Tuesday, December 31, 2019

લોર્ડ કોર્નવોલીસ --- Lord Cornwallis

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793)*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🎯👉કોર્ન વોલીસને તેના વહીવટી અને ન્યાયિક કાર્યમાં મદદ કરવા સર જ્હોન વિલિયમ જ્હોન્સ, જ્હોન શોર, ચાર્લ્સ ગાન્ટ, જેમ્સ ગાન્ટ, જોનાથન ડંકન , જેવા કાબેલ માણસો, કંપનીના નોકરોને *લાંચ અને ભેટસોગાદો* લેવા પર તેમજ તેમના દ્વારા ચાલતા *ખાનગી વ્યાપાર* પર પ્રતિબંધ, 
👉🎯👉તેણે હિંદુઓને ઉચ્ચ પ્રકારની *સનદી જાહેર નોકરીઓમાંથી બાકાત રાખેલા –વહીવટી વ્યવસ્થાનું યુરોપીકરણ કર્યું.*
*⭕️💠⭕️- 1793 ના માર્ચના કાયદાથી કાયમી જમાબંધી મહેસૂલ પધ્ધતિનો કાયદો અમલમાં* –
🎯🔰સૌથી પ્રથમ એ જમાંબંધીનો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલ.
*🎯👉ઢાકા અને પટણા એમ ચાર પ્રાંતીય અદાલતોની સ્થાપના દિવાની અદાલતોમાં હિંદુ અને મુસ્લિમ કાનૂન પ્રમાણે પ્રજાને ઇન્સાફ મળે તે માટે કોર્ન વોલિસે સર વિલિયમ જ્હોન્સ જેવા નિષ્ણાત કાયદાશાસ્ત્રીની મદદથી તૈયાર કરાવેલા ✅‘કોર્નવોલીસ કોડ’✅. તેના શાસનમાં ત્રીજા એંગ્લો –મૈસુર વિગ્રહ ( 1790-92) લડયો*

*👉 અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સેનાનું નેતૃત્વ તેની પાસે હતું. તે ઈંગ્લેન્ડના વડાપ્રધાન પીટનો અંગત મિત્ર હતો.*

*👉 ઈ.સ. 1793માં કાયદામાં સમાનતા લાવવા 'કોર્નવોલિસ કોડ' નામનું પુસ્તક તૈયાર કરાવ્યું.*

*👉 ભારતમાં સનદી સેવાઓની સાચી શરૂઆત કરનાર કોર્નવોલિસ હતો. પણ તેણે ઉચ્ચ હોદ્દા માટે ભારતીયોને અયોગ્ય ગણ્યા હતા.*

*👉 તેણે અંગ્રેજી ઢબની 👮પોલીસ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી અને જિલ્લાનો સમસ્ત અધિકાર કલેક્ટરને આપ્યો.*

*👉 ઈ.સ. 1793 માં તેણે બંગાળ, બિહાર, ઓરિસ્સામાં કાયમી જમાબંધી લાગુ કરાવી. જે અંતર્ગત જમીનદારોએ મહેસૂલ માંથી 10/11 ભાગ કંપનીને આપવાનો અને બાકીને 1/11 પોતાની પાસે રાખવો.*

*👉 તેના સમયમાં ત્રીજૂ એંગ્લો-મૈસુર યુદ્ધ થયું. (1790-92) જેમાં કોર્નવોલિસ ટીપુ સુલતાનને પરાજય આપ્યો અને શ્રીરંગપટ્ટનમની સંધિ થઈ. આથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રદેશમાં વધારો થયો.*

*👉 ઈ.સ. 1793-98 માં સરજહોન શોર ગવર્નર જનરલ પદે આવેલો તેણે તટસ્થતાની નીતિ અપનાવેલી.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🗞📃🗞📃🗞📃🗞📃🗞📃🗞📃
*બે સભ્યતાના સંપર્કનો અનોખો ‘પ્રયોગ’*
🗞📜🗞📜🗞📜🗞📜🗞📜🗞📜

*ભારત પર રાજ કરતી અંગ્રેજ સરકારે કાળાં પાણીની સજા માટેની છેલ્લી વસાહત (પીનલ સૅટલમૅન્ટ) આંદામાન-નિકોબારમાં સ્થાપી, તે પહેલાં ટાપુઓ પર વસતા આદિવાસીઓ આઝાદ હતા. વસાહતની સ્થાપના પછી અંગ્રેજોએ તેમને ગુલામ ન બનાવ્યા,* અમેરિકાના રેડ ઇન્ડિયનોની જેમ આંદામાનના આદિવાસીઓનો આડેધડ સંહાર પણ ન કર્યો. ઊલટું, અંગ્રેજોએ આદિવાસીઓને સુધારવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા. એ જુદી વાત છે કે એ પ્રયાસોનું પરિણામ આડેધડ સંહાર કરતાં ખાસ જુદું ન આવ્યું. 

*આંદામાનમાં પહેલી કેદી વસાહત અંગ્રેજોએ છેક 1789માં સ્થાપી હતી. એ વખતે આંદામાન ટાપુઓનું અંગ્રેજ દફતરે બોલાતું નામ હતું: લોર્ડ કોર્નવોલિસ.* 

*પહેલી વસાહતના સ્થાપક લેફ્ટેન્ટ આર્કિબાલ્ડ બ્લેરે જગ્યાની પસંદગીમાં થાપ ખાધી, એટલે રોગિષ્ઠ વાતાવરણને લીધે સાત વર્ષમાં એ વસાહતનો સંકેલો કરવામાં આવ્યો.*

*1857ના સંગ્રામ પછી 1858માં નવેસરથી આંદામાન ટાપુઓ પર કેદી વસાહત સ્થાપવાની અંગ્રેજોને જરૂર લાગી. એ વખતે તેમણે જગ્યા બદલી અને પહેલી વસાહતના સ્થાપક લેફ્ટનન્ટ બ્લેરના માનમાં નવા સ્થળને નામ આપ્યું: પોર્ટ બ્લૅર. અંગ્રેજ સરકારે સ્પષ્ટ તાકીદ કરી હતી કે આંદામાનના આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. છતાં પહેલો કમિશનર ડૉ. જે. પી. વૉકર ક્રૂરતાનો અવતાર હતો. તેણે તીર-કામઠાંધારી આદિવાસીઓ સામે બંદૂક અને તોપથી લડવાની એકેય તક જતી ન કરી. પોતાના ઉપરીઓના આદેશની ઐસીતૈસી કરીને વૉકરે આદિવાસીઓ પર આક્રમણ ચાલુ રાખ્યાં.*

પોતાની ભૂમિ પર ઘૂસી આવીને દાંતિયાં કરતા અંગ્રેજો (અને તેમના હાથા બનતા ભારતીયો) સામે આદિવાસીઓ ગીન્નાયા. તેમણે એકથી વધારે વાર આયોજનબદ્ધ હુમલા કરીને પોતાના રોષનો પરચો આપ્યો. એક વર્ષમાં વૉકરની વિદાય પછી આવેલા બીજા કમિશનરોએ આદિવાસીઓ સાથે મૈત્રીભાવ રાખવાના પ્રયાસ આદર્યા. કેટલાક આદિવાસીઓ પણ કુણા પડ્યા. તેમને સારી રીતે, છતાં પોતાની નજર તળે રાખવા માટે અંગ્રજોએ રોસ ટાપુઓ પર ‘આંદામાન હોમ’ની સ્થાપના કરી. વાંસની વાડ ધરાવતા વિસ્તારમાં આદિવાસીઓના રહેવા માટે નાની ઝૂંપડીઓ ઊભી કરવામાં આવી હતી. 

અંગ્રેજોના ઉષ્માપૂર્ણ વર્તન અને નારિયેળ - કેળાં જેવી ભેટસોગાદોથી પલળેલા કેટલાક આદિવાસીઓ ‘આંદામાન હોમ’માં રહેવા તૈયાર થયા. રૅવરન્ડ કોર્બિન આ હોમની દેખરેખ રાખતા હતા અને તેના સંચાલનની જવાબદારી એક કેદીને સોંપવામાં આવી. ‘આંદામાન હોમ’માં રહેતા આદિવાસીઓને ઉપયોગી હુન્નર શીખવવામાં આવતા. થોડુંઘણું અંગ્રેજી પણ તેમને ચડે, એ માટેના પ્રયાસો થતા હતા. ભારત સરકારે ‘આંદામાન હોમ’ના નિભાવ પેટે મહિને રૂ.100નો ખર્ચ મંજૂર કર્યો હતો. કેટલાક આદિવાસીઓને બહારની દુનિયા બતાવવા માટે કોર્બિને કલકત્તા અને રંગૂન જેવાં શહેરોની સહેલ કરાવી હતી. આંદામાન હોમમાં ધીમે ધીમે આદિવાસીઓની સંખ્યા વધવા લાગી. બાકીના આદિવાસીઓમાં પણ અંગ્રેજો પ્રત્યે અદાવતની ભાવના મોળી પડી. 

પહેલી નજરે સફળ જણાતું ‘આંદામાન હોમ’ કેવા ધબડકાનું કેન્દ્ર બનવાનું હતું, તેનો અંદાજ અંગ્રેજોને કે આદિવાસીઓને ક્યાંથી હોય? થોડા વખતમાં જ મુક્તવિહારી આદિવાસીઓ બંધિયાર જીવનશૈલીથી કંટાળી ગયા. માથે ચોકીદારો ઝળુંબતા હોય એવું જીવન આદિવાસીઓને શી રીતે માફક આવે? ઉપરથી ફરજિયાત કપડાં પહેરવાં, પોતાનાં ભાવતાં ભોજનને બદલે ચોખાની વાનગીઓ ખાવી, અંગ્રેજી શીખવું, ઝૂંપડાં બાંધવાના કે જંગલો સાફ કરવાના કામમાં પરોવાવું- આ બધું આદિવાસીઓને કઠવા લાગ્યું. એટલું ઓછું હોય તેમ, ‘આંદામાન હોમ’નો વહીવટ કરતા કેદીઓ અને સૈનિકો પણ તેમની સાથે- ખાસ કરીને સ્ત્રીઓ સાથે- દુર્વ્યવહાર કરતા હતા. 

ફરિયાદોનું પોટલું ભરાયું, એટલે એક રાત્રે ચાળીસ આદિવાસીઓ ‘આંદામાન હોમ’માંથી ભાગી છૂટ્યા. ત્યાર પછી પણ અંગ્રેજ સુપરિન્ટેન્ડન્ટ, કમિશનર અને આદિવાસીઓ વચ્ચે સંબંધોમાં ભરતી-ઓટ આવતાં રહ્યાં. કોર્બિન પછી આવેલા કમિશનર હોમ્ફ્રે ઘણા આદિવાસીઓને વિશ્વાસમાં લઇ શક્યા. તેમણે રોસ ટાપુ પરથી ‘આંદામાન હોમ’ને બીજા ટાપુ પર ખસેડ્યું. આંદામાની આદિવાસીઓનાં બાળકો માટે હોમ્ફ્રેએ અનાથાલય શરૂ કર્યું, જેનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ આપવાનો હતો. પણ તમામ સંસ્થાઓનું સંચાલન નીચલી પાયરીના બેજવાબદાર લોકો (મુખ્યત્વે કેદીઓ)ના હાથમાં હોવાથી પરિણામો અવળાં જ આવ્યાં. બાળકો શીખવાનું ન શીખ્યાં, પણ ન શીખવા જેવું ઘણું બધું કેદીઓ પાસેથી શીખી ગયાં. થોડાં અઠવાડિયાં પછી મોટા ભાગનાં બાળકો નાસી જતાં અનાથાલય બંધ કરવાનો વારો આવ્યો. 

લગભગ સોળ વર્ષ સુધી માથાં પછાડ્યા પછી આદિવાસીઓને ‘સુધારવાના’ અંગ્રેજોના પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. તેનાં મુખ્યત્વે બે કારણો હતાં: 1) અંગ્રેજોના પ્રયાસોને સતત અવિશ્વાસથી જોનારા (અને એટલે જ ટકી રહેનારા) જારાવા આદિવાસીઓના હુમલા. 2) અંગ્રેજોનો આશ્રય અથવા તેમની મૈત્રી સ્વીકારનારા આદિવાસીઓમાં ફાટી નીકળેલા વિવિધ રોગ. 1866થી 1870ની વચ્ચે ‘આંદામાન હોમ’માં સુધરેલા લોકોની નિગેહબાની હેઠળ જન્મેલાં તમામ 1
50 બાળકોમાંથી એક પણ બાળક બે વર્ષ કરતાં લાંબું જીવ્યું નહીં. પુખ્ત વયના આદિવાસીઓનો મૃત્યુઆંક પણ અચાનક વધી ગયો.

