Saturday, September 14, 2019

National Hindi Day

🗣🙏🗣👏🙏🗣👏🙏🗣👏🙏🗣
આજનો દિવસ ૧૪મી સપ્‍ટેમ્‍બર એટલે કે હિન્‍દી દિવસ'
💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099409723*

🎯👉આપણાં પૂરા હિંદુસ્‍તાનને જોડતી કડી સમાન,દેશના અખંડ અસ્‍તિત્‍વનું ગૌરવ એટલે આપણી રાષ્ટ્રભાષા હિન્‍દી છે. હિન્‍દીનો ઇતિહાસ :- ૧૪ મી સપ્‍ટેમ્‍બર એટલે હિન્‍દી દિવસ તરીકે પૂરા હિંદુસ્‍તાનમાં ઉજવાય છે, એ તો આપણે જાણીએ છીએ.
🔀🔀પૂરા હિંદુસ્‍તાનમાં બોલાતી ભાષાઓમાં ૪૦% લોકો હિંદીભાષાનો આમ બોલવા,સમજવામાં ઉપયોગ કરે છે,🔁જયારે બંગાળી-૮.૫૦% લોકો ઉપયોગ કરે છે, 🔁તેલુગુ -૮.૦% જેટલા લોકો ઉપયોગ કરે છે, 🔁મરાઠી૭.૩૮% લોકો બોલે છે. 🔁તમિલભાષાનો ઉપયોગ ૬.૨૬% જેટલા લોકો જ કરેછે.🔁ઉર્દૂ-ભાષા બોલનાર ૫.૫૦્રુ છે.જયારે 
*🔵ગુજરાતી ભાષાનો ઉપયોગ ૪.૫૦% લોકો કરે છે.*
↪️↪️જયારે દેશમાં બીજી ભાષા નો ઉપયોગ કરનારા લોકો જેમકે કન્નડ, મલયાલમ, ઉડીયા, પંજાબી, અસમી, સિંધ્‍ધી, નેપાળી, કોકણી, મણીપૂરી, કશ્‍મીરી જેનો ભાષા તરીકે ઉપયોગ ૩%થી ૪્રુલોકો કરે છે. 
*↪️↔️જયારે હિન્‍દીની જનની સંસ્‍કૃતભાષા નો ઉપયોગ ૦.૧%લોકો જ કરે છે. આ રીતે દેશમાં વધારે લોકો બોલવામાં, સમજવામાં સરળ, ભાષા એ હિંદુસ્‍તાનની હિન્‍દીભાષા છે.* 
*🔘☑️જયારે ૧૯૪૭માં આપણ દેશને આઝાદી મળી ત્‍યારબાદ ભાષા તરીકે હિન્‍દીને બંધારણમાં આ દિવસે સ્‍થાન મળી અને સર્વ સ્‍વીકૃત ની મહોર મળેલ. ત્‍યારથી ૧૪મી સપ્‍ટેમ્‍બર ને રાષ્ટ્રભાષાદિવસનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે.*

14 Sep

🔲🔷🔲🔷🔲🔷🔲🔷🔲🔷🔲
*ઈતિહાસમાં 14 સપ્ટેમ્બરનો દિવસ*
🔳🔶🔳🔶🔳🔶🔳🔶🔳🔶🔳
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723*

*🔶🔷🔶હિન્દી દિવસ🔶🔷🔶*

આઝાદી બાદ ભારતનો વહીવટ કરનારી બંધારણ સભાએ વર્ષ 1949ની 14 સપ્ટેમ્બરે હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરી હતી. આજે પણ કેન્દ્ર સરકારના વિભાગો દર વર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવે છે.
ભારતમાં સૌથી વધુ ૨૮ કરોડ કરતાં પણ વધુ લોકો દ્વારા બોલાતી રાષ્ટ્રીય ભાષાનો દિવસ એટલે ૧૪મી સપ્ટેમ્બર. વિશ્વમાં લોકો દ્વારા સૌથી વધુ બોલાતી ચોથી ભાષા હિન્દી આખા દેશને એક તાંતણે જોડે છે. 
*🕹🕹🕹OPECની સ્થાપના🕹🕹*

વર્ષ 1960ની 14 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ ઉત્પાદન કરતા દેશોના સંગઠનની રચના થઈ હતી. ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, વેનેઝુએલા અને ઇરાને ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી-OPECની સ્થાપના કરી હતી.

◻️👁‍🗨◻️કેપ્લર વેસલ્સ ◻️👁‍🗨◻️

દક્ષિણ આફ્રિકાએ ૧૯૯૧માં ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારે તેનો પહેલો કેપ્ટન રહેલો આ ખેલાડી એવો છે જે અગાઉ ઓસ્ટ્રેલિયા માટે પણ રમ્યો હતો અને બંને દેશો તરફથી પહેલી ટેસ્ટ રમતાં તેણે બંને ટેસ્ટમાં સેન્ચ્યૂરી ફટકારી હતી.

હૈદરાબાદમાં પોલીસ પગલા --- Police action in Hyderabad

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠
*♻️હૈદરાબાદમાં પોલીસ પગલાં*
🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 💠13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 💠15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.*

*♻️💠ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે* *💠🎯ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.🎯🎯*

*💠🎯👉હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.*