🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
૩૧ મે –તમાકુ નિષેધ દિન - ઝેરી ગુટકા-પળની મસ્તી, શું ઝીંદગી
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે..
😳😳“જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”
પહેલાના જમાનમાં અને આજે પણ ક્યાંક કોઈ મોટી ઉમરના લોકોમાં બજર ઉર્ફે તપકીર સુંઘવાની આદત હોય છે.તો કેટલાકને તમાકુના વિવિધ પ્રકારના માવા બનાવી ખાવાની આદત હોય છે.અને આજે તો સૌથી વધુ જેનું ચલણ ફેશનમાં છે તે ગુટકા વિવિધ સ્વરૂપે ને વિવિધ નામે બજારમાં મળે છે.જેના સૌથી વધુ બંધાણી તરુણો કે તરુણીઓ છે.
વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...
“અહીંથી આવો,તહીથી આવો,સરસ બનાવે માવો,,, ચોળો,મસળો,ખુબ જમાવો,જીવનનો કાવો!!”
ચરસ,ગાંજો,દારૂ કે તમાકુ વિવિધ પ્રકારના નશામાં ડૂબતી જતી વ્યક્તિને જયારે સમજ આવે છે ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હોય છે.પુરેપુરા વ્યસનના બંધની થઇ ચુકેલા વ્યસની જાતે ઈચ્છે છતાં તેમાંથી મુક્ત થતા વાર લાગે છે.દેશમાં વ્યાપક રીતે ફેલાયેલ અને સૌથી વધુ નુકસાન કરતુ વ્યસન તમાકુ છે.જેમાં રહેલું નિકોટીન નામનું દ્રવ્ય થોડા સમય માટે જ્ઞાનતંતુને ઉતેજીત કરી,વ્યસનીને અલ્પજીવી આનંદ અને સ્ફૂર્તિ આપે છે પણ ટુંકસમયમાં એની અસર પૂરી થતા શરીરને લાંબા ગળે થતા કેન્સરના રોગ તરફ લઇ જાય છે.
તમાકુને ગલોફામાં ભરી રાખી કે સિગારેટ,બીડીના ધુમાડામાં કલ્પ્નીય 🚬🚬સ્વર્ગનો અનુભવ કરનારી વ્યક્તિ“બીડી સ્વર્ગની સીડી “ને બદલે હોઠ,ગાલ,જીભ,આતરડાના ભયાનક કેન્સરને નોતરી જાણીજોઈને પોતાને નરકના દ્વાર તરફ દોરી જાય છે......
બીગ બીના પેલા ગીતની જેમ ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ,,,,’આ વાત જો સમજી વ્યસની લોકો આટલું ધ્યાનમાં રાખે તો જરૂર પોતાની અણમોલ જીંદગી બચાવી શકે:
⚔*સૌપ્રથમ તો વ્યક્તિ એ જાતે જ મક્કમ બની દ્રઢ નિર્ધાર કરવો પડે અને મનને સમજાવવું પડે કે વ્યાસનથી ફાયદા નહિ પણ ગેરફાયદાઓ જ છે અને મારે આમાંથી બહાર આવવું જ છે.
⚔*વ્યસનથી છૂટવાનો સારામાં સારો ઉપાય નિયમિત યોગ,પ્રાણાયામ,કસરત,ધ્યાન અને નિયમિત જીવન શૈલી છે.
⚔*માનસિક તનાવ ,ડીપ્રેશન,ગુસ્સો જેવી બાબતોથી દુર રહેવા સકારાત્મક વાતાવરણ ઉભું કરીએ અને એવા જ વાતાવરણમાં રહીએ.
⚔*જેમને વારેવારે તમાકુ લેવાની આદત પડી ગઈ હોય તો તેમણે તમાકુને બદલે વરીયાળી,ધાણાદાળ ,તજ,લવિંગ,એલચી મમળાવવી.
⚔*વ્યસનીના સગા સંબંધીઓએ તેને મહેણટોણા ન મારતા કે જબરદસ્તી ણ કરતા તેનો વિશ્વાસ અને શ્રદ્ધા સંપાદન કરી પ્રેમ,સમજાવટ અને કુનેહપૂર્વક સહાનુભૂતિનો વહેવાર કરી,તેને વ્યસનમુક્ત થવામાં મદદ કરવી.ઉપરાંત હવે તો સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પણ વ્યસનમુક્ત કરવા વિવિધ સહાયક પ્રવૃતિઓ થાય છે જેની પણ યથાયોગ્ય મદદ લઇ શકાય.
આમ આજના દિવસનું મહત્વ સમજીએ અને માત્ર આજે જ નહિ પણ કાયમ વ્યસનમુક્ત સમાજ બનાવવા સ્વયં જાગૃત થઇ અન્યને પણ કરી, દેશને વ્યસનમુક્ત સ્વસ્થ અને સારો નાગરિકયુક્ત બનાવીએ એ જ સાચા નાગરિકની ફરજ બને..