તેનું એક કારણ આદિવાસીઓ સુધરેલા લોકોના વાદે ધૂમ્રપાનના રવાડે ચડ્યા, તે પણ હતું. ધાકધમકી કે રૂપિયાની લાલચથી દોરવાઇને ‘આંદામાન હોમ’માં રહેતી અનેક આદિવાસી સ્ત્રીઓ ‘હોમ’નું સંચાલન કરતા કેદીઓની વાસનાનો (અને સરવાળે સિફિલિસ જેવા રોગોનો) શિકાર બની. તેના લીધે ‘આંદામાન હોમ’માં મૃત્યુઆંક વધવા લાગ્યો. આંદામાન હોમની બહાર રહેતી અને અંગ્રજો સાથે મૈત્રીસંબંધ ધરાવતી બીજી જાતિઓ પણ સિફિલિસની લપેટમાં આવી ગઇ. જંગલો સાફ કરવાના અંગ્રેજોના અભિયાનને કારણે જંગલનિવાસી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. તેનાથી ફેલાયેલા મેલેરિયામાં અનેક આદિવાસી માર્યા ગયા.

લોકોને સંપૂર્ણ કે અંશતઃ અંધ બનાવતા ઓપ્થેલ્મિયા અને ઘાતક ચેપ લગાડતા મિસલ્સ જેવા ‘સુધરેલા’ રોગોએ પણ એવો કેર મચાવ્યો કે થોડાં વર્ષોમાં જારાવા અને ઓન્ગી સિવાયની જાતિઓ નષ્ટ થવાના આરે આવી ગઇ. આ બન્ને જાતિઓ અંગ્રેજોની મૈત્રીથી દૂર રહી હોવાને કારણે, તેમને સૌથી ઓછો ખતરો હતો. બાકી, આંદામાનના આદિવાસીઓની કુલ 12 જાતિઓમાંથી 6 જાતિઓના માંડ 50-50 સભ્યો જ બચ્યા, જ્યારે બીજી ત્રણેક જાતિના 100-100 સભ્યો રહ્યા. આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાના આઝાદ ભારતના પ્રયાસો (અને તેનાં પરિણામો) પણ ખાસ જુદા ન નીવડ્યા. 

આંદામાનમાં બે સભ્યતાઓ વચ્ચે થયેલો વિરલ સંપર્ક દુનિયાભરના સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બન્યો. તેમણે કાઢેલાં કેટલાંક તારણો : 1) સભ્યતા કોઇ જાતિ પર ઠોકી બેસાડી શકાતી નથી. 2) કોઇ જરૂરિયાતને સંતોષવા માટે મચી પડતાં પહેલાં, જરૂરિયાત ઊભી થાય, એ બહુ અગત્યનું છે. ભટકતું જીવન વિતાવતા આદિવાસીઓને રાતોરાત ખેતીના આકરા કામમાં જોતરી દેવાથી, તેમના મનમાં જુદી સભ્યતા માટેનું કોઇ આકર્ષણ ઊભું કરી શકાતું નથી. 3) સંસ્કૃતિ અને સભ્યતા જેવા શબ્દોનો કોઇ સર્વસામાન્ય અર્થ હોતો નથી. એ સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. 4) સભ્યતાનો વિકાસ કોઇ પૂર્વનિશ્ચિત ધારણા પ્રમાણે કે સીધી લીટીમાં થતો નથી. 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

✅💠✅💠✅💠✅💠✅💠✅💠
*ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના શાસન દરમ્યાનની મહેસૂલ નીતિ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

ભારત શરૂઆતથી જ ખેતીપ્રધાન દેશ રહ્યો છે. પ્રાચીનકાળમાં ખેતરોની નજીક ખેતી કરવાવાળા લોકોના સમૂહ રહેવા લાગ્યા. જેમાંથી ગામ અસ્તિત્વમાં આવ્યા. એ સમયનું ગામડું પોતાની આર્થિક જરૂરિયાતો માટે લગભગ સ્વાવલંબી હતું. ગામમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પોતાની રીતે પૂર્ણ કરતો હતો. પરંતુ સમય જતાં ગામોમાં સહકારી જીવનનો વિકાસ થયો દરેક ગામોમાં ખેતી સિવાય બીજા તેના સહાયક ધંધા કરાવાવાળા કારીગરો પણ રહેતા હતા. આ ધંધા ગૃહઉદ્યોગોના સ્વરૂપમાં ચાલતા હતા. અને તેનો ઉદેશ્ય ગામવાસીઓની જરૂરિયાતો પૂરી પાડવાનો હતો. ગામના ઉત્પાદનનો મુખ્ય ભાગ રાજયના કર સ્વરૂપે આપવામાં આવતો હતો અને એનો થોડોક ભાગ બહાર શહેરોમાં વેચવા માટે મોકલવામાં આવતો. ડો.ઇરફાન હબીબના શબ્દોમાં-

*“ આ ગામોમાં આત્મનિર્ભયતા અને મુદ્રા વિનિમયના લક્ષણો એક સાથે જોવા મળતા હતા.”*

સમય જતાં ગામોમાં ખેડૂતોની રક્ષા માટે સામંતશાહીનો ઉદય થયો. પહેલાં ખેડૂતોનો જમીન ઉપર અધિકાર ન હતો પરંતુ ત્યાર પછી સામંતોએ જમીન ઉપર અધીકાર કરીને ખેડૂતો પાસેથી ખેતી કરવાના બદલામાં કર ઉઘરાવવાની શરૂઆત કરી. ગામનું રક્ષણ કરવાના બદલામાં ખેડૂતોએ સામંતોને સ્વેચ્છાએ ઉત્પાદનનો અમુક ભાગ જ જમીન કર સ્વરૂપે આપવાનો હતો. સમય જતાં આ સામંતો કર વસૂલ કરવાનો પોતાનો અધિકાર માનીને બળપૂર્વક ઉઘરાવવા લાગ્યા. જેમ રાજ્ય વ્યવસ્થા મજબૂત અને વિકાસ પામતી ગઇ તેમ સામંતો જમીન મહેસૂલનો થોડોક ભાગ રાજાઓને આપવા લાગ્યા. પ્રાચીનકાળમાં આ વ્યવસ્થાથી ગામો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર કોઇ ખરાબ અસર પડી ન હતી. કારણ કે, સામંતો તથા રાજા જમીન મહેસૂલ દર તથા વસૂલીનું કામ યોગ્ય પ્રમાણે કરતા હતા. તેઓ દુષ્કાળ, અતિવૃષ્ટી અને અન્ય આફતોથી ઉદભવતા દુષ્કાળોના સમયે ખેડૂતોને કર મુક્ત કરીને રાહત આપવામાં આવતી. તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી જમીન મહેસૂલની મોટા ભાગની રકમ સિંચાઇ, વાહન-વ્યવહાર અને બીજા મહત્વના સ્થળોનો વિકાસ કરવા પાછળ વાપરવામાં આવતી હતી. 

