Tuesday, November 5, 2019
ચિત્તરંજનદાસ --- Chittaranjan Das
💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
ભૌતિકતા કરતાં મનગમતું જીવન જીવવું સારું
🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️પ નવેમ્બર ૧૮૭૦ના દિવસે કલકત્તાના વિખ્યાત સોલિસિટર અને બ્રહ્મસમાજના નેતા તથા રાજકીય વિચારક ભુવન મોહનદાસનાં પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. ભુવન મોહનદાસે પુત્રનું નામ ચિત્તરંજન પાડ્યું. ભુવન મોહનદાસની પત્ની નિસ્તારિણીદેવી પણ શિક્ષણ અને સુધારાવાદી મહિલા હતાં. એટલે ચિત્તરંજનનો ઉછેર તેની ઉંમરના બાળકોથી જુદી રીતે થયો.
⭕️પંદર વર્ષની ઉંમરે ચિત્તરંજને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે બંગાળમાં અંગ્રેજ સરકાર વિરોધી વાતાવરણ હતું. બંગાળી વિદ્યાર્થીઓ ચિત્તરંજનદાસ શાળાની પરીક્ષામાં બંગાળી ભાષાને પસંદગીના વિષય તરીકેનું સ્થાન અપાવવા આંદોલન ચલાવતા હતા. ચિત્તરંજનદાસે એ આંદોલનમાં ઝુકાવ્યું. તેમણે એટલી નાની ઉંમરે વિદ્યાર્થી મંડળોની સ્થાપના કરી અને તેઓ વિદ્યાર્થી સંઘના નેતા બની ગયા. ૧૮૯૦માં તેઓ ગ્રેજ્યુએટ થયા એ પછી તેમણે આઈ.સી.એસ. (ઈન્ડિયન સિવિલ સર્વિસ) ઓફિસર બનવાનું નક્કી કર્યું. એ માટે અભ્યાસ કરવા ચિત્તરંજનદાસ ઈંગ્લેન્ડ ગયા. જોકે ત્યાં પણ તેમણે અંગ્રેજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. દાદાભાઈ નવરોજીને બ્રિટિશ સંસદમાં ચૂંટાવવા માટે તેમણે ચળવળ શરૂ કરી દીધી.

Subscribe to:
Posts (Atom)