🕉☢☸☣🕉☢☸☣🕉☢☸
*💮યોગાચાર્ય બી. કે. એસ. આયંગરની જન્મજયંતી💮*
☸☣🕉☢☸☣🕉☢☸☣🕉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁🗨✅ *💠👉બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.*
💠🎯👉યોગાચાર્ય બી. કે. એસ. આયંગર એક જીવંત દંતકથારૂપ હતા. તેમણે રાજવી પરિવારોથી લઇ આમઆદમી સુધી સૌ કોઇને યોગનું શિક્ષણ આપ્યું. જે. કૃષ્ણામૂર્તિ અને ઓલ્ડસ હડસલે જેવા બુદ્ધિજીવીઓથી લઇ માનસિક રીતે અક્ષમ લોકોને તેમણે યોગ શીખવ્યો. તેમણે પોતાની બીમારીનો ઇલાજ કરવા યોગ શીખવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ કરોડો લોકોને યોગ દ્વારા તંદુરસ્તી આપી ગયા. આબાલવૃદ્ધ સૌ કોઇમાં તેઓ લોકપ્રિય હતા.
*આયંગર યોગના પરિચયમાં આવ્યા એ સમયે યોગ ઓછો જાણીતો, રહસ્યમય અને એકાંતવાસીઓનો વિષય ગણાતો. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ યોગ ઘર-ઘરકી કહાની બની ગયો છે.*
🔰👉 યોગે માનવસર્જિત તમામ રાજકીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાકીય અને સામાજિક સીમાડા પાર કરી લીધા છે.
*👁🗨🎯💠આયંગર નામ યોગ શબ્દનો પર્યાય બની ગયા, ત્યાં સુધી કે ઓક્સફર્ડ ડિક્ષનરીમાં ‘આયંગર’ શબ્દનો એક પ્રકારનો યોગ એવો અર્થ આપવામાં આવ્યો છે.*
આઠ વર્ષ પહેલાં ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાભરની સો સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં યોગાચાર્ય બી. કે. એસ. આયંગરનો સમાવેશ કર્યો હતો. સ્વાસ્થ્યની સાથે સાથે એક સમયે ભોજન માટે લડનારા કિશોરથી લઇ દુનિયાભરમાં આદરણીય યોગી બનવા સુધીની આ સફર ધૈર્ય, સંકલ્પ, મહેનત, કઠિન અભ્યાસ અને ઇશ્વરના આશીર્વાદનું પરિણામ છે. તેમનું જીવન પ્રેરણાસ્રોત છે.
*💠👉બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.*
🎯👉 પરિવારમાં તેઓ 13મું સંતાન હતા. તેઓ આઠ વર્ષના થયા ત્યારે પિતા મૃત્યુ પામ્યા. સોળમા વર્ષે આયંગરને યોગનો પરિચય તેમની પત્નીના ભાઇ ટી. કૃષ્ણાચાર્યે કરાવ્યો. સુંદરરાજનું બાળપણ બીમારીમાં વીત્યું. *✅♦️ એન્ટિબાયોટિકનું નામોનિશાન નહોતું પણ એવા સમયે મલેરિયા, ટાઇફોઇડ અને ટી.બી. જેવી બીમારીઓ તેમને ઘેરી વળી. અઢારમે વર્ષે તેમને છ મહિના યોગ શીખવવા પૂણે મોકલવામાં આવ્યા. તેમના ગુરુએ આ કામ માટે તેમને એટલે પસંદ કર્યા કારણ કે તેમને થોડું અંગ્રેજી આવડતું હતું. અન્ય વિદ્યાર્થી ફક્ત સંસ્કૃત અને કન્નડ જાણતા હતા.*
👁🗨પૂણેમાં જીવન સંઘર્ષમય રહ્યું. તેમને મરાઠી નહોતું આવડતું અને અન્ય કોઇ ભાષાનું ઔપચારિક જ્ઞાન પણ નહોતું. તેઓ જે જિમખાનામાં યોગ શીખવતા ત્યાંના નટખટ છોકરાઓનો સામનો કરવાનું આસાન નહોતું. તેમની પાસે કંઇ હતું તો એ હતો યોગ. તેમણે આ વિષયમાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું. તેઓ તેમના ગુરુ પાસે બે વર્ષ રહ્યા પરંતુ તેમને ખાસ કાંઇ શીખવાનો અવસર ન મળ્યો. પૂણેમાં તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને આસનોમાં નિપુણતા હાંસલ કરવા માટે મચી પડ્યા. તેઓ નિયમિત અને ઇમાનદાર અભ્યાસી હતા. છોડવું પડે તો ખાવાનું છોડી દેતા પરંતુ અભ્યાસ નહીં. તેમના અભ્યાસની સ્પષ્ટતા અને નિપુણતાએ તેમને આંતરદૃષ્ટિ અને અનેરો અનુભવ આપ્યો. જેની પુષ્ટિ તેમણે વેદોમાંથી કરી. તેમનું નામ અને પ્રસિદ્ધિ પૂણે બહાર પણ ફેલવા લાગ્યાં.
*♻️👁🗨1952માં સુપ્રસિદ્ધિ વાયલિનવાદક યહૂદી મેન્યુઇન સાથેની આકસ્મિક મુલાકાતે આયંગરનો પરિચય પશ્ચિમી દુનિયા સાથે કરાવવા અગત્યની ભૂમિકા ભજવી. મેન્યુઇન વીસમી સદીના મશહૂર સંગીતકાર હતા.👁🗨♻️ તેમને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભારત આમંત્રિત કર્યા. એ સમયે તેમણે અનેક ચેરિટી શો કર્યા. એ દરિમયાન મેન્યુઇને મહેસૂસ કર્યું કે યોગ કર્યા પછી તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. મેન્યુઇનને પોતાની કળામાં યોગની અગત્યના સમજાતાં તેમણે બી.કે.એસ. આયંગરને ✅દર વર્ષે ઉનાળામાં યોગ શીખવવા માટે સ્વિત્ઝર્લેન્ડ આમંત્રિત કર્યા. આ રીતે એક લાંબી મૈત્રી શરૂ થઇ. 💐જે 1998માં મેન્યુઇનના અવસાન સુધી જળવાઇ રહી.*
💐👏મેન્યુઇને આયંગરને એક ઘડિયાળ ભેટ આપી હતી. તેના પર લખ્યું હતું. *‘મારા સર્વશ્રેષ્ઠ વાયોલિન અધ્યાપક માટે’ મેન્યુઇને કેટલાય વિદ્વાનોનો પરિચય બી.કે.એસ. આયંગર સાથે કરાવ્યો હતો.* આમાંથી એક બેલ્ઝિયમની રાજમાતા હતી. ગુરુજીના યોગમાં એવું શું છે, જેનાથી દુનિયાભરના લોકો આકર્ષાય છે? આ છે પતંજલિનો અષ્ટાંગ યોગ અને તેમની આ વિષયની વ્યવહારુ સમજ, આસન અને પ્રાણાયામ મારફત તેઓ પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન જેવા અષ્ટાંગ યોગનાં અન્ય પાસાઓનો અનુભવ કરાવે છે. આને માટે 45 દેશોમાં પ્રશિક્ષિત અધ્યાપક છે. આ સૌને યોગનો અભ્યાસ પોતાના કાર્યક્ષેત્ર, જીવનશૈલી અને વ્યવસાયમાં સામેલ કરતા શીખવે છે. આયંગરની માનવશરીર અને મસ્તક વિશેની સમજણ અદ્ભુત હતી.
