Tuesday, November 5, 2019

5 Nov 2019 -- NC
































































ચિત્તરંજનદાસ --- Chittaranjan Das

💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
ભૌતિકતા કરતાં મનગમતું જીવન જીવવું સારું
🇮🇳👁‍🗨🇮🇳👁‍🗨🇮🇳👁‍🗨🇮🇳👁‍🗨🇮🇳👁‍🗨🇮🇳👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️પ નવેમ્બર ૧૮૭૦ના દિવસે કલકત્તાના વિખ્યાત સોલિસિટર અને બ્રહ્મસમાજના નેતા તથા રાજકીય વિચારક ભુવન મોહનદાસનાં પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. ભુવન મોહનદાસે પુત્રનું નામ ચિત્તરંજન પાડ્યું. ભુવન મોહનદાસની પત્ની નિસ્તારિણીદેવી પણ શિક્ષણ અને સુધારાવાદી મહિલા હતાં. એટલે ચિત્તરંજનનો ઉછેર તેની ઉંમરના બાળકોથી જુદી રીતે થયો.

⭕️પંદર વર્ષની ઉંમરે ચિત્તરંજને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે બંગાળમાં અંગ્રેજ સરકાર વિરોધી વાતાવરણ હતું. બંગાળી વિદ્યાર્થીઓ ચિત્તરંજનદાસ શાળાની પરીક્ષામાં બંગાળી ભાષાને પસંદગીના વિષય તરીકેનું સ્થાન અપાવવા આંદોલન ચલાવતા હતા. ચિત્તરંજનદાસે એ આંદોલનમાં ઝુકાવ્યું. તેમણે એટલી નાની ઉંમરે વિદ્યાર્થી મંડળોની સ્થાપના કરી અને તેઓ વિદ્યાર્થી સંઘના નેતા બની ગયા. ૧૮૯૦માં તેઓ ગ્રેજ્યુએટ થયા એ પછી તેમણે આઈ.સી.એસ. (ઈન્ડિયન સિવિલ સર્વિસ) ઓફિસર બનવાનું નક્કી કર્યું. એ માટે અભ્યાસ કરવા ચિત્તરંજનદાસ ઈંગ્લેન્ડ ગયા. જોકે ત્યાં પણ તેમણે અંગ્રેજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. દાદાભાઈ નવરોજીને બ્રિટિશ સંસદમાં ચૂંટાવવા માટે તેમણે ચળવળ શરૂ કરી દીધી.

Monday, November 4, 2019

વાસુદેવ બળવંત ફળકે --- Vasudev Prabhant Pradak

🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰
*🇮🇳🇮🇳વાસુદેવ બળવંત ફળકે🇮🇳*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🗣🙏🗣મિત્રો હું યુવરાજસિંહ જાડેજા એવી માહિતી આપ સમક્ષ રજૂ કરું છું કે જે કયારેય કોઇ પણ પુસ્તકોમાં નથી આપવામાં આવતી ફળકેની ક્રાંતિકારી કારકીર્દિ ટૂંકી હશે, પણ ભારતની આઝાદી માટે સશસ્ત્ર ચળવળનો માર્ગ સૌ પ્રથમ ફળકેએ બતાવ્યો હતો. આ મહાન ક્રાંતિકારી વિશે બહુ ઓછા લોકો જાણે છે.*

🔰🔘1970ના દાયકાના મધ્યભાગમાં એક ગોરો વાન અને સુદ્રઢ બાંધો ધરાવતો 30 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો યુવાન પૂનાની ગલીઓમાં થાળી અને વેલણ વગાડીને ફરતો હતો. થાળી ઉપર વેલણ પછાડતાં તે પોતાના આગામી પ્રવચનની જાહેરાત કરતો હતો અને કહેતો કે🗣🗣 “તમામ લોકોએ શનિવાર-વાડા મેદાન ખાતે સાંજે આવવાનું છે“ તે પછી તે કહેતો કે “આપણો દેશ આઝાદ થવો જોઈએ અને અંગ્રેજોને હાંકી કાઢવા જોઈએ. તેમને હાંકી કાઢવાના માર્ગો અને સાધનો વિશે હું મારા પ્રવચનમાં વાત કરીશ.“

*💠👉👆આ વ્યક્તિનું નામ હતું વાસુદેવ બળવંત ફળકે. તે પૂનાની મિલિટ્રી ફાયનાન્સ ઓફિસનો કર્મચારી હતો. *તા.4 નવેમ્બર, 1845ના* રોજ શીરડોન (થાણા જિલ્લા) ખાતે તેનો જન્મ થયો હતો. તેનો પરિવાર કોંકણ નજીકના એક નાનકડા ગામ કેલશીથી આવતો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી જે કેટલાક પહેલા સ્નાતકો બહાર પડ્યા તેમાં તેનો સમાવેશ થતો હતો. 1865માં મુંબઈ આવતા પહેલા તેણે કેટલીક સરકારી સંસ્થાઓમાં કામ કર્યું હતું. આ સંસ્થાઓમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને મુંબઈ ખાતેની કમિશ્નરેટ એક્ઝામિનર્સ ઓફિસનો સમાવેશ થતો હતો. આવી વ્યક્તિ સરકાર વિરોધી પ્રચાર કરે તે માન્યામાં આવે નહીં તેવી વાત હતી, પરંતુ તે આવી વાતો ધોળે દિવસે કરતો હતો. એ વખતે બ્રિટીશરોને દેશમાંથી હટાવવાની વાત કરતી તે એકમાત્ર વ્યક્તિ હતી. એ સમયે પશ્ચિમ ભારતના ઉમદા જાહેર જીવનમાં બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન અને પૂના સાર્વજનિક સભા વગેરે સ્થળોનો સમાવેશ થતો હતો અને ત્યાં પણ માત્ર બંધારણિય રાજકારણ અંગેની વાતો થતી હતી.*

4 Nov

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🎯ઈતિહાસમાં 4 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔰🔰ઓબામા પ્રમુખ બન્યા🔰🔰*

બરાક હુસૈન ઓબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ 2008માં 4 નવેમ્બરે બન્યા હતા. બે ટર્મ સુધી અમેરિકાના પ્રમુખ રહ્યા બાદ હવે તેમના અનુગામી બનવા ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે સ્પર્ધા ચાલે છે.

*🔷🗣ક્લોરોફોર્મની શોધ🔷🗣*

ઓપરેશન વખતે ડોક્ટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એનેસ્થેસિયા માટે મહત્ત્વના ઘટક એવા ક્લોરોફોર્મની શોધ 1847માં 4 નવેમ્બરે થઈ હતી. આ શોધનું બ્રિટિશ ફિઝિશિયન સર જેમ્સ યંગ સિમ્પસનને ફાળે જાય છે.

*🛡🐾તૂતનખાનમની કબર શોધાઈ🛡*

બ્રિટિશ આર્કિઓલોજિસ્ટ હાવર્ડ કાર્ટર અને ટીમે વર્ષ 1922ની ચોથી નવેમ્બરે ઈજિપ્તમાંથી તૂતનખાનમની કબરનું પ્રવેશદ્વાર શોધ્યુ હતું. આ શોધ બાદ ઈજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ વિશ્વમાં જાણીતી બની હતી.