🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
બંગાળને વિભાજિત થતું અટકાવનારા સુરેન્દ્રનાથ બેનરજી
👏🎯👏🎯👏🎯👏🎯👏🎯👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું.
*આજે જયારે સુરેન્દ્રનાથ બેનરજી જન્મજયંતી છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અને ગાંધીજીના ઉદય પહેલાંના સૌથી લોકપ્રિય નેતા સુરેન્દ્રનાથ બેનરજી વિશે થોડું જાણીએ.🔰🔰*
*🎯🎯૧૦ નવેમ્બર, ૧૮૪૮ના રોજ કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજી પર તેમના પિતા ડો. દુર્ગાચરણ બેનરજીના વિચારોની ઊંડી અસર હતી.
*🔰🎯તેઓએ ઇંગ્લેન્ડમાં જઈને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ૧૮૬૮માં પસાર કરી હતી. એ પહેલાં ભારતમાંથી એકમાત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ૧૮૬૭માં આઈ.સી.એસ. બન્યા હતા.
*🔰🎯અનિયમિતતાનું કારણ આગળ ધરીને બ્રિટિશ સરકારે ૧૮૭૪માં તેમને બરતરફ કર્યા હતા. આ ઘટના પછી તેમણે અંગ્રેજ સરકાર ભારતીયો સામે ભેદભાવ રાખતી હોવાનું અનુભવ્યું હતું. પછી તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી હતી.
*🔰🎯ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પછી તેમણે પોતાના સંગઠનને કોંગ્રેસમાં વિલિન કરી દીધું હતું. ત્યારે તેઓ કોંગ્રેસના મહત્ત્વના નેતા હતા. તેઓ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.
*🔰🎯અંગ્રેજ સરકારે અધિકારી તરીકે તેમને બરતરફ કર્યા પછી તેઓ મેટ્રોપોલિટન ઇન્ટિટયૂટમાં પ્રોફેસર બન્યા. તેમણે રિયન કોલેજની સ્થાપના પણ કરી હતી, જે હવે સુરેન્દ્રનાથ બેનરજી કોલેજ કહેવાય છે.
*🔰🎯બંગાળના વિભાજનનો તેમણે ખૂબ વિરોધ કર્યો હતો. પરિણામે ૧૯૧૧માં બંગાળનું વિભાજન રોકી દેવામાં આવ્યું હતું, જે સુરેન્દ્રનાથ બેનરજીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
*🔰🎯બંગાળમાં જ્યારે કોઈ મોટા નેતાઓનો ઉદય થયો ન હતો ત્યારે સુરેન્દ્રનાથ બેનરજી 'બંગાળી બાદશાહ' તરીકે લોકોમાં લોકપ્રિય હતા.
*🔰🎯છેલ્લાં વર્ષોમાં ગાંધીજીનો પ્રભાવ વધવા લાગ્યો હતો અને ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે છેડેલી અસહકારની ચળવળને તેમણે ટેકો આપ્યો ન હોવાથી તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા હતા.
*🔰🎯૧૯૨૧માં અંગ્રેજ સરકારે સરની ઉપાધી આપી હતી. ૧૯૨૫ની ૬ઠ્ઠી ઓગસ્ટે બૈરખપુરમાં ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
ડો.બિધાનચંદ્ર રોયનું નામ સંભળાય એટલે તબીબી જગત સાથે સંકળાયેલાં તમામ લોકોની નજર સમક્ષ એક આદરપાત્ર છબી આવી જાય. આઝાદ હિન્દુસ્તાનનો દરેક નાગરિક સ્વતંત્ર બને સાથે શારિરીક અને માનસિક રીતે તંદુરસ્ત બને તેવું સ્વ• સેવનાર આ શખ્સીયતને ભારત સરકારે ૧૯૬૧ માં ભારત રત્નનો ખિતાબ આપ્યો હતો. આ મહાનુભાવનાં જન્મદિનને ડોકટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. યોગાનુયોગે તેમની પુણ્યતિથી પણ આજ દિવસે છે.
ઇન્ડીયન મેડીકલ એસો.નાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને જાણીતા તબીબ ડો. ડી.પી. ચીખલીયા તેમનાં વિશે જણાવે છે કે, પ્રત્યેક માનવતાવાદી માટે એક રોલ મોડેલ એવા ડો.બી.સી. રોય કોલકાતા યુનિવર્સિટીમાં મેડીકલ ગ્રેજયુએટ થયા બાદ એફ.આર.સી.એસ. કરવા ઇંગ્લેન્ડ ગયા. પરંતુ એશિયન હોવાને લીધે જ તેમની અરજી ૩૦ વખત કાઢી નંખાઇ. જોકે, બાદમાં તેમને પ્રવેશ મળ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેઓ કોલકાતા યુનિ.નાં વાઇસ ચાન્સેલર પણ તેઓ બન્યા. ૧૯૩૯ માં તેમણે મેડીકલ કાઉિન્સલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી તેનાં પ્રથમ પ્રમુખપદે તેઓ રહ્યા. કોલકાતાનાં મેયરપદે પણ તેઓ ચૂંટાયા હતા. તેમણે ફ્રી મેડીકલ સેવાઓ, શિક્ષણ, સારા રસ્તાઓ, સારી લાઇટ વ્યવસ્થા અને પાણી પુરવઠાની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી. ટ્રસ્ટનાં દવાખાનાંઓ માટે ગ્રાન્ટ ઇન એઇડનાં પણ તેઓ પ્રણેતા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે સુરેન્દ્રનાથ બેનરજી સામે બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા. ગાંધીજીની વિનંતીથી તેઓ તા.૨૩ જાન્યુ.૧૯૪૮ નાં રોજ બંગાળનાં મુખ્યમંત્રી બન્યાં. પૂર્વ પાકિસ્તાનની રચનાને લીધે એ વખતે કોમવાદી ઝઘડા, અરાજકતા, મોંઘવારી, બેકારી અને શરણાર્થીઓની હારમાળ ચાલુ હતી, ત્યારે પ્રામાણિક પ્રયત્નો દ્વારા બધાને સાથે રાખી બંગાળને સક્ષમ નેતૃત્વ પુરૂં પાડયું હતું. વર્ષ ૧૯૭૬ થી સરકારે તબીબ, રાજનિતી, વિજ્ઞાન, ફીલોસોફી, આર્ટસ અને સાહિત્ય ક્ષેત્રે ડો.બી.સી. રોય એવોર્ડ એનાયત કરવાનું શરૂ
કર્યું છે.
સુરેન્દ્રનાથ બેનરજી
આજીવન દેશસેવાના ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ ઇ.સ. ૧૮૪૮ માં બંગાળમાં થયો હતો. અભ્યાસમાં પ્રથમથી જ તેજસ્વી હતા. કૉલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરાઉપરી પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ મેજીસ્ટ્રેટ બન્યા બે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યા. પોતે શરૂ કરેલા ‘બંગાળી’ પત્ર દ્વ્રારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને બંગકેસરી’ અને ‘બંગાળના બેતાજ બાદશાહ’ તરીકે નવાજ્યા હતા. ‘સર’ નો ઇલકાબ આપી અંગ્રેજ સરકારે પણ તેમનું બહુમાન કર્યું હતું. હિન્દના આ દેશભક્તનું ૭૭ વર્ષની વયે તા.- ૦૬/૦૮/૧૯૨૫ ના રોજ અવસાન થયું.

No comments:
Post a Comment