Wednesday, August 7, 2019

ભોળાભાઈ પટેલ -- Bholabhai Patel


ભોળાભાઈ પટેલનો જન્મ ૭ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો.
 ૧૯૫૨માં એસ.એસ.સી. કર્યા પછી તેમણે ૧૯૫૭માંથી બનારસ યુનિ.માંથી દ્વિતીય વર્ગ સાથે બી.એ.ની ડીગ્રી હિન્દી, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયો સાથે મેળવી. તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિ.માંથી હિન્દી વિષયમાં એમ.એ.ની પદવી, ૧૯૬૮માં અંગ્રેજી વિષય સાથે ફરીથી બી.એ.ની પદવી, ૧૯૭૦માં ગુજરાત યુનિ.માંથી અંગ્રેજી અને ભાષાવિજ્ઞાન સાથે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૯૭૧માં ડિપ્લોમા ઈન જર્મન લૅંગ્વેજનો અને ૧૯૭૪માં ગુજરાત યુનિ.માંથી ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો હતો.
 ૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર હિન્દી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશીપ મેળવી હતી. તેમણે ૧૯૫૨માં રા.બ.લ.દા. સાર્વજનિક હાઈસ્કૂલ, માણસામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્યારબાદ ૧૯૫૮માં અમદાવાદની નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી એસ.વી. આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજ, અમદાવાદમાં હિન્દીના વ્યાખ્યાતા રહ્યાં.

Tuesday, August 6, 2019

6 Aug 2019 -- NC

























6 Aug

♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
ઈતિહાસમાં 6 ઓગસ્ટનો દિવસ
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌏💻📲🌏WWWનો જન્મ🌏💻🌏

બ્રિટિશ સાયન્ટિસ્ટ્સની ટીમ બર્નર્સ - લીએ ( તસવીરમાં) વર્ષ 1991ની 6 ઓગસ્ટે વર્લ્ડ વાઇડ વેબ ( WWW ) નો વિચાર વહેતો મૂક્યો હતો . અનેક સુધારાઓ બાદ હાલના ઇન્ટરનેટનો જન્મ આ તારીખે થયો હોવાનું મનાય છે .

🌳🌲વિશ્વનું સૌથી જૂનું ઝાડ કપાયું🌳

અમેરિ કાના નેવાડા રાજ્યના વ્હીલર્સ પાર્કમાં આવેલું 4844 વર્ષ જૂનું પાઇન શ્રેણીનું ઝાડ વર્ષ 1964ની છઠ્ઠી ઓગસ્ટે કાપી નાખવામાં આવ્યું હતું . 5065 વર્ષ જૂનું પાઇનનું એક ઝાડ હજુ કેલિફોર્નિયાના વ્હાઇટ માઉન્ટેઇન્સમાં છે .

💣💣હિરોશીમા પર અણુ હુમલો💣💣

વર્ષ 1945ની છઠ્ઠી ઓગસ્ટે અમેરિકાએ 'લિટલ બોય ' નામનો અણુ બોમ્બ જાપાનના હિરોશીમા શહેર પર ફેંક્યો હતો . 4400 કિલો વજન અને 15 કિલોટનના વિસ્ફોટમાં દોઢ લાખ લોકો તાત્કાલિક મોતને ભેટ્યા હતા .

હિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો ---- Atomic attack on Hiroshima and Nagasaki

💣🛡💣🛡💣🛡💣🛡💣🛡💣🛡
હિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો
💣⚔💣⚔💣⚔💣⚔💣⚔💣⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨💣હિરોશિમા ઉપર👉 લિટલ બૉય 

💣👁‍🗨નાગાસાકી ઉપર 👉ફૅટ મૅન

💣🌀1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમ્યાન, યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અણુબૉમ્બ ઝીંકયા હતા. 

💣🌀જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગન-ગોળાઓના વરસાદ પછી પણ, જાપાન સરકાર 📢પોટ્સડેમ ઘોષણાપત્ર 📢દ્વારા આપવામાં આવેલા આખરી કહેણને અવગણી રહી હતી. 🔷રાષ્ટ્રપ્રમુખ
હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના યુનાઈટેડ સ્ટેટ્સે
💣🗣હિરોશિમા શહેર પર " લિટલ બૉય " નામનું
અણુશસ્ત્ર ઝીંકયું, અને તેના પછી 💣🌀ઑગસ્ટ 9ના
નાગાસાકી પર " ફૅટ મૅન " નામના અણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. યુદ્ધમાં અણુશસ્ત્રો સક્રિયપણે વપરાયાનું એક માત્ર ઉદાહરણ આ બે ઘટનાઓ જ છે. 

ચંદ્રકાન્ત હરિશંકર મહેતા --- Chandrakant Harishankar Mehta


ડૉ.  ચંદ્રકાન્ત હરિશંકર મહેતા ‘શશિન્’
 જનમ તારીખ. ૬-૮-૧૯૩૯
કવિ, વાર્તાકાર, સંપાદક.
જન્મ અમદાવાદમાં.
વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી.
અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક.
‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭), ‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.
‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો

Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019


🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 25➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛
*🎯👇🎯Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019🎯👇🎯👇*
🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯👉આતંકવાદ વિરુદ્ધ સરકારની મોટી જીત, UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પસાર.*

*🎯🏛👉Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. વોટિંગ પ્રસ્તાવમાં આ બિલના પક્ષમાં 147 મત પડ્યાં જ્યારે વિરોધમાં માત્ર 42 મત જ પડ્યાં.*

જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો --- Jalliwala Bagh Monument Research Bill


🕋🕍🕋🕍🕋🕍🕋🕍🕋🕍🕋🕍
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 26➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🕋🏚🕋🏚🕋🏚🕋🏚🕋🏚🕋
*🚦🚥🚦જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો🚥🚦🚥*
🗼જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક કાયદો 1951માં સંશોધન કરી દેવાયું છે.
🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🕍🕍જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો લોકસભામાં પાસ, નવા કાયદા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતીના ટ્રસ્ટી નહી બની શકે.

🗿કન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગત્ત સોમવારે લોકસભામાં આ આશયનું બિલ રજુ કર્યું હતું, જે શુક્રવારે પસાર થઇ ગયું.

🗿કોંગ્રેસ સાંસદોએ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે, જલિયાંવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે જમીન કોંગ્રેસ પાર્ટીએ આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય પણ કર્યો હતો.