Wednesday, May 1, 2019

ગુજરાત દિન

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

🐾🐾 ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે , ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને
ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

🚩🚩ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.
🔻🔻સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
આજથી ૫૭ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.

૧ લી મે ના દિવસને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.આ દિવસે દર વરસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત દિનની ઊજવણી કરવામાં આવે છે.
🔻🔻🔻🔻🔻🔻🔻
ગુજરાત રાજ્યના છેલ્લા મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના ૧૨ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાત રાજ્યે સુંદર પ્રગતિ સાધી છે.ગુજરાત આજે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે જેને માટે દરેક ગુજરાતી ગૌરવ લઇ શકે એમ છે .
🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩

કાંતિકારી વિચારો ધરાવતા ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ગુજરાતના અલગ રાજ્ય માટે ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલું એક પ્રચંડ જનતાકીય આંદોલન શરુ થયું .આ આંદોલનમાં ઘણા નવ લોહિયા યુવાનો શહીદ થયા.આ આંદોલન ગુજરાતના ઇતિહાસની તવારીખમાં 🔻મહા ગુજરાતના આંદોલન🔻 તરીકે પ્રખ્યાત થયું છે.
બીજી બાજુ મુંબઈ સાથેના મરાઠી ભાશી મહારાષ્ટ્ર રાજ્યની(આમચી મુંબઈ ) માંગ માટે આંદોલન થયાં.

‼️‼️છેવટે તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ સાથેનું ગુજરાત એમ બે રાજ્યની રચના કરવાનું નક્કી થયું.આ રીતે આ દિવસે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો.

📢📢📣📢📣📢📣
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પૂ .રવિશંકર મહારાજ નું પ્રવચન
📣📣📣📣📣📣📣
૧લી મે ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધીના અદના અનુયાયી અને ગાંધી મુલ્યોના પ્રતિક સમા ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ (જન્મ ૧૮૮૪-૧૯૮૪) ના વરદ હસ્તે ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે એમના આશીર્વાદ સાથે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

🔈🔉🔉🔈🔈📢📢📢📣📣
પૂજ્ય રવિશંકર મહારાજે ૧લી મે ૧૯૬૦ના રોજ કહ્યું હતું:

🔔”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”

ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૬ વર્ષ પછી પણ પૂ.મહારાજની સૌને ઘસાઈને ઉજળા બનવવાની શીખનો ખરેખર અમલ થયો હોય એવું તમને લાગે છે ખરું?
એમના પ્રવચનને અંતે ગુજરાતની જનતાને નીચેનાં આશીર્વચનોથી એમનું પ્રવચન પૂરું કર્યું હતું.
♠️♣️♠️
સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment