Monday, February 18, 2019

મદનલાલ ધીંગરા --- Madanlal Dhegara

▪ભારતની આઝાદીનો ઈતિહાસ વીર લડવૈયાઓનાં પરાક્રમોથી સુવર્ણ અક્ષરે લખાયેલો છે. 

▪ આવા ઝળહળતા સિતારાઓ પૈકીના એક હતા *મદનલાલ ધીંગરા.*
* 'અમૃતસર કા શેર'* નામે પ્રખ્યાત મદનલાલ ધીંગરાને *૧૭ ઓગસ્ટ,૧૯૦૯ના રોજ ફાંસી થઈ હતી.*

▪ તેમનો જન્મ મેડિકલ પ્રેક્ટિશનર દિત્તોમલ ધીંગરાને ત્યાં *૧૮ ફેબ્રુઆરી,૧૮૮૩ના રોજ અમૃતસરમાં થયો હતો.*

▪ દિત્તોમલ એ જમાનામાં અમૃતસરના ધનવાનોમાં મોખરે હતા.

▪ મદનલાલ અમૃતસરની પીબીએન સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરીને પછી લાહોરની કોલેજમાં દાખલ થયા હતા.

▪ કોલેજકાળમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લેતાં કોલેજે તેમને રેસ્ટિકેટ કર્યા તો પિતાએ પણ એમને ઘર છોડવાની ફરજ પાડી, જેથી તેઓ રસ્તા પર આવી ગયા હતા.

▪ તેઓએ પ્રથમ ક્લાર્કની નોકરી કરી, પછી કાલકા જઈ તાંગાવાલાની નોકરી કરી, પણ હિંમત હાર્યા નહીં.

▪ પછી તેમણે બોમ્બે પોર્ટ પર કામ કરીને પૈસા ભેગા કરી લંડન જવાનું સ્વપ્ન સાર્થક કર્યું.

▪ પણ ત્યાં કંઈ સફળતા ન મળતાં ભારત પરત ફર્યા.

▪ ફરી મદનલાલને તેમના પિતાએ ઇજનેરી ભણવા લંડન મોકલ્યા. ૧૦ જૂન,૧૯૦૬ના રોજ તેઓ લંડન ગયા.

▪ લંડનમાં કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ ક્રાંતિકારી નેતા વીર સાવરકરને ઇન્ડિયા હાઉસમાં મળ્યા.

▪ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૫૦ વર્ષ પૂરાં થયાં, તેની પ્રથમ ઉજવણી તેમણે સૌની સાથે લંડનમાં કરી.

▪ તેમના શરીર પરના બિલ્લાને ભૂંસવાની કોશિશ કરનારા અંગેજ છોકરા પાછળ તેઓ છરી લઈને દોડયા હતા.

▪ ઇન્ડિયા હાઉસમાં બોમ્બ બનાવવા માટેના કેમિકલથી તેઓ દાઝ્યા છતાં ઊંહકારો કર્યો નહોતો એવા એ વીર હતા.

▪ જ્યારે ૧૧ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ ભારતમાં ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ, કનૈયાલાલ દત્ત અને સત્યેન્દ્ર બોઝને ફાંસી અપાઈ ત્યારે મદનલાલ બહુ ક્રોધે ભરાયા ને બદલો લેવાનું પણ લીધું.

▪ એ વખતે મદનલાલે વીર સાવરકરનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે જો તમે સર્વોચ્ચ બલિદાન માટે તૈયાર હો અને મુક્તિ માટે તમારું મન મક્કમ હોય તો દેશ માટે મરી ફીટવાનો આ ખરો અવસર છે.

▪ એમણે બંગાળનું વિભાજન કરનાર પૂર્વ ગવર્નર જનરલ કર્ઝન વેલીને ઠાર મારવા બે રિવોલ્વર લીધી ને ૧ જુલાઈ, ૧૯૦૯ના રોજ નેશનલ ઇન્ડિયન એસોસિયેશનના ફંક્શનમાં કર્ઝનની સાવ નજીક જઈ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ને પછી બીજી બે ગોળી મારી.

▪ કર્ઝન વેલીની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ, ૧૯૦૯ના રોજ ફાંસી થઈ. અંગ્રેજ સરકારે એમના કુટુંબને એમનો મૃતદેહ ન સોંપ્યો.

🇮🇳 *મદનલાલ ધીંગરાએ માત્ર ૨૫ વર્ષની વયે ભારતની આઝાદી માટે વિદેશમાં જાનની કુરબાની આપી.*

▪ આવા મર્દ, જાંબાઝ, સ્વાતંત્ર્ય સેનાનીને શત શત વંદન.🙏

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🔷▪ *જ્ઞાન કી દુનિયા*▪🔷

No comments:

Post a Comment