મધ્યકાળમાં મુસલમાન શાસકો દેશની બહારથી આવ્યા હતા. પરંતુ સમય જતાં તેમણે આ દેશને અપનાવી લીધો. તેમણે ગ્રામ્યવ્યવસ્થાનેમજબૂત બનાવી અને ખેડૂતો તથા ખેતીના વિકાસ માટે જમીન મહેસૂલની પરંપરાગત ઉદાર પદ્ધતિ અપનાવી. શેરશાહ અને અકબરનાં નાણામંત્રી ટોડરમલે ઇ.સ.૧૫૮૨માં ખેડૂતોને ઉપયોગી થાય તેવી રીતે જમીન મહેસૂલમાં ફેરફાર કર્યા હતાં. આ વ્યવસ્થા “ટોડરમલ બંદોબસ્ત” નામે ઓળખાય છે. તેમજ “દહશાલા” નામે પણ ઓળખાતી. કારણ કે, તેમાં મહેસૂલ એક વર્ષને બદલે દસ વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું. તેનાથી ખેડૂત સુખી તથા સમૃધ્ધ હતો. તેમજ ગામ દેશની આર્થિક સમૃદ્ધિનો આધાર બની રહ્યા હતાં. આ સ્થિતિ અંગ્રેજોના ભારત આગમન પહેલાં સુધી બની રહી હતી. 

*બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમ્યાનની મહેસૂલ નીતિ👇* 

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન વ્યવસ્થાની સ્થાપના થઇ તે પહેલાં બંગાળમાં મુગલ કર વ્યવસ્થા અમલમાં હતી. જે ટોડરમલ દ્વારા ઇ.સ.૧૫૮૨માં તૈયાર કરવામાં આવી હતી. મુગલોની જમીન વ્યવસ્થાની નીતિ અનુસાર મુગલ સમ્રાટના કોઇ પ્રદેશના જમીનદારી હક્ક સમ્રાટને કરનો વાયદો કરી મેળવી શકાતાં. આ સાથે જમીનદારને પોતાનાં ક્ષેત્રમાં આવતાં લોકો ઉપર શાસન કરવાનો અધિકાર પણ મળી જતો હતો. મુગલ સમ્રાટનાં નિયંત્રણ ઢીલા પડવાનાં કારણે પ્રાંતીય ગવર્નરોએ આ અધિકાર પોતાના હાથમાં લઇ લીધા. કંપનીએ આ અધિકારો બંગાળના ગવર્નર આજિમ-ઉલ-શાન પાસેથી ઇ.સ.૧૬૯૭માં કલકત્તા, ગોવિંદપુર તથા સુલાનદીના પ્રદેશોમાં પ્રાપ્ત કર્યા. ભારતીયો માટે આવા અધિકારો મેળવવાના ઉદ્દેશ્યો જે રહ્યા હોય તે પણ અંગ્રેજો માટે આ જમીનદારીનો અર્થ હતો વધારેમાં વધારે પૈસા ભેગા કરવા. કંપની પોતાને મળેલા આ અધિકારોના પ્રદેશને વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતી.

પ્લાસીના યુધ્થ પછી કંપનીને બંગાળના ૨૪ પારગણાંમાં જમીનદારીના હક્કો પ્રાપ્ત થઇ ગયા. જૂના જમીનદારોને હટાવીને ૧૬ માહિનાઓ સુધી સ્વયં અંગ્રેજોએ કર એકઠો કર્યો હતો. હોલવેલના વિચાર અનુસાર વધારેમાં વધારે કર મેળવવા માટે દરેક પ્રદેશોમાં હરાજી શરૂ કરી દીધી. બધાં જ પરગણાંને ૧૫ ભાગોમાં વહેચીને હરાજી કરવામાં આવી. જૂના જમીનદારોને શંકાની દષ્ટિએ જોવામાં આવ્યા. જમીન કરની હરાજી સટ્ટાદારોની વચ્ચે કરવામાં આવતી. જેમને જમીન સુધારાની સાથે કાંઇ જ લેવા દેવા ન હતું. તેમને માત્ર રસ તેમના વધુમાં વધુ ફાયદામાં જ હતો. આનાથી જમીન કર તાત્કાલીક વધી ગયો અને ઘણા બધા ખેડૂતોને જમીન છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડયું. ત્યાર્ પછી કલાઇવે નક્કી કરેલી સમિતિએ કર એકઠા કરવાનો અધિકાર પોતાની પાસે જ રાખ્યો. પરંતુ આ પ્રયોગ સફળ ન થયો. પ્રાદેશિક રાજયને કંપની નિકાસનો આધાર માનતી હતી. કરદાતાઓ પ્રત્યે તેમનું કાંઇ જ દાયિત્વ ન હતું. કંપનીની વધતી જતી પૈસાની માંગને કારણે અંગ્રેજોએ પોતાનો પ્રદેશ વધારે વિસ્તૃત

કરવાના પ્રયત્નો કર્યા અને ૧૭૬૫માં તેઓએ મુગલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની (મહેસૂલ ઉઘરાવવાના હક્ક) પ્રાપ્ત કરી લીધી. પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ બદલાતી જતી હતી. કર વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર ફેલાઇ રહ્યો હતો જેનો ઉલ્લેખ ફર્મિગરના પાંચમા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આનો પ્રભાવ કંપનીની આવક ઉપર પણ પડવા લાગ્યો હતો. કારણ કે કંપની પોતાની આવક માટે કર ઉપર જ વાસ્તવિકરૂપમાં આધાર રાખતી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કર વ્યવસ્થાને સુધારવા તથા કરને વધારવાના ઉદ્દેશથી ૧૭૬૯માં નિયુકત સમિતિએ કર વ્યવસ્થા ઉપર નિયંત્રણ રાખવા માટે અમીનોને હટાવીને નિરીક્ષકોની નિમણૂંક કરી. આ નિરીક્ષકો પોતના પ્રયત્નોમાં અસફળ રહ્યા. ઇ,સ. ૧૭૭૨ થી કંપનીએ જમીનનો વહીવટ સીધો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યુ.

*વોરન હેસ્ટિંગ્ઝ કલકત્તા પ્રેસીડેન્સીનો ગવર્નર બન્યા પછી કર ઉઘરાવવાના અધિકારો ડેપ્યુટી નવાબ પાસેથી છીનવી લીધા. વોરન હેસ્ટિંગ્ઝ માનતો હતો કે બધી જ જમીન સરકારી છે અને જમીનદાર વચોટિયા માત્ર છે. તેણે ઇ.સ. ૧૭૭૨માં પંચવર્ષીય યોજના દાખલ કરી. આ યોજના મુજબ પાંચ વર્ષને પેટે બધી જાગીરો હરાજીથી વેચી નાખવાનું ઠરાવ્યું. લેભાગુ સટોરિયાઓએ વંશપરંપરાના હકવાળા જમીનદારો કરતાં કેટલીયે મોટી રકમો બોલી તરીકે બોલીને જાગીરોના પટા રાખી લીધા. પરંતુ તેમને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ ન હોવાથી ખેડૂતોને ગમે તેટલા લૂંટવા રંજાડવા છતાં તેઓ પોતાની રકમ ભરપાઇ કરી શકયા નહીં. આ પ્રણાલીથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું કારણ કે છેવટે કર નિર્ધારણ અને નવા જમીનદારોના શિકાર તેઓ જ થયા. ર્ડા.તારાચંદના મતઅનુસાર - “આનુ ફળ એ આવ્યું કે- ખેડૂતો દ્વારા પ્રજાને સંપૂર્ણ હક્કોથી વિમુખ અને દમન, કર્તવ્યવિમુખ જમીનદાર, ફરાર થતા ખેડૂતો અને કામથી ભાગતી પ્રજા. આ ભારતના ગ્રામીણ સંગઠનમાં પહેલી વખતની તિરાડ હતી.” ઇ.સ. ૧૭૭૭માં જયારે આના પરિણામ હાનીકારક સાબિત થયા ત્યારે હેસ્ટિંગ્ઝે એક વર્ષીય યોજના કરી. તેણે જયાં સુધી બની શકે ત્યાં સુધી આ યોજના જમીનદારો સાથે જ કરી પણ કરનો દર ઊંચો હોવાના કારણે પ્રજા પર અત્યાચારો ચાલુ રહ્યા. આના પરિણામો એટલા ઘાતક સાબિત થયા કે લોર્ડ કોર્નવોલિસે ઇ.સ.૧૭૮૯માં લખ્યું હતું કે- “હિન્દુસ્તાનનો એક તૃતયાંશ ભાગ જંગલ જેવો છે અને એમાં જંગલી જાનવરો રહે છે.” આ જ રીત ઇ.સ. ૧૭૭૮, ૧૭૭૯ અને ૧૭૮૦માં ચાલુ રાખવામાં આવી અને ઇ.સ્. ૧૭૮૧માં તો મહેસૂલમાં ૨૬ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આનાં ખરાબ પરિણામ પણ તરત જ જણાવા લાગ્યા. જૂના ખાનદાનોના વંશજોના હાથમાંથી નીકળીને જમીનો કલકત્તા તરફથી આવતા શાહુકારો કે સટોરિયાના હાથમાં જઇ પડ્વા લાગી.વર્ષે દહાડે દસ લાખથી વધારે મહેસૂલ ભરતી બંગાળાની ત્રણ મોટી જાગીરો – દિનોજપુર, બર્દવાન અને રાજ્શાહી ઉપર પણ તેની અસર થઇ હતી. આ ગેરવ્યવસ્થા દૂર કરવા માટે લોર્ડ કોર્નવોલિસે ઇ.સ. ૧૭૮૬માં સરજોનશોરને મહેસૂલી પ્રથા અંગે તપાસ કરવા આદેશ આપ્યો. સરજોનશોરે નીચે પ્રમાણેની ભલામણો કરી (૧) જમીનદારો સાથે ૧૦ વર્ષના જમાબંધીના કરારો કરવા (૨) જમીનદારો અને ખેડૂતો વચ્ચેના રિવાજી કરારોનું પાલન થાય તેવી નીતિ ઘડવામાં આવે તો ખેડૂતોનું શોષણ અટકે.*

🎯🔰🙏પણ કોર્નવોલિસે શોરની ભલામણોનો સ્વીકાર ન કર્યો અને કાયમી જમાબંધી દાખલ કરી. કારણ કે કોર્નવોલિસ પોતે બ્રિટનમાં જમીનદાર હોવાથી એમ માનતો હતો કે જો જમીનદારોને જમીન મહેસૂલ અંગે કાયમ માટે જવાબદાર બનાવવામાં આવે તો ખેતીમાં સુધારા થશે. ઇ.સ. ૧૭૯૩માં સૌપ્રથમ બંગાળામાં કાયમી જમાબંધી દાખલ કરવા માટે જમીનદારો સાથે કરાર કરવામાં આવ્યા. આ કરાર મુજબ જમીનદારોએ ખેડૂત પાસેથી મળેલ મહેસૂલનો ૧/૧૧ ભાગ પોતે રાખી ૧૦/૧૧ ભાગ કંપની સરકારમાં જમા કરાવવાનો હતો. ખેતીના વિકાસમાંથી કે ખેડૂતનું શોષણ કરીને જો એ વધુ મહેસૂલ પ્રાપ્ત કરે તો તે એણે પોતે જ રાખવાનું હતું. આનાથી ઇ.સ. ૧૭૯૩ પહેલાં કપંનીની મહેસૂલી આવકમાં જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી તે નિશ્ચિત તેમજ નિયમિત પણ થઇ ગઇ. એટલું જ નહીં દર ઊંચા હોવાથી આવક પણ વધી ગઇ. આ પધ્ધતિથી બીજો પણ એક હેતુ સિધ્ધ થયો. અંગ્રેજોને લાગ્યું કે પોતે ભારતમાં વિદેશી હોવાથી જો સ્થાનિક પ્રજા અને પોતાની વચ્ચેના કડીરૂપ પોતાના સ્થાનિક ટેકેદારો નહિ હોય તો પોતાનું શાસન ટકી નહીં શકે. અંગ્રેજોની ગણતરી જમીનદારોની બાબતમાં સાચી પડી. બંગાળમાં ૧૮મી સદીના અંતમાં વારંવાર ઊઠેલાં બંડ વખતે તેમજ આઝાદીની ચળવળ વખતે ત્યાંના જમીનદારો અંગ્રેજોની પડખે જ રહ્યા હતા. એટલે જ લોર્ડ વિલિયમ બેંન્ટિકે (૧૮૨૮ થી ૧૮૩૫ સુધી ભારતના ગવર્નર જનરલ) કાયમી જમાબંધી વિશે કહ્યું હતું કે-

*“કાયમી જમાબંધીથી એક મોટો ફાયદો એ થયો કે ધનિક જમીનદારોનો એક વિશાળ વર્ગ ઊભો કરવામાં આવ્યો હતો. જે હંમેશા એવુ ઇચ્છતો હતો કે ભારતમાં કાયમ માટે અંગ્રેજોનું શાસન રહે અને તેમનું પ્રજા ઉપર કાયમ માટે વર્ચસ્વ રહે.” આ કાયમી જમાબંધી પદ્ધતિ સમય જતાં ઓરિસ્સા મદ્રાસ પ્રાંતના ઉત્તરી જિલ્લાઓમાં, વારાણસી જિલ્લામાં તેમજ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં લાગુ કરવામાં આવી

. કાયમી જમાબંધી સિવાય કામચલાઉ અથવા હંગામી જમાબંધી પ્રથા પણ હતી. તે બંગાળના કાયમી જમાબંધી સિવાયના વિસ્તારોમાં તથા અયોધ્યામાં પ્રવર્તતી હતી. દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમભારતમાં અંગ્રેજોનું શાસન વિસ્તરતાં જમાબંધીને લગતા નવા પ્રશ્નો ખડા થયા. એ વિસ્તારમાં મોટી જાગીરો ધરાવતા જમીનદારો ન હતા. આથી ત્યાં કાયમી જમાબંધી દાખલ કરવી સલાહભરી જણાતી ન હતી. વળી દક્ષિણના અંગ્રેજ અધિકારીઓ કાયમી પધ્ધતિનો એમ કહીને વિરોધ કરતા હતા કે મહેસૂલી આવક જમીનદારો સાથે વહેચવી પડતી હોવાથી તેમાં તો સરવાળે કંપનીને જ નુકશાન થાય છે. આથી તેમણે રૈયતવારી પધ્ધતિની હિમાયત કરી. આ પ્રથામાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો. પ્રત્યેક ખેડૂતનું જમીન મહેસૂલ આકારવામાં આવતું અને તે વ્યક્તિગત રીતે એ મહેસૂલ ભરવા જવાબદાર રહેતો. આવી વ્યવસ્થાનો આરંભ મદ્રાસમાં ઇ.સ.૧૭૯૨માં સર થોમસ મનરોના પ્રયાસોથી થયો. એ પછી મુંબઇ પ્રાંતના લગભગ બધા જ વિસ્તારોમાં રૈયતવારી પ્રથા દાખલ થઇ. વરાડ, આસામ ઓરિસ્સા, કુર્ગ વગેરે પ્રદેશોમાં આ પ્રથા અમલમાં આવી. આ ઉપરાંત માલગુજારી, ઇનામદારી, જાગીરદારી જેવી પ્રથાઓ પણ હતી. મહાલવારી મહેસૂલી પ્રથા સર્વ પ્રથમ આગ્રા અને અયોધ્યામાં દાખલ કરવામાં આવી અને ત્યારબાદ આ પ્રથાને ઇ.સ.૧૮૩૩માં પંજાબમાં દાખલ કરવામાં આવી.*

*અગ્રેજોની મહેસૂલનીતિમાં પરિવર્તન કરવાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વ્યાપક ફેરફાર થયો. તેનાથી સમગ્ર દેશમાં ખેતીક્ષેત્રે એક વિકૃત આધુનિકતા આવી. મહેસૂલ દર નક્કી કરવામાં અંગ્રેજ સરકાર અગાઉ થઇ ગયેલા મુસલમાન બાદશાહોને જ અનુસરી છે. પરંતુ તેમાં ફેર એ છે કે મુસલમાન બાદશાહો વેરો ઉઘરાવવામાં જ સખતાઇ રાખતા. તેની વસૂલાત કદી પુરેપૂરી થતી જ નહીં પરંતુ અંગ્રેજી શાસકો તો નક્કી કરેલી રકમની વસુલાતમાં પણ એટલા જ સખત રહેતા. બંગાળના છેલ્લા મુસલમાન બાદશાહે પોતાની કારકિર્દીના છેલ્લા વર્ષમાં (ઇ.સ.૧૭૬૪) ૮૧૭,૫૫૩ પૌંડની મહેસૂલ ઉઘરાવી હતી. ૩૦ વર્ષમાં તો અંગ્રેજોએ તે જ પ્રદેશમાં૨,૬,૮૦,૦૦૦ પૌંડ જેટલી મોટી રકમ ઉઘરાવી હતી. બિશપ હેબરે આખા હિંદુસ્તાનમાં ફર્યા બાદ તથા અંગ્રેજી તેમજ દેશી સત્તા હેઠળના પ્રદેશો જોઇને ઇ.સ. ૧૮૨૬માં લખ્યું છે કે ‘કોઇ દેશી રાજા આપણે જેટલું મહેસૂલ ઉઘરાવીએ છીએ તેટલું ઉઘરાવતો નથી.’ કર્નલબ્રિગ્સે ૧૮૩૦માં લખ્યું છે કે ‘ અત્યારે હિંદુસ્તાનમાં મહેસૂલનો જે દર છે, તે યુરોપ કે એશિયાના કોઇ રાજયમાં કદી જાણવામાં આવ્યો નથી.’* 

આ પ્રકારે બ્રિટિશ કર નીતિ સતત પ્રયોગના પરિણામ સ્વરૂપ વિકસિત થઇ. આ મુખ્ય પધ્ધતિઓ હતી. બંગાળ, બિહાર વગેરેમાં જમીનદારી અથવા કાયમી જમીન યોજના, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં રૈયતવારી વ્યવસ્થા અને ઉત્તર તેમજ મધ્યભારતમાં કેટલાક વિસ્તારોમાં મહાલવારી યોજના. આ બધી પધ્ધતિઓમાં કર દર એટલો ઊંચો હતો કે, જેના ફળ સ્વરૂપ ખેડૂતો પર આર્થિક બોજો વધવા લાગ્યો. કાયમી યોજનાનો મુખ્યત્વે વિદેશી વિચારધારાના પ્રભાવે જન્મ થયો. રૈયતવારી ભારતીય જરૂરિયાતના પરિણામ સ્વરૂપ અપનાવવામાં આવી. પરંતુ મહાલવારી પદ્ધતિ આરંભથી જ બ્રિટનમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના સિધ્ધાંતો પર આધારિત હતી અને પછી ભારતીય પરિસ્થિતિ અને અનુભવ પર. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

💠🔰💠💠🔰💠🔰💠🔰💠🔰
*આંદામાનના આદિવાસીઓ પર થયેલા અનોખા પ્રયોગની કથા કુદરતનો કોપ ચડે કે ‘સભ્યતા’નો ખતરો?*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
સાતેક વર્ષ પહેલાં આવેલા વિનાશક ત્સુનામીએ આંદામાન નિકોબાર ટાપુસમુહો સહિત દક્ષિણ ભારતના મોટા વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. સેંકડો લોકો તેની ઝપટમાં આવીને માર્યા ગયા. પરંતુ આંદામાન-નિકોબારની આદિવાસી વસ્તી તેમાંથી આબાદ ઉગરી ગઇ. આ ‘ચમત્કાર’ શી રીતે બન્યો હશે? એવા સવાલના જવાબમાં, આદિવાસીઓના કુદરત સાથેના તાલમળે અને તેમની કોઠાસૂઝ સિવાય બીજા જવાબ જડ્યા નહીં. 

‘સુધરેલો’ માણસ ત્સુનામી સામે પાંગળો પુરવાર થયો, પરંતુ ત્સુનામીમાં ઉગરી જનારા આદિવાસીઓ ‘સભ્યતા’ના ઠેકેદાર એવા માણસો સામે લાચારી અનુભવતા, હારતા અને નષ્ટ થતા રહ્યા છે. એ સિલસિલાની શરૂઆત અંગ્રેજોના શાસન દરમિયાન થઇ. તેમણે કાળાં પાણીની સજા માટેની છેલ્લી વસાહત ૧૮૫૮માં આંદામાન-નિકોબાર ટાપુઓ પર સ્થાપી. 

‘છેલ્લી વસાહત’ એટલા માટે કે સૌથી પહેલાં અંગ્રેજોએ ૧૭૮૯માં આ ટાપુસમુહો પર કેદખાનું ઊભું કર્યું હતું. એ વખતે ટાપુઓનું સત્તાવાર નામ ‘આંદામાન’ નહીં, પણ ‘લોર્ડ કોર્નવોલિસ’ હતું. પરંતુ પહેલી વસાહત સ્થાપનાર લેફ્‌ટનન્ટ આર્કિબાલ્ડ બ્લેરે જગ્યાની પસંદગીમાં થાપ ખાધી. એ ટાપુની આબોહવા એટલી રોગિષ્ટ હતી કે સાત વર્ષમાં અંગ્રેજો હાંફી ગયા અને તેમણે કેદી વસાહતનો સંકેલો કરી લીધો. 

૧૮૫૭ના નિષ્ફળ (અંગ્રેજો માટે સફળ) સંગ્રામ પછી તેમણે નવેસરથી આંદામાન દ્વીપસમુહો પર કેદી વસાહત સ્થાપવાનું નક્કી કર્યું. અગાઉના અનુભવ પરથી બોધપાઠ લઇને આ વખતે જગ્યા બદલવામાં આવી, પણ લેફ્‌ટનન્ટ બ્લેરના નામ પરથી નવી જગ્યાને નામ અપાયું પોર્ટ બ્લેર. 





(two views of Ross Island)

અમેરિકામાં જે રીતે નવા વિસ્તારોમાં પગપેસારો કર્યા પછી આદિવાસીઓની બેરહમીથી કતલ કરવામાં આવી હતી, એવું આંદામાન-નિકોબારમાં ન થયું. અંગ્રેજ અફસરોને સરકારની સ્પષ્ટ સૂચના હતી કે આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો. પરંતુ આદિવાસીઓની કઠણાઇ એવી કે પહેલો જ અંગ્રેજ કમિશનર જે.પી.વોકર ઘાતકીપણાનો મૂર્તિમંત અવતાર નીકળ્યો. ઉપરીઓના આદેશની ધરાર અવગણના કરીને તેણે તીરકામઠાંધારી આદિવાસીઓ પર બંદૂક અને તોપથી હુમલા કર્યા. આદિવાસીઓ પાસે હથિયારો પાંખાં હતાં, પણ જુસ્સાની અને સ્વાભિમાનની કમી ન હતી. તેમણે પોતાની મર્યાદામાં રહીને અંગ્રેજો પર આયોજનબદ્ધ હુમલા કર્યા. 

અંગ્રેજો-આદિવાસીઓના સંબંધમાં પહેલા કોળીયે માખી આવ્યા પછી, વોકર પછીના કમિશનરોએ ભૂતકાળની ભૂલ સુધારવાની કોશિશ કરી. આદિવાસીઓ પણ થોડા કૂણા પડ્યા. છતાં તેમને સતત નજરતળે રાખવા માટે અંગ્રેજોએ રોસ ટાપુઓ પર ‘આંદામાન હોમ’ની સ્થાપના કરી. વાંસની વાડ ધરાવતા આ વિસ્તારમાં આદિવાસીઓ માટે અલગ વસાહત ઊભી કરવામાં આવી હતી. તેનાથી અમેરિકામાં આદિવાસીઓ માટે ઊભી કરાયેલી અલગ વસાહતોની યાદ સહેજે તાજી થાય. 

અંગ્રેજોના મૈત્રીપૂર્ણ વર્તન અને કેળાં-નારિયેળની ભેટોના પ્રતાપે કેટલાક આદિવાસીઓ ‘આંદામાન હોમ’માં રહેતા થયા. તેના સંચાલનની જવાબદારી (સરકારની દૃષ્ટિએ) સારી ચાલચલગત ધરાવતા, કાળા પાણીની સજા પામેલા કેદીઓને સોંપવામાં આવી. ‘આંદામાન હોમ’માં રહેતા આદિવાસીઓને ઉપયોગી હુન્નર શીખવવાના અને થોડુંઘણું અંગ્રેજી શીખવવાના પ્રયાસ થયા. ભારતની અંગ્રેજ સરકારે આશરે દોઢસો વર્ષ પહેલાં ‘આંદામાન હોમ’ માટે મહિને રૂ.૧૦૦ જેટલી મોટી રકમનું બજેટ મંજૂર કર્યું હતું. કેટલાક આદિવાસીઓને બહારની દુનિયા બતાવવા માટે કોલકાતા અને રંગૂનની સફરે લઇ જવાતા હતા. ‘હોમ’માં રહેવું આદિવાસીઓ માટે ફરજિયાત ન હતું. બહાર રહેતા આદિવાસીઓને ‘હોમ’માં આવવાની છૂટ હતી. તેમને પણ ભેટસોગાદો આપવામાં આવતી, જેથી તે સારી છાપ લઇને બહાર જાય. 

