Wednesday, February 27, 2019

ચંદ્રશેખર આઝાદ ---- Chandrasekhar Azad

♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
કઈંક આવા હતા આઝાદીના દિવાના આઝાદ!
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ભારતનો ઈતિહાસ આ વાતનો સાક્ષી છે કે અહીં કેટલાય મહાપુરુષો થઈ ગયા, જેમણે દેશ માટે પોતાનો જીવ ધરી દીધો. તેમનામાંથી જ એક છે ચન્દ્રશેખર આઝાદ, જેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં રામ પ્રસાદ બિસ્મિલ અને સરદાર ભગત સિંહ સાથે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી 27 ફેબ્રૂઆરીના દિવસે અલાહાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ગોળીબારી વચ્ચે તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે સમયે તેઓ તેમના મિત્ર સુખદેવ રાજ સાથે મળ્યો.

👁‍🗨👉ચંદ્રેશખરના માતા તેમને સંસ્કૃત ભાષામાં પારંગત બનાવવા ઇચ્છતા હતા. આથી તેમના પ્તિાએ ચંદ્રશેખરને કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે અભ્યાસ અર્થે મોકલ્યા. 
👉ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષના ચંદ્રશેખર તેમાં જોડાયા. આથી તેમની ધરપકડ કરવામાં આવી. 

👉જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ તેમને રજુ કરવામાં આવ્યા ત્યારે તેમને પોતાનું નામ આઝાદ કહ્યું, પિતાનું નામ સ્વતંત્રતા કહ્યું અને ઘર જેલને કહ્યું. ત્યારથી લોકો તેમને આઝાદ તરીકે ઓળખવા લાગ્યા.

👉કોઠારી ષડયંત્રના ચાર શહીદો રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્રનાથ, અશફાકઉલ્લા અને રોશનસિંહ તથા સરદાર ભગતસિંહ સાથે ચંદ્રશેખર આઝાદનું વ્યકિતત્વ એટલું બધું ગાઢ રીતે સંકળાયેલું હોઇ આ પાંચેય ક્રાંતિકારીનાં જીવનમાં ચંદ્રશેખર આઝાદનું જીવનચરિત્ર સ્વયંભુ આવી જાય છે. 

👉ચંદ્રશેખર આઝાદની ગણના એક થોડાક મહાન ક્રાંતિકારીઓમાં થાય છે કે જે ખૂબ જ સારા સંગઠનકર્તા હોવાની સાથોસાથ ત્યાગની ભાવનાથી પૂર્ણ રૂપે જ જીવન જીવતા હતા. 
👉આ એક આશ્ચર્યની વાત છે કે પોતાના ત્યાગ અને નિષ્ઠાને કારણે તેઓ ભગતસિંહ, વિજયકુમારસિંઞ, ભગવાનદાસ સહિતના વિદ્વાન ક્રાંતિવીરોનું નેતૃત્વ કરતા હતા. જોકે તે પોતે વધારે ભણ્યા ન હતા.

🎯👉જ્યારે ૧૯૨૨માં ગાંધીજીએ અસહકાર આંદોલન બંધ કર્યું ત્યારબાદ આઝાદ વધુ ઉગ્રતાથી સ્વતંત્રતાની લડતમાં જોડાયા. તેમજ તેઓ હિન્દુસ્તાન રીપબ્લીક એસોસીએશન નામની સંસ્થામાં પણ જોડાયા.
👉🎯સમર્પિત શહાદતનો ૨૭મી ફેબ્રુ.ની સવારે આઠ વાગે ‘આઝાદ'ની સાથે સાથીદારોએ ગુપ્ત બેઠક કરી, આલ્ફ્રેડ પાર્ક(જેને કંપની બાગ પણ કહેવાયો)માં આની ખબર પહોંચતાં પોલીસ ધસી આવી. 
👉પોલીસ મૌલશ્રીના ઝાડ પાછળ, આઝાદ જાંબુનાં વૃક્ષ પાછળ સામસામો ગોળીબાર ચાલ્યો. જાંઘમાં ગોળી વાગવાથી ઘાયલ આઝાદે સુખદેવ રાજને કહ્યું કે રાજર્ષિ ટંડનને કહેજે કે મારા મૃતદેહનો અગ્નિ સંસ્કાર. આઝાદે નોટ બેબર સહિતનાને ઘાયલ કર્યાં પણ છેવટે એકલા હાથે, પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી ત્યાં સુધી લડતા રહ્યા, છેલ્લી ગોળીનો ઉપયોગ પોતાની આત્મહુતિ માટે કર્યો. જાતે કપાળ પર નિશાન તાકીને શહીદી પ્રાપ્ત કરી. આ તો તેનો સંકલ્પ હતો ને? કહેતા તે, સાથીઓને.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સ્વતંત્રતા પછી, ચંદ્રશેખર આઝાદ, આલ્ફ્રેડ પાર્ક ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન નામ આપવામાં આવ્યું હતું ઉજવણી. આઝાદ, રાજગુરૂ, પંડિત રામ પ્રસાદ બેસિલ અને અશફાકુલ્લા ખાન ના દેશભક્તિ રંગ દે બેસન્ટ, ફેબ્રુઆરી 2006 માં બહાર પડ્યું.


✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
ચંદ્રશેખર આઝાદની ૧૧૧ મી જન્મતિથિએ દેશભક્તિમાંથી પ્રેરણા લઈ ને વંદન કરતાં..રાજકીય કુસંપ છોડી..દેશ પહેલો’..ની ભાવના હર ભારતીયમાં જાગે એવી ભાવના કરીએ.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો ઈતિહાસનાં કેટલાંક પાનાં આપણને વર્તમાનના પડાવ પર વિચારતા કરી મૂકે છે અને એવા આશ્ચર્યમાં મૂકી દે છે કે અરે, આવું પણ બન્યું હતું? ૨૭મી ફેબ્રુઆરી એવો જ એક દિવસ છે. ૧૯૩૧ના આ દિવસનો સૂરજ ઊગ્યો અને એક દેશભક્ત ક્રાંતિકાર- માંડ પચીસની વયનો, પણ આયોજન અને વિચારમાં એકદમ નિષ્ણાત- પોતાના સાથીદારોને, અને દેશની યુવા પેઢીને ‘અલ-વિદા’ કહીને શહીદ થઈ ગયો. સ્થળ અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક. બ્રિટિશ પોલીસ જેને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી હતી તેના વિશે કોઈ વિશ્વાસઘાતીની જાણકારી પરથી ખબર પડી કે આજે તેઓ આ પાર્કમાં એકઠા થયા છે.

🙏🙏નામ ચંદ્રશેખર આઝાદ. હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતાંત્રિક સંઘ(એચએસઆરએસ)ના કમાન્ડર ઈન ચીફ .
સાથીદારો બંગાળથી ઉત્તરપ્રદેશ અને પંજાબ સુધીના. ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, ભગવતીચરણ વોરા, દુર્ગાભાભી, શિવ વર્મા, બટુકેશ્વર દત્ત, ફણીન્દ્રનાથ ઘોષ અને બીજા ઘણા . આ સંગઠનોએ દેશભરમાં ક્રાંતિની આગ પ્રસરાવી દીધી. 🔥🔥રામપ્રસાદ ‘બિસ્મીલ’ અને અશફાકઉલ્લા ખાંને ફાંસી મળી. 
🔫અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં એકત્રિત લોકો પર આર.ઈ.એચ. ડાયરે, બધા દરવાજા બંધ કરાવીને ગોળીબાર કર્યો. 🔫૧૬પ૦ રાઉન્ડ ગોળીથી એક હજારની લાશો ઢળી.
૧૯૨૭ના સાયમન કમિશનનો વિરોધ કરવા નીકળેલા જુલૂસ પર લાહોરમાં લાઠીમાર કરાયો.

🔨લાલા લજપતરાયે ઘાયલ થઈને ૧૭ નવેમ્બર, ૧૯૨૮ના આંખો મીંચી આઝાદ, 
👆👉ભગતસિંહ, ભગવતીચરણ વગેરેએ તેનો જવાબ આપવાની યોજના કરી અને એક મહિના પછી, 👤સોંડર્સને ઠાર કરાયો. થોડા વધુ દિવસો પછી ૮ એપ્રિલ, ૧૯૨૯ના લોકસભામાં બોમ્બ ફેંકાયો. 
👥👤ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ત્યાં જ ઊભા રહીને કહ્યું, ‘હા અમે બોમ્બ ફેંક્યો છે…’
👉 પછી ૨૩ ડિસેમ્બરે દિલ્હીમાં વાઈસરોયની ટ્રેન પર બોમ્બ ઝીંક્યો. લાહોર નદીકિનારે, ભગતસિંહને જેલમાંથી છોડાવવા માટે બોમ્બ નિર્માણનાં કામમાં ભગવતીચરણ ઘાયલ થઈને મૃત્યુ પામ્યા. 👆👉૭ ઓક્ટોબર, ૧૯૩૦ના લાહોર મુકદ્મામાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી મળી. 
👆👉બીજા સાતને જન્મટીપની કાળાંપાણીની સજા. 
🇮🇳🇮🇳‘આઝાદ’ ક્યારેય પોલીસને હાથ આવ્યા નહીં. તેમને ફરાર જાહેર કરાયા હતા. સાધારણ ધોતી, ઝભ્ભો અને કોટ પહેરતા. નિશાનબાજીમાં નિષ્ણાત. 🇮🇳🇮🇳દેશભક્તિનાં ગીતો સંભળાવે. તેમનું પ્રિય ગીત હતું : 🎤મા હમેં વિદા દો જાતે હૈં હમ, વિજય કેતુ ફહરાને આજ, તેરી બલિવેદી પર ચઢ કર…

