Sunday, September 29, 2019

29 Sep

ઈતિહાસમાં 29 સપ્ટેમ્બરનો દિવસ

*🚞🚂પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ🚂🚞🚂*

ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના બ્લેકપૂલમાં વર્ષ 1885ની 29 સપ્ટેમ્બરે વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ શરૂ થઈ હતી. 18 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રામમાં આજે કુલ 39 સ્ટેશનો બનાવી દેવામાં આવ્યા છે.

*🚥🚦ન્યુક્લિયર પ્લાન્ટ ધ્વસ્ત🚥🚦*

યુનાઇટેડ કિંગડમમાં આવેલો વિશ્વનો પહેલો કમર્શિયલ ન્યુક્લિયર પ્લાન્ટ કેલડર હોલ વર્ષ 2007ની 29 સપ્ટેમ્બરે તોડી પાડવામાં આવ્યો હતો. 60 મેગાવોટની ક્ષમતાવાળા આ પ્લાન્ટે 1956 27 ઓગસ્ટે વીજ ઉત્પાદન શરૂ કર્યું હતું.

*🚧🚥🚦CERNની સ્થાપના🚧🚥🚦*

યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિચર્ચ CERNની સ્થાપના વર્ષ 1954ની 29 સપ્ટેમ્બરે સ્વિત્ઝર્લેન્ડના મેરિનમાં થઈ હતી. આ સંસ્થા લાર્જ હેડ્રન કોલાઇડર જેવા સાધનો સ્થાપી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરે છે.

*🔷🎯1708 : બ્રિટિશ ઈષ્ટ ઇન્ડિયા કંપની અને ન્યૂ ઈષ્ટ ઇન્ડિયા કંપનીને ભેળવી દેવામાં આવી.*

*🎯1725 : લોર્ડ કલાઇવનો જન્મ થયો.*

Saturday, September 28, 2019

નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્ ‘ --- Pandya Natwarlal 'Usanas'

🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
*💠💠નટવરલાલ પંડ્યા💠💠*
⭕️👇👇⭕️👇⭕️👇⭕️👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

પંડ્યા નટવરલાલ કુબેરદાસ, *‘આરણ્યક’,* *‘ઉશનસ’* 
કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. 
*💠👉૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ.*

*🔰૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. 🔰🎯૧૯૫૯માં કુમારચંદ્રક, 🎯🔰૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, 🎯🔰૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 🎯🔰🎯૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.*

🎯👉આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે.