Monday, January 28, 2019

લાલા લાજપતરાય - Lala Lajpatrai

 

 Lala Lajpat Rai

Lajpat Rai was an Indian independence activist. He played a pivotal role in the Indian Independence movement. He was popularly known as Punjab Kesari. He was one of the three Lal Bal Pal triumvirate. Wikipedia
Born: 28 January 1865, Dhudike
Died: 17 November 1928, Lahore, Pakistan
Nickname: Punjab Kesari
 
 

💐👏🙏👏🙏💐👏🙏💐👏🙏
*💐💐લાલા લાજપતરાય💐💐💐*
💐👏🙏💐👏🙏💐👏🙏💐👏

*🎯💠👉લાલા લાજપત રાય (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને 🔶🔶પજાબ કેસરી🔶🔶 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ 🔷નશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી.🔷 તઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 🔥ગરમ દળના પ્રમુખ નેતા હતા.🔥 💥💥ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.💥💥*

*🎯🔰લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો. એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલના નામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. 💠👉એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. 👉💠લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી. 💠👉તરીસમી ઓક્ટોબર ૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો, જે દરમિયાન કરવામાં આવેલા 🔨🔨🔨🔨🔨⚰️⚰️લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે" અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો. સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.*

*🔰હિન્દી સાહિત્ય સેવા*

*☄️☄️લાલાજીએ હિન્દી ભાષામાં શિવાજી, શ્રી કૃષ્ણ અને બીજા કેટલાક મહાપુરુષોનાં જીવનવૃતાંત લખ્યાં. એમણે દેશમાં તેમજ વિશેષતઃ પંજાબ વિસ્તારમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં સહયોગ આપ્યો હતો. દેશમાં હિન્દી ભાષા લાગૂ કરવા માટે એમણે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું હતું.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


🔰💠🔰💠💠🔰💠🔰🔰💠🔰
*લાલા લજપતરાય 28 જાન્યુઆરી*
💠🔘🔰🔘💠🔰🔘💠🔰🔘💠
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

  *🔰💠🔘લાલ,બાલ  અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં  એક પ્રભાવશાળી વ્યક્તિત્વ  અને નવયુવાનોના હ્રદયમાં  આદરરણીય  સ્થાન  ધરાવતા લાલા  લજપતરાયનો  જન્મ  28/1/1865 ના રોજ થયો હતો.મિડલ સ્કૂલની પરીક્ષા કરી, કૉલેજમાં  શિષ્યવૃતિ પણ મેળવી અને  વકીલાત શરૂ  કરી. 💠👉પનામાં ફાટી નીકળેલા  ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ ને દુ:ખી ભાઇભાંડુઓને  સક્રીય મદદ કરવા માટે લાલાજીએ  દિન-રાત એક કરીને આપણી  સમક્ષ એક અનન્ય અને  પ્રેરક દ્દષ્ટાંત રજૂ કર્યું. 🔰👉ઇગ્લેન્ડ જઇ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક્ક  પર ઠેરઠેર વ્યાખ્યાનો આપી  લોકમત જાગૃત કર્યો. તેમણે 🎯👉 ‘પંજાબી મુખપત્ર દ્વારા અંગ્રેજોના વલણો અંગે સખત ઝાટકણી કાઢી.📚📚📚📚તમણે ‘ગોરીબાલ્ડી’, ’છત્રપતિ શિવાજી’, ’શ્રદ્ધાનંદજી’, ’શ્રી કૃષ્ણ’ એમ કુલ ચાર પુસ્તકો લખ્યા.🖋🖇🖇ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાંસુધી  મોખરે રહ્યાં.સાયમન  કમિશનનો બહિષ્કાર  કરવા કાઢેલા સરઘસની આગેવાની  લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઇ.સ.1928માં અમરશહીદીને વર્યાં.તેઓએ કહેલું : મને  મારેલી  પ્રત્યેક લાઠીના  કારમા ઘા બ્રિટિશ સામ્રાજયના કફનનો એક  એક ખીલો પુરવાર થશે.’જે સાચી જ પડી.દિનબંધુ એન્ડ્રુઝે અંજલિ આપતા કહ્યું કે 'તેઓ વીરોના પણ વીર હતા અને  આના કરતા તેઓ કયું સારું મૃત્યુ ઇચ્છત !*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

