Monday, June 17, 2019

Rani lakshmibai

જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡

*રાણી લક્ષ્મીબાઈ : રાષ્ટ્ર માટે દુર્ગા સ્વરૂપ*

🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


*🇮🇳🇮🇳🇮🇳દર વર્ષે પંદરમી ઓગષ્ટે 26 જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ પરંતુ આપણી સ્વતંત્રતા લાવવા માટે ભારતની પ્રજાએ અનેક બલિદાનો આપ્યા છે. નામી-અનામી અનેક ક્રાંતિવીરો શહીદોના રકતથી આઝાદીનો ઇતિહાસ લખાયો છે. માતૃભૂમિની સ્વતંત્રતા જ જેમનું જીવન લક્ષ્ય હતું એ ક્રાંતિકારીઓ પરમ વંદનીય... પૂજનીય છે.*


*🇮🇳♻🇮🇳♻🇮🇳🇮🇳સવતંત્ર ભરતના પ્રત્યેક સંતાને એમને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા જોઇએ. એમના મહાન સમર્પણની પાછળ સાહસ, શૌર્ય, અને ધૈર્ય હતાં. એમણે અપાર કષ્ટો સહન કર્યા... પણ મુખમાંથી 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના જય ઘોષ જ નીકળ્યા.*


👁🗨✅આ ક્રાંતિવીરોના પ્રેરક જીવન-કથનથી યુવા પેઢીએ સુજ્ઞાત થવું જોઇએ. અહીં ક્રાંતિવીર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પ્રેરક જીવનથી વર્તમાન પેઢી તે તેમની દેશભકિતથી અવગત કરવાનો પ્રયત્ન કરાયેલ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની બે ધારાઓમાં સશષા ક્રાંતિજંગની ચિનગારી ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવથી પ્રગટી હતી. *૧૮૫૭ના વીર નાયકો નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, વિગેરેમાં તેજસ્વિની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ છે. નાની વયમાં જ તે પ્રખર બુદ્ધિમતી, રણનીતિ કુશળ અને રાજય વહીવટમાં અત્યંત દક્ષ હતાં. ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સલ્તનતને હફાવનાર બ્રાહ્મણ વીરાંગના રાણી લક્ષ્મીબાઇનું બલિદાન સદા અવિસ્મરણીય રહેશે.*


*🔷🇮🇳♦ભારતની પવિત્ર ભૂમિ વારાણસી-કાશીમાં ચીમનાજી આપ્યા પેશ્વાના રસાલામાં એક દંપતિ હતું... મોરોપંત તાંબે અને તેમના પત્ની ભાગીરથી બાઇ આ દંપતિને ત્યારે ખ્યાલ ન હતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે.*

💠👉 ઇ.સ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે નામ *મનુબાઇ હતું.* એક જયોતિષીએ કહ્યું હતું કે 'આ છોકરી રાજલક્ષ્મીથી અલંકૃત થઇને ઐશ્વર્ય પામશે! કોણ માને આ ભવિષ્ય વાણી, અકિંચન બ્રાહ્મણની પુત્રી માટે? મનુ બાળપણથી જ સુશીલ, ચતુર અને સ્વરૂપવાન હતી. તેટલી જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિજીની હતી. મનુભાઇ ચાર વર્ષની થઇ ન થઇ ત્યાં તો માતાનું અવસાન થયું અને પુત્રીનો બધો જ ભાર પિતા મોરોપંત પર આવ્યો.


*👁🗨✅મનુબાઇ પિતાને મન પુત્રથી પણ અધિક હતી. બાળપણમાં તેને ભારતની શ્રેષ્ઠ નારીઓના જીવન ચરિત્રોની કથા તેઓ કહેતા અને તેના ચરિત્રનું ઘડતર કરતાં. તેણીને મરાઠી, સંસ્કૃત અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ તેમણે આપ્યું. મનુબાઇનું બાળપણ પેશ્વા બાજીરાવના દસક પુત્ર નાના તથા રાવસાહેબ સાથે પસાર થયું હતું.*

🗡⚔🛡 તની સુંદરતા અને ચપળતાના કારણે તે સૌના આકર્ષણનું પાત્ર બની. તેનું હુલામણું નામ છબીલી પડયું. પિતાએ મનુને તલવારબાજી, ઘોડેસવારી અને બંદૂકથી નિશાન તાકવામાં કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું હતું.


*⛏⚔👁🗨મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા ત્યારે ગંગાધર રાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુ ફકત ૧૩ થી ૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ બની. ૧૯મી સદીની શરૂઆતમાં અંગ્રેજો વ્યાપાર અર્થે ભારત આવ્યા હતાં. પરંતુ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિ જોઇ તેઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નામે રાજકીય શાસન ક્રમશઃ પ્રાપ્ત કરવાની શરૂઆત કરવા માંડી હતી.⛓⛓ લગ્ન થયા પહેલા ગંગાધર રાવને શાસનનો અધિકાર ન હતો. જે લગ્ન બાદ મળ્યો પરંતુ ત્યારે કંપની સરકાર સાથે એક કરારનામું થયું ઝાંસી રાજયે આપવો પડશે. ગંગાધર રાવને આ વાત ખટકી છતાં સ્વીકાર્યા વિના છુટકો ન હતો. તેણે એક ઇલાકો અંગ્રેજોને લશ્કરના નિભાવ માટે આપી દીધો. પ્રજાને પોતાનો પ્રદેશ ખંડિત થયો તે વાત ખટકી. રાણી લક્ષ્મીબાઇ આ બધું નિહાળતી, કયારેક કટાક્ષ પણ કરી લેતી. તે મહેલમાં પોતાની સાહેબીઓને શારીરિક તાલીમ આપતી હતી. રાજાનો રંગભૂમિનો પ્રેમ તેને ખટકતો હતો. તેણીને રણભૂમિ પ્રત્યે પ્રેમ હતો. તેણી માનતી કે દેશને ત્યારે રસિકતાની નહિં, પણ વીરત્વની જરૂર હતી.*


✅🙏ઇ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઇએ એક પુત્રને જન્મ આપ્યો. ઝાંસીન ભાગ્ય બે ડગલાં આગળ હતું. ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઇનું બાળક અવસાન પામ્યું. *સન ૧૮૫૩માં ગંગાધર રાવ અને લક્ષ્મીબાઇએ આનંદરાવ નામનો તેમની જજ્ઞાતિનો એક બાળક દતક લીધો. તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું. ૧૮૫૩માં ગંગાધર રાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઇ વિધવા થઇ. તેના શિર પર એક અરક્ષિત રાજયની જવાબદારી હતી અને બીજુ બાજુ તેના હાથમાં નાનકડો દતક પુત્ર હતો. એક બાજુ ડેલહાઉસી તેનું રાજય ખાલસા કરવા ટાંકી રહ્યો હતો. સન ૧૮૫૩માં ડેલહાઉસીનો હુકમ આવ્યો, 'કંપની સરકાર સ્વ. ગંગાધર રાવના વારસ તરીકે દામોદર રાવને દતક લેવાનો અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઇ ચૂકયો છે. રાણી એ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

જઇને વસવાટ કરવો. માસીક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે.* આ હુકમનામું વંચાયુ ત્યારે રાણી અવાક થઇ ગળ અને વીરાંગના બની તેણે પડકાર કર્યો. ઝાંસી અંગ્રેજો ને સોંપી દેવું પડયું. તેણીએ તીર, બંદૂક વાપરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. તેણીને કાઠિયાવાડી ઘોડા ખૂબ ગમતાં.


*👁🗨✅.... લક્ષ્મીબાઇએ ઝાંસીની રાજય વ્યસ્થા પોતાના હાથમાં લીધા પછી તેની સ્થિતિ સુધરી હતી. સૈન્ય સાથે સાથે એકસ્ત્રી સૈન્ય પણ ઉભુ કરવામાં આવ્યું હતું. ઝાંસીનું એકે એક ઘર યુદ્ધની તૈયારીમાં લાગી ગયું હતું. આ બધા સમાચાર સાંભળીને અંગ્રેજ જનરલ રોઝને થયું જયાં સુધી રાણી લક્ષ્મીબાઇને પકડી કે મારીશું નહીં, ત્યાં સુધી હિંદુસ્તાનમાં બ્રિટીશ સતા સ્થાપી શકાશે નહિં અને તે એક લશ્કરની ટુકડી લઇ ઝાંસી આવી પહોંચ્યો. ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યુ ત્યારે રાણીએ જાતે શષાો ઉપાડયા તેણીએ પુરૂષનો પોષક પહેર્યો અને યુદ્ધની દેવી જેમ લડી. જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઇ છે. ઝાંસી છોડી કાલ્પી પહોંચી તાત્યા ટોપે અને રાવ સાહેબને મળી. જનરલ રોઝે એક યુકિત કરી... અંગ્રેજો મહારાજા જયાજીરાવને ફરીથી ગાદી પર સ્થાપિત કરવા માટે બજાવામાં આવશે. આમ ફરીથી લડાઇ શરૂ થઇ. રાણીની યુદ્ધ કુશળતાએ જ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી. બીજો દિવસે અંગ્રેજોની યુદ્ધ નોબતો ગડગડી ઉઠી.*


*👁🗨 રાણીએ રામચંદ્રશ દેશમુખને બોલાવ્યા અને કહ્યું કે '' હું યુધ્ધમાં મૃત્યુ પામુ તો મારા પુત્ર દામોદરની બરાબર સંભાળ લેજો અને મારુ શરીર મારા ધર્મમાં માનતા નથી, તેવાઓને સોંપી દેશો ન દિ'* ' અપેક્ષા પ્રમાણે રોઝનો તે દિવસે વિજય થયો અને પૂરની જેમ અંગ્રેજ લશ્કર કિલ્લામાં ધસી આવ્યું. હવે રાણીને અહીંથી બચવા સિવાય કોઇ માર્ગ રહ્યો નથી. બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણી અ બંને હાથે તલવારો પીંઝવા માંડી. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. આકાશ પણ રક્તરંગી બન્યું હતું. એક અંગ્રેજ સેૈનિકે રાણીની નજદીક આવીને તલવાર ભોંકી અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી, ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો.

*⛓⚔🛡એક અંગ્રેજ સૈનિક ઝડપથી તેની પાછળ પડીને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઇ ગયો. રાણી એટલી બધી ઘવાઇ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર પડે તેણીતે સૈનિકનો હાથ કાપી નાખ્યો. રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે રાણીને ઘોડા પરથી ઉતરવામાં મદદ કરી અને કહ્યુ કે હવે આપણે બાબા ગંગાદાસને ઘેર પહોંચી જવું જોઇએ.


*🔪🛡⚔🛡રામચંદ્રરાવ રડતા બાળક દામોદરરાવ અને રાણીને ગંગાદાસના ઘર લઇ ગયો. ગંગાદાસ રાણીના મુખમાં પવિત્ર ગંગાજળ મુક્યું રાણીને થોડી શાંતિ થઇ અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા 'હર હર મહાદેવ' ને પછી તે બેભાન બની ગઇ.. ફરી રાણીએ આંખો ખોલીને ભગવતગીતા ના શ્લોકો યાદ કર્યા હતા. તે બોલતી હતી. ધીમે ધીમે અવાજ નબળો થતો ગયો 'વાસુદેવ હું વંદન કરૂ છું' આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું. ૨૨ વર્ષની અલ્પ આયુષ્ય તેમણે ભોગવી હતી.*


🇮🇳👉રાણી લક્ષ્મીબાઇ સ્વરાજ્ય માટે લડી, સ્વરાજ્ય માટે મરી અને સ્વરાજ્ય પાયામાં પથ્થર બની.🇮🇳♦️♦️


*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

💠♻💠♻💠♻💠♻💠

*વીરાંગના રાણી લક્ષ્મીબાઈ🛡*

💢☑💢☑💢☑💢☑💢☑

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


*રાજ તો રાજપૂતોનુ👑*

વેપાર તો વણિકનો,

ખેડ તો કણબીની

ભેખ તો ભરથરીનો

*🧖‍અને રાણી તો ઝાંસીની…⚔️*

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

*🉑⚛આમ રાણીનું નામ આવે એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલી યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યુ હોય તો લોકો એને તરત જ 'ઝાંસીની રાણી'નો ખિતાબ આપીને સન્માનશે.*


*🙏🙏🙏ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ અદભુત નારીની જીવનરેખા ⚡️'વીજળીના ઝબકારે મોતીડાં પુરોવું'❄️ જવી ફકત ૨૨ – ૨૩ વર્ષ જ હતી. પણ આટલા ટૂંકા સમયગાળામાં એમણે કરેલા કામ અદભુત અને મોઢામાં આંગળા નંખાવી દે એવા મોટા મોટા અને અવર્ણનીય હતાં. આ પાણીદાર મોતીનો જન્મ ઈ.સ. ૧૮૩૫, ૧૯મી નવેમ્બરના રોજ (કાશીમાં) વારાણસીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. એમનું પુરું નામ મનિકર્ણિકા હતું. ઘરનાં લોકો લાડમાં એને 'મનુ' કહેતાં હતાં. ચાર વર્ષની ઊંમરે જ માતાની છત્રછાયા ગુમાવી બેઠેલી મનુને એના પિતા પોતાની સાથે બિઠુર લઈ આવેલાં. જ્યાં બાજીરાવ પેશ્વાના પુત્ર નાના સાહેબની સાથે શાસ્ત્રોની સાથે સાથે ઘોડેસવારી અને શસ્ત્રબાજી પણ શીખી. માત્ર બાર વર્ષની વયે તો મનુ ભલભલા અનુભવી યોધ્ધાઓને માત આપવા માંડી.*


🛑🛑⛔ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા. મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું. પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને 🛑⭕️🛑ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં. એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. *💮🆚💮એ વખતે ડેલહાઉસીની 'ખાલસાનીતિ' બહુ જોરમાં હતી. એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી. જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના 🗣લક્ષ્મીબાઈએ ' મૈં અપની ઝાંસી કભી નહી દુંગી' જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો.*


*🛑⭕🛑આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ 'મીરતના બળવા' વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.*


*🛑⭕🛑🇮🇳♦શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની છાયા જોઈને બુંદેલી ભાષામાં 'ઝાંઈ સી' નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને 'ઝાંસી' નામે ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું. તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ'ક પ્રશ્નોનો પ્રત્યુત્તર 🛑🛑⛔️⛔️✅✅'હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું" કહીને આપતા.*


ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો. ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને *'જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ'* આ કહેવત 'ડીટ્ટૉ' સાર્થક કરીને બતાવી..


*❕❓👁🗨👁🗨કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના હાંફવા માંડી.

 ઇતિહાસકારોએ જણાવ્યાનુસાર ૧૮૫૭, ૧૭ જુનના રોજ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાં અદભુત ધીરજ અને સાહસનું પ્રદર્શન કરતી રાણી ગાજર-મૂળાની જેમ એમને કાપતી હતી ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી..એમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી તો દીધો. પણ એનું શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું જેના પરિણામે એ પ


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

ણ નદીના વોંકળામાં ફસડાઇ પડી અને ૧૮૫૭, ૧૮મી જૂનના રોજ મ્રુત્યુને શરણ થઈ..*


*આજે પણ એ 'બુંદેલો હરબોલો કે મુંહ હમને સુની કહાની થી,*

*ખૂબ લડી મર્દાની વો*


*તો ઝાંસીવાલી રાની થી…'*

આ પ્રખ્યાત પંક્તિઓ સાથે એ ઘર ઘરમાં જાણીતી અને લોક લાડીલી છે…


💠* આજે છ-છ દાયકા વીત્યા પછી પણ રાણીની યાદગીરીરૂપ એની તલવાર, રાજદંડ અને ધ્વજને ઝાંસી પાછા લાવવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. લોક્વાયકા મુજબ એની તલવાર અને બખ્તર ગ્વાલિયરમાં છે, તો રાજદંડ કુમાઊ રેઝીમેન્ટ પાસે, તો રાણીનો ધ્વજ તો વળી લંડનમાં છે..પણ કમનસીબી કે એક યા બીજા કારણોસર હજુ સુધી એક પણ વસ્તુ ઝાંસી પાસે નથી પહોંચી શકી.


*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

ફાધર્સ ડે --- Fathers Day

🙎‍♂🙎‍♂🙎‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙎‍♂🙎‍♂🙎‍♂🙋‍♂🙋‍♂🙋‍♂
દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે
👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳🙏🙏મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ?

♦️શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

✍દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.

✍તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

સાબરમતી આશ્રમ --- Sabarmati Ashram

🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤
🏛સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ🏛
🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(સંપૂર્ણ માહિતી PDF મ)

🇮🇳👉બાંધકામ તારીખ:
(હાલનું માળખું)
૧૭ જૂન ૧૯૧૭

👁‍🗨👁‍🗨સ્થપતિ: ચાર્લ્સ કોરિયા✅✅

🔰♦️🇮🇳ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ ગાંધી આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👉અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ આશ્રમમાં સવારે ૧૦ કલાકે પ.પૂ. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ રાજચંદ્રની ટપાલ ટીકીટ તેમજ સોનાના સિક્કાનું અનાવરણ કરશે. 
સાબરમતી આશ્રમ ખાતેના આ કાર્યક્રમમાં ધરમપુર ખાતેના તેમના આશ્રમના અનુયાયીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

17 June

✨💫✨💫✨💫✨💫✨💫✨💫
ઈતિહાસમાં 17 જૂનનો દિવસ
🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑

✨✨ગાંધીજી સાબરમતી આશ્રમમાં આવ્યા💥💥💥

આઝાદીની લડત ચલાવવા માટે મહાત્મા ગાંધીજી 1917 ની 17 જૂને સાબરમતી આશ્રમમાં અહીં આવ્યા હતા . તેમણે નદીના કિનારે 36 એકરમાં આશ્રમની સ્થાપના કરી હતી .
✨☀️વર્ષ ૧૯૧૭માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કિનારે સ્થાપેલા આશ્રમમાં રહેવાની શરૂઆત કરી હતી . ૧૯૧૫થી બે વર્ષ ગાંધીજીએ જીવણલાલના કોચરબ બંગલોમાં આશ્રમ સ્થાપીને લડત જારી રાખી હતી .

🏆🏆🏆સરદારને ભારત રત્ન🏆🏆🏆

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજીવ ગાંધીને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી . સરદારના મૃત્યુના ૪૧ વર્ષ બાદ આ જાહેરાત ટીકાપાત્ર બની હતી .

🎾🎾🎾🎾લિએન્ડર પેસ🎾🎾🎾🎾

દેશના સૌથી સફળ ટેનિસ ખેલાડી પેસનો જન્મ વર્ષ ૧૯૭૩માં આજના દિવસે થયો હતો . ડબલ્સમાં આઠ , મિક્સ ડબલ્સમાં સાત ટાઈટલ જીતનારા પેસે ૧૯૯૬ના ઓલિમ્પિક્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો .

Sunday, June 16, 2019

Father's Day - 16 June

🙎♂🙎♂🙎♂🙋♂🙋♂🙋♂🙎♂🙎♂🙎♂🙋♂🙋♂🙋

*દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે*


*🇮🇳🇮🇳🙏🙏મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ?*

 

*શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે."

 

*દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.*

 

*👨👨👨✍તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે.👱♀👱 આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.*

 

*પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.*

 

*👥👤👥✅પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?*

 

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છ

 

*જ પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો હુ તમને થોડી મદદ કરુ.*

 

*તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.*

 

*અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.*

 

ત દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

 

*😊તમારી ઉમર પ્રમાણે આમાંથી કોઈપણ એક કામ તમે તમારાં પિતાજી માટે કરશો તો તેમને ખૂબ ખુશી મળશે અને તેઓ બધું ભૂલીને તમને પ્રેમથી ભેંટી પડશે. પરંતુ પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. ઉપરથી કડક લાગતા પિતાજી જોડે દોસ્તી કરવાની શરું તો કરો પછી જુઓ કે પિતાજી રસગુલ્લા જેવા નરમ અને મીઠા લાગે છે કે નહિ.*

 

"યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

💠♻💠♻💠♻💠♻💠♻

*👨👨ફાધર્સ ડે – પિતૃદિન🙎♂🙎*

👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯

*👨👨✍યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial

 

*👤🗣👥ખબર નથી પડતી કે આજકાલ કેવા કેવા દિવસો ઉજવવાનો સમય આવી ગયો છે...આ પશ્ચિમી સંસ્કૃતિ ની જ દેન હોય..*

*👵જયા માતૃદેવો ભવ:  પિતૃદેવો ભવ:*

*👵ની સંસ્કૃતિ હોય ત્યાં આવા દિવસો ની શી જરૂર?*

 

*હ યુવરાજસિંહ જાડેજા મારું સ્પષ્ટ પણે માનવું છે કે..🧖‍🧖‍માતાપિતા ના દિવસ ના હોય..👨👩👧👦👨👩👦👦માતાપિતા છે તો આપણા દિવસ છે..🙏*

 

*પરંતુ આજે મને પિતાજી પર કંઇક લખવાનો રૂડો અવસર મળ્યો છે. ..કેમ કે આ જગતમાં બીજા બધા પર બહુ બધું લખવા મા આવ્યું છે...*

 

*મને પણ આજે પિતાજી વિશેના વિચારો વ્યક્ત કરવા મળશે....*

 

*👨👨👦👨👨👦👨👩👧👧આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયું છે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે. 🔶✍️પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, 'ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ…'માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.*

 

*મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી.*

 

*🧖‍🧖‍મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે 'મા એટલે મા, બીજા બધા વગડાના વા.' કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે 'જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.' સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.*

 

*🙏✅કોઇ ભલે મજાકમાં કહેતું કે 'બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે એટલાં બાપને કદાચ નથી હોતો.* 👉 એનું કારણ આપણી સમાજ વ્યવસ્થા છે. બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે.

 

*🙍♂🙍♂👨કટલાક એવા બાપ પણ હોય છે જે પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે બાળકની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે. સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. 👩👦👨👧પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.*

 

*👨👦👨👧અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડેએ (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડેનો આરંભ કર્યો હતો.*

 

*👨👧👨👦એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.* એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી. આ સંસારમાંથી પત્નીએ વિદાય લેતાં એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં. એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. *એક રવિવારે ચર્ચમાં 'મધર્સ ડે' વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ફાધર્સ ડે ઉજવવાની હિમાયત કરી.*

 

*👨👦વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની ય્મ્ચ્અ, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયો

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

માં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટલિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.*

 

*👨👦ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી. અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. 'હેપી ફાધર્સ ડે'ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.*

 

👨👦👩👧👨👧👨👦👩👦*પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે જૂનની ૧૮ તારીખે છે.*

 

*👩👦ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પૂજય પિતાજી મને યાદ આવી જતાં એ મારી આંખ સામે રમી રહે છે. કેવા નમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને મા આશાપુરા માતાજી ના એ ભકત ! પૂજાપાઠ કરતા રહ્યા અને ખૂબ પરિશ્રમ કરી કુટુંબનું ભરણપોષણ કરતા અમને ત્રણે ભાઈઓને ભણાવ્યા, કોઈને એન્જિનિયર તો કોઈને નોકરી માટે કાબેલ બનાવ્યા. ધન્ય છે એ પિતાને!*

 

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

👨👳👨👳👨👳👨👳👨👳

*😘આઈ લવ યુ પપ્પા !!! હેપી ફાધર્સ ડે !*

🙎♂👳🙎♂👳🙎♂👳🙎♂👳🙎♂👳

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

 

*🤭🤔આજે જેમના હાથ ધ્રૂજે છે , એ હાથોએ જ મારી આંગળી પકડીને મને દુનિયા બતાવી છે !*

 

*🤔🤭આજે જે આંખોનું તેજ વિલાઈ ગયું છે, એ જ આંખો મને દુરથી આવતા જોઇને હસી ઊંઠતી હતી !*

 

*🤔🤭આજે જે ખુરશી પર બેઠા છે, એ મારી સાથે કઈ કેટલીય વાર પકડદાવ રમતા હતા !*

 

*🤔🤭આજે જેમની જીભ બોલતા થોથવાય છે, એમણે મને મનાવવા સુંદર બાળગીતો ગાયાં છે !*

 

*🤔🤭આજે જે કશું સાંભળી નથી શકતા , એ એમનું નામ મારી કાલી કાલી બોલીથી સાંભળવા બહુ તડપ્યા છે !*

 

*🤭🤔આજે મારે તમને કહેવું છે પપ્પા : મને એ વાતનો ગર્વ છે કે મારી નસોમાં તમારું લોહી વહે છે !*

આઈ લવ યુ પપ્પા

 

*😇😊☺👉ઓશોનું એક અદ્દભુત વાકય છે: ' જે ઘડીએ એક બાળકનો જન્મ થાય છે, તે જ ઘડીએ એક માતા પણ જન્મે છે. બાળકના જન્મ પહેલાં એક સ્ત્રીનું અસ્તિત્વ હતું, પણ માતાનું તો નહીં જ!' રજનીશ જ વિચારી શકે એવા આ અર્થસભર વાક્યમાં એક જ વસ્તુ ઉમેરવાનું મન થાય છે અને તે એ કે એક બાળકનો જન્મ થાય છે, 🎯💠🎯તયારે એક પિતાનો પણ જન્મ થાય છે. એ પણ પુરુષ માંથી પિતા બને છે!🙏🙏🙏*

 

*🔰💠🙏પરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને થતા અન્યાયની કોઈ ખોટ નથી . ગણ્યા ગણાય નહીં , વીણ્યા વીણાય નહીં એવા પરોક્ષ અને સૂક્ષ્મ અન્યાયો સ્ત્રીને જીવનના દરેક તબ્બકે થતા જ રહે છે. પરંતુ આ એક બાબતમાં કદાચ પુરુષોને વધુ અન્યાય થયો છે.*

 

*🎯👉👉આપણા પ્રાચીન ગ્રંથો , આપણું સાહિત્ય , આપણી કળા, આપણી ધાર્મિક કથાઓએ માતૃત્વનો મહિમા તો ખૂબ કર્યો , જે સર્વથા યોગ્ય જ છે, પરંતુ એના અતિઉત્સાહમાં પિતાનો પ્રેમ થોડો નજરઅંદાઝ થયો હોય એવું નથી લાગતું ???*

 

*🔰💠👉કષ્ણજન્મની કથા કોણે નહીં સાંભળી હોય ? કંસની જેલમાં દેવકી -વાસુદેવના સાત -સાત બાળકોની જન્મતાંની સાથે જ કંસ દ્વારા ક્રૂર હત્યા થાય છે. આઠમા બાળક, કૃષ્ણને જન્મતાંની સાથે જ કંસથી બચાવીને ગોકુળ પહોંચાડવાના છે. કૃષ્ણને જન્મ આપનારી માતા દેવકી અને પાલન કરનારી માતા યશોદાનાં ગુણગાન તો ઘણાં ગીતો, ભજનો , ગરબામાં ગવાયાં પણ જરા વિચાર કરો ! સાત -સાત બાળકોના મૃત્યુ પછી જન્મેલા આઠમા બાળકને કાળી - અંધારી રાત્રે , વરસતા વરસાદથી તોફાની બનેલી યમુના નદી ઓળંગીને સામે પાર નંદ - યશોદાની સોડમાં સોંપતી વખતે પિતા વાસુદેવ ઉપર શું નહીં વીત્યું હોય ? ️*

 

*🇮🇳🇮🇳♦એ ઘડીએ પિતા વાસુદેવના હૃદયમાં થતો વલોપાત કદાચ એ રાતના યમુનાના તોફાન કરતાંય વધુ હશે .*

 

*મારું તો માનવું છે કે દરેક સંવેદનશીલ પિતામાં એક માતા સંતાયેલી હોય છે.*

 

*🎯💠👉☑કન્યાના વિદાયની ઘડીએ આ માતૃત્વ એની ચરમસીમા પર પહોંચે છે. ' જે પુરુષ રડે તે બાયલો' , 😡એવા સ્ટિરિયોટાઈપ સમાજના નિયમને બે ઘડી પૂરતો બાજુએ મૂકી એ રડતા પિતામાં માતૃત્વ છલકાઇને આંખો દ્વારા વહી નીકળે છે.*

 

*🎯💠👉બાપ- દીકરીનો સંબંધ જગતના સૌથી સુંદર સંબંધમાંનો એક છે. આ વાત સમજવા 👉બનઝીર ભુટ્ટોની આત્માકથા 🎯' ડોટર ઓફ ધ ઇસ્ટ' વાંચવી રહી કે પછી સરદારનાં પુત્રી મણિબહેનની ડાયરીનાં પાનાં ઉથલાવવાં રહ્યાં કે પછી ઇન્દિરા અને પંડિત નેહરુ વચ્ચેનો સુંદર પત્ર -વ્યવહાર વાંચવો રહ્યો!*

 

*🔰💠👉🎯ધમકેતુની ઉત્તમોત્તમ વાર્તા ' પોસ્ટ ઓફિસ ' ના કલ્પિત પિતા અને પુત્રી , કોચમેન અલી ડોસો તથા દીકરી મરિયમને કેમ ભૂલાય ?*

 

*🔰👉🎯જમના ' મેન્ટલ ડિવોર્સ' થઇ જ ચૂક્યા છે એવાં દંપતી ઘણી વાર માત્ર બાળકો ખાતર જિંદગીભર સાથે જિંદગી ઘસડતાં હોય છે. બે દુઃખી લોકો એક છત નીચે સારાં પેરન્ટસ બની શકે કે પછી સમજીને જુદા થયેલાં બે જણાં જુદી જુદી છત નીચે બાળકને સારી રીતે ઉછેરી શકે એ વિચારવા જેવો પણ અઘરો પ્રશ્ન છે. આ વિષય પર બનેલી,🎭 સિત્તેરના દાયકાની એક ઉત્કૃષ્ટ હોલીવૂડ ફિલ્મનું નામ છે: ' ક્રેમર વર્સીસ ક્રેમર ' . એક પતિ- પત્ની છૂટાં પડે છે . માતા ( મેરિલ સ્ટ્રિપ ) પોતાનાં સ્વપ્નો પૂરા કરવા અને પગભર થવા થોડો સમય માટે નાના બાળકની બધી જવાબદારી પિતા ( ડસ્ટીન હોફમેન ) પર નાખી અચાનક ચાલી જાય છે. એક બેજવાબદાર વ્યક્તિમાંથી એ કઈ રીતે જવાબદાર પિતા બને છે એની આંખ ભીજવે એવી આ વાર્તા છે. બાળકની કસ્ટડી માટે કોર્ટમાં પતિ - પત્ની વચ્ચે કેસ ચાલે છે, ખરી -ખોટી આક્ષેપબાજી ચાલે છે. આખરે માતા હોવાને નાતે પત્ની કેસ જીતે છે . બીજે દિવસથી જ બાળક માતાને સોંપવાનો કોર્ટ આદેશ આપે છે. પરંતુ આખાય કોર્ટ -કેસ દરમિયાન પત્ની જુએ છે કે એનો એક્સ હસબન્ડ હવે કેટલો સુંદર પિતા છે ! અને છેલ્લે, કોર્ટમાં કેસ જીતવા છતાંય એ માતા પોતાનો દીકરો પિતાને સોંપે છે. કોર્ટ કેસમાં માતા જીતે છે, પણ પિતાના પ્રેમ આગળ માતા ઝૂકે છે- કાવ્યમય અંત ! આ જ ફિલ્મ પરથી બનેલી હિન્દી ફિલ્મ ' અકેલે હમ, અકેલે તુમ ' પણ એટલી જ સંવેદનશીલ ફિલ્મ છે.*

 

🎯🎯આજે છે ફાધર્સ ડે ! દરેક ફાધર્સ ડે અથવા મધર્સ ડે ને દિવસે એક વસ્તુ ચોક્કસ વાંચવા / સાંભળવા મળે . ' આપણ

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

ા ભારતમાં તો રોજ જ ફાધર્સ ડે હોય છે. આપણે એ માટે ખાસ દિવસની જરૂર જ નથી .' હા , એગ્રીડ , પણ હું જરા સ્વાર્થી છું, પપ્પાને વ્હાલ કરવાની એક પણ તક શું કામ જવા દેવી ? *પછી એ વિદેશ થી આવેલું ' ફાધર્સ ડે ' નું બહાનું કેમ ન હોય ? વેલ , હેપી ફાધર્સ ડે !*

 

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

*મિત્રો પૂરો લેખ વાંચજો અને સારો લાગે તો કોઇ પણ ફેરફાર કર્યા વિના આગળ પણ મોકલજો*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

 

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???*

 

*😣☹😣પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.*

 

😖😣લખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

 

😣☹સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.

 

😖😣☹રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.

 

*😖😣☹પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????*

 

😖😣☹બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.

 

😖😣☹માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.

 

*😖☹😡પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે,*  પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.

 

*😠😣😒પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.*

 

*😠☹😖જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.*

 

*🔰💠👉દવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.*

 

*🎯🔰💠રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.*

 

*🔘🔰👉પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.*

 

*👕👚તમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, "આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ".*

 

*🧙‍તમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.*

 

*🤵🏼🤵🏼🤵🏼🤵🏼સતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.*

 

*🤵🏼🤵🏼🤵🏼🤵🏼પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી...*

 

*🧙‍🤵🏼🧙‍🧙‍🧙‍પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.*

 

*🤯😳😱🤯પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.*

 

*😰પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.*

 

*😍😘😍😘જ ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે.*

 

*😌😍જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.*

 

*🎯🔰👉માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે, પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.*

 

*🎯👉કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે.*  કારણ કેબાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ....ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

 

*🎯💠🎯બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે.....પણ, હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.*

 

*🔰💠કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે....પિતાએ જ જવું પડે છે.*

 

*🙏🎯👉પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે, તો ભલે.. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.*

 

*🙏💠🎯💠યવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે... પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.*

 

*🙏🔰દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?

 

*😇😇પિતાનું મહત્વ કોને સમજાય છે ?*

**************

 

*😊બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે.*

 

તેને એક-એક વસ્તુ માટ

 

જ્ઞાન સારથિ, [16.06.19 02:21]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

ે તરસવું પડે છે.

 

*😊પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી !!!*

 

*😊😇સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.*

 

*😊😇કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ?*

 

દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે...

 

*😊😇બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?*

 

આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિ

 

તાને યાદ કરી લઈએ.

 

*😊😇😍તમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ*

 

અને, આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથા-શક્તિ પિતૃ તર્પણ કરીએ..

 

*જો તમે એક પિતા હો તો તેનું ગૌરવ સમજજો!*

 

*पितृ देवो भवः*

*🙏✍યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*


જ્ઞાન સારથિ, [16.06.19 02:22]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*

👴👱♂👴👱♂👴👱♂👴👱♂👴👱

*પરિય પપ્પા. પ્રિય પપ્પા........,*

https://t.me/gujaratimaterial

 

*મમ્મીને 'તું' કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ 'તું' કહીને બોલાવું છું. પણ તમને તો 'તમે' જ કહીશ. કારણ કે, 'તમે' બહુવચન છે. 'પપ્પા' પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે 'પપ્પા' નહિ, 'પપ્પો' કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા 'પહેલો પુરૂષ બહુવચન' જ રહેવાના.*

 

*👴👴👴પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને🌎 મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે.*

 

*🌎☄મારા વિશ્વની 'વસ્તી ગણતરી' કરવા જાઉં તો, 🌓🌑🌓🌑ફક્ત 'પપ્પા' નામ ના 'ગ્રહ' માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે 'વસ્તી ગણતરી' માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.*

 

*👴👴પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને 'તમે' જ કેહવું પડે ને ! 🎪🎪મદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે.*

 

*📚📚મ ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.*

 

*👴👴પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે 'હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?'.🎪🎪 તયારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.*

 

*📖🔖📕📗📚મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી........... હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.*

 

*🔖📕🔖પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. 🎂🍰🎂🍰બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું 'મીણબત્તી' ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. 🎂🍰👶👦તયારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.😘😍😘😍*

 

😘😘😘પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક 'પુણ્ય' ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, 🤔🤔તો જન્મ કેમ નહિ ?

 

*😔😟😍😘😜પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત 'બે મિનિટ' વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.*

 

*😘😍😘પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.*

 

*🙏🌈🙏પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.😣☹️😣*

 

*😟🤓😎આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો...... તો મને પડ્યો રહેવા દેશો નહિ.😚😗😋😗*

 

*😊😇☺પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, 'હું તારી સાથે છું' એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?*

 

*😘☺😊😘ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?*

 

*😘☺😊હ બોલાવું, તો ઈશ્વર 'મંદિર' માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો 'ઓફીસ' નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?*

 

🤓🧐🤨પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..

 

પપ્પા હું તમારો યુવો🙏🙏

 

😘😘યવીરજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏🙏

 

https://t.me/g