Monday, December 23, 2019

23 Dec

♦️🔶⭕️♦️🔶⭕️🙏⭕️♦️🔶⭕️✅
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*

ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .

*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*


*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*

ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .

ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .

*👍🎌ગણતંત્ર નેપાળ👉👍👉👍*

૨૦૦૭માં આજના દિવસે ભારતનો પડોશી દેશ અને વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળ ગણતંત્ર બન્યું હતું . નેપાળમાં આ દિવસથી રાજા નહીં , પરંતુ પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓના વડા એટલે કે વડાપ્રધાન સર્વોચ્ચ સત્તાધીશ ગણાતા થયા હતા .

*💠🎯💠રાસબિહારી ઘોષ👇💠*

*રાસબિહારી ઘોષનો જન્મ તા. ૨૩/૧૨/૧૮૪૫ ના રોજ થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ કરી કલકત્તાની પ્રેસીડેન્સી કૉલેજમાંથી એમ.એ. સુધીની ડિગ્રી મેળવી. આમ તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ તેજસ્વી અને યશસ્વી હતી. બેરિસ્ટર બનાવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. તેઓ સાહિત્યના ખૂબ શોખીન હતા. તેમણે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું. બંગભંગની ચળવળ અને સ્વદેશી ચળવળમાં ભાગ લઇ તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૦૭ ના સુરતના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે તેઓ વરાયા હતા. ઇ.સ. ૧૯૨૧ માં તેમનું અવસાન થયું.*

*👏🙏💐સ્વામી શ્રધ્ધાનંદ💐🙏*

*આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્યધર્મને આગળ ધપાવનાર સ્વામી શ્રધ્ધાનંદનું મૂળ નામ મુન્શીરામ હતું. તેમનો જન્મ પંજાબના સતલુજ નદી કિનારે આવેલા તલવન નામના ગામમાં થયો હતો. યુવાનીમાં તેઓ મદીરાપાન અને નાચગાનના જલસાઓમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેઓ નાસ્તિક બની ગયા હતા. પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીનાં પ્રવચનો સાંભળ્યા બાદ તેમના શિષ્ય બની ગયા હતા. તેઓ આર્યસમાજમાં જોડાઇ વૈદિક ધર્મના પ્રચારમાં જોડાઇ ગયા. ૧૯૧૭ માં સન્યાસ ગ્રહણ કરી મુન્શીરામમાંથી સ્વામી શ્રધ્ધાનંદ બન્યા હતા.*

*✅💠તેમણે હરિદ્વાર પાસે કાંગડીમાં ગુરુકુલની સ્થાપના કરી હતી. વટલાઇને બીજા ધર્મમાં ગયેલા હિન્દુઓને ફરી હિન્દુ બનાવ્યા હતા. તેઓ અન્ય ધર્મ પ્રત્યે સમભાવ રાખતા હતા. પરંતુ એક ધર્મ ઝનૂનીએ તા.૨૩/૧૨/૧૯૨૬ ના રોજ તેમની હત્યા કરી હતી.*

*♦️પહેલું સફળ કિડની પ્રત્યારોપણ♦️*

વર્ષ 1954 ની 23 મી ડિસેમ્બરે અમેરિકામાં પહેલું સફળ કિડની પ્રત્યારોપણ થયુ હતું . ત્રણ તબીબો દ્વારા કરવામાં આવેલા આ પ્રત્યારોપણમાં ડો . જોસેફ મૂરેને વર્ષ 1990 નું મેડિસિનનું નોબેલ પ્રાઇસ મળ્યું હતું .

👁પહેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ
વર્ષ 1954 ની 23 ડિસેમ્બરે અમેરિકાના બોસ્ટન શહેરમાં ડો . જોસેફ મરે અને તેમની ટીમે પહેલીવાર સફળ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી . રિચાર્ડ હેરિક નામના દર્દીને તેના ભાઈએ કિડની આપી હતી .

🕴🕴૧૬૭૨:શનિના ઉપગ્રહની શોધ ગિયોવન્ની કૈસિનીએ શનિના ઉપગ્રહ રિયાની શોધ કરી.

🕴🕴૧૮૯૪:પોષમેળાનો શુભારંભશાંતિનિકેતનમાં ‘પોષમેળા’નો શુભારંભ થયો.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment