🔶🔷🔰👁🗨🔶🔷🔰👁🗨🔶🔷🔰
*♦️💠♦️આઇ.કે. ગુજરાલ♦️💠*
🔶🔷👁🗨🔶🔷👁🗨🔶🔷👁🗨🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*૪ ડિસેમ્બર ૧૯૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૧૨*
👁🗨જન્મ સ્થળ : ઝેલમ (પાકિસ્તાન)
ગુજરાલનો જન્મ પાકિસ્તાનના ઝેલમમાં થયો હતો. લાહોરના ડીએવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
*👁🗨૧૯૪૨માં ભારત છોડો આંદોલન દરમિયાન ગુજરાલ જેલમાં રહ્યા હતા. વિભાજન પછી તેઓ ભારતમાં આવી ગયા હતા.*
♻️ભાગ્યે વડાપ્રધાન બનાવ્યા
👁🗨આઇ.કે. ગુજરાલ થર્ડ ફ્રન્ટની સરકારના બીજા વડાપ્રધાન હતા. તેમના વડાપ્રધાન બનવામાં ભાગ્યની મહત્ત્વની ભૂમિકા હતી.
💠એપ્રિલ ૧૯૯૭માં કોંગ્રેસે દેવગોવડા સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. વડાપ્રધાનપદના ઘણા દાવેદાર હતા, પરંતુ ગુજરાલના નામે સંમતિ સધાઇ હતી. જો કે,
👁🗨તેઓ આશરે ૧૧ મહિના જ વડાપ્રધાનપદે રહી શક્યા હતા.
👁🗨૧૯૯૮ની ૧૯મી માર્ચે કોંગ્રેસે તેમની સરકારને આપેલું સમર્થન પણ પાછું ખેંચી લીધું હતું.
💠👉ગુજરાલ દેશના ૧૨મા વડાપ્રધાન હતા. તેઓ એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮ સુધી વડાપ્રધાનપદે રહ્યા હતા.
💠🎯તે પહેલાં ગુજરાલ ૧૯૯૬માં દેવગોવડા સરકાર અને ૧૯૮૯માં વી.પી. સિંહ સરકારમાં વિદેશપ્રધાન હતા.
💠👉સોવિયેત સંઘમાં દેશના રાજદૂત પણ રહ્યા હતા.
*💠રાજકારણમાં આવતા પહેલાં ગુજરાલ વિદેશસેવાના અધિકારી હતા.*

💠👉ભારતના મૃદુભાષી અને સર્વપક્ષીય સ્વીકૃતિ ધરાવતા રાજકારણીઓની ટૂંકી જમાતમાં ગુજરાલનો સમાવેશ કરવો પડે.
👉નેવુના દાયકાના ઉત્તરાર્ધમાં ખીચડી રાજકારણ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી રાજકારણમાં પ્રવેશવા માગતાં ન હતાં. કોંગ્રેસમાં સીતારામ કેસરીનો દબદબો હતો. એ સમયે ત્રીજા મોરચાની સરકારના વડાપ્રધાન દેવે ગૌડાની સરકારને આપેલો ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લીધો. ત્યાર પછી સમાધાનની ફોર્મ્યુલા તરીકે, નવેસરથી ચૂંટણીને બદલે આઇ.કે. ગુજરાલને વડાપ્રધાન તરીકે બેસાડવામાં આવ્યા.
સુશિક્ષિત અને સાંસ્કૃતિક બાબતોમાં ઊંડો રસ ધરાવતા ગુજરાલનું વ્યક્તિત્વ રીઢા રાજકારણી જેવું ન હતું. એ પરિબળ તેમને ઇંદિરા ગાંધીની નજીક લઇ ગયું, તેમ એમનાથી દૂર કરવામાં પણ અમુક હદે કારણભૂત બન્યું. ઇંદિરા ગાંધીની સત્તા મજબૂત બની તેમ તેમના પુત્ર સંજય ગાંધીનો નવા, સમાંતર સત્તાકેન્દ્ર તરીકે ઉદય થતો ગયો. ઘણા કોંગ્રેસી નેતાઓ ઇંદિરા ગાંધીને રાજી રાખવા અને તેમની કૃપાદૃષ્ટિ મળતી રહે એ માટે સંજય ગાંધીના હજૂરિયા બની રહ્યા, પરંતુ ગુજરાલ તેમાં અપવાદ હતા.
👉એ સમયના એક પત્રકારે નોંધેલા કિસ્સા પ્રમાણે, સંજય ગાંધીએ ગુજરાલને કોઇ મિટિંગમાં મોડા આવવા બદલ ઠપકો આપ્યો ત્યારે ગુજરાલે રોકડું પરખાવી દીધું હતું કે તમારાથી મોટા મારે છોકરા છે. એટલે મારી સાથે વાત કરતી વખતે તમારે તમીઝ શીખવી પડશે. સંજય ગાંધી કોઇ પણ પ્રકારનો બંધારણીય હોદ્દો ધરાવતા ન હોવાથી, ગુજરાલે કહ્યું હતું કે એ તેમને (સંજયને) જવાબ આપવા બંધાયેલા નથી.
💠👉ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ગુજરાલે ખુલીને વિરોધ તો ન કર્યો, પણ માહિતી-પ્રસારણ પ્રધાન તરીકે તેમનું સંજય ગાંધી સાથેનું ઘર્ષણ વધ્યું. સંજયનો આગ્રહ હતો કે રેડિયો અને છાપાંના સમાચારો તેમની નજર તળેથી પસાર થઇને જ જાય. સંજયે બધી હદો વટાવી દીધી હતી અને ઇંદિરા ગાંધી તેમને કંઇ જ કહી શકતાં ન હતાં. સાથોસાથ, ગુજરાલ જેવા જૂના-વિશ્વાસુ સાથીને પણ તે ગુમાવવા માગતાં ન હતાં. એટલે તેમણે માહિતી પ્રસારણ મંત્રાલય દોઢકહ્યાગરા વિદ્યાચરણ શુક્લને સોંપીને, ગુજરાલને રશિયામાં ભારતના રાજદૂત તરીકે મોકલી આપ્યા.
💠👉વ્યક્તિ તરીકે ગુજરાલની શાખ રાજકીય પક્ષથી એવી પર હતી કે કટોકટી પછી થયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કોંગ્રેસને હરાવીને જનતા સરકાર આવી, ત્યારે ગુજરાલને રશિયાના રાજદૂત તરીકેના હોદ્દે ચાલુ રાખવામાં આવ્યા. યુવાવસ્થાથી ડાબેરી ઝોક ધરાવતા, છતાં કોંગ્રેસમાં સમાઇને રહેલા ગુજરાલ ઇંદિરા ગાંધીની હત્યા પછીનાં વર્ષોમાં જનતાદળમાં ભળ્યા. દેવે ગૌડાની મોરચા સરકારમાં વિદેશી બાબતોના મંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે ગુજરાલે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો માટેના કેટલાક આદર્શો ઠરાવ્યા હતા. 'ગુજરાલ ડોક્ટ્રિન' તરીકે ઓળખાતા આ સિદ્ધાંત પાડોશી દેશો સાથે ભારતના સંબંધોનો પાયો બને એવો ગુજરાલનો પ્રયાસ હતો. એ આદર્શવાદી પ્રયાસ ફળ્યો નહીં અને ત્રાસવાદને સહાય કરનાર પાકિસ્તાન સાથે ભારતનું ઘર્ષણ સતત વધ્યું.
💠નેહરુના પંચશીલની જેમ આઇ.કે.ગુજરાલના *'ગુજરાલ ડોક્ટ્રિન'ને* ઉમદા છતાં નિષ્ફળ પ્રયાસ તરીકે યાદ રાખવામાં આવશે..

🔰🔰🔰👉👉👉🔰👉🔰🔰🔰
*ભારતના ભૂતકાળની યાદઃ જર્મનીમાં ગઠબંધન સરકારોની ગડમથલ*
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
જર્મનીમાં દેશના વડાનો હોદ્દો ચાન્સેલર નામે ઓળખાય છે. જર્મનીના ચાન્સેલર એટલે અન્ગેલા મેરકલ. અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે એન્જલા મરકલ વાંચવાનું સહજ લાગે, પણ જર્મનમાં અન્ગેલા મેરકલ એવો ઉચ્ચાર છે. અન્ગેલા મજબૂત નેતા મનાય છે, પણ હાલમાં મુશ્કેલીમાં મૂકાયાં છે. બહુમતી સાબિત કરીને ફરી સરકારની રચના કરવાની છે અને તેના માટે ગઠબંધનો કરવાના છે. ભારતમાં આપણે આ વાત સહેલાઇથી સમજી શકીએ તેમ છીએ – કેવી રીતે ગઠબંધનો થાય અને તેને જાળવવા માટે કેવી મથામણો કરવી પડે. વર્તમાન મોદી સરકાર પણ ગઠબંધન સરકાર છે. એનડીએની સરકાર છે, પણ સ્થિર છે, કેમ કે ભાજપની પોતાની બહુમતી છે.કોઈ એક જ પક્ષની બહુમતી ના હોય અને સાથી પક્ષો લગભગ સરખેસરખી સ્થિતિમાં હોય ત્યારે ગઠબંધનો ટકતાં નથી. બિહારમાં આરજેડીના 80 અને જેડી(યુ)ના 78 સભ્યો હતાં. બંને સરખેસરખા. તેમની ગઠબંધન સરકાર તૂટી પડી. તે માટે કારણો જુદાં હતાં, પણ સંખ્યાના કારણે સત્તાનું બાર્ગેનિંગ કરવાની તાકાત મળે ત્યારે સોદાબાજીમાં ગઠબંધન મુશ્કેલી કરતું હોય છે.
👁🗨♦️✅જર્મનીમાં શું સ્થિતિ છે તે જોઈએ તો સરકારની રચના પહેલાં કેવી સોદાબાજી થાય તેનો અણસાર મળે છે. વાજયેપીની પ્રથમ સરકાર માત્ર 13 દિવસ, બીજી સરકાર 13 મહિના ટકી હતી. તે પછી થોડી વધારે બહુમતી મળી ત્યારે પાંચ વર્ષ પૂરા કરી શકાયાં હતાં. જર્મનીમાં પણ કૈંક એવું જ થઈ રહ્યું છે. અન્ગેલા મેરકલની સરકારને ટેકો આપવા માટે કેટલાક પક્ષો તૈયાર થઈ ગયા હતાં, પણ છેલ્લી ઘડીએ ફ્રી ડેમોક્રેટિક પાર્ટી આડી ફાડી. એફડીપીના નેતા ક્રિસ્ટિયાન લિન્ડનોએ કહ્યું કે ગઠબંધન સરકાર માટે જરુરી સમાન બાબતો નથી. અહીં ફરી ભારતની સ્થિતિ યાદ આવશે – ગઠબંધન કરનારા પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ – લઘુતમ સમાન કાર્યક્રમની વાત કરતા હોય છે. ખરાબ શાસન કરવું તેના કરતાં કરવું જ નહીં એમ ક્રિસ્ટિયાનનું કહેવું છે.પણ શાસન તો કરવું જ પડે, કોઈએ ને કોઈએ કરવું પડે એટલે ભારતની જેમ જર્મનીમાં તડજોડની સરકાર બની જશે, પણ તેના કારણે અન્ગેલાની સ્થિતિ થોડી નબળી પડી છે. કદાચ ફરી ચૂંટણી પણ કરવી પડે તેવી સ્થિતિ છે. જો રાજકીય પક્ષો ટૂંકા ગાળામાં ફરી ચૂંટણી માટે તૈયાર નહીં થાય તો અન્ગેલાની લઘુમતી સરકાર બની શકે છે. લઘુમતી સરકારનો અર્થ એ કે સૌથી મોટો પક્ષ શાસન કરે, પણ તેણે કોઈ પણ નિર્ણય લેવો હોય, કોઈ કાયદો પસાર કરવો હોય તો બાકીના પક્ષોને મનાવવા પડે. ભારતમાં આડકતરી રીતે લઘુમતી સરકારો ચાલી છે. વી. પી. સિંહની સરકારને ભાજપનો બહારથી ટેકો હતો. ચંદ્રશેખરની સરકારને કોંગ્રેસનો બહારથી ટેકો હતો. એવી જ રીતે અન્ગેલા મેરકલ લઘુમતી સરકાર ચલાવશે કે કેમ તેની થોડા વખતમાં ખબર પડી જશે.
♻️👁🗨અન્ગેલા બહારથી ટેકાવાળી સરકાર ચલાવવા રાજી થશે કે તેના પર વાત આવીને અટકી છે. આવી સરકાર ચાલે ખરી, પણ લાંબા ગાળે તેની સામે લોકોની નારાજી ઊભી થાય છે. આવી સરકારના વડાની બદનામી થાય છે, કેમ કે ભાગ્યે જ કશું નક્કર કામ થઈ શકે છે. વી. પી. સિંહ અને ચંદ્રશેખરની કેવી હાલત થઈ હતી તે આપણે જાણીએ છીએ. જર્મનીમાં આ સ્થિતિ છે. નરસિંહ રાવની સરકાર 1991થી 1996 પાંચ વર્ષ ચાલી. તે પહેલાં 1989માં વી. પી. સિંહ અને ચંદ્રશેખરની સરકારો આવી અને ગઈ. રાવની સરકાર પછી 1996માં પણ દેવેગોવડા, આઇ. કે. ગુજરાલ અને વાજપેયીની સરકારો આવી અને ગઈ. 1999માં ફરી વાજપેયી સરકાર આવી અને 2004 સુધી, પણ તે નબળા ટેકાની સરકાર હતી.
♻️👁🗨👁🗨આવી રીતે ટેકાથી ચાલતી સરકાર નબળી પડે છે અને નાગરિકો એક નવી જ વિચારસરણી માટે તૈયાર થાય છે તેવો અનુભવ યુરોપના ઘણાં દેશોને થયો છે. યુરોપમાં પણ લિબરલ અને કન્ઝર્વેટિવ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે. અન્ગેલા પોતે આટલા વર્ષો ટેકાની સરકાર ચલાવતા રહ્યાં છે, પણ ધીમે ધીમે મજબૂત થવાના બદલે સરકારો નબળી પડતી ગઈ (અન્ગેલા વ્યક્તિગત રીતે વાજપેયીની જેમ મજબૂત નેતા બન્યાં તે અલગ વાત છે) હતી. જાણકારો કહે છે કે જર્મનીમાં પણ એવી જ સ્થિતિ ઊભી થઈ છે. અન્ગેલા મેરકલની સરકારે અગાઉ પણ ટેકો લીધો હતો. એકવાર જમણેરી પાર્ટીનો, એકવાર ડાબેરી પાર્ટીનો પણ ટેકો લીધો હતો. ભારત સાથે સરખામણી કરો, વી. પી. સિંહે ભાજપનો ટેકો લીધો હતો અને મમતા બેનરજીએ પણ ભાજપને ટેકો આપ્યો હતો. માયાવતી સાથે પણ ભાજપ એકવાર બેઠું હતું. લાલુ અને નીતિશ પણ સાથે બેઠાં અને ગુજરાતમાં શંકરસિંહ કોંગ્રેસમાં જઈને બેઠાં હતાં. આ પ્રકારના ગઠબંધનો વધુ તો નાના અને પ્રાદેશિક પક્ષોને નુકસાન કરનારા હોય છે એટલે સમયસર પક્ષો છટકી જતાં હોય છે.અન્ગેલા મેરકલ સાથે પણ એવું થયું છે. આ વખતે નાના પક્ષો પણ તૈયાર થઈ રહ્યાં નથી. ભૂતકાળમાં 2013થી 2017માં ડાબેરી સોશિઅલ ડેમોક્રેટ સાથે ગઠબંધન હતું. આ વખતે તેમના તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અન્ગેલાની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટ સાથે વિચારસરણીથી જોડાયેલી (ભાજપ અને શિવસેનાની જેમ) સીએસયુ પાર્ટી બેવરિયા પ્રાંતમાં છે. તેમના તરફથી પણ આ વખતે જવાબ મળી રહ્યો નથી.
♻️👁🗨ભારતને પ્રારંભના ત્રણ દાયકામાં ગઠબંધન સરકારનો અનુભવ નહોતો. કટોકટી પછી જનતા મોરચો બન્યો અને અનુભવ થયો. અનુભવ સારો ન રહ્યો, કેમ કે અઢી જ વર્ષમાં મોરચો વિખેરાઇ ગયો. વળી એક દાયકો કોંગ્રેસનો વીત્યો અને નેવુંના દાયકામાં ફરી ગઠબંધન સરકારો બની. રાજ્યોમાં જુદા જુદા તબક્કે એંસી અને નેવુંના દાયકામાં મોરચા સરકારો બની. તેનો અનુભવ દરેક વખતે સારો રહ્યો નથી. જોકે કેરળમાં ઘણા દાયકાથી ડાબેરી મોરચો અને લોકતાંત્રિક મોરચો વારાફરતી સત્તા ભોગવતો આવ્યો છે.જાણકારો કહે છે કે ગઠબંધનને કારણે શાસન પર અસર થાય છે. બીજી અસર એ થાય છે કે મૂળ વિચારસરણી છોડીને બે પક્ષો વચ્ચે ગઠબંધન થાય ત્યારે જે તે વિચારસરણી વધારે પ્રબળ બને છે. ભાજપે શિવસેના અને અકાલી દળ સાથે ગઠબંધન કર્યું ત્યાં સુધી ઠીક હતું, પણ માયાવતી સાથે અને મમતા સાથે પણ ગઠબંધનો કર્યાં અને ડાબેરી દ્વારા કોંગ્રેસને ટેકો અપાતો રહ્યો તેના કારણે જમણેરી વિચારસરણી વધારે પ્રબળ બની હતી. આવી જ ચર્ચા અત્યારે જર્મનીમાં થઈ રહી છે. ભૂતકાળમાં વિશ્વ યુદ્ધ પહેલાં જર્મનીમાં ગઠબંધનો સાથેની અસ્થિર સરકારો હતી ત્યારે જમણેરી વિચારધારા પ્રબળ બની હતી. અત્યારે ફરી તે પ્રબળ બને તેવું કેટલાક જાણકારો કહી રહ્યાં છે, કેમ કે અન્ગેલાની સરકાર શરણાર્થીઓને છૂટથી જર્મની આવવા દેવા માગે છે તેનો વિરોધ થઈ રહ્યો છે. શરણાર્થીઓ એટલે મુખ્યત્વે મધ્યપૂર્વના મુસ્લિમ દેશોના નાગરિકો. આતંકવાદનો અનુભવ યુરોપને થવા લાગ્યો છે ત્યારે તેના કારણે ઊભી થયેલી અસલામતીની લાગણી પણ અન્ગેલા મેરકલની સરકારની રચના આડે આવી રહી છે.

No comments:
Post a Comment