Yuvirajsinh Jadeja:
💠💠લાલા લજપતરાય જયંતી




  *1895માં તેમણે અનાથ થયેલા હિન્દુ કુટુંબને સહાય કરવાના હેતુથી પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી. 1905માં તેઓ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન ગયા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવા લાગ્યા અને વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીની ઝુંબેશ શરુ કરવામાં તેમણે ઘણી મદદ કરી. તેમનો પરિચય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે થયો. પછી તો આ ત્રિપુટીએ પાછુ વળીને જોયું જ ન હતું. આ ત્રણે વચ્ચે એવી એકતા સધાઈ કે તેમની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાવા લાગી. 1914થી 1920 દરમિયાન તેઓ અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા પછી તેમણે હોમરૂલ-સ્વરાજ્ય માટેનું આંદોલન શરૂ કરાવ્યું. ભારતીય બંધારણમાં અંગ્રેજોએ કરેલા સુધારાના વિરોધમાં સાયમન કમિશનને પાછા ચાલ્યા જવા તે મેદાનમાં આંદોલન શરુ થયું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

 🔗🖋૧૨ વર્ષની વયે તેમણે દયાનંદ સરસ્વતીના પ્રવચનો સાંભળ્યા અને હિંદુ ધર્મની સેવા કરવાનો દ્રઢ નિશ્વય કર્યો. વ્યવસાય અને અભ્યાસની સાથોસાથ લાલા લજપતરાયે સેવાનું કામ કર્યું અને તેઓ આચાર્ય સમાજના પ્રચારક પણ બન્યા. તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આગળ પડતા રહ્યા. ૧૯૦૫માં બનારસમાં કોંગ્રેસ મહાસભાની બેઠક મળી ત્યારે તેમણે વંદે માતરમ્ના અવાજને બુલંદ બનાવ્યો. લાલ, બાલ, પાલની ત્રિપુટી લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ ‘લાલ, બાલ, પાલ’ તરીકે ખ્યાતિ પામ્યા. આ ત્રણેય બહાદુરોએ ભારત દેશની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. પંજાબ કેસરી સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને લાલા લજપતરાયે પંજાબમાં આર્ય સમાજને લોકપ્રિય બનાવ્યો. આથી જ તો લાલાજી ‘પંજાબ કેસરી’ તરીકે ઓળખાતા હતા. દુષ્કાળ વખતે અનેક શિબિર યોજીને લોકસેવામાં પણ તેઓ અગ્રેસર હતા. ૧૮૮૬માં લાહોરમાં ‘દયાનંદ એંગ્લો વૈદિક કોલેજપ્તની સ્થાપનામાં તેઓ મોખરે રહ્યા. આ કોલેજમાં ભગતસિંહ જેવા યુવાન ક્રાંતિકારીઓ ભણ્યા હતા. યુવા ક્રાંતિકારીઓની નેમ ૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે અંગ્રેજોએ તેમના ઉપર લાઠીચાર્જ કર્યો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ કારણે જ ૧૭ નવેમ્બર, ૧૯૨૮ના રોજ આ વીર શહીદ થયા. લાલાજીની શહાદતનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા. લાલા લજપતરાયે કહ્યું હતું, ‘મારા શરીર પર પડેલો લાઠીનો એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક ખીલાનું કામ કરશે.’ સાચે જ તેમના આ શબ્દો સાચા પડ્યા અને તેમના અવસાનના વીસ જ વર્ષમાં આખરે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવ્યો. લાલાજીએ ‘યંગ ઈન્ડિયા’ નામે પુસ્તક લખ્યું હતું, પણ આ પુસ્તકના વિમોચન પહેલાં જ ભારત અને બ્રિટનમાં પ્રતિબંધ મુકાયો.

No comments:

Post a Comment