ભેટો અને સારા વર્તનનું આકર્ષણ લાંબું ન ટક્યાં. કુદરતના ખોળે જીવવા ટેવાયેલા આદિવાસીઓને ‘હોમ’ બંધિયાર લાગતું હતું. ઉપરથી અમુક પ્રકારનાં જ (‘સભ્ય’) કપડાં પહેરવાનાં, અંગ્રેજી શીખવાનું, ઝૂંપડાં બાંધવા કે જંગલ સાફ કરવા જેવાં વ્યાવસાયિક કામ કરવાં- આ બઘું તેમને કઠવા લાગ્યું. ‘હોમ’ની દેખરેખ રાખતા કેદીઓ પણ તેમની સાથે અને ખાસ તો તેમની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા. 

અસંતોષનો ઘડો છલકાયો એટલે એક રાત્રે ચાળીસ આદિવાસીઓ ‘આંદામાન હોમ’માંથી ભાગી છૂટ્યા. ત્યાર પછી પણ અંગ્રેજોએ આદિવાસીઓ સાથે પોતાની વ્યાખ્યા પ્રમાણેનું ઉદાર વર્તન ચાલુ રાખ્યું. એક ઉત્સાહી અંગ્રેજ કમિશનર હોમ્ફ્રેની પહેલથી આદિવાસી બાળકો માટેનું અનાથાલય ચાલુ થયું. પરંતુ આ બધાની દેખરેખની જવાબદારી નીચલી પાયરીના કેદીઓ પર છોડવામાં આવતી હતી. તેથી આદિવાસી બાળકો કેદીઓ પાસેથી ન શીખવા જેવું ઘણું શીખ્યાં અને થોડાં અઠવાડિયાંમાં જ તે નાસી ગયાં. આખરે અનાથાલય બંધ કરવું પડ્યું. 

આશરે ૧૬ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ આદિવાસીઓને ‘સુધારવાના’ અંગ્રેજોના પ્રયાસ નિષ્ફળ ગયા. તેના માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર હતાં: ૧)અંગ્રેજોના પ્રયાસોને અવિશ્વાસની નજરે જોનાર - અને એટલે જ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી શકેલા- જારવા આદિવાસીઓના હ

ુમલા ૨) અંગ્રેજોના આશરે ગયેલા આદિવાસીઓમાં ફાટી નીકળેલા વિવિધ રોગ. 

૧૮૬૬થી ૧૮૭૦ દરમિયાન ‘આંદામાન હોમ’માં જન્મેલાં દોઢસો આદિવાસી બાળકોમાંથી એક પણ બાળક બે વર્ષ કરતાં વધુ જીવ્યું નહીં. પુખ્ત આદિવાસીઓનો મૃત્યુઆંક પણ અચાનક વધી ગયો. ઘણા આદિવાસીઓ ઘુમ્રપાનના રવાડે ચડ્યા. આદિવાસી સ્ત્રીઓ રૂપિયાની કે બીજી લાલચે કેદીઓની વાસનાનો -અને સરવાળે સિફિલિસ જેવા રોગોનો- શિકાર બની. ‘આંદામાન હોમ’ની બહાર રહેતી પણ અંગ્રેજો સાથે સારાસારી ધરાવતી બીજી આદિવાસી જાતિઓ પણ રોગોની લપેટમાં આવી. જંગલ સાફ કરાવવાના અંગ્રેજોના અભિયાનને કારણે મચ્છરો અને મેલેરિયાનો ઉપદ્રવ થતાં ઘણા આદિવાસીઓ મેલેરિયાથી માર્યા ગયા. લોકોને અંશતઃ અંધ બનાવતા ‘ઓપ્થેલ્મિયા’ અને ઓરી જેવા રોગોએ પણ એવો કેર મચાવ્યો કે થોડાં વર્ષોમાં જારવા અને ઓન્ગી સિવાયની આદિવાસી જાતિઓ નષ્ટ થવાના આરે આવી ગઇ. આદિવાસીઓની કુલ ૧૨ જાતિમાંથી છ જાતિના માંડ પચાસ-પચાસ સભ્યો એન બીજી ત્રણેક જાતિના માંડ સો-સો સભ્યો જ બચ્યા. 

આઝાદી પછી આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાના ભારત સરકારના પ્રયાસો પણ ખાસ ફળ્યા નહીં. ૧૮૫૮માં અંગ્રેજોએ કેદી વસાહત શરૂ કરી ત્યારે ૧૨ જાતિના મળીને ૪,૮૦૦ આદિવાસીઓ આંદામાન ટાપુસમુહમાં વસતા હતા. પરંતુ ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં તે આંકડો ૭૦૦ની આસપાસ આવી ગયો. તેમાં ‘સભ્યતા’થી દૂર રહેલા જારવા (૫૦૦) અને ઓન્ગી (૧૨૯) મુખ્ય હતા. તેમની ૧૨માંથી ૬ જાતો નવી સભ્યતામાં ગોઠવાઇ શકી નહીં અને સદંતર લુપ્ત થઇ. 

આંદામાનમાં પ્રાચીન અને અર્વાચીન સભ્યતાનું વીરલ - અને નિષ્ફળ- સહઅસ્તિત્ત્વ દુનિયાભરના સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બન્યું. તેમણે કાઢેલાં કેટલાંક તારણઃ ૧) સંસ્કૃતિ અને સભ્યતા જેવા શબ્દોનો કોઇ સર્વસામાન્ય અર્થ હોતો નથી. ૨) સભ્યતા કોઇ જાતિ પર ઠોકી બેસાડી શકાતી નથી. ૩) કોઇ જરૂરિયાતને સંતોષવા માટે મચી પડતાં પહેલાં, તે જરૂરિયાત ખરેખર ઊભી થાય તે બહુ અગત્યનું છે. ૪) ભટકતું જીવન વીતાવતા આદિવાસીઓને રાતોરાત ખેતીના આકરા કામમાં જોતરી દેવાથી, તેમના મનમાં જુદી સભ્યતા પ્રત્યેનું કોઇ આકર્ષણ ઊભું કરી શકાતું નથી. ૫) સભ્યતાનો વિકાસ કોઇ પૂર્વનિર્ધારિત ધારણા પ્રમાણે કે સીધી લીટીમાં થતો નથી. 

‘વિકાસ’ના આ યુગમાં ઉપરનાં તારણોનો અર્ક જુદા સંદર્ભમાં ફક્ત આદિવાસીઓ માટે જ નહીં, બીજા લોકો માટે પણ પ્રસ્તુત છે. 

(મુખ્ય સંદર્ભઃ Penal Settlements in Andamans: R.C.Majumdar, 1975)

No comments:

Post a Comment