Sunday, December 15, 2019

આંતરરાષ્ટ્રીય ચા દિવસ -- World Tea Day

☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵
*આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ--WorldTeaDay*
🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

મિત્રો આમ તો આવા પ્રશ્ન પૂછાતાં નથી કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કયારે ઉજવાય છે...પરંતુ અમુક ટોપિક ઉપર લખવાની મને ટેવ પડી ગઈ છે..સામાન્ય જન જીવનમાં *ચા* બહુ પીવાય છે... પરંતુ આના ફાયદા ગેરફાયદા કોઇ જાણતું નથી હતું.. બસ આવી વાતો પર પ્રકાશ પાડવાનો મારો ઉદ્દેશ્ય હોય છે....

*મિત્રો કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે.*

અને આપણે તો એ દેશમાં રહી છીએ જ્યા આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પણ ભૂતકાળમાં ચા વેચતા હતા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

*હાલમાં જ એક ચૂનાવી રેલીમાં એક વાક્ય કહેલું તે બધા ન્યુઝ પેપરની હેડલાઈન પણ બનેલું= 🗣મેં ચા વેચી છે, દેશ નથી વેચ્યો: ***વડાપ્રધાન નરેન્દ્ર મોદી*

☕️☕️ચલો હવે જાણીયે ચા વિશે☕️☕️

*🇮🇳ચા ભારતમાં ક્યારે આવી, કોણ લાવ્યું?☕️*

*ચીન દેશના ૮૦૦ વર્ષ જૂના ચાના એક બગીચામાં ચીનની ચા પીરસવાની (TEA CEREMONY)*
🔑પ્રણાલિકા બતાવવામાં આવી. લીલી ચાને માટીની કિટલીમાં મૂકી પાણી સાથે ઉકાળવામાં આવી. પછી તેમાંથી ચા બાજુમાં કાઢી નાખીને પાણીને ફેંકી દેવામાં આવ્યું અને ફરી તાજા પાણીમાં ચાને ઉકાળવામાં આવી અને ત્યાર બાદ ચા પીવા માટે આપી. બચેલી ચાની ભૂકી ફેંકી દેવાને બદલે દિવસમાં વધારે બે વખત એમાંથી ચા બનાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું.

*☕️ચા આજે આખા દેશનું સર્વનું એટલું જાણીતું અને માનીતું પેય બનેલું છે કે, ભારતમાં પ્રાચીન કાળથી ચા પીવાતી હશે એવી માન્યતા થઈ શકે છે. પણ હકીકત તદ્દન જુદી છે.*

*☕️☕️ચાના ઇતિહાસની શરૂઆત એના નામથી કરીએ.➖* ચા અને અન્ય પેયો માટે ચીનમાં પ્રાચીન કાળમાં ચીની લીપીમાં
*t’u*
લખવામાં આવતું. ત્યાર બાદ ઈ.સ. પૂર્વે ૩૦૦માં ચા એટલી બધી પ્રખ્યાત થવા લાગી કે એના માટે
*Ch’a*
લખાવાની શરૂઆત થઈ. *આજે પણ બેઇજિન્ગ વિસ્તારમાં ચીની ભાષામાં એનો ઉચ્ચાર ટાહ એવો થાય છે અને શાંઘાઈ વિસ્તારમાં ચા એવો ઉચ્ચાર કરવામાં આવે છે. ઈ.સ. પૂર્વમાં કન્ફ્યુસિઅસના વખતમાં ચા બહુ પ્રખ્યાત પેય હતું. અને તે હાન સામ્રાજ્ય અને ટાંગ સામ્રાજ્ય બંને રાજ્યો દરમ્યાન ચીનનું રાષ્ટ્રીય પેય હતું. આ કાળ વખતે રાજાને નજરાણામાં ચા આપવાની રૂઢિ શરૂ થઈ. તે વખતે ચાનાં પાંદડાંમાંથી ચાની ઈંટો બનાવી રાખવામાં આવતી અને જરૂર પ્રમાણે ઈંટને વાટીને, પાણીમાં ઉકાળીને જરૂર પૂરતી ચા બનાવવામાં આવતી. દસમી સદીમાં સુંગ સામ્રાજ્ય વખતે લીલી ચાનો ઉપયોગ ચાલુ થયો. બુદ્ધધર્મી સાધુઓએ ચીનમાંથી જાપાનમાં ચાની ઓળખાણ કરાવી. તેરમી સદીમાં મોંગોલ રાજા કુબાલી ખાનના યુઆન સામ્રાજ્યમાં ચાનું આકર્ષણ ઓછું થયું. તે પછી મિંગ સામ્રાજ્યમાં ૧૪મી સદીમાં ફરીથી ચાની લોકપ્રિયતા વધવા લાગી અને કાળી ચા ઉકાળીને પીવાની શરૂઆત ચીનમાં થઈ. આજે પણ ચીન અને જાપાનમાં ચા તૈયાર કરવાની, પીરસવાની (આપવાની) અને પીવાની જુદી જુદી પદ્ધતિઓ (TEA CEREMONIES)
સ્થાપિત થઈ છે.*