♻️👁🗨એટલા માટે જ ચિકિત્સકીય યોગ, આયંગર યોગનો વિશેષ હિસ્સો બની ચૂક્યો. સંજોગવશાત્ આયંગરનું શિક્ષણ હાઇસ્કૂલ સુધી જ થઇ શક્યું હતું પરંતુ તેઓ 14 પુસ્તકોના લેખક છે. જેમાંનાં ઘણાં ખરાં બેસ્ટ સેલરની યાદીમાં સ્થાન પામ્યાં છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંસન્માનિત પણ કરવામાં આવ્યા હતા. *ગુરુજીનું પહેલું પુસ્તક ‘લાઇટ ઓન યોગા’ 1966માં પ્રથમવાર પ્રકાશિત થયું.* આ પુસ્તકને અદ્ ભુત સફળતા મળી. અઢાર ભાષામાં અનુવાદિત અને ભારતમાં 29 આવૃત્તિ સાથે આ પુસ્તકે યોગને સર્વવ્યાપી બનાવી દીધો. 88 વર્ષની વયે પણ ગુરુજી નિયમિત અભ્યાસ કરતા હતા. દરેક આસનને તેઓ સફળતાપૂર્વક ધ્યાનની મુદ્રામાં સમર્પિત થઇને કરતા.
*🗣🗣આયંગર કહેતા:🗣*
*💠👉યોગ બધા માટે છે. આસનોના અભ્યાસ માટે તમારે એના એક્સપર્ટ બનવું કે સંપૂર્ણ સ્વસ્થ હોવું જરૂરી નથી. આધુનિક જીવનની ભાગદોડમાં શરીર પ્રત્યે દુર્લક્ષ સેવવાથી શારીિરક તકલીફો અને માનસિક પરેશાનીઓ થઇ શકે છે. અસંતોષ, એકલતા, અશક્તિ જેવી ભાવનાઓ ઉત્પન્ન થઇ શકે છે. યોગ માનસિક અને શારીિરક સમતુલા જાળવીને મનુષ્યને ભીતરથી અને બહારથી સંતુલિત કરે છે, જેને હું એકસૂત્રતા (અલાઇમેન્ટ) કહું છું. સાચી એકસૂત્રતાનો મતલબ છે મગજ શરીરના પ્રત્યેક કોષો અને તંતુ સુધી પહોંચે.*

યહૂદી મેન્યુહીનના એ આમંત્રણ પછી આયંગરનો પશ્ર્ચિમના દેશો સાથે નાતો બંધાવા લાગ્યો. ૧૯૫૪ પછી આયંગરને વૈશ્ર્વિક સ્તરે અકલ્પ્ય નામના મળવા લાગી. ૧૯૫૬માં તેઓ પ્રથમ વાર અમેરિકા ગયા. તેમણે અમેરિકાના મિશિગન રાજ્યમાં યોગની અનેક શિબિરો કરી. એ પછી તો અનેક દેશોમાં તેમણે યોગ શીખવવાનું શરૂ કરી દીધું. તેમની યોગ શીખવવાની પદ્ધતિ ‘આયંગર યોગ’ તરીકે મશહૂર થવા લાગી. વિશ્ર્વના અનેક દેશોમાં તેમના ‘આયંગર યોગ’ શીખવવાના ક્લાસીસ શરૂ થવા માંડ્યા. વીસમી સદીના અંત સુધીમાં તો જુદાજુદા દેશોમાં તેમના સેંકડો ક્લાસીસ ખુલી ગયા હતા.
૧૯૬૬માં તેમણે ‘લાઈટ ઓફ યોગા’ પુસ્તક લખ્યું એ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર બની ગયું. એ પુસ્તકની ત્રીસ લાખ કોપીઝ વેચાઈ ગઈ. એ પુસ્તકનો ૧૭ ભાષામાં અનુવાદ થયો. એ પછી આયંગરે અન્ય ૧૩ પુસ્તકો લખ્યાં. એ પુસ્તકોનું પણ ધૂમ વેચાણ થયું. આયંગરે પૂનામાં આયંગર યોગ ઈન્સ્ટ્ટ્યિૂટ પણ ઊભી કરી. ૧૯૭૩માં તેમના પત્નીના મૃત્યુ બાદ તેમણે એ ઈન્સ્ટ્ટ્યિૂટનું નામ પત્નીના નામ પરથી રામમણિ આયંગર મેમોરિયલ યોગ ઈન્સ્ટ્ટ્યિૂટ કર્યું. તેમના પરિવારે ૧૯૪૩માં તેમને રામમણિ સાથે પરણાવ્યા હતા. રામમણિથી તેમને પાંચ પુત્રીઓ અને એક પુત્ર થયા હતા. તેમનાં સંતાનોમાંથી સૌથી મોટી પુત્રી ગીતા અને પુત્ર પ્રશાંત તેમના પગલે ચાલીને યોગગુરુ બન્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યાં. તેમણે બન્નેએ પણ અનેક પુસ્તકો લખ્યાં. તેમની દોહિત્રી અભિજાતા શ્રીધર આયંગર પણ યોગગુરુ બની.
બી. કે. એસ. આયંગર ૨૦ ઑગસ્ટ ૨૦૧૪ના દિવસે ૯૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પણ યોગક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન થકી તેઓ પોતાનું નામ અમર કરી ગયા.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🔘👉૧૯૯૬ અને ૧૯૯૮માં એમ બે વખત તેમને હૃદયરોગનો હુમલો આવેલો તો પણ યોગાસનોથી જ ગુણવત્તાસભર જીવન યોગાભ્યાસ-પ્રશિક્ષણ પ્રવાસનો અવિરત શ્રમ અને આવરદા તેઓ મેળવી શક્યા હતા.૭૦ દેશોમાં તેમના લાખો અનુયાયીઓ છે. *૧૯૪૬માં તેમણે લખેલ 'લાઈટ ઓફ ધ યોગા' ગ્રંથ યોગની ગીતા કે બાઈબલ મનાય છે જેની ૩૦ લાખ નકલો ૧૯ ભાષામાં પ્રગટ થઇ ચૂકી છે.*

*👧🏻👧🏻ભારતીય સંસ્કૃતિ અને યોગના ખેંચાણનો વિદેશીઓને કેવો ગજબ પ્રભાવ હોય છે તેનું ઇન્દ્રા દેવી ઉદાહરણ છે.*
*👩🏻👩🏻૨૨ મે, ૧૮૯૯માં જન્મેલ ઇન્દ્રા દેવીનું મૂળ નામ એયુજેની પેટરસન હતું. ૧૫ વર્ષની વયે તેણે ટાગોરને અને યોગાચાર્ય રામચરાકાનાં પુસ્તકો વાંચ્યા અને ભારત તરફ આકર્ષાયા હતા ભારતમાં આવ્યા બાદ તેમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા થતા ઇન્દ્રા દેવીનું નામ ધારણ કર્યું. તેને ખબર પડી કે માયસોરમાં ટી ક્રિષ્નાઆચાર્ય પ્રખર યોગ નિષ્ણાત છે પણ તેઓ મહિલાને પ્રશિક્ષણ નથી આપતા. ઇન્દ્રા દેવી માયસોરના મહારાજાને મળ્યા અને તેની ઇચ્છા વ્યક્ત કરી.*
*👱♀👱♀મહારાજાએ શ્રી ક્રિષ્નાઆચાર્યને ઇન્દ્રા દેવીને શિષ્યા બનાવવા વિનંતી કરી. ૧૯૩૮માં તેઓએ થોડા મહિના ક્રિષ્નાઆચાર્યથી સંસ્થામાં જ રહી ઘનિષ્ટ તાલીમ લીધી. હઠયોગ પરના મેળવેલા પ્રભુત્વથી ક્રિશ્નાઆચાર્યની પણ દંગતા સાથે પ્રસન્ન થઈ ગયા.*
*🎯👉ઇન્દ્રા દેવીના પતિની તે પછી ચીન બદલી થતા ઇન્દ્રા દેવીએ ચીનમાં તે જમાનામાં શાંઘાઈમાં યોગના વર્ગ શરૃ કર્યા હતા જેમાં તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પતિનું નિધન થતા ફરી ભારત આવ્યા અને ૧૯૩૯થી ૧૯૪૭ ભારતમાં યોગનો પ્રચાર કર્યો. તે પછી ૧૯૪૭માં તેમણે હોલિવૂડમાં યોગ સ્ટુડિયો સ્થાપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ગ્રેટા ગાર્બો, ઈવા ગેબોર, ગોરિયા સ્વાન્સન, રોબર્ટ રાયન, જેનિફર જોન્સ, યેહૂદી મેનુહિમ, હેપબર્ન વગેરે તેના યોગ શિષ્યો હતા.*
👁🗨આગળ જતા તેણે મેક્સિકો અને આર્જેન્ટિનામાં યોગ કેન્દ્રો ખોલ્યા હતા. ઇન્ટરનેશનલ યોગા ફેડરેશન અને લેટિન અમેરિકન યુનિયન ઓફ યોગા જેવી સંસ્થાઓમાં તેણે પ્રવચનો, શિબિર અને પેપર્સ રજૂ કર્યા હતા. ૨૦૦૨માં આર્જેન્ટિનાના બ્યુએનોસ એઈરસમાં ૧૦૩ વર્ષની વયે તેમનું નિધન થયું હતું

🎉🎊🎀🎉🎊🎀🎉🎊🎀🎉🎊
*💠🎯👉એક ગરીબ-માંદલો કિશોર મોટો થઈને જગવિખ્યાત બન્યો*
🎉🎊🎀🎉🎊🎀🎉🎊🎀🎉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*બી. કે. એસ. આયંગરના જન્મ વખતે બેલ્લુરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. અને તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી હતી. તેઓ અવારનવાર તાવમાં પટકાઈ પડતા. તેમને મલેરિયા કે ટાઈફોઈડની બીમારી લાગુ પડી જતી. તેમનું કુટુંબ ગરીબ હતું એટલે તેઓ કુપોષણથી પણ પીડાતા હતા. તેમના હાથપગ દોરડી જેવા પાતળા હતા. અધૂરામાં પૂરું, બાળપણમાં તેમને ક્ષય રોગ પણ થઈ ગયો હતો. આયંગર પાંચ વર્ષના હતા ત્યારે તેમનું કુટુંબ બેલ્લુરથી બેંગલોર સ્થળાંતર કરી ગયું. તેમની ઉંમર નવ વર્ષની થઈ ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે તેમના પરિવારની સ્થિતિ ઓર કફોડી થઈ ગઈ.*
આયંગરના ભાંડરડામાંથી ત્રણ અકાળે મૃત્યુ પામ્યાં હતાં. આયંગરની તબિયત પણ અવારનવાર લથડતી હતી એટલે તેમના કુટુંબને તેમના માટે પણ સતત ડર સતાવતો હતો. એને કારણે ૧૯૩૪મા આયંગરના બનેવી યોગાચાર્ય શ્રી તિરુમલાઈ ક્રિષ્નામાચાર્યએ તેમને પોતાની પાસે મૈસૂર બોલાવી લીધા. તેઓ યોગના માધ્યમથી આયંગરની તબિયત સુધારવા માગતા હતા. આયંગર મૈસૂર ગયા ત્યારે તેમની ઉંમર પંદર વર્ષની હતી. તેમના બનેવીએ તેમને યોગનાં આસનો શીખવવા માંડ્યા. જો કે તેઓ આયંગર પાસે ઘરનાં કામો પણ કરાવતા હતા અને તેમનું વધુ ધ્યાન તેમના શિષ્ય કેશવમૂર્તિ પર હતું એટલે આયંગર ઘણી વાર કોચવાતા હતા. જો કે આયંગર આખી જિંદગી પોતાને યોગ શીખવનારા ગુરુ તરીકે બનેવી શ્રી તિરુમલાઈ ક્રિષ્નામાચાર્યનો ઉલ્લેખ કરતા રહ્યા હતા. (બાય ધ વે, યોગાચાર્ય કે. પટ્ટાભિ જોઈસે એવો દાવો કર્યો હતો કે આયંગરના યોગગુરુ તેના બનેવી ક્રિષ્નામાચાર્ય નહોતા, બલકે હું તેમનો યોગગુરુ હતો.)
*આયંગર તેમના યોગાચાર્ય બનેવીને પોતાના ગુરુ તરીકે માન આપતા રહ્યા, પણ આયંગર બેંગલોરથી મૈસૂર ગયા ત્યારે શરૂઆતમાં સાળા-બનેવી વચ્ચે બહુ સારો સંબંધ નહોતો. આયંગરે અનેક વખત પત્રકારોને કહ્યું હતું કે હું મારા બનેવી પાસે યોગ શીખવા ગયો એ મારી જિંદગીનો ટર્નિંગ પોઈંટ હતો, પણ તેમની જિંદગીમાં ટર્નિંગ પોઈંટ આવ્યો એ અગાઉ તેમના મનમાં બનેવી સામે ઘણી ફરિયાદો જાગી હતી. આયંગર મૈસૂર ગયા ત્યારે શરૂઆતમાં તેમના બનેવીને પણ એવી આશા નહોતી કે સાળો યોગમાં કઈ ઉકાળશે. આયંગરે એક પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે હું મૈસૂર ગયો એ પછી બે વર્ષ દરમિયાન મારા બનેવીએ મને માત્ર દસથી પંદર દિવસ યોગની તાલીમ આપી હતી, પણ હું આજે જે કઈ છું એ માટે એ દિવસો અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહ્યા હતા.*
🖼આયંગરના બનેવી ક્રિષ્નામાચાર્યનો પ્રિય શિષ્ય કેશવમૂર્તિ તેમને છોડી ગયો એ પછી આયંગરની ખરી તાલીમ શરૂ થઈ. ક્રિષ્નામાચાર્ય આયંગરને અઘરા આસનો શીખવવા લાગ્યા. આયંગર તેમના યોગગુરુ કમ બનેવી પાસે ત્રણ વર્ષ રહ્યા એ પછી ક્રિષ્નામાચાર્યએ ૧૯૩૭માં તેમને યોગના શિક્ષણના પ્રસાર માટે પૂના મોકલ્યા. આયંગરને પૂનાની એક ક્લબમાં કામ મળ્યું. ત્યા તેઓ બધાને પ્રિય થવા લાગ્યા એટલે ક્લબના ઘણા કર્મચારીઓને તેમની ઈર્ષા થવા લાગી. તેમણે એક વાર આયંગરનો બધો સામાન સળગાવી દીધો. એવી સ્થિતિમાં પણ તેમણે ત્રણેક વર્ષ એ ક્લબમાં કામ કર્યું, પણ પછી એ ક્લબે તેમને રવાના કરી દીધા. આયંગરના જીવનનો એ તબક્કો એવો કઠિન હતો કે તેમને ઘણી વાર બે કે ત્રણ દિવસે એક વાર ભાત ખાવા મળતા હતા.
*જો કે એ મુશ્કેલ સંજોગોમાંથી પસાર થયા બાદ યોગગુરુ તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું. થોડાં વર્ષોના સંઘર્ષ બાદ તેમને વિખ્યાત ચિંતક જિદ્દુ ક્રિષ્નમૂર્તિ અને લોકપ્રિય નેતા જયપ્રકાશ નારાયણ સહિત ઘણા નામાંકિત માણસોને યોગ શીખવવાની તક મળવા માંડી. તેઓ ભારતમાં જાણીતા બનવા લાગ્યા, પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો વળાંક તેમની વિશ્ર્વવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહીન સાથેની મુલાકાત બાદ આવ્યો.*
૧૯૫૨માં યહૂદી મેન્યુહીન ભારત આવ્યા હતા. એ વખતે જિદ્દુ ક્રિષ્નમૂર્તિએ આયંગરને કહ્યું કે તમે મુંબઈ જઈને યહૂદી મેન્યુહીનને મળો, તેમને યોગ શીખવામાં રસ છે. ક્રિષ્નમૂર્તિએ આયંગરની મેન્યુહીન સાથે મુલાકાત ગોઠવી આપી. આયંગર યહૂદી મેન્યુહીનને મળવા ગયા એ વખતે મેન્યુહીન સખત થાકેલા હતા. તેમણે આયંગરને કહ્યું કે હું માત્ર તમને માત્ર પાંચ મિનિટ જ આપી શકીશ. આયંગરે તેમને યોગનું એક આસન કરવા કહ્યું. મેન્યુહીને એ આસન કર્યું અને તેમને ગાઢ ઊંઘ આવી ગઈ. તેઓ એક કલાક પછી ઊઠ્યા ત્યારે તેમનો માનસિક તનાવ દૂર થઈ ગયો હતો અને એકદમ ફ્રેશ
થઈ ગયા હતા. તેમને એ ચમત્કાર જેવું લાગ્યું અને તેમણે એ પછી બે કલાક આયંગર સાથે ગાળ્યા. તેમની આયંગર સાથે દોસ્તી થઈ ગઈ.
*⏱⏱૧૯૫૪માં મેન્યુહીને આયંગરને સ્વિટ્ઝરલેન્ડ બોલાવ્યા. ત્યા સુધીમાં તેઓ એવું માનતા થઈ ગયા હતા કે આયંગરે શીખવેલા યોગના આસનોથી તેમની વાયોલિનવાદનની કળામાં ભારે અભિવૃદ્ધિ થઈ છે. આયંગર તેમની મહેમાનગતિ માણીની પાછા પૂના આવવા નીકળ્યા એ વખતે મેન્યુહીને તેમને એક ઘડિયાળ ભેટ આપી. એ ઘડિયાળની પાછળ લખ્યું હતું કે મારા શ્રેષ્ઠ વાયોલિન ગુરુ બી. કે. એસ. આયંગરને.’*

*આજની નવી પેઢીને બાબા રામદેવ સીવાય જેઓ ખરા અર્થમાં યોગાચાર્યો થઇ ગયા તેના નામ પણ આવડતા નથી ત્યારે આ યોગપુરૃષોને વંદન કરીને તેમની ઝલક નહીં મેળવીએ તો 'થેંકલેસ' ગણાઈશું.*
👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬
*🀄️🀄️ભારતના આ યોગ પુરૃષો🀄️*

*યોગનો દેશ-વિદેશમાં અર્વાચીન ગુરુઓએ પ્રચાર કર્યો છે*
*બાબા રામદેવ પણ આ યોગીઓના પ્રભાવ હેઠળ પારંગત બન્યા છે*
યોગ, ધ્યાન, પ્રાણાયામ કુંડલિની જાગ્રત થવી, યોગાસનો, આહાર-વિહાર, આયુર્વેદ, કુદરતી ઉપચાર કંઇ આજકાલની જીવન પધ્ધતિ નથી, ખરેખર તો તેને માનવજગત *'બેક ટુ નેચર'ના* અનિવાર્ય બનતા અમલ તરીકે સ્વીકારવા માંડયું છે અને આગામી યુગમાં તેની મહત્તા વધુ સમજાશે. 🕉હિન્દુ સંસ્કૃતિ પંતજલીએ સર્જેલ યોગ જેવો ખજાનો ધરાવે છે. ☪હવે તો મુસ્લિમ સહિતના દેશો તેને અપનાવવા માંડયા છે.
*વડાપ્રધાન મોદીએ ભારતના ગૌરવને ઉજાગર કરતા ૨૧ જૂનને વિશ્વ યોગદિન તરીકે ઉજવવા યુનોમાં સફળતા મેળવી તો ✡બાબા રામદેવ તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.*
🎯 જો કે દેશ-વિદેશમાં યોગને અપનાવતા લાખો નાગરિકોએ એ ના ભૂલવું જોઇએ કે *પતંજલીએ રચેલ યોગશાસ્ત્રનું પ્રાચીન યોગાચાર્યોએ તો પ્રચાર, પ્રસાર અને પ્રશિક્ષણ આપેલું જ પણ અર્વાચીન યોગાચાર્યોએ છેલ્લી દોઢ સદીમાં યોગને દેશની સીમાઓની બહાર લઇ જવામાં અસધારણ સફળતા મેળવી હતી.*
*👇🔰👇આજની નવી પેઢીને બાબા રામદેવ સીવાય જેઓ ખરા અર્થમાં યોગાચાર્યો થઇ ગયા તેના નામ પણ આવડતા નથી ત્યારે આ યોગપુરૃષોને વંદન કરીને તેમની ઝલક નહીં મેળવીએ તો 'થેંકલેસ' ગણાઈશું.🔰👇*
*💠🎯🔘થિરૃમલઈ ક્રિષ્નમાચાર્ય (૧૮૮૮-૧૯૮૯)👇🔰⭕*
*👁🗨♻️ક્રિષ્નમાચાર્ય અર્વાચિન યોગના પિતા મનાય છે. હઠ યોગ માત્ર સિધ્ધ યોગીઓ પુરતો જ સીમીત હતો તેમને ક્રિષ્નમાચાર્યએ જનસમુહમાં પ્રચલિત કર્યો. 'વિન્યાસ' પધ્ધતિના તેઓ પ્રણેતા હતા. પ્રત્યેક યોગની મુદ્રા સાથે શ્વાસનું નિયમન કરીન અલૌકિક સ્થૂળ અને સુક્ષ્મ પરિણામ લાવી શકાય તે આ પધ્ધતિ હેઠળ વિજ્ઞાાની ઢબે તેમણે જગત સમક્ષ મુક્યું.*
🔰👉આયુર્વેદ અને યોગ એકબીજાના પુરક બનીને રહે તો જ યોગ ચમત્કારિક પરિણામ આપી શકે તે પ્રચાર પર પણ તેમણે ભાર મુક્યો. ક્રિષ્નમાચાર્ય યોગ ગુરુ ઉપરાંત કોઈ રોગનું શમન કરવા માટે પણ એટલા જ જાણીતા હતા. તેઓનો જન્મ અને મહત્તમ કાર્યકાળ માયસોરમાં હતો. મહારાજા ઓફ માયસોર પણ તેના શિષ્ય હતા.
🔰👉તેમણે જ ક્રિષ્નમાચાર્યને યોગના પ્રચાર માટે ભારત ભ્રમણ માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી. તેઓ તેમના હૃદયના ધબકારા ઉપરાંત નાડી પર પણ ઇચ્છીત નિયમન રાખી શક્તા હતા. તેમના પર તબીબી પરીક્ષણો પણ થયા હતા. વેદોના તમામ છ દર્શનોની તેઓ ડીગ્રી ધરાવતા હતા. યોગ પર તેમણે ચાર પુસ્તકો લખ્યા છે.
*🔰👉ભારતે ૨૦મી સદીમાં જે યોગાચાર્યો વિશ્વને ભેટ ધર્યા છે તે તેમના શિષ્ય છે જેમાં ઇન્દ્રા દેવી (૧૮૯૯-૨૦૦૨) કે પટ્ટાભી જોઇસ (૧૯૧૫-૨૦૦૯), બી.કે.એસ. આયંગર (૧૯૧૮-૨૦૧૪), ટી.કે.એસ.દેસીકાચર (૧૯૩૮-૨૦૧૬) શ્રીવાસ્તા રામાસ્વામી (૧૯૩૯-) એ.જી.મોહન (૧૯૪૫) ગુરુ દિલિપજી મહારાજ (૧૯૬૯) વગેરેનો સમાવેશ થાય છે.*

*🔰🔘👇🔰🔘સ્વામી શિવાનંદ સરસ્વતી :(૧૮૮૭-૧૯૬૩)🔰🔘🔰🔘*
*👉તમિલનાડુના પટ્ટામડાઈમાં જન્મ, તબીબ બનીને બ્રિટિશ મલાયામાં સેવા આપતા પણ આત્મ સાક્ષાત્કારી ઉચ્ચ આત્મા અને ગુરુ વિશ્વાનંદ તેમને હિમાલય સાધનામાં દોરી ગયા. ઋષિકેશમાં શિવાનંદ આશ્રમ અને દિવ્ય જીવન સોસાયટી (૧૯૩૬) સ્થાપી. સ્વામી ચિદાનંદ સરસ્વતી, સ્વામી ક્રિષ્નાનંદ સરસ્વતી અને સ્વામી ચિન્મયાનંદ તેમના શિષ્યો હતો. મેટાફિઝિક્સ, યોગા સહિત ૨૯૬ પુસ્તકો લખ્યા.*
🔘👉આધ્યાત્મ અને સાધના માત્ર તપ, ધ્યાન અને કિર્તન જ નથી યોગાસનો જ સમગ્ર ધ્યેયને પૂર્ણરૃપ આપે છે. તેનાં તેઓએ પ્રચાર કરી યોગાસનાના પ્રકાશનો તેમજ પ્રત્યેક આસનની છણાવટ કરી હતી.
*⭕️👉હઠ યોગ, કર્મયોગ અને માસ્ટર યોગ તે ત્રણેયનો સંગમ કરીને તેમણે ત્રિમુર્તિ યોગ પધ્ધતિ વિકસાવી હતી. તેઓ કદાચ એક માત્ર એવા યોગી છે જેમણે ઉત્કૃષ્ટ યોગીની ૧૮ લાયકાતોમાં સૌથી અગ્રક્રમે રમૂજ વૃત્તિને મુકી છે. યોગી આંતર્મુખી રીતે ગંભીર હોય પણ બહિર્મુખી જીવંત, મસ્ત રહેતો અને બીજાને સદાય પ્રસન્ન રાખતો હોય તો જ તેને સાચો યોગી માનજો તેમ તેઓ કહેતા.*
*🔶♦️🔶બી.કે.એસ.આયંગર : (૧૯૧૮-૨૦૧૪)🔶🛡🔶*
*🔷⭕️ટી. ક્રિષ્નમચાર્યના સૌથી માનીતા અને દમદાર શિષ્ય હતા. ભારતમાં યોગાચાર્યો સર્જવાનું અને ભારતમાં યોગ, આયુર્વેદના પ્રચાર કરવાનું શ્રેય ક્રિષ્નામાચાર્યને જાય છે તો વિશ્વમાં અને વિશ્વની હસ્તીઓમાં યોગનો પ્રચાર અને શિક્ષણ ફેલાવાનો જશ વન એન્ડ ઓન્લી બી.કે.એસ.આયંગરને જાય છે.*
*✅✅પતંજલી યોગા અને શબ્દને બાબા રામદેવે તો છેક ૨૧મી સદીમાં ગાજતો કર્યો પણ આયંગરે તેને ૨૦મી સદીમાં વિશ્વ સમક્ષ વહેતો કરેલો એટલું જ નહીં તેમણે પોતાની વિશિષ્ટ 'આયંગર યોગ' પધ્ધતિને જગ મશહૂર કરી. ૯૫ વર્ષની વયે તેઓ નિધન પામ્યા તેના થોડા દિવસો પહેલા પણ તેઓ અડધો કલાક શિર્ષાસન કરી શક્તા હતા.*

(ભાગ 2)
*આજની નવી પેઢીને બાબા રામદેવ સીવાય જેઓ ખરા અર્થમાં યોગાચાર્યો થઇ ગયા તેના નામ પણ આવડતા નથી ત્યારે આ યોગપુરૃષોને વંદન કરીને તેમની ઝલક નહીં મેળવીએ તો 'થેંકલેસ' ગણાઈશું.*
👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬
*🀄️🀄️ભારતના આ યોગ પુરૃષો🀄️*
👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔰👇🔰કે પટ્ટાભી જોઇસ (૧૯૧૫-૨૦૦૯)🔰👇🔰*
👉ટી. ક્રિષ્નામાચાર્યના શિષ્ય પટ્ટાભી પણ માયસોર નજીકના વતની હતા. વિન્યાસ પધ્ધતિને અપનાવીને તેમણે અષ્ટાંગ યોગને પ્રચલિત બનાવ્યો.માયસોર અને કેલિફોર્નિયામાં તેમણે અષ્ટાંગ યોગ રીસર્ચ ઇન્સ્ટટયૂટની સ્થાપના કરી જ્યાં દેશી-વિદેશી યોગાભ્યાસુઓ અને સેલિબ્રિટી નિવાસ કરે છે. તેમના નિધનની ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ફાઈનાન્સિયલ ટાઇમ્સ, બીબીસી, ગાર્ડિયન, ધ ઇકોનોમિસ્ટે નોંધ લીધી હતી.
🔰પટ્ટાભી કેટલાક વિવાદોમાં સપડાયા હતા. તેઓ કમળની મુદ્રા ધારણ કરાવવા શિષ્યો પર ઘણી વખત એ હદે કડક બનતા કે શિષ્યોની કમરના મણકા ખસીજવાની ઘટના બનતી હતી. પટ્ટાભીએ યુરોપ, અમેરિકા પ્રવાસ ખેડયા હતા.
*👇🔰👇મહર્ષિ મહેશયોગી : (૧૯૧૮-૨૦૦૮)🔰👇🔰*
🎯👉મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા મહર્ષિ મહેશ યોગીનું અસલ નામ મહેશ પ્રસાદ વર્મા હતું. જ્યોતિર્મઠ શંકરાચાર્ય હિમાલયના યોગી સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના તેઓ શિષ્ય હતા. તેમણે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન (ટીએમ) ટેકનિક વિકસાવી અને વિશ્વભરમાં તેનો પ્રચાર અને કેન્દ્રો સ્થાપ્યા હતા. 'બીટલ્સ' તેમના શિષ્યો હતા.
👉🎯મહર્ષિએ સ્ટેનફોર્ડ સહિત વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં વિજ્ઞાાન, આધ્યાત્મ અને ધ્યાનનેજોડતા વિષયોને સામેલ કરાવ્યા હતા. વિશ્વમાં ૧૦૦૦થી વધુ ટીએમ સેન્ટરો, ૪૦૦૦૦ જેટલા ટીએમ ટીચર્સ અને ૫૦ લાખ વૈશ્વિક અનુયાયીઓ છે. મહર્ષિ યોગીના સેન્ટરોની શાળા, કોલેજો પણ છે.
*👇🔰👇પરમહંસ યોગાનંદ : (૧૮૯૩-૧૯૫૨)🔰👇🔰*
*👁🗨♻️મુકુંદલાલ ઘોષ તેમનું સંસારી નામ. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મ થયેલો. હિમાલયના યોગીઓના પરિચયમાં આવવાનો યોગ લઇને જ જન્મેલા હતા. સ્વામી યુક્તેશ્વર ગીરીને ૧૭ વર્ષની વયે ગુરુ બનાવીને આધ્યાત્મિક ચરમસીમા મેળવી.*
🔘👉યુક્તેશ્વરજીએ તેને સ્હસ્યોદ્ઘાટન કરતા કહ્યું હતું કે હિમાલય યોગી મહાવીર બાબાનેતને મારી પાસે મોકલ્યો છે. 🔘👉બોસ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ રીલીજીયસ લિબીરલ્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા ૧૯૨૦માં અમેરિકા ગયા હતા.
*🔘👉૩૦ વર્ષ અમેરિકામાં રહ્યા અને તે દરમ્યાન વિદેશ પ્રવાસ ખેડયા તેમને થયેલા અગોચર, સુક્ષ્મ દુનિયાના અનુભવો આધારીત પુસ્તક 'ઓટોબાયોગ્રાફી ઓફ યોગી' ૪૫ ભાષામાં લાખો નકલમાં પ્રકાશિત થઇ છે. નોબેલ વિજેતાઓથી માંડી સ્ટીવ જોબ્સ પર આ પુસ્તકનો પ્રભાવ હતો.*
*⭕️💠પરમાનંદ યોગીએ 'ક્રિયા યોગ'નો પ્રસાર કર્યો જેમાં આપણી દેહ રચનામાં કરોડરજ્જુમાં છ ચક્રો આવેલા છે જેનો આધાર ૧૨ રાશિ સાથે છે. ક્રિયા યોગથી આ ચક્રોને ચાર્જ કરીને દેહમાં પડેલી અદ્ભૂત અકલ્પનીય સુક્ષ્મ શક્તિઓને ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે.*
*👇🎯👇જગ્ગી વાસુદેવ : (૧૯૫૭)🔰👇🔰*
👁🗨♦️માયસોર જાણે યોગીઓની જન્મનગરી હોય તેમ જગ્ગી વાસુદેવ પણ ત્યાંના છે. તેમનું *ઇશા ફાઉન્ડેશન* સત્સંગ,હિન્દુ સંસ્કૃતિ પ્રવચન શ્રેણી, પ્રકાશનોમાં અને સોશ્યલ મીડિયામાં તો નવી પેઢી સાથે કનેક્ટ થવામાં ભારે સફળ થયું છે.
*♦️જગ્ગી વાસુદેવ યુવાનો અને કોર્પોરેટના જ નહીં વડાપ્રધાન મોદીના પણ ચાહીતા છે. તેમનું પુસ્તક 'ઇનર એન્જિનિયરિંગ' અમેરિકામાં પણ બેસ્ટ સેલર છે. ખેલાડીઓ, સર્જકો, કલાકારોના યોગા ક્લાસથી માંડી કોમનમેન માટે પણ યોગ સેન્ટરો વિશ્વના મોટાભાગના અગ્રણી શહેરોમાં છે. જેલના કેદીઓને પણ યોગાસનોની તાલીમ આપે છે.*
✅💠⭕️એક સાથે ૭૫૦૦૦ નાગરિકોની યોગ શિબિર કન્ડક્ટ કરે છે. પ્રાણાયામ, સંભવામી મહામુદ્રા, મહાષ્ટાંગ, યોગ વિથ ઇન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ ડાન્સ તેમની આગવી દ્રષ્ટિ છે.
*🔰🔘🔰વિક્રમ ચૌધરી : (૧૯૪૬)🔘🔰🔘*
*અમેરિકાની નવી પેઢીને યોગાસન તરફ આકર્ષવા માટે વિક્રમ ચૌધરીનો તેની સામે જાતિય શોષણનો કેસ થયો હોવા છતાં ઉલ્લેખ કરવો જ રહ્યો તેવો તેમનો પ્રભાવ અને ક્રેઝ છે. ૪૦ ડિગ્રી ઉષ્ણાતામાન સર્જીને તેવાં જ યોગાસનો કરવાની તેના નામની 'વિક્રમ યોગા'ની શાખા તેમણે પ્રચલિત બનાવી છે.*
*👉તેમનો દાવો છે કે તેમના ૨૬ હઠ યોગાસનો આ ઉષ્ણતામાન કરો તો ઘૂંટણ, પીઠ, કમરના દર્દ થાય નહીં અને ગમે તેવી બીમારીમાંથી વ્યક્તિ દોડવા માંડે. આ ઉપરાંત અમેરિકનોની સેલિબ્રીટીઓ પણ ફિટનેસ માટે તેને ગુરૃ માને છે. તેના પુસ્તકો, ડીવીડીનું ઘૂમ વેચાણ થતું રહે છે.*
👉વિક્રમ ચૌધરીને જેલની સજ થઈ શકે તેવા આરોપો તેની સામે મુકાયા છે.
🔰👉આ ઉપરાંત ભરત ઠાકુર, શ્રી શ્રી રવિશંકર (સુદર્શન ક્રિયા) રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પહેચાન મેળવી ચૂક્યા છે.
*🔰👉રશિયામાં જન્મેલી પેટરસન યોગ શિક્ષિકા ઇન્દ્રા દેવી બની*
👁🗨♻️👁🗨યોગાચાર્યો મોટેભાગે પુરૃષો જ હોય પણ યોગનો ઇતિહાસ લખીએતો મહિલા યોગ પ્રશિક્ષક કે જેને યોગિની કહેવાય છે તેવા ઇન્દ્રા દેવીને કેમ ભુલાય ? *ભુલવાની વાત પણ કદાચ ના આવે કેમકે ઇન્દ્ર દેવી વિશે ખબર જ કેટલાંને હશે ?*
*આજની નવી પેઢીને બાબા રામદેવ સીવાય જેઓ ખરા અર્થમાં યોગાચાર્યો થઇ ગયા તેના નામ પણ આવડતા નથી ત્યારે આ યોગપુરૃષોને વંદન કરીને તેમની ઝલક નહીં મેળવીએ તો 'થેંકલેસ' ગણાઈશું.*
👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬
*🀄️🀄️ભારતના આ યોગ પુરૃષો🀄️*
👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬👁🗨💬
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔰👇🔰કે પટ્ટાભી જોઇસ (૧૯૧૫-૨૦૦૯)🔰👇🔰*
👉ટી. ક્રિષ્નામાચાર્યના શિષ્ય પટ્ટાભી પણ માયસોર નજીકના વતની હતા. વિન્યાસ પધ્ધતિને અપનાવીને તેમણે અષ્ટાંગ યોગને પ્રચલિત બનાવ્યો.માયસોર અને કેલિફોર્નિયામાં તેમણે અષ્ટાંગ યોગ રીસર્ચ ઇન્સ્ટટયૂટની સ્થાપના કરી જ્યાં દેશી-વિદેશી યોગાભ્યાસુઓ અને સેલિબ્રિટી નિવાસ કરે છે. તેમના નિધનની ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ફાઈનાન્સિયલ ટાઇમ્સ, બીબીસી, ગાર્ડિયન, ધ ઇકોનોમિસ્ટે નોંધ લીધી હતી.
🔰પટ્ટાભી કેટલાક વિવાદોમાં સપડાયા હતા. તેઓ કમળની મુદ્રા ધારણ કરાવવા શિષ્યો પર ઘણી વખત એ હદે કડક બનતા કે શિષ્યોની કમરના મણકા ખસીજવાની ઘટના બનતી હતી. પટ્ટાભીએ યુરોપ, અમેરિકા પ્રવાસ ખેડયા હતા.
*👇🔰👇મહર્ષિ મહેશયોગી : (૧૯૧૮-૨૦૦૮)🔰👇🔰*
🎯👉મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા મહર્ષિ મહેશ યોગીનું અસલ નામ મહેશ પ્રસાદ વર્મા હતું. જ્યોતિર્મઠ શંકરાચાર્ય હિમાલયના યોગી સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના તેઓ શિષ્ય હતા. તેમણે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન (ટીએમ) ટેકનિક વિકસાવી અને વિશ્વભરમાં તેનો પ્રચાર અને કેન્દ્રો સ્થાપ્યા હતા. 'બીટલ્સ' તેમના શિષ્યો હતા.
👉🎯મહર્ષિએ સ્ટેનફોર્ડ સહિત વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં વિજ્ઞાાન, આધ્યાત્મ અને ધ્યાનનેજોડતા વિષયોને સામેલ કરાવ્યા હતા. વિશ્વમાં ૧૦૦૦થી વધુ ટીએમ સેન્ટરો, ૪૦૦૦૦ જેટલા ટીએમ ટીચર્સ અને ૫૦ લાખ વૈશ્વિક અનુયાયીઓ છે. મહર્ષિ યોગીના સેન્ટરોની શાળા, કોલેજો પણ છે.
*👇🔰👇પરમહંસ યોગાનંદ : (૧૮૯૩-૧૯૫૨)🔰👇🔰*
*👁🗨♻️મુકુંદલાલ ઘોષ તેમનું સંસારી નામ. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મ થયેલો. હિમાલયના યોગીઓના પરિચયમાં આવવાનો યોગ લઇને જ જન્મેલા હતા. સ્વામી યુક્તેશ્વર ગીરીને ૧૭ વર્ષની વયે ગુરુ બનાવીને આધ્યાત્મિક ચરમસીમા મેળવી.*
🔘👉યુક્તેશ્વરજીએ તેને સ્હસ્યોદ્ઘાટન કરતા કહ્યું હતું કે હિમાલય યોગી મહાવીર બાબાનેતને મારી પાસે મોકલ્યો છે. 🔘👉બોસ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ રીલીજીયસ લિબીરલ્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા ૧૯૨૦માં અમેરિકા ગયા હતા.
*🔘👉૩૦ વર્ષ અમેરિકામાં રહ્યા અને તે દરમ્યાન વિદેશ પ્રવાસ ખેડયા તેમને થયેલા અગોચર, સુક્ષ્મ દુનિયાના અનુભવો આધારીત પુસ્તક 'ઓટોબાયોગ્રાફી ઓફ યોગી' ૪૫ ભાષામાં લાખો નકલમાં પ્રકાશિત થઇ છે. નોબેલ વિજેતાઓથી માંડી સ્ટીવ જોબ્સ પર આ પુસ્તકનો પ્રભાવ હતો.*
*⭕️💠પરમાનંદ યોગીએ 'ક્રિયા યોગ'નો પ્રસાર કર્યો જેમાં આપણી દેહ રચનામાં કરોડરજ્જુમાં છ ચક્રો આવેલા છે જેનો આધાર ૧૨ રાશિ સાથે છે. ક્રિયા યોગથી આ ચક્રોને ચાર્જ કરીને દેહમાં પડેલી અદ્ભૂત અકલ્પનીય સુક્ષ્મ શક્તિઓને ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે.*
*👇🎯👇જગ્ગી વાસુદેવ : (૧૯૫૭)🔰👇🔰*
👁🗨♦️માયસોર જાણે યોગીઓની જન્મનગરી હોય તેમ જગ્ગી વાસુદેવ પણ ત્યાંના છે. તેમનું *ઇશા ફાઉન્ડેશન* સત્સંગ,હિન્દુ સંસ્કૃતિ પ્રવચન શ્રેણી, પ્રકાશનોમાં અને સોશ્યલ મીડિયામાં તો નવી પેઢી સાથે કનેક્ટ થવામાં ભારે સફળ થયું છે.
*♦️જગ્ગી વાસુદેવ યુવાનો અને કોર્પોરેટના જ નહીં વડાપ્રધાન મોદીના પણ ચાહીતા છે. તેમનું પુસ્તક 'ઇનર એન્જિનિયરિંગ' અમેરિકામાં પણ બેસ્ટ સેલર છે. ખેલાડીઓ, સર્જકો, કલાકારોના યોગા ક્લાસથી માંડી કોમનમેન માટે પણ યોગ સેન્ટરો વિશ્વના મોટાભાગના અગ્રણી શહેરોમાં છે. જેલના કેદીઓને પણ યોગાસનોની તાલીમ આપે છે.*
✅💠⭕️એક સાથે ૭૫૦૦૦ નાગરિકોની યોગ શિબિર કન્ડક્ટ કરે છે. પ્રાણાયામ, સંભવામી મહામુદ્રા, મહાષ્ટાંગ, યોગ વિથ ઇન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ ડાન્સ તેમની આગવી દ્રષ્ટિ છે.
*🔰🔘🔰વિક્રમ ચૌધરી : (૧૯૪૬)🔘🔰🔘*
*અમેરિકાની નવી પેઢીને યોગાસન તરફ આકર્ષવા માટે વિક્રમ ચૌધરીનો તેની સામે જાતિય શોષણનો કેસ થયો હોવા છતાં ઉલ્લેખ કરવો જ રહ્યો તેવો તેમનો પ્રભાવ અને ક્રેઝ છે. ૪૦ ડિગ્રી ઉષ્ણાતામાન સર્જીને તેવાં જ યોગાસનો કરવાની તેના નામની 'વિક્રમ યોગા'ની શાખા તેમણે પ્રચલિત બનાવી છે.*
*👉તેમનો દાવો છે કે તેમના ૨૬ હઠ યોગાસનો આ ઉષ્ણતામાન કરો તો ઘૂંટણ, પીઠ, કમરના દર્દ થાય નહીં અને ગમે તેવી બીમારીમાંથી વ્યક્તિ દોડવા માંડે. આ ઉપરાંત અમેરિકનોની સેલિબ્રીટીઓ પણ ફિટનેસ માટે તેને ગુરૃ માને છે. તેના પુસ્તકો, ડીવીડીનું ઘૂમ વેચાણ થતું રહે છે.*
👉વિક્રમ ચૌધરીને જેલની સજ થઈ શકે તેવા આરોપો તેની સામે મુકાયા છે.
🔰👉આ ઉપરાંત ભરત ઠાકુર, શ્રી શ્રી રવિશંકર (સુદર્શન ક્રિયા) રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પહેચાન મેળવી ચૂક્યા છે.
*🔰👉રશિયામાં જન્મેલી પેટરસન યોગ શિક્ષિકા ઇન્દ્રા દેવી બની*
👁🗨♻️👁🗨યોગાચાર્યો મોટેભાગે પુરૃષો જ હોય પણ યોગનો ઇતિહાસ લખીએતો મહિલા યોગ પ્રશિક્ષક કે જેને યોગિની કહેવાય છે તેવા ઇન્દ્રા દેવીને કેમ ભુલાય ? *ભુલવાની વાત પણ કદાચ ના આવે કેમકે ઇન્દ્ર દેવી વિશે ખબર જ કેટલાંને હશે ?*
*👧🏻👧🏻ભારતીય સંસ્કૃતિ અને યોગના ખેંચાણનો વિદેશીઓને કેવો ગજબ પ્રભાવ હોય છે તેનું ઇન્દ્રા દેવી ઉદાહરણ છે.*
*👩🏻👩🏻૨૨ મે, ૧૮૯૯માં જન્મેલ ઇન્દ્રા દેવીનું મૂળ નામ એયુજેની પેટરસન હતું. ૧૫ વર્ષની વયે તેણે ટાગોરને અને યોગાચાર્ય રામચરાકાનાં પુસ્તકો વાંચ્યા અને ભારત તરફ આકર્ષાયા હતા ભારતમાં આવ્યા બાદ તેમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા થતા ઇન્દ્રા દેવીનું નામ ધારણ કર્યું. તેને ખબર પડી કે માયસોરમાં ટી ક્રિષ્નાઆચાર્ય પ્રખર યોગ નિષ્ણાત છે પણ તેઓ મહિલાને પ્રશિક્ષણ નથી આપતા. ઇન્દ્રા દેવી માયસોરના મહારાજાને મળ્યા અને તેની ઇચ્છા વ્યક્ત કરી.*
*👱♀👱♀મહારાજાએ શ્રી ક્રિષ્નાઆચાર્યને ઇન્દ્રા દેવીને શિષ્યા બનાવવા વિનંતી કરી. ૧૯૩૮માં તેઓએ થોડા મહિના ક્રિષ્નાઆચાર્યથી સંસ્થામાં જ રહી ઘનિષ્ટ તાલીમ લીધી. હઠયોગ પરના મેળવેલા પ્રભુત્વથી ક્રિશ્નાઆચાર્યની પણ દંગતા સાથે પ્રસન્ન થઈ ગયા.*
*🎯👉ઇન્દ્રા દેવીના પતિની તે પછી ચીન બદલી થતા ઇન્દ્રા દેવીએ ચીનમાં તે જમાનામાં શાંઘાઈમાં યોગના વર્ગ શરૃ કર્યા હતા જેમાં તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પતિનું નિધન થતા ફરી ભારત આવ્યા અને ૧૯૩૯થી ૧૯૪૭ ભારતમાં યોગનો પ્રચાર કર્યો. તે પછી ૧૯૪૭માં તેમણે હોલિવૂડમાં યોગ સ્ટુડિયો સ્થાપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ગ્રેટા ગાર્બો, ઈવા ગેબોર, ગોરિયા સ્વાન્સન, રોબર્ટ રાયન, જેનિફર જોન્સ, યેહૂદી મેનુહિમ, હેપબર્ન વગેરે તેના યોગ શિષ્યો હતા.*
👁🗨આગળ જતા તેણે મેક્સિકો અને આર્જેન્ટિનામાં યોગ કેન્દ્રો ખોલ્યા હતા. ઇન્ટરનેશનલ યોગા ફેડરેશન અને લેટિન અમેરિકન યુનિયન ઓફ યોગા જેવી સંસ્થાઓમાં તેણે પ્રવચનો, શિબિર અને પેપર્સ રજૂ કર્યા હતા. ૨૦૦૨માં આર્જેન્ટિનાના બ્યુએનોસ એઈરસમાં ૧૦૩ વર્ષની વયે તેમનું નિધન થયું હતું
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔰
યોગ ૫,૦૦૦ વર્ષ પુરાણો કે પછી ૧૦,૦૦૦ વર્ષ?
યોગના ઇતિહાસ અંગે બે પ્રકારના દાવા થઈ રહ્યા છે. કોઈ કહે છે કે તે ૫,૦૦૦ વર્ષ જૂનો છે, તો વળી કોઈનો દાવો છે કે યોગ એ ૧૦,૦૦૦ વર્ષ જૂનો છે. યોગનો પ્રારંભ ભારતમાં પાંચ હજાર વર્ષ પહેલા ઉત્તર ભારતમાં થયો હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. જેમ કે, યોગ શબ્દ સૌપ્રથમ જો કોઈ લેખિત સ્વરૂપે જોવા મળ્યો હોત તો તે હિંદુઓના ધાર્મિક ગ્રંથ ઋગ્વેદમાં છે. બ્રાહ્મણો અને ઋષિમુનિ આ ધાર્મિક ગ્રંથને બહુ માનતા હતા અને તેમના દ્વારા યોગનો ફેલાવો શરૂ થયો હોવાનું મનાય છે. બાદમાં યોગે ઉપનિષદ્ અને ભગવદ્ ગીતામાં પણ સ્થાન મેળવ્યું. એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે યોગનો પુરાવો લગભગ ઇ.સ. પૂર્વે ૩૦૦૦ના સમયગાળામાં કેટલાક શિલાલેખમાં મળી આવ્યા હતા, જે યોગમુદ્રામાં હતા. આમ યોગ એ ઓછામાં ઓછો પાંચ હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે, પરંતુ તે તેનાથી પણ વધુ જૂનો હોઈ શકે છે.
• ઈ.સ. પૂર્વે ૩,૦૦૦ યોગના પહેલા પુરાવા સિંધુ ઘાટીમાં મળ્યા
• ઇ.સ. પૂર્વે ૨૦૦ પતંજલિ દ્વારા યોગના આઠ સૂત્રો લખાયા
• ઈ.સ. પૂર્વે ૧૨૦૦ વેદોમાં યોગમનો ઉલ્લેખ મળ્યો
• ઈ.સ. ૧,૧૦૦ હઠયોગની શરૂઆત થઈ
• ઈ.સ. પૂર્વે ૬૦૦ યોગને યોગ્ય વ્યાખ્યા અપાઈ
• ઈ.સ. પૂર્વે ૫૦૦ ભગવદ્ ગીતામાં યોગનું મહત્ત્વ સમજાવાયું
• ઈ.સ. ૧૭૮૫ પહેલી વખત ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ થયો
• ઈ.સ. ૧૮૪૦ યોગનાં ૧૨૧ આસન પુસ્તકરૂપે પ્રકાશિત થયાં.
યોગની યાત્રાઃ પૌરાણિક યુગથી આધુનિક યુગ
• યોગ પૌરાણિક છેઃ યોગ એ આજકાલની નહીં, પણ અંદાજે ૫૦૦૦ વર્ષ જૂની બાબત હોવાનું અનુમાન છે. ઋષિકેશમાં યોગના કેટલાક ઐતિહાસિક પુરાવા છે. જેમ કે, અહીં વશિષ્ઠની ગુફા આવેલી છે. વશિષ્ઠ અહીં વર્ષો સુધી રહ્યા હતા, તેઓ ભગવાન રામના ગુરુ છે.
• યોગ વિજ્ઞાન છેઃ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર ફિલોસોફી એન્ડ એલાઈડ સાયન્સિસ (‘ડીપાસ’)ના ડાયરેક્ટર ડો. શશી બાલા સિંહ જણાવે છે કે અમે ડિફેન્સમાં યોગને અપનાવીએ છીએ, કેમ કે યોગની પાછળ વિજ્ઞાન રહેલું છે. જોકે આ અંગે હજુ ઘણા સંશોધન પણ ચાલી રહ્યા છે.
• પશ્ચિમી દેશોમાં પ્રચારઃ પશ્ચિમી દેશોમાં યોગ અંગે પ્રચાર-પ્રસાર વધ્યો, જેના કારણે યોગનું મહત્ત્વ પૂરા વિશ્વમાં ફેલાયું. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં યોજાયેલી ધર્મ કોન્ફરન્સમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમણે યોગનો ઉલ્લેખ કર્યો હતો.
• યોગ પર ફિલ્મઃ ‘ધ લાઇફ ઓફ યોગાનંદા’ નામની એક હોલિવૂડ ફિલ્મ આવી. આ ફિલ્મ યોગગુરુ યોગાનંદ પર ફિલ્મ બની હતી. આ ઉપરાંત હોલિવૂડમાં યોગ સ્ટુડિયો પણ છે. મેડોના, શિલ્પા શેટ્ટી તેમ જ અનેક હોલિવૂડ અને બોલિવૂડ કલાકારો પણ નિયમિત યોગ કરે છે.
• આધુનિક જીવનશૈલીઃ આધુનિક જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું, જેને પગલે તેઓ યોગ તરફ આગળ વધ્યા. ખાસ કરીને લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું અને શાંતિની ખોજમાં યોગનો સહારો લીધો. લોકોમાં હતાશા વધી, જેનાથી તેઓ ખુશ રહેવા યોગ તરફ આગળ વધ્યા.
• આયંગર દ્વારા વિશ્વમાં ફેલાવોઃ ભારતમાં જન્મેલા અને વિશ્વમાં યોગ ગુરુ તરીકે પ્રચલિત બી. કે. એસ. આયંગરે લગભગ ૭૦ જેટલા દેશોમાં યોગ કેન્દ્ર ખોલ્યા છે. આયંગરનું ગત વર્ષે નિધન થયું. તેમણે અનેક પુસ્તકો પણ યોગ પર લખ્યા અને યોગનો પ્રસાર-પ્રચાર કર્યો હતો. વિશ્વભરમાં યોગનો ફેલાવો કરવામાં મહત્ત્વનું યોગદાન છે.
નિયમિત યોગ કરવાના લાભ
• યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કોઈ પણ વર્ગ કરી શકે છે.
• યોગનાં વિવિધ આસનો દ્વારા શરીરની માંસપેશીઓને ખેંચવા અને વાળવાની પ્રક્રિયાઓ થાય છે, જેનાથી શરીર સ્ફૂર્તિ અનુભવે છે તો સાથોસાથ તે માનસિક તણાવ પણ દૂર કરે છે.
• યોગ કરવાથી શરીરનો થાક ઊતરી જાય છે અને વેડફાયેલી શક્તિ પરત મળી જાય છે.
• યોગાસનથી શરીરની અંદર રહેલી શક્તિઓ જાગ્રત થાય છે. તે માણસની યુવાવસ્થા જાળવી રાખવામાં મદદ કરે છે.
• યોગથી શરીરની પાચનક્રિયામાં ફેર પડે છે. પાચનશક્તિમાં સુધારો થાય છે.
• યોગાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને નાડીશક્તિનો વ્યય થતો અટકાવે છે.
• યોગથી દુર્બળ માંસપેશીઓ મજબૂત બને છે અને નાદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત બને છે.
• યોગાસનથી સ્ત્રીઓની સુંદરતા વધે છે, સુડોળ શારીરિક વિકાસ થાય છે.
• યોગાસનથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને નિર્ણયશક્તિમાં વધારો થાય છે.
• યોગથી મન અને શરીર સ્થિર થાય છે. નવી ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે.
• યોગનાં આસનોથી આંખની તકલીફો મટી શકે છે. રોગના વિકારો દૂર થાય છે.
• યોગથી શરીરના પ્રત્યેક અંગને કસરત મળે છે, જેનાથી શરીર હૃષ્ટપુષ્ટ બને છે.

No comments:
Post a Comment