🕴બ્રિટિશ પોલીસ કોઈ પણ ભોગે પકડવા માગતી હતી.🎭 શચિન દાને આંદામાનની જેલ મળી હતી. બિસ્મિલ્લ-અશફાક ફાંસીએ ચઢી ગયા હતા. સાથીદારો બધા જ જેલોમાં. એક જ એષણા રહી હતી: 🙏💪સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ/ દેખના હૈ જોર કિતના બાજુ-એ કાતિલ મેં હૈ🙏💪
એ દિવસ પણ આવ્યો, સમર્પિત શહાદતનો ૨૭મી ફેબ્રુ.ની સવારે આઠ વાગે ‘આઝાદ’ની સાથે સાથીદારોએ ગુપ્ત બેઠક કરી, આલ્ફ્રેડ પાર્ક(જેને કંપની બાગ પણ કહેવાયો)માં આની ખબર પહોંચતાં પોલીસ ધસી આવી. પોલીસ મૌલશ્રીના ઝાડ પાછળ, આઝાદ 🔮જાંબુનાં વૃક્ષ પાછળ સામસામો ગોળીબાર ચાલ્યો. 🎋જાંઘમાં ગોળી વાગવાથી ઘાયલ આઝાદે સુખદેવ રાજને કહ્યું કે રાજર્ષિ ટંડનને 🗣કહેજે કે મારા મૃતદેહનો અગ્નિ સંસ્કાર. આઝાદે નોટ બેબર સહિતનાને ઘાયલ કર્યાં પણ છેવટે એકલા હાથે, પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી ત્યાં સુધી લડતા રહ્યા,
🔫છેલ્લી ગોળીનો ઉપયોગ પોતાની આત્મહુતિ માટે કર્યો. જાતે કપાળ પર નિશાન તાકીને શહીદી પ્રાપ્ત કરી. આ તો તેનો સંકલ્પ હતો ને? કહેતા તે, સાથીઓને.

✨🌟દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,
આઝાદ હી રહે હૈ, આઝાદ હી રહેંગે🌟💫✨

✨એ યાદ રાખવા જેવું છે કે આઝાદીજંગ માટેની એ સશસ્ત્ર લડાઈ આજકાલના જેહાદી વિસ્ફોટોથી બીજા છેડા પરની હતી. આજે તો ભાડૂતી આતંકવાદ છે, ઝનૂન છે, દેશને ખંડિત કરવાની સાજિશ છે. સ્વતંત્રતા માટે લડનારા ચંદ્રશેખર આઝાદનાં હથિયારો મહાન અને સ્વાધીન ભારતના યજ્ઞ માટેની સામગ્રી હતા. સમર્પિત દિલોદિમાગથી, સ્વતંત્રતાની ફિલસૂફી સાથે તેઓ લડયા, મર્યા અને અંતિમ અભિલાષ વ્યક્ત કરતા રહ્યા, આ શબ્દોમાં-

✨☄✨અપની કિસ્મત મેં અજલ સે હી- સિતમ રખ્ખા થા,
રંજ રખ્ખા થા, મુહિમ રખ્ખી થી, ગમ રખ્ખા થા,
કિસકો પરવાથી, ઔર કિસમેં યે- દમ રખ્ખા થા,
હમને જબ વાદિ-એ-ગુર્બતમેં કદમ રખ્ખા થા,
દૂર તક યાદેંવતન આયીથી સમજાને કો✨☄✨

આપણે વિસ્મૃતિના અભિશાપથી મુક્ત થવા માટેય ઇતિહાસનાં આવાં વિસ્મૃત પાનાંને નજર સમક્ષ લાવવાં જ જોઈએ: બ્રિટિશ સત્તાના દસ્તાવેજોમાં તો ચંદ્રશેખર આઝાદની નોંધ આટલી જ છે: ‘નામ : ચંદ્રશેખર સીતારામ ઉર્ફે ‘આઝાદ’, ઉર્ફે બલરાજ ઉર્ફે પંડિતજી ઉર્ફે ભૈયા ઉર્ફે ક્વિક સિલ્વર. જિલ્લા ઉનાવ, ગામ મૌની બદરકા. જન્મ : સોમવાર ૨૩ જુલાઈ, ૧૯૦૬. લગભગ પાંચ ફૂટ સાડા છ ઈંચ
ઊંચાઈ, રંગ ઘઉંવરણો. શરીર મજબૂત. ગોળ ચહેરો. ચહેરા પર હળવા શીતળાના ડાઘ. કાળા વાળ. મોટી આંખો… અનેક મુકદ્મામાં ફરાર-’ …પણ આપણા માટે તો, આજે જે ખુલ્લી હવામાં મોકળાશથી શ્વાસ લઈ રહ્યા છીએ તેવા સ્વાધીન દિવસ કાજે રક્તરંજિત યાત્રા કે સ્વાતંત્ર્યકુંભના શહીદનું સ્મરણ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏






No comments:

Post a Comment