🗝🔑“બીડી,પડીકી ને હોકો-ગુટકો,વહેલી પડાવે પોકો,
સમજે એને રોકો ને ન સમજે એને ટોકો!!”
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗣🗣🗣🗣🗣🗣🗣
વિશ્વ તમાકુ વિરોધી દિવસ
🗣🗣🗣🗣🗣🗣🗣
🖖આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી. જાહેરાત ન આપો તો પણ ચાલે અને આપો તો વધારે ચાલે. કારણ? માત્ર ને માત્ર વ્યસન ધરાવતા લોકોની માનસિકતા. હા, માનસિકતા એટલા માટે કારણકે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે પોતાના મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે જેનાથી તમાકુનું વેચાણ જાહેરખબરોનું મહોતાજ નથી રહેતું.
ખરેખરમાં તમાકુની આદત એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું એક પરિણામ અને નિશાની છે.
બાકી, 9 મહિનાનું બાળક પણ જ્યાં માતાનું ધાવણની આદત છોડી શકતું હોય તો ત્યાં આ ઢાંઢાઓથી તમાકુની આદત ન છૂટે?
આમ તો, તમાકુ ખાવાની આદત શારીરિક રોગ કરતાં માનસિક રોગની ઓળખ પર સાચી ઠરે. કારણકે તમાકુના સેવનની આદત મુખ્યત્વે એકબીજાની દેખાદેખીમાં અથવા તો સ્ટેટસ સિમ્બોલ બતાવવા વિકસતી હોય છે. ટીનેજર યુવાવયનો થઈ ગયો છે તે બતાવવા માટે તમાકુનું સેવન કરે છે તો યુવતીઓ અમે 21મી સદીની બિન્દાસ યુવતી છે તેમ વિચારીને સિગારેટના ધુમાડા ઉડાવે છે. જ્યારે ગામડાંના લોકો નવરાં બેઠાં કરવું શું તો ચાલો તમાકુ ખાઈએ તેમ જ તમાકુ ખાવાથી ખેતી તેમ જ મજૂરી કામ કરવામાં શક્તિવર્ધક માનતા હોય છે. જ્યારે કેટલાંક લોકો પુરુષત્વની શાનને આંચ ન આવે તેવી વિચારધારાને વળગીને તમાકુ અને સિગારેટની ફૂંકો મારવાની છોડતા નથી.
માનીએ છીએ કે જીવન શોખ અને આનંદથી ભરપૂર જીવવું જોઈએ પરંતુ પ્રશ્ન એ છે કે ખરેખર તમાકુના સેવનમાં શાંતિ અને આનંદ છે ખરો? આના કરતાં તેના પાછળ થતો ખર્ચ અંદાજે રોજનો રૂ.50 (મહિને 1500) અન્ય કોઈ સામાજિક અથવા વિકાસના કામમાં ખર્ચવાથી જે આનંદ મળશે તે તમાકુના સેવનથી મળતા આનંદથી સોયે સો ટકા બમણો હશે.
યંગ જનરેશન જે 🌪🌪‘સિગરેટ કા ધૂંએ કા છલ્લા બનાકે’ અને ‘દમ મારો દમ’ જેવા ફક્ત ગીતોથી જ પ્રેરાઈને ઘેટાંચાલની માફક તમાકુના આદી થઈ જતાં હોય છે. ત્યાર આવા કાચા મનના યંગિસ્તાને પોતાની વિચારશક્તિને સ્વાવલંબી અને મજબૂત બનાવીને દેશના નહીં પરંતુ પોતાના અને પરિવારની વિકાસની દિશામાં વિચારવું જરૂરી છે. કારણકે તમારો વિકાસ થશે તો દેશનો આપોઆપ થવાનો જ છે.
અને જો ફૂંકવા અને ચાવવાની જ આદત સેવવી હોય તો શ્રમરૂપી તમાકુ ચાવો અને વિકાસરૂપી ધુમાડો ફૂંકી જુઓ પછી જો જો સફળતાનો નશો તમને ચઢ્યા વિના નહીં રહે…
દર વર્ષે 31મી મે એ વિશ્વ તમાકુ વિરોધી દિવસે કેટલાંય લોકો સંકલ્પ કરે છે કે ધીરે ધીરે તમાકુ છોડી દઈશું પરંતુ મિત્રો આદત જેમ એક જ દિવસના સેવનથી લાગી હતી તેમ તેનાથી છૂટકારો પણ એક જ દિવસે લઈ લો અને ધીરે ધીરે છોડવાનું કહીને પોતાની જાતને છેતરવાની કોશિશ ન કરો. કારણકે નિષ્ણાતો પણ કહે છે કે તમાકુ છોડવી હોય તો એક ઝાટકે જ નિર્ણય કરી મન મક્કમ કરો.🙏
મોટાભાગના વ્યસની લોકોને તમાકુના સેવન ન કરવાની સલાહ આપો એટલે એક જ જવાબ કોમન મળે કે 👏👉“મરવાનું તો ગમે ત્યારે છે જે તો પછી શું કામ ચિંતા કરીએ”. વાત સાચી, પરંતુ કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તે મહત્વનું છે બાકી જીવન તો ઢોર-ઢાંખર પણ જીવી કાઢે છે એમાં તમે શું મોટી ધાડ મારી?
એન્જોય, પ્રેમ અને બિન્દાસપણું જે આજની પેઢી માંગી રહી છે તેનો તેમણે ક્ષણિક વિચાર કરવાની જરૂર છે કે તે ફક્ત તમાકુના સેવનમાં જ નથી. હકીકતમાં તમારા ઝમીરને ઝંઝોળીને પૂછશો તો તમાકુનું સેવન તમને પણ નથી પસંદ પરંતુ આ આદત ફક્તને ફક્ત તમારા મન પર કાબૂ મેળવવાની નિર્બળતા છે. Nothing is impossible માં માનનારી આજની પેઢી તમાકુ છોડવાનું impossible છે તેનો સ્વીકાર કેમ કરી લે છે તે નથી સમજાતું?
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾🐾🐾🐾🐾🐾🐾
વિશ્વ તમાકુ વિરોધી દિન
🐾🐾🐾🐾🐾🐾🐾
વિશ્વ તમાકુ વિરોધી દિન -૩૧ મે
માનવીના જીવનમાં તેને કોઈને કોઈ પ્રકારનો શોખ હોય છે. આ શોખ જીવનને બાધક પણ બનનાર હોય છે. માનવી જીવનમાં તમાકુ, દારૂ, જુગાર તથા માદક દ્વવ્યોનો દિનપ્રતિદિન વધુને વધુ બંધાણી થતો જાય છે. આ બધા જીવનને નષ્ટ કરનાર હોવા છતાં તે તેમાંથી મુક્ત થઇ શકતો નથી.
🐾🌱 તમાકુમાં ‘ નિકોટીન’ નામનું ઝેરી માદક તત્વ રહેલું છે.
અત્યારે ગુટકા, સિગારેટ,બીડી, તમાકુ ખાવાની સંખ્યામાં દિનપ્રતિદિન ઉત્તરોત્તર વધારો થતો જાય છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ વ્યસનના બંધાણી મોટા વ્યક્તિઓ જ નહિ પણ નાના બાળકો અને સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. આજે આ ટેવ ફેશન બની ગઈ છે. તમાકુના ઝેરી તત્વના આદસ્રો પ્રત્યેની જાગૃતતા લાવવા માટે સમગ્ર વિશ્વમાં ૩૧ મે ‘ વિશ્વ તમાકુ વિરોધી દિન’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સેવાભાવી સંસ્થાઓ તથા આરોગ્ય વિભાગ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
🐾૩૦ થી ૪૦ વર્ષની વયના લોકોના મૃત્યુ અને શારીરિક ખોડખાંપણ માટે તમાકુનો વપરાશ સૌથી મુખ્ય કારણ છે.
🎋🎋વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા મુજબ વિશ્વના ત્રીજા ભાગના પુખ્ત વ્યક્તિઓ બીડી કે સિગારેટના શોખન છે.
🎋આમાં ૪૭% પુરૂષો અને ૧૨% સ્ત્રીઓના સમાવેશ થાય છે.
🎋 ભારતમાં દર વર્ષે ૭.૩.લાખ લોકો બીડી કે સિગારેટ પીવાના કારણે મૃત્યુ પામતા હોવાનું મનાય છે. વિશ્વબેંક દ્વારા 🎋ઈ.સ.૧૯૯૪માં હાથ ધરાયેલ સંશોધન પરથી જાણવા મળ્યું કે તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે ૨૦,૦૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડે છે. જેમાંથી ૫૦% વિકાસશીલ દેશો ભોગવે છે. દર વર્ષે મોઢાના કેન્સરથી ૧,૮૦,૦૦૦ લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય છે.
🎋🎋 જેમાં ૬૦% લોકો ગુટખા અને ૨૯% લોકો તમાકુ ચાવનારા હોય છે. કેટલાક લોકો માને છે કે આવનાર વર્ષોમાં કદાચ પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકો મોતને શરણ આ વ્યસનથી થશે.
🎋🎋ફેફસાના ૩૦% રોગીઓ ધૂમ્રપાનની લીધે અવસાન થાય છે. તમાકુ વ્યસન કરાવતો પદાર્થ છે. તેમાં રહેલું નિકોટીન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના કારણે ફેફસાંની બીમારી, મોંમાં ચાંદા , કફ, ખાંસી તેમ જ કેન્સર થવાની શક્યતાઓ વધી રહી છે. અને આ જ કારણે સરકાર દ્વારા તમાકુના વપરાશ માટે જાહેર કે ખાનગીમાં ધુમ્રપાન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમાકુનો ઉપયોગ ધૂમ્રપાનમાં, સૂંઘવામાં તથા દાંતે ઘસવાની છીંકણી તરીકે કરે છે.
સમગ્ર વિશ્વમાં દર બે મિનિટે એક વ્યક્તિ તમાકુની ટેવને લીધે મોતના મુખમાં ધકેલાય છે.
🎋🎋 હદયરોગ અને બ્લડપ્રેશરના દર્દીઓમાં ૫૦% તમાકુના વ્યસની હોય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ 🎋🎋દર વર્ષે વિશ્વમાં ૩૫ લાખ ધૂમ્રપાનથી મૃત્યુ પામે છે. જો આ જ સ્થિતિ ન બદલાય તો ૨૦૨૦ થી ૩૦ ના દાયકામાં દર વર્ષે ૧ કરોડ લોકો મૃત્યુ પામશે.
🍃🍂🍃ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદ દ્વારા તમાકુના ટેવોને કારણોઅને પ્રકાર અંગે સંશોધન કાર્ય હાથ ધરાયું હતું જેમાં ૪૮% લોકોને તમાકુની આદત જોવા મળી છે. આ વ્યસનનો ભોગ વધુ પ્રમાણમાં યુવાધન જોવા મળે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવા છતાં તેમાં જોઈએ તેટલી સફળતા મળી નથી તે કમનસીબી છે. સરકાર દ્વારા તમાકુના વપરાશ તેમ જ તેના વાવેતર ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
😒😒😒😒😒😒😒
આજે ૩૧ મે એ વિશ્વ તમાકુ વિરોધી દિન છે.
😔😔😔😔😔😔😔
ભારતમાં દર વર્ષે તમાકુને લગતી બિમારીને કારણે 10 લાખ લોકોનાં મોત થાય છે. વાત માનવામાં નહીં આવે પરંતુ એક સર્વેમાં આ વાત બહાર આવી છે. આજ વિશ્વ તમાકુ વિરોધી દિવસ છે.
🀄️ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાગૃતિ કેળવવા 1987થી 31મી મેના દિવસને તમાકુ વિરોધી દિવસ તરીકે ઉજવે છે.
📌 આજે ઘણાં બધા લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં તમાંકુ અને સિગારેટનુ વ્યસન જોવા મળે છે.
📌વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા 1987થી લોકોમાં જાગૃતી કેળવાય તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર દરેક જગ્યા એ આ વ્યસનનુ પ્રમાણ જોવા મળે છે.
🐾બિમારીઓને કારણે જ હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં ગુટખા તમાકુના વેચાણ પર પ્રતિબંધ મુકયો છે.
✏️ છતા આજે પણ નિયમોની જડતાને કારણે અને વિકલ્પોની હયાતીને લીધે તમાકુની બનાવટોનું વેચાણ થઈ જ રહ્યું છે. અને લોકો તેનું સેવન કરે છે.
તમાકુ તથા સિગારેટના વ્યસન કરવાના ઘણાં કારણો હોય છે. યુવાઓમાં કયારેક ડીપ્રેશનને દુર કરવા વ્યસન કરે છે. 🚩મનોવૈજ્ઞાનિકોના મત મુજબ ડીપ્રેશન,નિરાશા જેવા કારણો વધુ હોય છે અને યુવાનો વ્યસન તરફ વળે છે. તો બાળકો પણ કયારેક પોતાના વડીલોનુ અનુકરણ કરીને ટોબેકોનુ વ્યસન કરતા હોય છે.
તો સિગારેટ સહિતના ટોબેકોનુ વ્યસન કરવાનુ સૌથી મોટુ કારણ કયારેક આપણી ફિલ્મો પણ બને છે. પોતાના ફેવ બોલીવુટ સ્ટાર્સને સ્માકીંગ કરતા જોઈને તેઓ પણ તેમની જેવુ કરતા પ્રેરાય છે. હા પણ જ્યારે પણ એ ફિલ્મ જોવા જાઓ ત્યારે સૌ પ્રથમ આપણને ટોબેકોના સેવન અંગેની જાહેરાત જરુર જોવા મળે છે.
અને ફિલ્મ બોર્ડ દ્રારા પણ ફિલ્મમાં જ્યારે પણ તમાકુના સેવનના દ્રશ્યો આવે ત્યારે નીચે ચેતવણી જરુર આવે છે.
🙄આપને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વમાં દર છ સેકન્ડે 1 વ્યક્તિનું તમાકુના સેવનને કારણે મોત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા આ વાતને પુષ્ટી આપે છે.
😳એક સર્વે મુજબ ભારતમાં આશરે12 કરોડ જેટલા લોકો તમાકુનુ સેવન કરે છે. એટલે કે દર નવમો વ્યક્તિ દેશમાં તમાંકુનુ સેવન કરે છે.
🙄ભારતમાં 15 વર્ષથી વધુ વયની 35 ટકા વ્યક્તિઓ તમાકુનુ સેવન કરે છે. ટોબેકોની લગતી બીમારીને કારણે ભારતમાં દર વર્ષે 10 લાખ લોકોના મોત થાય છે.
😳પ્રત્યેક સિગરેટ એક વ્યક્તિના 11 મિનીટ જેટલા જીવનમાં ઘટાડો કરે છે. આશરે 😳18 ટકા હાઈસ્કુલનાં વિધાર્થીઓ સિગારેટ અને તમાકુનુ સેવન કરે છે.
😠😠દર દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે ટોબેકો જવાબદાર હોય છે.
😐😐ભારતની વાત કરીએ તો, દેશમાં જાગૃતી માટે વિવિધ સંસ્થાઓ તો કાર્યરત છે જ સાથે WHO દ્વારા કેદ્ર અને રાજ્ય સાથે રહી કાર્યક્રમનો પણ યોજે છે. વળી સ્થિતિ એવી પણ બની છે કે, કેટલાય તમાકુના બંધાણિઓએ તંમાકુને તીલાંજલી પણ આપી છે.
🙏🙏🙏ચાલો આજે આપણે પણ વિશ્વ તમાકુ વિરોધી દિવસને ઉજવીએ. જો તમાકુ ખાતા હોવ તો તેને છોડી દઈએ અને કોઈ એક તમાકુ બંધાણિયાને જાગૃત કરીએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢💢💢💢💢♦️💢💢♦️
વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day) - 31 May
💢♦️💢♦️💢♦️💢♦️💢💢
👉The theme for World No Tobacco Day, 31 May 2017, is "Tobacco - a threat to development". It will propose measures that governments and the public should take to promote health and development by confronting the global tobacco crisis.
👉🙌👏"Tobacco threatens us all," says WHO Director-General Dr Margaret Chan. "Tobacco exacerbates poverty, reduces economic productivity, contributes to poor household food choices, and pollutes indoor air."
👉World No Tobacco Day 2017 awards - the winners
🙌Every year, WHO recognizes individuals or organizations in each of the six WHO Regions for their accomplishments in the area of tobacco control.
This recognition takes the form of WHO Director-General Special Recognition Awards, World No Tobacco Day Awards.
WHO Director-General Special awards
🇮🇳His Excellency Mr Jagat Prakash Nadda, Union Minister for Health and Family Welfare, Republic of India
👉Ministry of Finance and Economic Affairs of the Republic of the Gambia
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🗝🗝આપણા શરીર માટે વ્યસન કેટલું હાનિકારક છે અને તે સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે. ગુટકા, તમાકુ, સિગારેટ જેવા વ્યસન જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ 31મી મેના દિવસે ‘તમાકુ નિષેધ દિન’ જાહેર કર્યો છે. વ્યસન કોઇપણ હોય તેને છોડવું અઘરું નથી પરંતુ જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની. વ્યસન છોડવા ઇચ્છતી વ્યક્તિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઇ જવામાં આવે છે, ત્યાં દવા-ઇન્જેક્શન, ગ્રૂપ થેરપી, ફેમિલી થેરપી અને મનોચિકિત્સકની યોગ્ય સલાહ આપવામાં આવે છે. આ દ્વારા તમાકુનું વ્યસન છૂટી જાય છે. પરંતુ દારૂનું વ્યસન છોડાવવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને જ સારવાર આપવામાં આવે છે. જેથી દર્દી સતત દેખરેખ નીચે રહેવાથી કેફી દ્રવ્યનું સેવન ન કરી શકે.
🗝🗝ધીમા ઝેર સમાન વ્યસનને ત્યજી દેવાના ફાયદા, વ્યસનની કાળી વાસ્તવિકતા વિશે
તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ એવી છે કે જેને જાહેરખબરની જરૂર પડતી નથી. તેની જાહેરખબર ન આવે તો પણ વેચાય છે અને આવે તો વધારે વેચાય છે. તેનું કારણ માત્ર વ્યસન ધરાવનારા લોકોની માનસિકતા છે. માનસિકતા એટલા માટે કે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે. આને કારણે વ્યસનોના વેચાણ માટે જાહેરખબરની જરૂર પડતી નથી. ખરેખર તો વ્યસનની કુટેવ એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું પરિણામ અને નિશાની છે.
☄▪️વ્યસનમુક્ત થયા પછી ક્યારે અને કેટલો ફાયદો થાય?🔻🔻🔻🔻
– 20 મિનિટ પછી નાડીના ધબકારા પૂર્વવત્ થાય છે એવી જ રીતે લોહીનું દબાણ 15થી 20 મિનિટ બાદ પૂર્વવત્ થાય છે.
– આઠ કલાક પછી કાર્બન મોનોક્સાઇડ નામના તીવ્ર ઝેરનું પ્રમાણ નહીંવત્ થઇ જાય છે અને લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા પહેલાં જેટલી જ થઇ જાય છે.
-લગભગ ચોવીસ કલાક પછી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટે છે.
– અડતાલીસ કલાક પછી જ્ઞાનતંતુને થયેલ નુકસાન ઓછું થાય છે પરંતુ એકદમ સારું થઇ જતું નથી. જો ચાલવામાં તકલીફ પડતી હોય તો એમાં ધીરેધીરે ઘટાડો થાય છે.
-ત્રણ મહિના પછી લોહીનું પરિભ્રમણ પૂર્વવત્ થાય છે. પહેલાં કરતાં ફેફસાંની તાકાતમાં 30 ટકા જેટલો વધારો થાય છે.
– વ્યસન કરતા હોય એ દરમિયાન દર્દીને સામાન્ય રીતે શરદી, કફ, ઉધરસ, શ્વાસની તકલીફ અને ફેફસાંના રોગો થતા હોય છે. વ્યસનમુક્ત થયા બાદ આશરે નવથી બાર મહિના પછી એમાં રાહત થતી જોવા મળે છે.
– એક વર્ષ પછી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી થઇ જાય છે.
🔵🔵વ્યસનની વરવી વાસ્તવિક્તા⚫️⚫️
-અમદાવાદમાં દર વર્ષે લગભગ 7700 જેટલાં મોઢાના કેન્સરના કેસ નોંધાય છે. આ આંકડો આખા દેશમાં સૌથી વધારે છે.
-ફક્ત અમદાવાદમાં જ 29.4 ટકા યુવાનો તમાકુનો ઉપયોગ કરે છે.
– ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આશરે 18.4 ટકા યુવાનો ગુટકાનો ઉપયોગ કરે છે. યુવાનોમાં ગુટકા ખાવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.
-46.2 ટકા પુરુષો અને 11.3 ટકા સ્ત્રીઓ તમાકુનું સેવન કરે છે, એટલે કે હવે મહિલાઓમાં તમાકુ ખાવાનું ચલણ વધતું જાય છે.
-ભારતમાં ટોટલ 21 ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે.
– દર વર્ષે ગુજરાતમાં ટોટલ 45000 કેન્સરના કેસ નોંધાય છે તેમાંથી ફક્ત 16000 કેસ તો મોઢાના કેન્સરના જ હોય છે.
– મોઢાના કેન્સરમાં મોટાભાગના દર્દીઓ 20-35 વર્ષની ઉંમરના હોય એવું જોવા મળ્યું છે.
🔷-ગુજરાતમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ એક ફન્ડામેન્ટલ રિસર્ચના ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરના દરેક દસ રોગીઓમાંથી નવ રોગીઓ તમાકુ કે ગુટકા ખાનારા હોય છે.
-ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલના સર્વે પ્રમાણે ભારતમાં 12 વર્ષની ઉંમરેથી જ 17 કરોડ પુરુષો અને 8 કરોડ મહિલાઓ તમાકુનું સેવન શરૂ કરી દે છે.
– WHOના સર્વે પ્રમાણે દર વર્ષે 12 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે.
– ભારતમાં દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે. એટલે કે કુલ મૃત્યુના 21 ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.
🔶🔷🔶ધૂમ્રપાન અને મૃત્યુ🔶🔷🔶
– ભારતમાં દર વર્ષે આશરે 10 લાખ અને દરરોજ લગભગ 3 હજાર લોકો મૃત્યુ પામે છે.
– દુનિયામાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ખૂન કરતાં 54 ગણી વધુ છે અને આપઘાત કરતાં-30 ગણી વધુ છે.
– સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે પરંતુ એમાં મોટાભાગના દર્દીઓ દવા અને કસરત દ્વારા ડાયાબિટીસ પર કાબૂ મેળવે છે. તેથી ડાયબિટીસના દર્દીઓ કરતા તમાકુનું સેવન કરનારા દર્દીનો મૃત્યુ આંક 18 ગણો વધારે છે. એવી જ રીતે અકસ્માતથી થતાં મૃત્યુ કરતાં પણ ધૂમ્રપાનનું સેવન કરનારાનું પ્રમાણ 12 ઘણી વધારે છે.
– ભારતમાં અત્યારે બે કરોડ તમાકુના વ્યસની છે અને દર વર્ષે 10 લાખ નવાં બાળકો વ્યસન કરતા શીખે છે.
– તમાકુ દર વર્ષે ગરીબોના ખિસ્સામાંથી રૂા. 6000 કરોડ લઇ લે છે.
-ગુજરાતમાં દરરોજ 244 નવાં બાળકો અને ભારતમાં 5400 નવાં બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે.
Á દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે એટલે કે કુલ મૃત્યુના 21 ટકા મૃત્યુ માટે તમાકુ કારણભૂત છે.
– દર વર્ષે આશરે 20 હજાર પગ તમાકુને લીધે કપાવવા પડે છે.
– હૃદયરોગ માટેની બાયપાસ સર્જરી કરાવવા બેથી અઢી લાખ રૂપિયાની જરૂર પડે છે.
– તમાકુને તૈયાર કરવામાં દર વર્ષે 9 કરોડ વૃક્ષો બાળી નાખવામાં આવે છે.
– જો એકીસાથે 60 મિ.ગ્રા. નિકોટીન લેવામાં આવે તો માણસનું મૃત્યુ થઇ શકે છે.
– તમાકુને લીધે ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સહુથી વધારે મોઢાના કેન્સરના દર્દીઓ છે.
⚪️🔘તમાકુ અને વાસ્તવિકતા⚪️🔘
-ભારતમાં દર વર્ષે આશરે 520 મિલિયન કિ.ગ્રા. તમાકુ પેદા થાય છે. એમાંથી 85 મિલિયન કિ.ગ્રા. તમાકુ નિકાસ થાય છે.
-આશરે 85 મિલિયન કિ.ગ્રા. તમાકુનો ઉપયોગ પૈસાદાર લોકો કરે છે. જ્યારે 350 મિલિ કિ.ગ્રા. જેટલા તમાકુનો ઉપયોગ ગરીબ લોકો કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
👉દુનિયાભરમાં આજના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્સર ભારતમાં જોવા મળે છે, તમાકુંનું સેવન તે ઝેરના સેવન કરતા પણ વધારે જોખમી છે. છાશવારે તમાકુ ચાવતા લોકો મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા છે અને તેમને તેનો અણસાર પણ નથી હોતો. એક સિગારેટ માણસનું આયુષ્ય ૧૦ મિનિટ ઘટાડી નાખે છે.
એટલે જ તો કેવાય છે, સિગારેટના એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે મુર્ખ હોય છે. જે પૈસા ખર્ચીને પોતાના મોતનો સામાન લ્યે છે. આવું જ કઇક એક ફાકી અને માવામાં પણ બની શકે છે. તમાકુંને પોતાનો કોઇ સ્વાદ હોતો નથી, એટલે તમાકું કે ગુટકા બનાવતી મોટી બ્રાન્ડસ તેના શુગર અને અન્ય મીઠા તત્વો ઉમેરે છે જે લાંબા ગાળો દાંતને નુકશાન કરે છે. તમાકુંમાં રહેલા અનેક બારીક કણ અથવા ભુકો, દાંતના ઉપરના પળને ખોલી નાંખે છે, અને મોઢામાં રહેલા નરમ સુક્ષ્મ કણો ત્વચા ઘસી નાખે છે, અને આમાંથી છુટું પડતું રસાયણ રકત પ્રવાહમાં સિધુ ભળી જાઇ છે.
૧. તમાકુના પ્રકારો :-
તમાકુનું સેવન ઘણી પ્રકારે કરી શકાઇ છે. પરંતુ તેનામાં મુખ્ય તત્વ નીકોટીન છે, જે શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. (૧) સીગારેટ, (ર) બીડી (૩) ફાકી (૪) માવો (પ) દેશી તમાકુ (૬) ચીલમ (૭) બજર (છીંકણી) વગેરે અનેક પ્રકારમાં આ ઝેર બજારમાં ઉપલબ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સિગારેટમાં ર૦૦થી વધારે ‘કાર્સિનોજન’ એટલે કે, કેન્સર પેદા કરનાર તત્વો હોય છે. ઉપરાંત, સ્વાદ વાળુ મીઠું પણ તમાકુમાં ઉમેરવામાં આવે જે બ્લડ પ્રેશર વધારે અને કિડનીના રોગોને નોતરે છે.
ર. તમાકુ સેવનથી થતી અસરો :-
મોઢાનું કેન્સર : તમાકુનું સેવન ન કરતા લોકોની સરખામણીએ તમાકુ સેવન કરનારી વ્યકિતઓને પ૦ ટકા વધુ પેઢાનું હોઠનું કે ગાલનું કેન્સર થવાના ચાન્સ રહે છે.
ગળાનું પેટનું કેન્સર :- ગળાની અંદર રહેલી સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર
હૃદય રોગ :- હાર્ટ અટેક, સ્ટ્રોક, હાઇ બ્લડપ્રેસર
દાંતને લગતા રોગો :- દાંત પર ડાઘા પડવા, દાંતને નુકશાન, દાંતના પેઢાના રોગો, મોઢામાંથી દુર્ગંધ, જીભ પર કાળા ડાઘા પડવા.
પેટની સમસ્યા :- પેટમાં ચાંદા પડવા અને પાચનક્રિયા મંદ પડવી
સ્વાદ કે સુંઘવાની શકિત ગુમાવવી :- સ્વાદ કે સુંઘની ઇન્દ્રિયો નબળી પડતા ખોરાકમાંથી સ્વાદ ન આવવો અને ભૂખ ન લાગતા શરીરને પોષણ નથી મળતું અને આરોગ્ય પણ બગડે છે.
શારીરિક પરિવર્તનો :- થાક લાગવો, સ્નાયુઓ નબળા પડવા, ચક્કર આવવા અને શારીરિક ક્ષમતા નબળી પડવી.
૩. મોઢાનાં કેન્સર થવા લક્ષણો :-
* હોઠ તેમજ દાંતના પેઢાં નબળા પડી જાય છે અથવા તો હોઠ દુખવા લાગે છે તેમજ મોઢામાંથી લોહી નીકળવા લાગે છે.
* ગાલ પર સોજો આવવો કે ગાલની અંદરની ત્વચા છોલાઇને જાડી થઇ જવી જે તમે તમારી જીભથી મહેસુસ કરી શકો છો.
* મોઢાની અંદરના કોઇપણ ભાગમાં જડતા આવી જવી કે કોઇપણ ભાગ સંવેદના શૂન્ય બની જવો.
* દાંતના પેઢા, અને મોઢાની અંદર સફેદ અથવા તો લાલ ડાઘા દેખાવા.
* જમતી વખતે ખોરાક ચાવવામાં કે ગળવામાં પડતી મુશ્કેલી
* અવાજ બદલાઇ જવો.
૪. નિકોટીનની લતથી પીડાતી વ્યકિતના શરીરમાં નિકોટીન ન જવાથી થનારા લક્ષણોઃ-
* તમાકુ છોડયાના એક કે બે દિવસ બાદ ચક્કર આવવા, બેચેની લાગી, તણાવ અનુભવવો, માથુ દુખવુ અને થાક લાગવો.
* વધુ પડતુ ચીડીયા સ્વભાવનું બની જવુ, ગુસ્સે થવુ, ધીરજ ન રહેવી અને કોઇપણ બાબતે ચિંતા થવી.
* ઉંઘ ન આવવાની તકલીફ, ઉંઘ ઉડી જવાની કે બહુ ઉંઘ આવવાની તકલીફ અને ઉંઘમાં બિહામણા સપના આવવા. * ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ * વધુ પડતી ભુખ લાગવી. * આ લક્ષણો થોડા દિવસો કે થોડા સપ્તાહો સુધી રહે છે પરંતુ ત્યારબાદ તમે દિવસે ને દિવસે તમારી જાતને વધુ સારી અને સ્વસ્થ અનુભવશો.
* નિકોટીનની જરૂરતથી બચવા અને તેના લક્ષણો કે તેની તકલીફો સામે રક્ષણ મેળવવા નિકોટીનયુકત અથવા તો અન્ય પદાર્થો અથવા દવા લઇ શકાય ?
* નિકોટીનની જગ્યાએ તેનાથી રાહત આપે તેવા અન્ય પદાર્થો કે દવાઓ લેવાથી નિકોટીન લેવાની જરૂર પડતી નથી અને તમાકુ છોડવા માંગતા કે છોડી ચુકેલા વ્યકિતઓને અન્ય તકલીફોથી બચાવે છે.
* નીચે પ્રમાણેની કેટલીક યુએસ એફડીએ પ્રમાણીત નિકોટીનયુકત ચીજવસ્તુઓ લઇ શકાય. * નિકોટીન પેચ, નિકોટીન ગમ, નિકોટીન લોઝેન્જ, નિકોટીન નસલ સ્પ્રે (નાકમાં નાખવાનો સ્પ્રે), નિકોટીન ઇનહેલર, બુપ્રોપિઓન અને વેરેનિસલિન એ બંને પ્રોડકટસ નિકોટિનની આદત છોડાવે છે અને તેનાથી બચાવે છે પરંતુ તેમાં નિકોટિન નથી હોતુ.
તમાકુંનું સેવન કરનારાઓ માનતા હોય છે કે તેને છોડવુ ઘણું અઘરૂં છે, પરંતુ દ્રઢ મનોબળથી તથા પરીવારજનો અને મિત્રોના સહયોગથી આ દુષણથી મુકિત મળી શકે તેમ છે. તમે એક વાત ગાંઠી બાંધી લો કે તમાકુના ભરડામાંથી તમે પોતે જ છોડાઇ શકો તેમ છો.
તમાકુથી થતી બિમારીઓની અવધી બહુ લાંબી હોય છે, તેઓ દર્દીને માનસીક અને શારિરીક અને આર્થિક રીતે પાઇમાલ કરી નાખે છે અને મહદ્અંશે તેમની સંપૂર્ણ સારવાર શકય બનતી નથી. પરંતુ આ તમામ બિમારીઓનો રોકથામ શકય છે. તો આજે જ તમાકુ છોડવાનો નિર્ણય લો તમારી અને તમારા પરિવારના જીવનમાં આનંદ અને વૈભવના ક્ષણો કાયમ રહે તે માટે તમાકુનો ત્યાગ કરો.

No comments:
Post a Comment