*☕️🔑પોર્ટુગીસ દેશમાંથી વાસ્કો ડી ગામા ૧૪૯૮માં કાલીકટ બંદરે આવ્યો ત્યારે પહેલી વાર યુરોપના દેશોને ભારત અને ચીન આવવાનો દરિયાઈ માર્ગ પ્રાપ્ત થયો. ચીનમાંથી ચા લાવવાની શરૂઆત ડચ અને પોર્તુગીસ વેપારીઓએ ૧૭મી સદીમાં કરી. ચા અને મસાલાનો ધંધો એટલો બધો નફાનો હતો કે જયારે બ્રિટિશ અન્વેષક ફ્રાન્સિસ ડ્રેક એક Tea Leaves
જહાજ ભરીને પાછો આવ્યો ત્યારે એ જહાજની કિંમત રાણી એલિઝાબેથની આખા વર્ષની આવક કરતાં વધારે હતી! આ વેપારનો ફાયદો લેવા માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. અને ત્યાર પછી સ્પૅનિશ, ફ્રેંચ વગેરે દેશોએ પણ ધંધા માટે વસાહતો ચાલુ કરી. શરૂઆતમાં ફક્ત ધંધો કરવાના હેતુથી શરૂ થયેલી આ કંપનીઓ ત્યાર બાદ રાજકીય સત્તા મેળવવાની અભિલાષા કરવા લાગી અને અંતે બ્રિટિશ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થવામાં કારણભૂત બની.*

*☕️🔑☕️પ્રથમ ડચ અને અંગ્રેજી લોકોમાં, અને પછી આખા યુરોપમાં ચાનું મહત્ત્વ વધવા લાગ્યું. ☕️ઇંગ્લેંડના રાજા ચાર્લ્સ બીજાની સ્પૅનિશ રાણી કેથરીને મહેલમાં અને ઉમરાવ વર્ગમાં ચા પીવાની પ્રથાની શરૂઆત કરી. લંડનના કૉફીગૃહોમાં હવે ચા પણ વેચાવા લાગી. ઈ.સ. ૧૮૦૦માં બપોરના ચા પીવાની શરૂઆત થઈ. સવારનાં જમણ અને રાતનાં જમણની વચ્ચે, બપોરે, ચા અને બિસ્કિટ લેવાની, અને એ બહાને સામાજિક રીતે એકત્ર થવાની, શરૂઆત થઈ. તે જ વખતે બગીચામાં બેસીને ચા પીવાની રૂઢિ સ્થાપિત થઈ. ૧૭મી સદીમાં અમેરિકાના ન્યૂ એમ્સ્ટરડેમ (અત્યારનું ન્યૂ યોર્ક) વિસ્તારમાં ડચ કંપનીઓએ ચા લાવવાની શરૂઆત કરી અને ત્યાર બાદ જયારે આ વિસ્તાર બ્રિટિશ રાજ્યના હાથમાં ગયો ત્યારે તેનું નામ ન્યૂ યોર્ક આપવામાં આવ્યું. અને આવી રીતે ન્યૂ યોર્ક, બોસ્ટન વગેરે વિસ્તારોમાં ચા પીવાનું સર્વસામાન્ય બન્યું. ઈ.સ. ૧૭૭૩માં ચાનો નવો કાયદો પસાર કરવામાં આવ્યો અને ચા ઉપર મોટા પ્રમાણમાં કર આયોજના કરવામાં આવી. અમેરિકન કોલોનીઓએ આનો સખત વિરોધ કર્યો. બોસ્ટન ગામમાં બોસ્ટન ચા-પાર્ટીના નામે આંદોલન થયું અને ચા પીવાનું બંધ કરવાનું એલાન થયું. ૧૯૦૪માં જાગતિક પ્રદર્શનમાં શિકાગોમાં પહેલી વખત બરફવાળી ઠંડી ચાની રજૂઆત કરવામાં આવી.*
અને ત્યાર બાદ અમેરિકન થોમસ
Tea Bag
sસુલીવને ચાની પડીકી (Tea Bag)
ની શોધ કરી.

