈ અમીને વડોદરા રાજ્યના પુસ્તકાલય ખાતામાંથી નિવૃત્તિ લીધી ત્યારે ઉપર પ્રમાણે સંદેશો આપ્‍યો હતો.*



*📖📚📚ઈ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા. પિતા નરસિંહભાઈ. નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું. પરંતુ મોતીભાઈએ કુમારા-વસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો. ઈ. ૧૮૮૮માં વાચન, મનન અને ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ 📌‘વિદ્યાર્થી સમાજ‘ 📌નામે સ્થાપ્‍યો હતો.*

*📚📗📖ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઈએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, ર્દઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં.*

*📌📍વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ 📚‘વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય‘ની📚 શરૂઆત કરી. પરંતુ આવી પ્રવૃત્તિઓને કારણે તેમને અભ્યાસ અંગે ખૂબ શોષવું પડ્યું. જેમતેમ કરી કૉલેજમાં ગયા. ત્યાં પણ 📌📌‘ધી થર્ટીફાઇવ‘📌📌 નામે પાંત્રીસ છાત્રોનો સંઘ સ્થાપ્‍યો. કૉલેજકાળ દરમિયાન એમણે પરમાર્થનાં અને સુધારાનાં કાર્યો કરવા માંડ્યાં.*
 *📌✂️ઈ. ૧૯૦૦માં તેઓ બી.એ. થયા. માંહયલો ઝંખતો હતો શિક્ષક થવા. સારી નોકરી છોડી તે શિક્ષક થયા. શિક્ષણ દ્વારા ઊગતી પેઢીને સંસ્કારસિંચન કરી ઉછેરવી હતી.*

*📕🖇ઈ. ૧૯૦૨થી એમણે શિક્ષકની કારકિર્દીનો પ્રારંભ કર્યો. શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં એઓ રસ લેવા લાગ્યા. ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે કામગીરી આરંભી દીધી. હોળીના તહેવારની બીભત્સ ઉજવણી બંધ કરાવી.*
 📒📕પાટણમાં આવેલ રેલસંકટમાં સપડાયેલાંઓ માટે રાહત ઊભી કરી. પેટલાદમાં ‘પેટલાદ બૉર્ડિંગ હાઉસ‘ શરૂ કર્યું અને ‘મિત્ર મંડળ પુસ્તકાલયો‘ની પ્રવૃત્તિ વિકસાવી.

*📚📚વડોદરા નરેશ સયાજીરાવે પોતાના રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને સંગીન બનાવવા માગતા હતા. આથી અમેરિકાના પુસ્તકાલય પ્રવૃત્તિના એક નિષ્‍ણાતને વડોદરા લાવ્યા અને મોતીભાઈને એમના મદદનીશ બનાવ્યા. મોતીભાઈની સૂઝ-સમજથી બે વર્ષમાં જ વડોદરા રાજ્યમાં લભભગ ૪૦૦ પુસ્તકાલયો શરૂ થઈ ગયાં.*
 
*📚📖📍મોતીભાઈ આમ સાચી રીતે જ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા બન્યા. હિંદ પુસ્તકાલય પરિષદે ઈ. ૧૯૩૨માં એમને 📌📖📖📕‘ગ્રન્થપાલ-ઉદ્યમ પિતામહ‘ નું બિરુદ આપ્‍યું હતું.*

*સમાસમારંભો, ભાષણો, ઉદ્દઘાટનો અને પ્રમુખસ્થાનેથી સદા દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈ પણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દૃષ્‍ટાંતરૂપ છે.*
*📏📗‘પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ‘ જેવી પ્રથમ સહકારી સંસ્થાની શરૂઆત પણ એમણે જ કરેલી. ‘પુસ્તકાલય‘ માસિક પણ એમને જ આભારી છે. ગુજરાતની પ્રજામાં શિષ્‍ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું.*

*📌📕કળવણીક્ષેત્રે બાલમંદિરથી માંડીને ઉચ્ચ કેળવણીના ક્ષેત્ર સુધી એમણે આત્મા રેડ્યો હતો. ગુજરાતની સૌપ્રથમ મોન્ટીસૉરી શાળા શરૂ કરવાનું શ્રેય મોતીભાઈને ફાળે જાય છે.*

