Wednesday, May 8, 2019

ક્વીન ઓફ ઠુમરી - ગિરિજા દેવી --- Queen of Thumri - Girija Devi

✅🔶♦️✅♥ ક્વીન ઓફ ઠૂમરી - ગિરિજા દેવી ♥*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
👉🏻 ભારતમાં શાસ્ત્રીય ગાયકીમાં જેનું નામ સૌથી પહેલી હરોળમાં લેવામાં આવે છે તેવાં ગિરિજા દેવીનું ભારતીય પરંપરાગત ગાયકીને જીવંત રાખવામાં અનન્ય યોગદાન છે.

👉🏻 ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ' થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

👉🏻 ગિરિજા દેવીનો જન્મ ૮ મે, ૧૯૨૯ના વારાણસી ખાતે થયો હતો.

👉🏻 ગિરિજા દેવીના પિતા સંગીતનું ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ખૂબ સારાં હાર્મોનિયમ વાદક હતા. જેનો લાભ બાળપણથી જ ગિરિજા દેવીને મળ્યો હતો.


👉🏻 ગિરિજા દેવીએ પાંચ વર્ષની ઉંમરમાં જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી ગાયકીનું જ્ઞાન મેળવ્યું.તેમણે નવ વર્ષની ઉંમરે ‘યાદ રહે’ નામની ફિલ્મમાં અભિનય પણ કર્યો.

👉🏻 ૧૯૪૬માં તેમણે સિરકાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ પણ તેમના શોખ પ્રત્યે તેમને એટલો જ લગાવ હતો. તેમની માતા, દાદી અને કુટુંબમાં બીજા બધા લોકોનું એવું માનવું હતું કે સારા અને મોટા ઘરની દીકરીએ જાહેરમાં કોઈ પણ જાતના કાર્યક્રમ કે સમારંભમાં જવું જોઈએ નહીં. તેમ છતાં ગિરિજા દેવી મક્કમ હતાં. પરિવારનો વિરોધ વહોરીને પણ તેમને કલા અને ગાયકીના ક્ષેત્રને મૂક્યું નહીં. આજે જ્યારે પણ ભારતીય ગાયકી અને શાસ્ત્રીય સંગીતની વાત આવે ત્યારે ગિરિજા દેવીનું નામ પહેલાં લેવામાં આવે છે.

👉🏻 ગિરિજા દેવીએ સૌથી પહેલી વાર અલાહાબાદથી ૧૯૪૯માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો પર તથા ૧૯૫૧માં બિહારમાં જાહેર સમારંભમાં પરફોર્મન્સ આપ્યું હતું.

👉🏻 ૧૯૮૦માં ગિરિજા દેવી ‘આઇટીસી સંગીત રિસર્ચ એકેડેમીલ્લમાં ફેકલ્ટી મેમ્બર તરીકે જોડાયાં હતાં.

👉🏻 ૧૯૯૦માં તેઓ ‘હિન્દુ બનારસ યુનિવર્સિટી સાથે જોડાયાં હતાં, જેનો લાભ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળ્યો હતો.

👉🏻 ગિરિજા દેવી બનારસ ઘરાનાની ગાયિકા છે તેમજ તેઓ ઠૂમરી જેવી પરંપરાગત શૈલીમાં પણ ઘણાં બધાં પરફોર્મન્સ આપ્યાં છે. સાથે સાથે તેઓ સેમી ક્લાસિકલ કજરી, ચલતી અને હોલીમાં પણ પારંગત છે.ગિરિજા દેવીને ‘ક્વીન ઓફ ઠૂમરી' થી નવાજવામાં આવ્યાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment