Tuesday, January 1, 2019

સત્યેન્દ્રનાથ બોઝ ---Satyendranath Bose

Satyendra Nath Bose
Indian physicist
Image result for Satyendranath Bose

Description

Satyendra Nath Bose, FRS was an Indian physicist specialising in theoretical physics. He is best known for his work on quantum mechanics in the early 1920s, providing the foundation for Bose–Einstein statistics and the theory of the Bose–Einstein condensate. Wikipedia
Born1 January 1894, Kolkata
Died4 February 1974, Kolkata

*⚗⚗સત્યેન્દ્રનાથ બોઝ (૧૮૯૪-૧૯૭૪) ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.*

🔬જન્મ જાન્યુઆરી ૧, ૧૮૯૪
કોલકાતા
🔬મૃત્યુ ફેબ્રુઆરી ૪, ૧૯૭૪
કોલકાતા

🕳🔬🔭બોઝના બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અને એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત વિષયે કરેલા પ્રદાન માટે કે. બેનરજી (૧૯૫૬), ડી. એસ. કોઠારી (૧૯૫૯), એસ. એસન. બાગ્ચી (૧૯૬૨) અને એ. કે. દત્તા (૧૯૬૨)માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલા. એમનું કાર્ય નોબેલ સમિતિએ ચકાસેલું પણ પુરસ્કાર યોગ્ય ગણ્યું ન હતું.*

*🔭🔭⚗🔭બોઝનો જન્મ કલકત્તા ખાતે ૧ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાથી તેમનુ બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં હતાં. કલકત્તાની હિન્દુ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. આ શાળાના શિક્ષકે આગાહી કરી હતી કે બોઝ મહાન ગણિતજ્ઞ બનશે. આ શિક્ષકે બોઝને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપ્યા હતા, કારણ કે તેમણે બધા જ દાખલા બેથી ત્રણ રીતે સાચા ગણ્યા હતા. શાળાનુ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ૧૯૦૯માં તેઓ કલકત્તાની પ્રેસીડન્સી કોલેજમાં દાખલ થયા જ્યાં ૧૯૧૫માં તેઓ વિજ્ઞાનના અનુસ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૬માં કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અહીં અનુસ્નાતક કક્ષાએ તેઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાન ભણાવતા હતા. સમગ્ર ભારતમાં સૌપ્રથમ વાર આધુનિક ગણિતનો વિષય અહીં શરૂ કરવામાં આવ્યો હતો.*

*🔬🔭🔬આ સમય દરમિયાન આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ ઉપર જર્મન ભાષામાં કેટલાક લેખો પ્રસિદ્ધ કર્યા હતા. આઇન્સ્ટાઇનની મંજૂરી સાથે બોઝે આ લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કરી તેનુ પુસ્તક પ્રગટ કર્યું હતું. ૧૯૨૧માં કલકત્તા યુનિવર્સિટી છોડી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા હતા.*

*🔭🔭🔭૧૯૨૪માં બોઝ અભ્યાસાર્થે પેરિસ ગયા જ્યાં તેમણે માદામ ક્યૂરી, લુઈ દ બ્રોગ્લી અને અન્ય વૈજ્ઞાનિકો સાથે સંશોધન કાર્ય કર્યુ. ૧૯૨૫-૨૬ દરમિયાન તેમણે થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇન ધ રેડિયેશન ફીલ્ડ ઇન પ્રેઝન્સ ઓફ મેટર નામનો લેખ તૈયાર કર્યો જેનો આઇન્સ્ટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો હતો.*

*🔭🔭🔭૧૦ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ કલકત્તામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ મળ્યા અને સૌએ બોઝના ક્વૉન્ટમ સિદ્ધાંતની સુવર્ણજયંતી ઉજવીને તેમને મુબારકબાદી આપી. તે પછીના થોડાક જ દિવસ બાદ ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.*

*🔬🕳બંધ પ્રણાલી જ્યારે અચળ તાપમાને હોય ત્યારે તે જુદી જુદી આવૃત્તિઓની વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા માટે મેક્સ પ્લાંકે જે સૂત્ર આપ્યું હતું તે બોઝે પોતાની રીતે તારવ્યું અને લેખ તૈયાર કર્યો. બ્રિટિશ સામાયિકના તંત્રી ઑલિવર લૉજે આ લેખ અસ્વિકૃત કર્યો. આથી બોઝે આ લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. આઇનસ્ટાઇને આ લેખને અમૂલ્ય અને સિમા-ચિહ્નરૂપ ગણાવ્યો હતો. આ લેખમાં બોઝે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણને ફોટૉન વાયુ તરીકે ઓળખાવ્યું હતું. આ સંશોધન દ્વાર સાબિત થતું હતું કે ફોટૉન એ કણ છે અને આ પ્રકારના સમાન કણો માટે અલગ સાંખ્ય-યાંત્રિકી (statistics) લાગું પડે છે. બોઝ દ્વારા તૈયાર કરેલ આ સિદ્ધાંતનું આઇન્સ્ટાઇને વિસ્તરણ કર્યું, જે પાછળથી બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખાયો.*

*☑️૧૯૫૪ સત્યેન્દ્રનાથ બોઝને ઉત્કૃષ્ટ પ્રદાન બદલ માન્યતા ભારતીય સરકાર દ્વારા 'પદ્મભૂષણ ' થી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪ ના રોજ કોલકાતામાં મૃત્યુ પામ્યા હતા. તેમના સંશોધન ‘ક્વોન્ટમ ફિઝિક્સ’ માટે વિશ્વ તેમને સદાય યાદ રાખશે.*

*તેમની જન્મ પહેલી જાન્યુઆરી ૧૮૯૪ના રોજ કલકતા નજીકના ગામડામાં થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.*

⚗ઈ.સ.૧૯૧૩માં બ.એસ.સી.પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી.
⚗ઈ.સ. ૧૯૧૫માં એમ.એસ.સીની ઉપાધી મેળવી. તેમનો મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર હતો. ગણિતની મદદથી ભૌતિકશાસ્ત્રની સમસ્યાઓનો ઉકેલ કરવાનો એમને ખૂબ જ શોખ હતો.
⚗ઈ.સ.૧૯૧૬માં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ થઇ.
⚗ઈ.સ.૧૯૨૧માં તે ભૌતિકશાસ્ત્રના રીડર બન્યા.
⚗રવીન્દ્રનાથ ટાગોરે ઈ.સ. ૧૯૫૬માં વિશ્વ ભારતીમાં ઉપકુલપતિના હોદ્દા માટે પસંદગી કરી. તેમણે વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇન સાથે કામ કરવાનો અવસર પણ મળેલો.
*⚗ઈ.સ.૧૯૪૪માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની પરિષદના પ્રમુખ તરીકે વરની થઇ.તેમણે ‘ બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટીસ્ટીક્સ ‘ સંશોધન કર્યું. આ સંશોધનને અનુસરતા મૂળભૂત કણોને ‘ બોઝોન વિકિરણ’ કહે છે.*
*🔭⚗ઈ.સ.૧૯૫૪માં ભારત સરકારે પદ્મ વિભૂષણ આપી સન્માન કર્યું. ત્યારબાદ ભારતની ઘણી યુનિવર્સિટીએ એમને ડોકટર ઓફ સાયન્સની માનદ પદવીઓ એનાયત કરી હતી. તેઓ મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા.*
🎙📡 એટલું જ નહિ પણ ભાષા, સાહિત્ય , સંગીત અને કલામાં પણ એમને એટલો જ રસ હતો.
📝📝એમને યુરોપિયન ભાષાઓ અને એમાંય ખાસ ફ્રેંચ ભાષા પર તેમની સારી પકડ હતી.
🔲તેમને શતરંજ રમવાનો ખૂબ જ શોખ હતો. ભૌતિકશાસ્ત્ર ઉપરાંત ખનિજવિજ્ઞાન , પુરાતત્વશાસ્ત્ર , દર્શનશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના પણ તેઓ જ્ઞાતા હતા. આ મહાન ભારતીય વિજ્ઞાનીનું ચોથી ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ અવસાન થયું.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*⚫️⚪️પ્રોફેસર સત્યેન્દ્રનાથ બોઝ તે સમયમાં કોલકાતા યુનિવર્સિટીમાં વિજ્ઞાન વિષયના મુખ્ય અધ્યાપક હતા. તેમની ઇમાનદારી અને કર્તવ્યનિષ્ઠાના કારણે લોકો તેમનાં વખાણ કરતા અને તેમને માન પણ આપતા હતા. વિદ્યાર્થીઓમાં પણ તે ખાસ્સા લોકપ્રિય હતા. 🔳વિદ્યાર્થીઓની અભ્યાસને લગતી તમામ મુશ્કેલીઓનો બોઝ તાત્કાલિક નિકાલ લાવતા હતા. એક વખત એમ.એસસી.ના વિદ્યાર્થીઓનું જુથ પરીક્ષાની તારીખ પાછળ ઠેલવવા માટે પ્રોફેસર બોઝને મળવા ગયું. પ્રોફેસર બોઝે ઘણો સમય તેમની સાથે ચર્ચા કરી પણ તેમને પરીક્ષા પાછી ઠેલવવાનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નહીં. તેથી તેમણે વિદ્યાર્થીઓની વાતને નકારી દીધી. તેના કારણે વિદ્યાર્થીઓ ગુસ્સે થઈ ગયા અને તેમને હડતાળ અને ઉપવાસની ધમકી આપવી લાગ્યા. તેનાથી પણ પ્રોફેસર બોઝ ન માન્યા તો તેમણે તેમનો ઘેરાવો કરવાની વાત કરી. આ સાંભળીને તેઓ બોલ્યા, ⬛️🔷‘મેં આજ સુધી કદી કોઈને અન્યાય કર્યો નથી અને અન્યાય સહન પણ કર્યો નથી. તમે તમારી માગ પાછળનું નક્કર કારણ નહીં જણાવો ત્યાં સુધી હું તમારા દબાણમાં આવવાનો નથી. હું રાજીનામું આપી દઈશ પણ તમારું દબાણ સહન નહીં કરું.’ તેમની વાત સાંભળીને વિદ્યાર્થીઓને તેમની ભૂલનો અનુભવ થયો અને તેમણે નક્કી કરેલી તારીખોએ જ પરીક્ષા આપી. સાચો શિક્ષક એ જ છે જે અભ્યાસની સાથે સાથે નિડરતાપૂર્વક તેના વિદ્યાર્થીઓને સત્ય અને ન્યાયનું પણ શિક્ષણ આપે.*

*"ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા સત્યેન્દ્રનાથ બોઝ*

*- આજે તેમની 125મી જન્મજયંતી
જાણો છો*
🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷

*🔷🔲🔶ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હતા. તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. આજે તેમની 125મી જન્મજયંતી છે.*

☑️🔘☑️સત્યેન્દ્રનાથ બોઝનો જન્મ પહેલી જાન્યુઆરી 1894 ના રોજ પર કલકત્તામાં થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ બોઝ પૂર્વ ભારત રેલવેના એન્જીનિયરિંગ વિભાગ માં નોકરી કરતા હતા. સત્યેન્દ્ર નાથ બોઝ તેમના સાત બાળકોમાં સૌથી મોટા હતા. અભ્યાસમાં તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.

*☑️🔹☑️સત્યેન્દ્રનાથ બોઝ હિન્દૂ હાઇસ્કુલ, કલકત્તામાં માધ્યમિક શિક્ષણ લીધું. હતા. ત્યારબાદ તેમણે ઉચ્ચ અભ્યાસ માટે 1911માં કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. ગણિત અને ભૌતિક્શાસ્ત્ર તેમના મનગમતા વિષયો હતા. 1913માં તેમણે કલકતત્તા યુનિવર્સિટીની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી. કૉલેજમાં મેઘનાથ સહા તેમના સહાધ્યાયી હતા. સત્યેન્દ્રનાથ બોઝે 1915માં મિશ્ર ગણિત સાથે અનુસ્નાતક કક્ષાએ પ્રથમ આવ્યા. ત્યારબાદ જર્મન ભાષાનો અભ્યાસ કરી જર્મન વિજ્ઞાની બૂલ સાથે જર્મન પુસ્તકોનો અભ્યાસ કર્યો.*

1916માં, કલકત્તા યુનિવર્સિટી ના ઉપકુલપતિ આશુતોષ મુખરજીએ અનુસ્નાતક કક્ષાએ આધુનિક ગણિત અને ફિઝિક્સ વર્ગો માટે કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન લેક્ચરર તરીકે નિયુક્તિ આપી. તેમણે 1916થી 1921 દરમિયાન અહીં સેવા આપી હતી. તેમણે 1921માં ફિઝિક્સ વિભાગ માં રીડર તરીકે નવી સ્થપાયેલ ઢાકા યુનિવર્સિટીમાં જોડાયા હતા. ઢાકામાં કરેલા સંશોધનની કમગીરીને વિજ્ઞાન જગતે *🔲‘બોઝ સ્ટેટિસ્ટિક્સ’* તરીકે માન્યતા આપી. જેનો હાલ ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

*▪️🔺ઇ.સ. 1924માં સત્યેન્દ્ર નાથ બોઝ પૅરિસ ગયા અને ત્યાં માદામ ક્યૂરીની પ્રયોગશાળામાં સંશોધન કાર્ય કર્યું. 1924માં, સત્યેન્દ્ર નાથ બોઝે એક ‘મેક્સ પ્લેન્ક નિયમ’ અને ‘લાઇટ ક્વોન્ટમ પૂર્વધારણા’ શીર્ષક પર લેખ પ્રકાશિત કર્યો. આ લેખ આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મોકલવામાં આવ્યો હતો. આ પૂર્વધારણાએ એક મહાન વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હતું અને બધા વૈજ્ઞાનિકોએ પ્રશંસા કરી હતી. તે 'બોસ-આઈન્સ્ટાઈન સિદ્ધાંત' તરીકે પ્રખ્યાત બની હતી.*

*🔲🔳🔲1926માં, સત્યેન્દ્રનાથ બોઝ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન એક પ્રોફેસર બન્યા હતા. જોકે તેમણે તે પછી સુધી તેમની ડોક્ટરેટની પૂર્ણ ન હતી, તેમણે આઈન્સ્ટાઈનના ભલામણ પર પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1929માં સત્યેન્દ્ નાથ બોઝ બોસ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓફ ફિઝીક્સ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને 1944 માં કોંગ્રેસ સંપૂર્ણ ચેરમેન તરીકે ચૂંટાયા.*

*☑️🔘1945માં, તેમની ખૈરા કલકત્તા યુનિવર્સિટી ઓફ ફિઝીક્સ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1956માં કલકત્તા યુનિવર્સિટીમાંથી નિવૃત્તિ લીધી. આ યુનિવર્સિટીએ તેમને ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે તેમની નિવૃત્તિ પર સન્માનિત કર્યા. બાદમાં તેમણે વિશ્વભારતી યુનિવર્સિટી ઓફ વાઇસ ચાન્સેલર બન્યા હતા. 1958માં, તેમની રોયલ સોસાયટી, લંડનમાં ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી હતી.*

*☑️🔘☑️1954સત્યેન્દ્રનાથ બોઝને ઉત્કૃષ્ટ પ્રદાન બદલ માન્યતા ભારતીય સરકાર દ્વારા 'પદ્મભૂષણ ' થી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે 4 ફેબ્રુઆરી, 1974ના રોજ કોલકાતામાં મૃત્યુ પામ્યા હતા. તેમના સંશોધન ‘ક્વોન્ટમ ફિઝિક્સ’ માટે વિશ્વ તેમને સદાય યાદ રાખશે.*

🔸◾️🔹◽️🔸◾️🔹◽️🔸◾️🔹◽️
*‘બોસોન’ખ્યાત સત્યેન્દ્રનાથ બોઝ : ફરક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાનો*
◽️🔹◾️🔸◽️🔹◾️🔸◽️🔹🔸
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*વાત મહાન વિજ્ઞાની અને ‘હિગ્સ બોસોન’ના પાયામાં રહેલા સત્યેન્દ્રનાથ બોઝની જ કરવાની છે, પણ શરૂઆત કેટલાંક બીજાં દંતકથા જેવાં નામથી કરીએ. *

*🔸🔹કેપ્ટન લક્ષ્મી ઉર્ફે લેફ્‌ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ. આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડા. સુભાષચંદ્ર બોઝનાં અંતેવાસી. ઐતિહાસિક પાત્ર. તેમનું નામ પડતાં જ, પરિચિતોના ચહેરા પર આદર-અહોભાવની લાગણી પથરાઇ જાય. પરંતુ કેપ્ટન લક્ષ્મીનાં ગુણગાન અધવચ્ચેથી અટકાવીને કહેવામાં આવે કે ‘એ હજુ આપણી વચ્ચે હયાત છે’ તો?*

*સંભવ છે. સાંભળનારની પ્રતિક્રિયા એટલી જ તીવ્ર રહે. બસ, ચહેરા પર અહોભાવના જગ્યાએ આશ્ચર્ય - અવિશ્વાસ અને જીભે ‘ના હોય!’ જેવા શબ્દો આવી જાય.*

*◾️🔸ભજનગાયિકા જુથિકા રોય. આઝાદી પહેલાંના સમયમાં આઘુનિક મીરાં તરીકે ઓળખાતાં. તેમનાં ભજનની રેકોર્ડ ઘરમાં હોવી એ સંસ્કારિતાની નિશાની ગણાતી. ગાંધીજી જેવા ગાંધીજીએ તેમનાં ભજન સાંભળ્યાં હતાં. પેઢીઓની પેઢીઓ તેમનાં ભજન સાંભળીને મોટી અને તેમના પ્રત્યે ધન્યભાવ અનુભવતી થઇ. તેમનું નામ પડે એટલે ‘ઓહોહો’ થઇ જાય. પરંતુ બીજા તો ઠીક, જુથિકા રોયના ચાહકોમાંથી કેટલા જાણતા હશે કે જુથિકાજી હજુ આ જ દુનિયામાં- કોલકાતામાં -છે?’ અને આ જાણતા લોકોએ પણ છાપાંમાં કે ચેનલો પર એમના વિશે - કે લક્ષ્મી સહગલ વિશે- છેલ્લે ક્યારે વાંચ્યું-સાંભળ્યું? ‘ગુગલ ન્યૂઝ’ પર લક્ષ્મી સહગલનો એકમાત્ર રેફરન્સ ૧૦ વર્ષ પહેલાં તે ડો.અબ્દુલ કલામ સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં તેનો બતાવે છે અને જુથિકા રોય? એમનું તો ‘ગુગલ ન્યૂઝ’ પર અસ્તિત્ત્વ જ નથી. (અહીં સર્ચએન્જિન ગૂગલની નહીં, પણ તેના સમાચારવિભાગની વાત છે.)*

⬛️🔷પ્રમાણમાં ઘણાં લોકપ્રિય અને સંખ્યાબંધ લોકોને સ્પર્શે એવા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી લક્ષ્મી સહગલ- જુથિકા રોય જેવી હસ્તીઓની આ સ્થિતિ હોય, તો ભાગ્યે જ કોઇને ટપ્પી પડે એવા વિષયમાં પ્રચંડ પ્રદાન કરનાર સદ્‌ગત વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ વિસરાઇ જાય એમાં શી નવાઇ?

*✌️🤝✌️🤝✌️બોઝ-આઇન્સ્ટાઇન સંબંધો✌️🤝✌️🤝*

🤲હિગ્સ બોસોન કણની સંભવિત ઓળખ પછી થયેલાં ઉજવણાંમાં જીવીત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના જયજયકારની સાથે ૧૯૭૪માં અવસાન પામેલા ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝનો પણ ઉલ્લેખ થયો. બ્રહ્માંડના મૂળભૂત કણોના બે મુખ્ય પ્રકારમાંથી એકનું નામ ‘બોઝ’ પરથી ‘બોસોન’ રખાયું હતું. એટલે એક રીતે, સત્યેન્દ્રનાથને યાદ કર્યા વિના છૂટકો ન હતો. છતાં, ઉજવણીના માહોલમાં થોડો ગણગણાટ એવો પણ થયો કે ‘સત્યેન્દ્રનાથ ભૂલાઇ ગયા. તેમનો થવો જોઇએ એટલો જયજયકાર ન મળ્યો.’ વધારે સાદા શબ્દોમાં કહીએ તો, તેમને (મરણોપરાંત) જોરદાર પ્રસિદ્ધિ ન મળી.

👐🙌🏻સત્યેન્દ્રનાથ ધારો કે હિગ્સ બોસોનની શોધ જોવા જીવીત હોત, તો તેમને પણ હિગ્સ અને બીજા સાથી વિજ્ઞાનીઓની જેમ ખાસ આમંત્રિત તરીકે બોલાવાય હોત. પરંતુ સત્યેન્દ્રનાથ પ્રસિદ્ધિના પ્રકાશપુંજમાં ઝળહળવા ઉપડી ગયા હોત કે પછી ઘરે બેસીને તેમનાં પ્રિય વાદ્ય- ઇસરાજ અથવા વાંસળી- વગાડીને પરમ તૃપ્તિ અનુભવતા હોત?

🤲👐આ સવાલનો જવાબ કલ્પનાનો પ્રદેશ છે, પણ નોંધાયેલી-નક્કર હકીકત એ છે કે ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી તૈયાર થતા એક પુસ્તકના લેખક સત્યેન્દ્રનાથને મળવા ગયા- તેમનું શબ્દચિત્ર આલેખવાની વાત કરી, ત્યારે સત્યેન્દ્રનાથે એ કામને ‘સમયનો બગાડ’ ગણાવ્યું હતું. (જેની પર ‘બઘું મળે છે’ એવા‘ગુગલ’ પર સત્યેન્દ્રનાથના ફોટો એટલા ઓછા છે કે આંગળીના વેઢા વધી પડે.)

🤜પ્રસિદ્ધિ પ્રત્યે તેમની ઉદાસીનતામાં દંભ નહીં, પણ જીવનદર્શન અંગેની સ્પષ્ટતા કારણભૂત હતી. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન એવું હતું કે એ બદલ તેમને નોબેલ પારિતોષિક મળવું જોઇએ, એવી ઘણાની લાગણી હતી. છતાં, તેમણે પોતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. આઇન્સ્ટાઇન સહિત અનેક ઘુરંધરો સાથે નિકટનો પરિચય હોવા છતાં, સત્યેન્દ્રનાથે નોબેલ પારિતોષિક માટે કદી પ્રયાસ તો ઠીક, એ ન મળ્યાનો વસવસો પણ ન કર્યો.

🤜🙌🏻હા, એક વાર તેમણે ભારે ખચકાટ સાથે આઇન્સ્ટાઇનની ભલામણ માગી હતી. ઢાકા યુનિવર્સિટીમાં તે રીડર તરીકે કામ કરતા હતા. વિજ્ઞાનજગતના સાંપ્રત પ્રવાહોના અભ્યાસ માટે તે બે વર્ષ યુરોપ ગયા. ત્યાં અનેક વિજ્ઞાનીઓ ઉપરાંત આઇન્સ્ટાઇનને પણ મળ્યા. ફળદાયી પ્રવાસ પછી પાછા ફરેલા સત્યેન્દ્રનાથને મિત્રોએ સૂચવ્યું કે તેમણે ઢાકા યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવી જોઇએ અને એ માટે આઇન્સ્ટાઇન પાસેથી ભલામણપત્ર માગવો જોઇએ.

🤜🙌🏻🤜સત્યેન્દ્રનાથની વિનંતીથી ખુદ આઇન્સ્ટાઇનને નવાઇ લાગી. તેમને થયું કે બોઝને વળી મારી ભલામણની શી જરૂર? એ પોતે એમની આવડતના બળે હોદ્દા માટે લાયક છે. પરંતુ સાપેક્ષવાદના શોધકને એ ન સમજાયું કે ભારતમાં લાયકાત એ સાપેક્ષ બાબત છે. આઇન્સ્ટાઇને ઉમળકાથી લખી આપેલા ભલામણપત્ર પછી

પણ સત્યેન્દ્રનાથને એ હોદ્દો ન મળ્યો. તેમની જગ્યાએ બીજા એક ‘બોઝ’- ડી.એમ.બોઝ-ને પ્રોફેસરપદું આપવામાં આવ્યું. તેમણે અસ્વીકાર કરતાં તેમની જગ્યાએ, એટલે કે આઇન્સ્ટાઇનના હકારથી નહીં, પણ ડી.એમ.બોઝના નકારથી, સત્યેન્દ્રનાથને પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.

👏🙌🏻👏એકલવ્યવત્‌ સત્યેન્દ્રનાથ માટે આઇન્સ્ટાઇન ગુરુ દ્રોણ હતા. પણ આ ગુરુએ શિષ્યનો અંગુઠો માગી લેવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા. ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સત્યેન્દ્રનાથે એક પેપર (સંશોધન લેખ) તૈયાર કર્યો હતો. તેનું અંગ્રેજી શીર્ષક હતું : ‘પ્લાન્ક્‌સ લૉ એન્ડ લાઇટ ક્વોન્ટમ હાઇપોથીસીસ’. તેમનાં અગાઉનાં પેપર પ્રકાશિત કરનાર ફિલોસોફિકલ મેગેઝીને આ પેપર સાભાર પરત મોકલ્યું. એટલે સત્યેન્દ્રનાથે આઇન્સ્ટાઇન સાથે કશો પરિચય ન હોવા છતાં, તેમને એ સંશોધન લેખ મોકલી આપ્યો. સાથેના પત્ર (૪ જુન, ૧૯૨૪)માં પેપરના વિષયવસ્તુ વિશે ટૂંકમાં જણાવીને લખ્યું,

✌️🤟✌️‘જો તમને લાગે કે આ પેપર પ્રકાશનયોગ્ય છે અને જો તમે ફિઝિક્સ વિશેના જર્મન સામયિકમાં એના પ્રકાશન માટે યથાયોગ્ય તજવીજ કરશો તો હું આપનો આભારી રહીશ. તમે મને બિલકુલ ઓળખતા નથી. છતાં તમને આ વિનંતી કરવામાં હું કશો ખચકાટ અનુભવતો નથી. કારણ કે અમે તમારા શિષ્યો છીએ અને તમારાં લખાણમાંથી જ્ઞાનલાભ મેળવીએ છીએ. તમને યાદ હશે કે નહીં જાણતો નથી, પણ તમારાજનરલ રીલેટીવીટી અંગેના પેપરના અંગ્રેજી અનુવાદ માટે કલકત્તાથી કોઇએ તમારી પરવાનગી મંગાવી હતી અને તમે એ આપી પણ હતી...તમારા એ પેપરનો અનુવાદ કરનાર હું જ હતો.’

🤟✌️🤟✌️આઇન્સ્ટાઇને આ પત્રનો જવાબ આપ્યો. એટલું જ નહીં, સત્યેન્દ્રનાથના પેપરનો જર્મન અનુવાદ જાતે કર્યો, જે ભૌતિકશાસ્ત્રના સામયિકના ઓગસ્ટ, ૧૯૨૪ના અંકમાં પ્રગટ થયો. તેની સાથે અનુવાદકની નોંધમાં આઇન્સ્ટાઇને આ સંશોધનને ‘એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોરવર્ડ’ (પ્રગતિની દિશામાં નોંધપાત્ર પગલું) ગણાવ્યું.

🤘🏽🤟🤘🏽આઇન્સ્ટાઇન સાથે સત્યેન્દ્રનાથનો અંગત પરિચય વિજ્ઞાનજગતમાં અમર બન્યો ‘બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ’ અને ‘બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ’ થકી. અત્યંત નીચા તાપમાને પરમાણુઓ નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. એની ટેકનિકલ ચર્ચાને બદલે, નામ અને પ્રતિષ્ઠાની જ વાત કરતા હોઇએ ત્યારે યાદ રહે કે આ બન્ને પારિભાષિક નામોમાં પહેલું નામ બોઝનું મૂકાયું છે. કારણ કે તેના મૂળ જન્મદાતા સત્યેન્દ્રનાથ બોઝ હતા. આઇન્સ્ટાઇને બોઝના સંશોધનને આગળ વધાર્યું હતું.

*☝️☝️અમરત્વની સામગ્રી*

બોસોન અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ- આ બન્ને સંશોધનો ભૌતિકશાસ્ત્રમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ અમર બનાવવા માટે પૂરતાં છે, પરંતુ ‘અમરત્વ’ની વાત કરીએ ત્યારે યાદ રાખવું પડે કે તેનો સીધો સંબંધ પ્રસિદ્ધિ સાથે નહીં, પ્રતિષ્ઠા સાથે હોય છે. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સહિયારો ઝળહળાટ (આઇન્સ્ટાઇન જેવા) બહુ ઓછા કિસ્સામાં દાયકાઓ સુધી ટકે છે. તેના માટે પ્રદાન ઉપરાંત દેશકાળથી માંડીને સમાજ-સંસ્કૃતિ જેવાં અનેક પરિબળ કારણભૂત હોય છે. ભારતમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ સુદ્ધાં સાંભળ્યા વિના વિદ્યાર્થી બારમું સાયન્સ કે ભલું હોય તો સાયન્સ ગ્રેજ્યુએટ થઇ જાય, એ બિલકુલ બનવાજોગ છે.

🤲ફક્ત સાયન્સ જ શા માટે, કોઇ પણ વિદ્યાશાખામાં ભણનારને પરિચય હોવો ઘટે, એવું વૈવિઘ્યપૂર્ણ અને મજબૂત સત્યેન્દ્રનાથનું કામ હતું. માતૃભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના તેમના પ્રયાસથી માંડીને શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સુધી તેમનો વ્યાપ હોવા છતાં, (પ્રસિદ્ધિ માટેની પૂર્વશરત ગણાય એવી) પોતાના કામ સિવાયની પંચાતમાં તેમને રસ ન હતો. તેમની સાદગી-સરળતા અને એકાગ્રતાનાં અનેક ઉદાહરણ વાંચવા મળે છે. કાર્યક્રમોમાં બેઠા પછી આંખ બંધ કરી દેવાની તેમની પદ્ધતિથી ઘણાને ગેરસમજણ થતી હતી. પરંતુ એકથી વધારે પ્રસંગે તેમણે એ અવસ્થામાં પોતાની જાગૃતિનો પરચો આપ્યો હતો. એક વાર તો, વિખ્યાત વિજ્ઞાની નીલ્સ બોહ્‌ર પ્રવચન દરમિયાન કંઇક સમજાવતી વખતે અટક્યા-અટવાયા અને મંચ પર બેઠેલા સત્યેન્દ્રનાથ સામે જોઇને તેમણે કહ્યું,‘કેન પ્રોફેસર બોઝ હેલ્પ મી?’ શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે, આંખો ખોલીને સત્યેન્દ્રનાથ ઊભા થયા, બોહ્‌ર જે કહેવા માગતા હતા તે સમજાવી દીઘું અને ફરી પાછા આંખો બંધ કરીને બેસી ગયા.

🤜 નેહરુ- સત્યેન્દ્રનાથ બોઝ
રવીન્દ્રનાથ ટાગોરે પોતાનું પુસ્તક ‘વિશ્વપરિચય’ સત્યેન્દ્રનાથને અર્પણ કર્યું હતું. માનદ્‌ ડોક્ટરેટ, વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી માંડીને ભારતના નેશનલ ફેલો, રાજ્યસભાના સભ્ય, પદ્મભૂષણ અને લંડનની રોયલ સોસાયટીના ફેલો જેવાં માન-સન્માન સત્યેન્દ્રનાથ સહજતાથી પચાવી ગયા. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને ચેમ્બર્સ જેવાં પ્રકાશનોની ડિક્શનરી ઓફ સાયન્ટિસ્ટ્‌સમાં ભારતનાં ગણ્યાંગાંઠ્‌યાં ચાર-છ નામ હોય, પણ એ દરેકમાં સત્યેન્દ્રનાથનું નામ અચૂકપણે જોવા મળે છે.

🙌🏻🙌🏻તેમ છતાં, લિમ્કા બુક કે ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવનારને કે ફિલ્મમાં આઇટેમ સોંગ કરનારને વધારે પ્રસિદ્ધિ મળતી હોય, તો એવી પ્રસિદ્ધિ સત્યેન્દ્રનાથ બોઝને ન મળ્યાનો બહુ ધોખો કેવો? તેમનો પરિચય નવી પેઢીઓને સહેલાઇથી થતો રહે એટલું જ જરૂરી અને પૂરતું છે.

No comments:

Post a Comment