Wednesday, January 23, 2019

બાલ કેશવ ઠાકરે

જ્ઞાન સારથિ, [17.11.16 09:34]
બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે
ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી
જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં
થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ
ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક
બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર
છાપ છોડી છે.
ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં
કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી
હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય
સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી
છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા
ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ
ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ
ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની
સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ
વધારવાનો પ્રયાસ કર્યો.
બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની
અસર
બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની
આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું
મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર
ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના
આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો
આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય
અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ
લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ
શિવસેનાની સ્થાપના કરી.
કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ
ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન
નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો
લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને
લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન
સામે અવાજ ઉઠાવ્યો હતો.
શિવસેનાની સ્થાપના
'મરાઠી માણુસ'ના હક્કની લડાઈ લડવા માટે
તા. 19મી જૂન 1966ના દિવસે શિવસેનાની
સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં
તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં
અધિકારોની રક્ષા કરવાનો અને તેમને
રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું
હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ
ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી
લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા
મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે
પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ
કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના
કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે
છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના
હુલામણા નામથી સંબોધતા
હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને
શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને
બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ
ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં
આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને
બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે.
જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું
હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર
મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં
તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું
નિધન થયું
આરોગ્ય
જુલાઈ મહિનામાં શિવસેનાના વડા બાલ
ઠાકરે લીલાવતી હોસ્પિટલની આઈસીયુમાં
દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શ્વાસની
તકલીફની ફરિયાદ કરી હતી. ત્યારબાદ
નવેમ્બર મહિનામાં પણ બાલ ઠાકરેની તબિયત
લથડી હતી. શિવસેનાના ધારાસભ્યો
અને સાંસદોની એક બેઠક  અચાનક જ
બોલાવવામાં આવી હતી.જોકે, આ બેઠક બાદ
અને
પછી શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ
દ્વારા બાલ ઠાકરેએ પોતે સ્વસ્થ
હોવાનાં અણસાર આપવાનો પ્રયાસ કરેલો.
.
Join my telegram channel
.

https://telegram.me/gujaratimaterial

No comments:

Post a Comment