*📍🖇📖 ઈ. ૧૯૧૬માં ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન ભોગવવી પડે માટે📌📗📍 ‘ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી‘ ની સ્થાપના કરી. શિક્ષણને વ્યવસાય તરીકે અપનાવતા શિક્ષકો માટે મોતીભાઈનું શિક્ષક-જીવન પ્રેરણાસ્ત્રોત બની શકે તેવું છે. એ જમાનાના રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાયાર્થ તેમણે 🐾‘પગરખાંની પરબ‘ શરૂ કરી હતી.*

*♦️✅🎯સવદેશીના તેઓ ચુસ્ત આગ્રહી હતા. જીવનભર તેમણે સ્વદેશી પોશાક જ પહેર્યો. ધ્યેયશુદ્ધિ અને નિશ્ચયબળ એમની પ્રત્યેક પ્રવૃત્તિને સફળ બનાવતાં.*

*✅💠ઈ. ૧૯૩૫માં નિવૃ્ત્ત થયા પછી પણ એમણે પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નહોતો.🔘આવા અઠંગ કર્મયોગી મોતીભાઈનો દેહવિલય ઈ. ૧૯૩૯ના ફેબ્રુઆરીની પહેલી તારીખે અમદાવાદમાં કેન્સરની બીમારીથી થયો ત્યારે એક તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

જ્ઞાન સારથિ, [01.02.21 10:13]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
ગુજરાતમાં પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન – રજની વ્યાસ
🔰🔘🔰🔘🔰🔘🔰
[‘અવિસ્મરણીય વ્યક્તિચિત્રો’ પુસ્તકમાંથી સાભાર.]
🔰💠💠💠〰️〰️🔰🔰🔰〰️

એક મહાપુરુષે કહ્યું છે કે, ‘જેને પોતાનું જીવનકાર્ય જડી જાય છે તે એક સુખી વ્યક્તિ છે – નસીબદાર વ્યક્તિ છે.’ એવું નસીબ પામનારા હતા શ્રી મોતીભાઈ અમીન. દેશની સ્વતંત્રતા મેળવવાના ભગીરથ કાર્યમાં જ્યારે દેશની વિભૂતિઓ વ્યસ્ત હતી ત્યારે એ મહાકાર્યના મહાયજ્ઞને સફળ બનાવવા માટે અનેક નાનાંમોટાં કાર્યો ઉપાડી લેવાં જરૂરી બન્યાં હતાં. સમયની એ માંગ હતી. અહિંસક માર્ગે આઝાદી પ્રાપ્ત કરવાની મહાત્મા ગાંધીજીની હાકલ દેશે ઉપાડી લીધી હતી. તેમાં રાષ્ટ્રીય કેળવણી, ગ્રામોદ્ધાર, પછાત વર્ગોના ઉત્થાનનું કાર્ય, અસ્પૃશ્યતા નિવારણ, ખાદી દ્વારા સ્વાવલંબન અને સ્વદેશીના આગ્રહનો સંદેશ, નિરક્ષરતા નાબૂદી વગેરે અસંખ્ય કામો રાષ્ટ્રભક્તો માટે ઠેર ઠેર પડેલાં હતાં.

ગુજરાતમાં પણ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, ચુનીભાઈ, ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મઝમુદાર, બબલભાઈ, ડૉ. ચંદુલાલ દેસાઈ, અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી વગેરે અનેકોએ પોતપોતાને સૂઝ્યું એ રીતે પોતાનું કાયક્ષેત્ર વિચારી શોધીને તેમાં ઓતપ્રોત થઈ ગયા. એ જ ક્ષેત્રમાં સોંસરવા ઊતરીને પાંચ પાંચ દાયકા જેટલો સમય લીધેલી એક જ પ્રવૃત્તિ પાછળ વિતાવીને જીવન પૂરું કર્યું. આમાંના જ એક સદભાગી વિરલા હતા મોતીભાઈ અમીન. ઘણાખરાએ પોતાની પ્રવૃત્તિ કોઈક કેન્દ્રમાં બેસીને આદરી. જેનો લાભ પાંચ-પચીસ-પચાસ કિલોમીટરના વિસ્તારમાં સૌ કોઈને મળ્યો. અલબત્ત સૌ મહાનુભાવોએ પાયાનું કામ કર્યું. પરંતુ મોતીભાઈએ સેવાનું એક એવું વટવૃક્ષ વાવ્યું કે તેનો લાભ એ વૃક્ષની ડાળીએ ડાળીએ બેઠેલા પ્રત્યેક પાનને મળ્યો. એ વૃક્ષની અનેક વડવાઈઓ પાંગરી અને સમસ્ત ગુજરાતમાં આ સેવાયજ્ઞની સુવાસ મહોરી ઊઠી. એ વટવૃક્ષનાં મૂળિયાં પણ ગુજરાતના ગામેગામ સુધી ફેલાયાં.

1873ની 29મી નવેમ્બરે પોતાના મોસાળ અલિંદ્રામાં જન્મેલા મોતીભાઈને એમની જીવનદિશા ઘણી વહેલી લાધી ગઈ એમ કહીએ તો ચાલે. કારણ કે 1888માં માત્ર પંદર વર્ષની વયે તો પોતાની ઊર્ધ્વગામી ચિત્તવૃત્તિને યોગ્ય દિશા આપવા તેમણે અગિયાર વિદ્યાર્થીઓનો એક સંઘ સ્થાપ્યો હતો. એ સમયે મોતીભાઈ અંગ્રેજી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા. આટલી નાની ઉંમરે વસો જેવા નાના ગામમાં પણ એમને વાચનનો એવો છંદ લાગેલો કે કોઈકને કોઈક પાસેથી શહેરમાંથી નવાં નવાં પુસ્તકો અને સામાયિકો તેઓ મંગાવડાવતા અને અગિયાર જણાના એમના વિદ્યાર્થીસંઘમાં તે ફેરવીને સૌને સારા વાચનની ટેવ પાડતા અને વિકાસ સાધતા. માત્ર નવ વર્ષની વયે મોતીભાઈએ પિતાની છત્ર છાયા ગુમાવી. પછીતો માતા અને કાકાની છાયામાં તેઓ ઊછર્યા. જે બાળલગ્નની પ્રથાનો પાછળથી તેમણે વિરોધ કરેલો તે બાળલગ્નપ્રથાનો ભોગ ખુદ તેઓ પોતે માત્ર સાત વર્ષની વયે બનેલા. 1889માં હાઈસ્કૂલના અભ્યાસાર્થે વડોદરા ગયા અને કમાટીબાગના છેડે આવેલા રામજીમંદિરમાં ધામા નાખ્યા. તેમને પુસ્તકપ્રેમ જાણે ગળથૂથીમાંથી જ મળ્યો હોય તેમ અહીં વડોદરા આવીને પણ તેમણે સાથીદાર છાત્રોને પુસ્તકપ્રેમ તરફ વાળ્યા. સૌ પાસે દર મહિને એક રૂપિયાની બચત કરાવીને ‘વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય’ની સ્થાપના કરાવી. આવી ઈતર પ્રવૃત્તિને કારણે તેઓ અભ્યાસમાં કાચા પડ્યા. મૅટ્રિકમાં નપાસ થયા. પણ તેનાથી એવી ચાનક લાગી કે પછીના પ્રયત્ને આખા વડોદરા રાજ્યમાં પાંચમા નંબરે તેઓએ મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

મૅટ્રિક તો થયા પણ આગળ ભણાવવાની કાકા હરિભાઈની જરાય ઈચ્છા ન હતી. મહાપ્રયત્ને ઘણી સમજાવટ બાદ તેમની પાસે સંમતિ મેળવી. વડોદરાની કૉલેજમાં દાખલ થયા. રામજીમંદિરમાં ફરી વસવાટ શરૂ થયો. તેમને જમવાની ઘણી અગવડ પડતી તેથી રામજીમંદિરના રહીશોને ભેગા કરી એક કલબ શરૂ કરી. સુંદર વહીવટને કારણે કલબ સરસ ચાલવા લાગી. આમ દરેક જગ્યાએ કોઈ પણ અભાવમાંથી માર્ગ કાઢવાનો એમને યોગ્ય રસ્તો સૂઝતો. એટલું જ નહીં પણ તે માટે પહેલ કરી કાર્યક્રમ ઘડી તેને અમલમાં મૂકવાની પણ શક્તિ તેઓ ધરાવતા હતા. કૉલેજકાળ દરમ્યાન પણ એમણે પરમાર્થનાં સેવાકાર્યો પણ આદરેલાં. છપ્પનિયા દુકાળમાં પણ તન તોડીને મહેનત કરેલી. બાળલગ્નો બંધ કરાવવા પણ એમને આકરી કસોટીઓમાંથી પસાર થવું પડેલું.

1900ની સાલમાં તેઓ બી.એ. થયા. કારકુનીની મળેલી નોકરી એક દિવસ કરીને પહેલે દિવસે જ છોડી. એમને તો શિક્ષક થવું હતું. આખરે તેઓ શિક્ષક જ બન્યા. શિક્ષક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય તો કર્યું પરંતુ વિદ્યાર્થીઓને સદવાચન તરફ પણ વાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યાયામનો શોખ લગાડ્યો. તેમને માટે રમતગમતની સ્પર્ધા યોજી. આનંદપર્યટનો યોજ્યાં. આમ અનેક દિશામાં વિદ્યાર્થીઓનો રસ જાગ્રત કરીને તેમને તન અને મનથી સમૃદ્ધ બનાવ્યા. તેમનામાં ઈચ્છાશક્તિ કેળવી, રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગ્યા. મહેનત કરી સ્વાશ્રયી થવાના પાઠ શીખવ્યા અને ઊંચું નિશાન રાખવાની મહામૂલી શીખ આપીને તેમનાં જીવન ધન્ય બનાવ્યાં.

હવે તેમને લોકો સારું વાંચે પરિણામે સારું વિચારે તે કા

મ ખૂબ અગત્યનું લાગ્યું. એટ

જ્ઞાન સારથિ, [01.02.21 10:13]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ેસોરી શાળા. એ જ અરસામાં વસોમાં બાલપુસ્તકાલયનું મકાન પૂરું થયું અને એના ઉદઘાટન વિધિમાં દરબાર ગોપાળદાસ પોતાની સાથે વઢવાણના વકીલ ગિરિજાશંકર ભગવાનજી બધેકાને તેડતા આવ્યા. નવા પ્રયોગવાળી તે શાળા અને તેનાં સાધનોથી ગિરજાશંકરભાઈ પ્રભાવિત થયા. એમને બાળકેળવણીમાં રસ જાગ્યો. પ્રજાના વકીલ મટીને એ બાળકોના વકીલ બન્યા. ગિરજાશંકર વકીલ પછી તો બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ પામેલા ગિજુભાઈ બની ગયા. પછીથી બાળકેળવણીના ઝંડાઘારી ગિજુભાઈનું આમ સર્જન કરવામાં મોતીભાઈનો પરોક્ષ ફાળો નાનોસૂનો ન ગણાય ! 1916માં પૂનાની ડેક્કન એજ્યુકેશન સોસાયટી પરથી પ્રેરણા લઈ આણંદ ખાતે એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મહાત્મા ગાંધીજીએ એમનું હીર પારખીને એમને ‘ચરોતરનું મોતી’નું પ્રેમભર્યું બિરુદ આપ્યું હતું.

સાચા અર્થમાં સેવાને વરેલા શ્રી મોતીભાઈએ કોઈ પણ પ્રવૃત્તિ સાથે પોતાનું નામ જોડવાની કે માનપાન પામવાની ક્યારેય ઝંખના રાખી નથી. એટલું જ નહીં પરંતુ એમની વિરલ કહી શકાય તેવી સેવાવૃત્તિને કારણે એક પ્રસંગે એમનો અભિનંદન-ગ્રંથ પ્રગટ કરવાનું વિચારાયેલું. બીજા એક પ્રસંગે કરાંચીના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પુસ્તકાલય વિભાગનું પ્રમુખસ્થાન લેવા આમંત્રણ અપાયેલું. આ બંને પ્રસંગો તેમણે નમ્રતાથી ટાળ્યા હતા. સભાસમારંભો, ભાષણો, ઉદ્દઘાટનો અને પ્રમુખસ્થાનોથી તે સદા દૂર રહ્યા હતા. 1939માં એમનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment