Rajendra Shah
👏💐🙏👏💐🙏👏💐👏🙏💐
*💐💐💐રાજેન્દ્ર શાહ👏👏👏*
👏💐♦️🙏💐👏♦️🙏💐👏♦️
✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*રાજેન્દ્ર કેશવલાલ શાહ (જાન્યુઆરી ૨૮, ૧૯૧૩ – જાન્યુઆરી ૨, ૨૦૧૦) ગુજરાતી કવિ હતા. તેમણે ૨૦ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.*
🔰🎯તમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક ૧૯૫૭માં શરૂ કર્યું હતું. આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.*
*🔰👉તમણે ૨૦૦૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પુરસ્કાર સમિતિએ નોંધ્યું છે, "તેમની લાગણીની તીવ્રતા અને સંશોધન અને અભિવ્યક્તિ તેમણે મહાન કવિ તરીકે અલગ પાડે છે. તેમના કાવ્યોમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા, કબીર અને અખા જેવો છે."*
*જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા સાહિત્યકાર*
♨️♨️♨️♨️♨️♨️♨️
*1) ઉમાશંકર જોષી*
➖1967 માં
➖નિશીથ કાવ્ય સંગ્રહ
*2) પન્નાલાલ પટેલ*
➖1985
➖માનવીની ભવાઈ
*3) રાજેન્દ્ર શાહ*
➖2001
➖ધવનિ કાવ્ય સંગ્રહ
*4) રઘુવીર ચૌધરી*
➖2015
➖અમ્રૂતા નવલકથા
*🏆પરસ્કારો*
💠કમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૪૭.
💠રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૫૬.
*💠સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૬૩. શાંત કોલાહલ માટે.*
🎯ઓરબિંદો સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૦.
💠નરસિંહ મહેતા એવોર્ડ, ૧૯૯૪.
*👁🗨જઞાનપીઠ એવોર્ડ, ૨૦૦૧.*
રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો. તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.
*તેમનું અવસાન ૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
રાજેન્દ્ર કેશવલાલ શાહ, *‘રામ વૃંદાવની’* (૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં.
*શાળા શિક્ષણ દરમ્યાન અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં અને ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી ૧૯૪૨ સુધી જ્યોતિસંઘમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, 👉૧૯૯૯માં મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, તેમ જ નરસિંહ મહેતા ગૌરવ પુરસ્કાર. 🎯૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત.*
*અનુગાંધી યુગના સ્તંભ સમા પ્રતિભાશાળી કવિ છે. એમનો કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. એમની કવિતામાં પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક – કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ – અલંકારલય – પ્રાસાદિનું સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આદ્યાત્મભાવ એમની કવુતાના મુખ્ય વિષયો છે. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર
1947 – કુમાર ચન્દ્રક
1964 – સાહિત્ય એકેડેમી એવોર્ડ
1973 – નર્મદ ચન્દ્રક
1985 – ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર
1993– ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ
1994 – નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ
2001 – જ્ઞાનપીઠ – દિલ્હી એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર
પ્રવાસી-રાજેન્દ્ર શાહ
પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.
લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.
આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.
– રાજેન્દ્ર શાહ
[ અલક્ષિત = દેખાઈ ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે
રે ઝાઝો સવારથીય સાંજરો
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
No comments:
Post a Comment