*🇮🇳🇮🇳☕️☕️ભારતમાં ચા ક્યારે આવી?*

*☕️બ્રિટનમાં ચીનથી ચા લાવવામાં આવતી પણ એ વધુ ને વધુ અઘરું થવા માંડ્યું, કારણ કે ચીનના રાજાએ સોના સિવાય સોદો કરવાનો ઇન્કાર કર્યો. નેપોલિયન સાથેના યુદ્ધમાં તે વખતે ઇંગ્લેંડ બધું સોનું વાપરી ચૂક્યું હતું. તે વખતે ઉત્તર ભારત (અત્યારનું પાકિસ્તાન)માંથી અફીણનાં જહાજો ભરીને ચીનમાં ગેરકાયદે ચોરી છૂપીથી ચાના બદલામાં અફીણ વેચવાનું શરૂ કર્યું જેને “અફીણ યુદ્ધ” (OPIUM WAR)કહેવવામાં આવે છે.*

🔷📝☕️જોકે આસામનાં જંગલોમાં જંગલી ચા હજારો વર્ષોથી ઊગતી હતી પણ *ભારતમાં આસામમાં ઈ.સ. ૧૮૩૭માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી ૮૦૦૦૦ ચાનાં બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. ૧૮૪૦માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા. 🛡🛡૧૯૦૦ની સાલમાં ચાનું મોટામાં મોટું ઉત્પાદન આસામમાં શરૂ થયું. અને ચા ભારતનું લોકપ્રિય પેય બની ગયું. આજે ચાનું ૭૦% ઉત્પાદન ભારતમાં વપરાઈ જાય છે. આજે ભારતના દરેક શહેરમાં ચાની રેંકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*


*☕️🔑☕️🔑ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાય ચુકી છે. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. શિયાળાની ઋતુ હોય કે ગરમીની સાંજ ચા પીવી તો બને જ છે. અનેલ લોકોની તો દિવસની શરૂઆત જ ચા સાથે થાય છે અને ચા પર ખતમ. જો કે અનેક લોકોનું માનવુ છે કે ચા આરોગ્ય માટે નુકશાનદાયક હોય છે પણ જો તમે પણ ચા ના પ્રેમી છો તો જરા કેટલાક સ્વાસ્થવર્ધક ગુણ જાણી લો.*

*☕️🌀ચા પીવાના ફાયદા☕️📝*

*☕️1. વજન ઘટાડો -*

ચા માં એંટીઓક્સીડેંટનો સમાવેશ થાય છે. ચા વય વધવા અને પ્રદૂષણના પ્રભાવના પ્રકોપોથી તમારા શરીરની રક્ષા કરે છે. 

*☕️2. ઓછુ કૈફીન -*
કોફીના મુકાબલે ચા માં ઓછુ કૈફીન હોય છે. કોફીમાં સામાન્ય રીતે ચાથી 2થી 3 ગણુ વધુ માત્રામાં કૈફીન જોવા મળે છે. 8 ઔસ કપની કોફીમાં 135 મિલીગ્રામની આસપાસ કૈફીન હોય છે. તો બીજી બાજુ ચાના દરેક કપમાં ફક્ત 30થી 40 મિલીગ્રામ કૈફીન હોય છે. જ ઓ કોફી પીવાથી તમને અપચો, માથાનો દુખાવો કે સૂવામાં કોઈ પરેશાની થાય છે તો ચા પી લો. 

*☕️3. દિલનો રોગ -* 
ચા હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછુ કરી શકે છે. ચા પીવાને કારણે ધમનિયો ચિકણી અને કોલેસ્ટ્રોલથી મુક્ત થાય છે. 6 કપથી વધુ ચા પીવાથી દિલની બીમારી થવાનુ સંકટ એક તૃતીયાંશ ઓછુ રહે છે. 

*☕️4. હાડકા બને મજબૂત -*
ચા તમારા હાડકાને પણ બચાવે છે. ફક્ત એ માટે નહી કે તેમા દૂધ છે. પણ એક અભ્યાસમાં એ લોકોની તુલના એક સાથે કરવામાં આવી જે ચાનુ સેવન 10 વર્ષથી કરી રહ્યા છે અને જે ચા નથી પીતા. અભ્યાસમાં જોવા મળ્યુ કે ચા પીનારાઓના હાડકાની વય, વધુ વજન, વ્યાયામ, ધૂમ્રપાન અને અન્ય રિસ્ક ફેક્ટરો છતા પણ મજબૂત છે. 

*☕️5. દાંત બને મજબૂત -*
ચા પીવાથી તમારા દાંત મજબૂત બનશે. ચા હકીકતમાં ફ્લોરાઈડ અને ટેનિન દ્વારા બને છે. જે પ્લેગને દૂર રાખે છે. આ સ્વસ્થ દાંત અને મસૂઢા માટે પણ ફાયદાકારી છે. 

*☕️6. રોગ સામે લડે -* ચા પીવાથી તમારા શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને સંકમણથી લડવામાં ખૂબ મદદ મળે છે. શરદી-તાવ જેવી સામાન્ય બીમારીઓમાં ચા પીવાથી એકદમ ગાયબ થઈ જાય છે. 

*☕️7. કેન્સરથી બચાવે -* ચા કેંસર વિરુદ્ધ સુરક્ષા કરે છે. કારણ કે તેમા પૉલીફિનૉલ અને એંટીઓક્સીડેંટ ભેળવેલુ હોય છે. આ બંનેનો પ્રભાવ કેંસરથી લડવા માટે ખૂબ મદદ કરે છે. 

*☕️🔑8. પાણીની કમી પૂરી કરે -* ચા હાઈડ્રેટેડ રહેવામાં તો મદદ કરે છે જ્યારે કે કોફી પીવાથી પેશાબ વધુ આવે છે તેથી આ શરીરમાં વધુ સમય સુધી ન રહીને બહાર નીકળી જાય છે. તેથી આપણા શરીરમાં પાણીની પૂર્તી નથી થઈ જતી. જો તમે રોજ દિવસમાં 6 કપ કોફી પી જાવ છો તો તમારી અંદર પાણીની કમી થઈ શકે છે. 

*☕️9. ઓછી કૈલોરી -* ચા માં કોઈપણ પ્રકારની કૈલોરી નથી હોતી. જ્યા સુધી તમે તેમા કોઈ પ્રકારનુ સ્વીટનર કે દૂધ ન મિક્સ કરો. જો તમે એક સંતોષજનક, કૈલોરી મુક્ત પીણુ પીવા માંગો છો તો ચા તેમાથી સૌથી સેફ ઓપ્શન છે. 

*☕️10. ફૈટ ઘટાડે -* ચા દ્વારા ફૈટ પણ ઓછુ થાય છે તેમા તમારા શરીરનુ મૈટાબોલિજ્મ વધી જાય છે. કેટલાક લોકોનું વજન એક્સરસાઈઝ કરવાથી પણ ઓછુ થતુ નથી પણ જો તમે ગ્રીન ટી પીશો તો તમારુ મૈટાબૉલિજ્મ રેટ વધશે જેનાથી 70થી 80 કૈલોરી આરામથી બર્ન થઈ શકે છે. આ સાથે જ તમને રોજ અડધો કલાકની વૉક પણ લેવી જરૂરી છે. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*ચા વિશે પ્રકાર પ્રકારની દંતકથાઓ પ્રવર્તે છે. આજથી ૪૦૦૦ વર્ષો પહેલાં ચીનનો સમ્રાટ શેન-નુંગ ઈ.સ. પૂર્વે ર૭૩૭માં એક ઝાડ નીચે બેઠો હતો અને સેવક પીવાનું પાણી ઉકાળી રહ્યો હતો ત્યારે એક પાંદડું પાણીમાં પડ્યું. આ એક જંગલી ચા-વૃક્ષનું પત્તું હતું. સમ્રાટ કવિ અને વનસ્પતિશાસ્ત્રી હતો. આ પાણી પીને એણે તાજગી અનુભવી, દરબારીઓને આ પીવા માટે આદેશ આપ્યો, સમ્રાટને ખુશ કરવા બધા પીવા માંડ્યા અને સન ૬૧૮માં તેંગ વંશ આવતા સુધીમાં આ પીણું જનપ્રિય થઈ ચૂક્યું હતું. એનું નામ હતું: ત્ચા!*

*ચાનો બીજો ઈતિહાસ રસિક અને રોચક છે.*
*કહેવાય છે કે ઝેન બુદ્ધિઝમના સ્થાપક બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ જાપાન ગયા હતા અને જાપાનમાં એમણે ચાનું ચલણ શરૂ કર્યું. બોધિધર્મે જાપાનની પ્રજાને સમજાવ્યું કે ભગવાન બુદ્ધ સ્વયં એમની ૭ વર્ષની તપસ્યાના પાંચમાં વર્ષે જાગૃત રહેવા માટે એક ચાના વૃક્ષનાં પાંદડાં ચાવી ગયા હતા. નવમી સદીમાં આરબ વેપારીઓએ ઈટલીના વેનિસના ગણરાજ્ય દ્વારા યુરોપમાં ચા દાખલ કરી. ઇંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો પોર્ટુગીઝ રાજકુમારીને પરણ્યો હતો, જે ચા પીવાની શોખીન હતી. (દહેજમાં મુંબઈનો ટાપુ, ઇંડિયા, ચા... આ બધાને કોઈ સંબધ છે?). એક એવો પણ જમાનો હતો જ્યારે શ્રમિકોની ડિમાન્ડ હતી કે એમને પગાર ચાની પત્તીમાં ચૂકવાય!*

*☕️☕️☕️આજે ચા એક આંતરરાષ્ટ્રીય પીણું બની ગઈ છે. હિંદુસ્તાન અને ચીનમાં ચા સૌથી વધારે પિવાય છે એવું એક અનુમાન છે. અને હિંદુસ્તાનમાં ચા પીવામાં પ્રથમ નંબર ગુજરાતનો હોય એવી સંભાવના મજબૂત છે. અને ગુજરાતમાં પણ કાઠિયાવાડ તરફ ગરમ ચા, અને એમાં શરબત બને એટલી ખાંડ નાખીને, રકાબી ભરીને, ચૂસી ચૂસીને ચાની મજાલૂંટવાની વાત છે. તિબ્બતમાં ચાની અંદર નિમક અને માખણ નખાય છે, તો ઇંગ્લેન્ડમાં વ્હાઈટ-ટીનું પ્રલચન છે. આપણે સૂંઘી સૂંઘીને ચા ખરીદીએ છીએ, અને એની મુલાયમ, માદક ફ્લેવર માટે વધારેમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નાખીએ છીએ! ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ રાજસિક ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને કુશ્તી કરાવીને આપણે ગુજરાતીઓ ચાના સબડકા લેતા લેતા મહાઆનંદયોગમાં ડૂબતા જઈએ છીએ. ગુજરાતીઓની ચા એક માદક પીણું છે.*

ચાનું વિશ્વ હવે ફેલાઈ ચૂક્યું છે. *જાતજાતની જ્ઞાનવર્ધક જાહેરખબરો વાંચવા મળતી રહે છે. લંડનના ‘ડેઈલી એક્સપ્રેસ’માં જૂન ર, ર૦૦૩ના અંકમાં ચાથી શું શું લાભાલાભ થઈ શકે એ વિશે એક લેખ હતો. દિવસના ૩ કપ ચા પીઓ તો કૅન્સરનો પ્રતિકાર કરી શકો છો*

. *અંગ્રેજો કહે છે એમ ‘ડેઈલી કપ્પા’થી હૃદયરોગ સામે લડી શકાય છે. હર્બલ ટી છે. ઉકાળેલા પાણીમાં ચાની પત્તી બફાતી રહે છે. પિપરમિન્ટ ટી મળે છે. ગ્રીન ટી છે. એક વાર એક ચાઈનીઝ હોટેલમાં જમ્યા પછી ગોલ્ડન (કે ગ્રીન) ટી પીધી હતી, હિંદી લેખક કમલેશ્ર્વર અને હું સાથે હતા. એ માઉથવૉશ જેવી હતી. જમ્યા પછી મોઢાને ખુશ્બૂદાર બનાવતી હતી. બહુ જ નાના કપોમાં બહુ જ મોટી કીટલીમાંથી ચા રેડતા જવાની, અને ધીરે ધીરે પીતા જવાનું. એ ચા રેડાતી હોય ત્યારે એમાં સોનેરી, પહેલદાર ચમક દેખાતી! થાક્યા હો તો કેફીનવાળી ચા પી શકાય છે. ચા તમારા શરીરને ‘ડી-ટોક્ષીફાય’ કરે છે! અને માટે લિવર અને કિડની માટે સારી છે, એવું નવા ઉત્સાહી ડૉક્ટરો કહે છે.*

*ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી. નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં ગાતા હશે એ વિચાર જ ક્રાંતિકારી છે! ચા માટે બે શબ્દો મશહૂર છે: ટી અને ચા, અને આ બંને શબ્દોનું ગોત્ર ચીની છે. યુરોપની ભાષાઓમાં ‘ટી’ શબ્દ આવ્યો છે, એશિયાની ભાષાઓમાં ‘ચા’ શબ્દ સ્વીકારાયો છે. દક્ષિણ ચીનની કેન્ટોનીઝ ભાષામાં (કેન્ટોન નગર, જે હવે ગેંગઝાઉ નામથી ઓળખાય છે.) ‘ત્ચા’ શબ્દ હતો. આ ત્ચા શબ્દ કેન્ટોનથી કલકત્તા આવ્યો, અને પૂરા એશિયામાં ફેલાઈ ગયો. જાપાન, રશિયા, ઈરાન, હિંદુસ્તાનમાં ચા છે. ચીનની આમાંય ભાષાનો ‘ટ્ટી’ શબ્દ ૧૭મી સદીમાં ડચ જહાજીઓ જાવા લઈ ગયા, અને ત્યાંથી એ શબ્દ યુરોપમાં ગયો, અને યુરોપના દેશોએ ટી સ્વીકારી લીધું. હિંદુસ્તાનમાં ત્ચા શબ્દમાંથી ચા, ચાય, ચાહ શબ્દો પ્રકટતા થયા. આજકાલ હિંદુસ્તાનમાં કૉફી-બ્રેક અને હાઈ-ટી બંને ચાલે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
☕️

*☕️☕️☕️ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે જેને જુદી જુદી પધ્‍ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે. 'ચા' એટલે કે એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઉકળતા પાણીમાં નાખી તૈયાર કરેલું સુગંધીદાર પીણું જે કેમેલીયા સીનેન્‍સીસ છોડનું પોતાનું જ સામાન્‍ય નામ છે. જો કે ચામાં જુદા જુદાપ્રકારના પોલીફિનોલ્‍સ હોય છે છતાં "વ્‍યાપક માન્‍યતાથી વિપરીત, ચામાં ટેનીક એસીડ હોતો નથી".*

વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે. તેનો સ્‍વાદ ઠંડો, થોડોક કડવો અને તૂરો હોય છે જેનો આનંદ ઘણાં લોકો ઉઠાવે છે.

ચાની લગભગ છ જાતો છે, સફેદ, પીળી, લીલી, ઉલોંગ, કાળી અને પુ.એર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગઅને કાળી છે. દરેક ચા એક જ ઝાડમાંથી બનાવવામાં આવે છે પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને સફેદ ચાના કિસ્‍સામાં તેને અલગ રીતે ઉગાડવામાં આવે છે. પુ.એર ચા આથવ્યા પછીની ચા છે જે ઘણીવાર ઔષધ તરીકે વાપરવામાં આવે છે.

હર્બલ ટી શબ્દ સામાન્‍ય રીતે એવી વનસ્પતિઓના પાંદડાઓ, ફૂલો, ફળ, ઔષધીઓ અને અન્‍ય સામગ્રીના રસ અથવા કવાથને માટે વપરાય છે જે કેમેલીયા સીનેન્‍સીસ ના ધરાવતાં હોય. શબ્‍દ ’’રેડ ટી’’ કાળી ચા (મુખ્‍યત્‍વે ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ અને અન્‍ય પૂર્વ એશિયાઇ ભાષાઓમાં) અથવા દક્ષિણ આફ્રિકાના રૂઇબોસ છોડ (કેમેલીયા સીનેન્‍સીસ ન ધરાવતા)માંથી બનાવેલ રસને કહેવાય છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

સેવનના સંદર્ભમાં વાત કરીએ તો ચા વિશ્‍વનું સૌથી વધુ લોકપ્રિય પીણું છે. વિશ્‍વમાં કોફી, ચોકલેટ, ઠંડા પીણા અને આલ્‍કોહોલના કુલ ઉત્‍પાદન જેટલું જ ચાનું સેવન થાય છે. પૂર્વ એશિયાની બહાર પીવાતી મોટા ભાગની ચાનું ભારત અથવા શ્રીલંકામાં વિશાળ વાવેતરથી ઉત્‍પાદન કરવામાં આવે છે અને તેનું વેચાણ મોટા ઉધોગોને કરવામાં આવે છે. મોટા પાયા પરની આ વિશાળ ઓધોગિક ઉત્‍પાદનની સામે ઘણા નાના ’’બગીચાઓ’’ હોય છે તો કયારેક અત્‍યંત નાના પાયા પર ચાલતા વાવેતર હોય છે. જેની ચાના રસીયાઓમાં તેની માંગ ઉંચી હોય છે. આ ચા દુર્લભ અને ખર્ચાળ હોય છે અને તેની કિંમત અત્‍યંત મોંઘી વાઇનની બરાબર હોય છે. વિશ્‍વમાં ભારતમાં ચા નું માથાદિઠ સેવન વાર્ષિક 750 ગ્રામ જેટલું રહેવા છતાં પણ ભારત વિશ્‍વમાં ચાનું સૌથી વધુ સેવન કરતું રાષ્‍ટ્ર છે.તુર્કી વ્‍યકિત દીઠ વાર્ષિક 2.5 કિલો ચાનું સેવન કરે છે જે વિશ્‍વમાં માથાદિઠ સેવનમાં સૌથી મોટો દેશ ગણાય

-ચા ઈ.સ. 300થી દૈનિક પીણૂ બની ચુકી છે.
-1610માં ડચ વેપારી ચાને ચીનથી યુરોપ લઈ ગયા હતા અને ધીરે ધીરે તે આખી દુનિયામાં પ્રિય પીણુ બની ગઈ.
-વિશ્વમાં ચા ઉત્પાનમાં ભારતનું પહેલુ સ્થાન છે.
-ભારતમાં ચા પહેલીવાર વર્ષ 1834માં અંગ્રેજ લઈને આવ્યાં હતા.
- જો કે જંગલી અવસ્થામાં આ આસમમાં પહેલી વાર ઉત્પન્ન થઈ હતી.
-વર્ષ 1815માં અંગ્રેજ યાત્રિઓનુ ધ્યાન આસમમાં ઉગતી ચાની વાદીઓ પર ગયુ.

આસામમાં ત્યાંના સ્થાનિક કબાઈલી લોકો તેનુ પીણુ બનાવીને પહેલેથી જ પીતા હતા.
-ભારતમાં તત્કાલિન ગર્વનર જનરલ લોર્ડ બેંટિકએ ભારતમાં ચાની પરંપરા શરૂ કરી અને તેના ઉત્પાદનની સંભાવના તપાસવા એક કમિટિ રચી.
-1835માં આસામમાં ચાના બગીચા શરૂ કરવામાં આવ્યાં.
-પશ્વિમ બંગાળમાં દાર્જીલિંગ વિસ્તારમાં ઉત્પાદિત થતી ચા સૌથી વધારે સ્વાદિષ્ટ લાગતી હતી.
-અસમમાં ચા તેજ સુંગધ અને રંગ માટે પ્રસિધ્ધ છે.
-2007-2008માં ચાની નિકાસથી ભારતને 2034 કરોડ વિદેશી નાણા પ્રાપ્ત થયા હતા.


*ચાની શરૂઆત-*

ચાની શરૂઆત વિશે એક રોચક કહાની પ્રચલિત છે. કહેવાય છે કે એક દિવસ ચીનના સમ્રાટ શૈન નુંગ સામે મુકવામાં આવેલા ગરમ પાણીના પ્યાલામાં થોડા સુકા પાનની પત્તીઓ આવીને પડી. જેનાથી પાણીમાં રંગ આવ્યો અને જ્યારે સમ્રાટે તે ચાની ચુસ્કી માણી તો તેમને તેમો સ્વાદ ખુબ પસંદ પડ્યો. આ દિવસથી શરૂ થઈ ચાની સફર. આ વાત લગભગ ઈં.સ. 2737 વર્ષ પહેલાની છે.

*ચાની વાવણી અને લણનીનો સમય-*


ચાની વાવણી ઓકટોબર-નવેમ્બરમાં કરવામાં આવે છે. તેના છોડ નાની ક્યારીઓમાં વાવવામાં આવે છે. છોડ જ્યારે મોટા થાય ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે. ત્યારબાદ સમયે સમયે તેની પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેના કારણે તેના પાન કોમળ રહે. ચા ની પત્તીઓને 1.5 મીટરથી વધારે વધવા દેવામાં આવતી નથી. ત્યાર બાદ વર્ષમાં ત્રણથી ચાર વખત ચાના પાન ચુંટવામાં આવે છે. પહેલી વખત એપ્રિલથી જૂન સુધી અને બીજી વખત જુલાઈથી ઓગસ્ટ સુધી જ્યારે ત્રીજી વખત સપ્ટમ્બરથી ઓકટોબર સુધી ચુંટવામાં આવે છે.

ભારતના આ રાજ્યોમાં થાય છે ચાનું ઉત્પાદન-

-અસમ, પં.બંગાળ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, હિમાચલ, કર્ણાટક, કેરલ, ઉત્તરાખંડ-અલ્મોડા, પિથૌરાગઢ

'ચા'ના પ્રકાર-
-સીટીસી (સામાન્ય ચા)
-ગ્રીન ટી
-હર્બલ ટી
-ઓર્ગેનિક ટી
- બ્લેક ટી
-વ્હાઈટ ટી
-લેમન ટી



*ચાના ફાયદા-*

*-ચામાં કેફીન અને ટેનિન હોય છે. જેનાથી શરીરમાં સ્ફુર્તી જળવાઈ રહી છે.*
-ચામાં રહેલા એલ થિયેનાઈન નામનુઅમીનો એસિડ મગજને શાંત રાખે છે.
-ચામાં રહેલુ એંનટીજન શરીરને અંટી બાયોટિક્સ ક્ષમતા પ્રદાન કરે છે.
-ચામાં રહેલા અંટી ઓક્સીડેંટ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાથી અનેક બીમારી થતી અટકે છે.
-ચામાં ફ્લોરાઈડ હોય છે. જે હાડકાને મજબુત કરે છે અને દાંતમાં થતા કીડાના અટકાવે છે.

*ચાના ગેરફાયદા-*

-વધારે ચા પીવાથી એસિડિટી થાય છે.
-ચા શારીરિક ક્ષમતાને ઘટાડે છે
-રાતે ચા પીવાથી ઉંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment