Monday, February 18, 2019

રામકૃષ્ણ પરમહંસ --- Ramakrishna Paramahansa

🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
💠💠રામકૃષ્ણ પરમહંસ💠💠
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

રામકૃષ્ણ પરમહંસ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના કમરપુકુર ગામમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા ગદાધર ચટ્ટોપાધ્યાય ખુબ ગરીબ હતા. રામકૃષ્ણ પરમહંસને સ્કૂલ જવામાં કે વ્યાપાર ધંધો કરવામાં કશો જ રસ નહોતો. તેમને સમાજમાં પ્રચલિત તમામ માન્યતાઓ પર જરાય વિશ્વાસ નહોતો, એ બધી જ માન્યતાઓ સામે પ્રશ્ન કરતા હતા.


રામકૃષ્ણના મોટાભાઈ રામકુમારે કોલકાતામાં સંસ્કૃત પાઠશાળા શરૃ કરી હતી અને થોડોક સમય પુજારી તરીકે પણ કામ કર્યું હતું. આવા સમયે કોલકાતાની એક અતિધનવાન મહિલા રશમોનીએ દક્ષિણેશ્વર ખાતે ભવતારિણી દેવીના મંદિરની સ્થાપના કરી હતી. રશમોનીએ રામકુમારને આ મંદિરના પુજારી બનવા માટે આમંત્રણ પાઠવ્યું. રાકુમારે ત્યાં પુજારી બનવાનું સ્વીકારી લીધું. રામકુમારના દેહાંત પછી રામકૃષ્ણના માથે પુજારી બનવાની જવાબદારી આપી પડી. પુજારી તરીકે રામકૃષ્ણએ ભવતારીણી દેવી(કાલી માતા)ની પુજા-અર્ચના તો આરંભી દીધી, પરંતુ એમના મનમાં સંખ્યાબંધ પ્રશ્નો તોફાન મચાવતા હતા. એમણે ખાનગીમાં કાલી માતાની પુજા કરીને તેને પ્રત્યક્ષ હાજર થવા કાકલૂદી કરવા માંડી.


હ્ય્હે છે કે એક સવારે રામકૃષ્ણ મંદિરમાં ધ્યાન ધરતા એકલા બેઠા હતા ત્યારે એમણે દેવીની પ્રતિમામાંથી પ્રકાશ પૂંજ નીકળતો જોયો હતો. આ ઘટનાએ રામકૃષ્ણનું જીવન સમગ્રપણે બદલી નાંખ્યું અને તેઓ ભક્તિમાર્ગે સાચા હૃદયથી ચાલી નીકળ્યા. તેઓ કહેતા કે દરેક જીવનું એક જ સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ, ઈશ્વરનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવો. તેમને ધ્યાન, મનન અને મંથન કરતાં કરતાં સમજાયું કે બધા જ ધર્મ મૂળભૂત રીતે એક જ ઈશ્વર પ્રત્યે જવા માટેનો માર્ગ જ સૂચવે છે. એ રીતે બધા જ ધર્મ એકસમાન છે. 
એમનું ધ્યેય પણ એકસમાન છે, માત્ર દરેકનો માર્ગ જુદો જુદો છે.

🎯રામકૃષ્ણ પરમહંસના આ વિચારો એમના શિષ્ય વિવેકાનંદને સૌથી વધારે સ્પર્શી ગયા હતા. સ્વામી વિવેકાનંદે આ વિચારો વધુ સ્પષ્ટ અને તાર્કિક રીતે સમગ્ર વિશ્વને પ્રબોધ્યા અને આખું વિશ્વ એમની સાથે આ વાતે સંમત થયું હતું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ૧૬ ઓગષ્ટ ૧૮૮૬ના રોજ આ ફાની જગતમાંથી કાયમી વિદાય લઈ સ્વર્ગે સિધાવ્યા હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🗣💐🗣💐🗣💐🗣💐🗣💐🗣
સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો એક રસસ્પદ અને પ્રેરક સંવાદ
💐🗣💐🗣💐🗣💐🗣💐🗣💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰રામકૃષ્ણ પરમહંસએ એમના પરમ શિષ્ય સ્વામીવિવેકાનંદના મુઝવતા પ્રશ્નોનું ખુબીથી નિરાકરણ કર્યું છે.આ જવાબો આપણને એમના ઊંડા જ્ઞાનની પ્રતીતિ કરાવે છે .તેઓ એક સીધા સાદા અશિક્ષિત વ્યક્તિ હતા પરંતુ એમના શુશીક્ષિત શિષ્યના પ્રશ્નોના તેઓએ આપેલા જવાબો કોઈ મોટા વિદ્વાન ફીલસુફની યાદ અપાવે એવા જ્ઞાનપ્રચુર છે એની આ પ્રશ્નોત્તરી વાંચ્યા પછી તમને જરૂર અનુભૂતિ થશે .

🙏🙏રામકૃષ્ણ પરમહંસે એમના શિષ્ય સ્વામી વિવેકાનંદને એમના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ આપ્યો છે એ આપણને બધાને પણ એટલો જ લાગુ પડે એવો છે અને સૌ એ ગાંઠે બાંધવા જેવો પ્રેરણાદાયી છે🙏🙏🔰🔰🔰 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સ્વામી વિવેકાનંદ – મને ફાજલ સમય બિલકુલ મળતો નથી . મારું જીવન ભાગ દોડ વાળું ખુબ જ વ્યસ્ત રહે છે .

રામ કૃષ્ણ પરમહંસ – તારૂ દૈનિક કામકાજ તને વ્યસ્ત રાખે છે .પરંતુ તારી ક્રિયાઓ બાદ જે ફળ તને મળશે એ તારા કામના કંટાળામાંથી તને મુક્ત કરશે . 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, આજકાલ મારું જીવન ન સમજાય એવું આંટીઘૂંટીવાળું બની ગયું હોય એમ મને કેમ લાગ્યા કરે છે ?

રામ કૃષ્ણ પરમહંસ – વત્સ, જીવનનું પૃથ્થકરણ કરવાનું છોડી દે. એમ કરવાથી ગુંચવાણો પેદા થતી હોય છે .તું તો માત્ર જીવન જીવવાનું શરુ કરી દે. 

સ્વામી વિવેકાનંદ – તો પછી આપણને સતત એક જાતનું અસુખ-દુખ કેમ વર્તાય છે ?

રામ કૃષ્ણ પરમહંસ – કેમ કે ચિંતાઓ કરવાની તને ટેવ પડી ગઈ છે .તને જીવનમાં કોઈ સુખ જણાતું નથી એનું કારણ એ જ છે .

સ્વામી વિવેકાનંદ- આ જગતમાં હમ્મેશાં સારા અને ભલા માણસોને જ શા માટે સહન કરવું પડે છે ?

રામકૃષ્ણ પરમહંસ – હીરાને- મણીને બરાબર ચમકાવવો હોય તો એને બરાબર ઘસવો પડે છે . અગ્નિમાં બરાબર તપાવ્યા વિના સોનું શુદ્ધ બની શકતું નથી .એવી જ રીતે સારા માણસો જીવનની વિપદાઓ -મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં એમનામાં કોઈ પણ જાતની કડવાશ પેદા નથી પણ ઉલટું એમનું જીવન બહેતર બન્યું છે એવો અનુભવ કરે છે .

સ્વામી વિવેકાનંદ- તો ગુરુજી તમે એમ કહેવા માગો છો કે આવો અનુભવ મેળવવો ઉપયોગી હોય છે ?

રામ કૃષ્ણ પરમહંસ- હા જરૂરી છે ,દરેક દ્રષ્ટીએ જોવા જઈએ તો જીવનનો અનુભવ એ એક કડક શિક્ષક જેવો હોય છે.આ શિક્ષક શિષ્યને કોઈ પાઠ ભણાવે એ પહેલાં એની બરાબર કસોટી કરી લેતો હોય છે.

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, જીવનમાં એટલા બધા કોયડાઓ વચ્ચે ઘેરાયો છું કે મને ખબર જ નથી પડતી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું ?

રામકૃષ્ણ પરમહંસ – વત્સ, એમ તું બહાર જ જોયા કરીશ તો તું કઈ તરફ જાય છે એની ખબર નહિ પડે. તારી ભીતરમાં દ્રષ્ટિ કર. તારી દૈહિક આંખોથી તો તું બાહ્ય દ્રશ્યો જોઈ શકીશ પણ તારું હૃદય- તારી આત્મિક આંખો- જ તને સાચો માર્ગ બતાવશે .

સ્વામી વિવેકાનંદ – ગુરુજી મને એ કહો કે સાચી દિશામાં પ્રયાણ કરવું એ વધુ દુખ આપે છે ( ડંખે છે ) કે જીવનમાં નિષ્ફળ થવું એ વધુ દુખ આપે છે ?

રામ કૃષ્ણ પરમહંસ – વત્સ, તારી સફળતાનો માપદંડ બીજા લોકો નક્કી કરે એને આધીન છે પરંતુ એક સંતોષ જ એક એવી ચીજ છે જેનું માપ તો તું પોતે જ નક્કી કરી શકે. 

સ્વામી વિવેકાનંદ – ગુરુજી, જીવનના કઠીન સમયમાં પણ નવું નવું સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો એ મને કહેશો ?

રામ કૃષ્ણ પરમહંસ – વત્સ , તું આજે ક્યાં સુધી આવી પહોંચ્યો છે એની તરફ હંમેશાં નજર રાખ નહિ કે તારે ક્યાં સુધી જવાનું છે એની તરફ. જીવનમાં તને જે કંઇક સારું પ્રાપ્ત થયું છે એ તને ભગવાન કૃપાએ મળ્યું છે એમ માની એનો પાડ માન અને જે કઈ ખૂટે છે અને મેળવવાની ઇચ્છા છે એની ચિંતા છોડ.

સ્વામી વિવેકાનંદ- માણસો વિષેની એવી કઈ વાત છે કે જેનું તમને આશ્ચર્ય થતું હોય .

રામકૃષ્ણ પરમહંસ – માણસોને જ્યારે કોઈ પણ જાતનું દુખ સહન કરવાનું આવે ત્યારે પ્રશ્ન કરે છે “ આવું મને જ કેમ ?” પરંતુ જ્યારે તેઓ જીવનમાં પ્રગતી કરીને સમૃદ્ધ બને છે ત્યારે કદી એવો પ્રશ્ન કરતા નથી કે ” આવું મને જ કેમ ? “આ જ વાતનું મને મોટું આશ્ચર્ય છે .

સ્વામી વિવેકાનંદ : હું મારી આ જિંદગીમાં કેવી રીતે મહત્તમ ફળની પ્રાપ્તિ કરી શકું ?

રામ કૃષ્ણ પરમહંસ – જે પસાર થઇ ગયો એ ભૂતકાળ વિષેની ચિંતા કે શોક છોડી દે . તારી પાસે હાલ જે છે એ વર્તમાન કાળનો મનમાં વિશ્વાસ રાખી સામનો કરી તારું કાર્ય કર્યે જા . જે હજુ આવવાનો છે એ ભવિષ્યકાળ માટે મનમાં કોઈ પણ જાતની ચિંતા રાખ્યા સિવાય તારી જાતને એ માટે તૈયાર કર.

સ્વામી વિવેકાનંદ : ગુરુજી ,હવે આ મારો આ છેલ્લો પ્રશ્ન છે . મને કોઈ કોઈ વાર એમ લાગ્યા કરે છે કે મારી પ્રાર્થનાઓનો મને કોઈ જવાબ મળતો નથી ,એવું કેમ હશે ?

રામકૃષ્ણ પરમહંસ- વત્સ, તું આ વાત જાણી લે કે એવી કોઈ પ્રાર્થના નથી કે જેનો જવાબ ના હોય.મનમાં શ્રધ્ધા -વિશ્વાસ રાખીને તારા ભયને ખંખેરી નાખ. આ જીવન અગમ અને અગોચર છે એનો તારે તાગ મેળવવાનો છે.જીવન કઈ એવો મોટો કોયડો નથી કે જેને ઉકેલી ના શકાય. .મારા આ કથન ઉપર વિશ્વાસ રાખ કે જો તને સાચી રીતે જીવતાં આવડતું હોય તો જિંદગી કુદરતની બક્ષેલી એક અદભુત ભેટ છે .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ


🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
💠💠રામકૃષ્ણ પરમહંસ💠💠
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

રામકૃષ્ણ પરમહંસ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના કમરપુકુર ગામમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા ગદાધર ચટ્ટોપાધ્યાય ખુબ ગરીબ હતા. રામકૃષ્ણ પરમહંસને સ્કૂલ જવામાં કે વ્યાપાર ધંધો કરવામાં કશો જ રસ નહોતો. તેમને સમાજમાં પ્રચલિત તમામ માન્યતાઓ પર જરાય વિશ્વાસ નહોતો, એ બધી જ માન્યતાઓ સામે પ્રશ્ન કરતા હતા.


રામકૃષ્ણના મોટાભાઈ રામકુમારે કોલકાતામાં સંસ્કૃત પાઠશાળા શરૃ કરી હતી અને થોડોક સમય પુજારી તરીકે પણ કામ કર્યું હતું. આવા સમયે કોલકાતાની એક અતિધનવાન મહિલા રશમોનીએ દક્ષિણેશ્વર ખાતે ભવતારિણી દેવીના મંદિરની સ્થાપના કરી હતી. રશમોનીએ રામકુમારને આ મંદિરના પુજારી બનવા માટે આમંત્રણ પાઠવ્યું. રાકુમારે ત્યાં પુજારી બનવાનું સ્વીકારી લીધું. રામકુમારના દેહાંત પછી રામકૃષ્ણના માથે પુજારી બનવાની જવાબદારી આપી પડી. પુજારી તરીકે રામકૃષ્ણએ ભવતારીણી દેવી(કાલી માતા)ની પુજા-અર્ચના તો આરંભી દીધી, પરંતુ એમના મનમાં સંખ્યાબંધ પ્રશ્નો તોફાન મચાવતા હતા. એમણે ખાનગીમાં કાલી માતાની પુજા કરીને તેને પ્રત્યક્ષ હાજર થવા કાકલૂદી કરવા માંડી.


હ્ય્હે છે કે એક સવારે રામકૃષ્ણ મંદિરમાં ધ્યાન ધરતા એકલા બેઠા હતા ત્યારે એમણે દેવીની પ્રતિમામાંથી પ્રકાશ પૂંજ નીકળતો જોયો હતો. આ ઘટનાએ રામકૃષ્ણનું જીવન સમગ્રપણે બદલી નાંખ્યું અને તેઓ ભક્તિમાર્ગે સાચા હૃદયથી ચાલી નીકળ્યા. તેઓ કહેતા કે દરેક જીવનું એક જ સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ, ઈશ્વરનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવો. તેમને ધ્યાન, મનન અને મંથન કરતાં કરતાં સમજાયું કે બધા જ ધર્મ મૂળભૂત રીતે એક જ ઈશ્વર પ્રત્યે જવા માટેનો માર્ગ જ સૂચવે છે. એ રીતે બધા જ ધર્મ એકસમાન છે. 
એમનું ધ્યેય પણ એકસમાન છે, માત્ર દરેકનો માર્ગ જુદો જુદો છે.

🎯રામકૃષ્ણ પરમહંસના આ વિચારો એમના શિષ્ય વિવેકાનંદને સૌથી વધારે સ્પર્શી ગયા હતા. સ્વામી વિવેકાનંદે આ વિચારો વધુ સ્પષ્ટ અને તાર્કિક રીતે સમગ્ર વિશ્વને પ્રબોધ્યા અને આખું વિશ્વ એમની સાથે આ વાતે સંમત થયું હતું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ૧૬ ઓગષ્ટ ૧૮૮૬ના રોજ આ ફાની જગતમાંથી કાયમી વિદાય લઈ સ્વર્ગે સિધાવ્યા હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️♻️🎯🎯🎯♻️♻️♻️♻️♻️♻️♻️
એકવાર રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો સાથે નદીકિનારા પરથી પસાર થઇ રહ્યા હતા. નદીના કિનારા પર બેસીને એક માછીમાર માછલીઓ પકડી રહ્યો હતો. પરમહંસજીએ બધા શિષ્યોને ઉભા રાખ્યા અને કહ્યુ , “ તમે બધા ઉભા રહો અને માછીમારની જાળમાં ફસાયેલી આ માછલીઓ શું કરે છે તેનું ધ્યાનથી નિરિક્ષણ કરો.”
શિષ્યોએ જોયુ કે જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી કેટલીક માછલીઓ સાવ નિષ્ક્રિય થઇને જાળમાં એમ જ પડી રહી હતી. જાળમાંથી બહાર નિકળવાનો કોઇ જાતનો પ્રયાસ નહોતી કરતી. કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહી હતી પરંતું એને બહાર નિકળવામાં સફળતા નહોતી મળતી જ્યારે કેટલીક માછલીઓ એવી પણ હતી કે જે સિફતપૂર્વક જાળમાંથી બહાર આવી ગઇ અને મોજથી પાણીમાં મુકત રીતે તરવા લાગી.
રામકૃષ્ણ દેવે પોતાના શિષ્યોને કહ્યુ , “ આ માછલીઓની જેમ મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પ્રથમ પ્રકારના મનુષ્યો એવા છે જેના આત્માએ બંધનને સ્વિકારી લીધુ છે અને બંધન મુકત થઇને ભવજાળમાંથી બહાર નિકળવાનો વિચાર પણ નથી કરતા. બીજા પ્રકારના મનુષ્યો બહાર નિકળવાના પ્રયાસો કરે છે પરંતું આ અંગેની વિશેષ જાણકારી ન હોવાથી એ બહાર નીકળી શકતા નથી અને ત્રીજા પ્રકારના મનુષ્યો એવા છે જે પોતાના જ્ઞાનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને જાળમાંથી મુક્ત થઇ જાય છે.”
રંગભૂમિના કલાકારની સ્ટેજ પરની એન્ટ્રી અને પર્ફોર્મન્સ જેટલુ મહત્વનું છે એટલી જ એની એકઝીટ પણ મહત્વની છે. ધરતી નામના આ સ્ટેજ પર આપણે આપણી ભૂમિકા તો ઉત્તમ રીતે ભજવીશુ જ પણ સાથે સાથે અસરકારક એકઝીટનો પણ થોડો વિચાર કરવો.
Share if you agree.
✍યુવરાજસિંહ જાડેજા [ગોંડલ]🙏


💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
ચાલો જાણીએ રામકૃષ્ણ પરમહંસ વિશે
💐🔰💐🔰💐🔰💐🔰💐🔰💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
* જન્મ : ૧૮/૦૨/૧૮૩૬

* જન્મસ્થળ : કામારપુકુર

*મૂળનામ : ગદાધર*

* રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર

* માતાનું નામ : ચંદ્રમણિ

* પિતાનું નામ : ખુદીરામ

* પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ

* દાદાનું નામ : માણિકરામ

* ભાઈઓના નામ : રામકુમાર, રામેશ્વર

* બહેનોના નામ : કાત્યાયની, સર્વમંગલા

* સ્વભાવ : ચંચળ, હસમુખા, સ્ત્રી સહજ કોમળતા, માધુર્યના ગુણો સ્વભાવમાં હતા.

* અન્નપ્રાશન સંસ્કાર : ગદાધર છ માસનો થયો ત્યારે આ પ્રસંગ આવ્યો. મોટો સમારોહ કરી બ્રાહ્મણોને જમાડવાનું ગરીબ ખુદીરામનું ગજું ન હતું પરંતુ ભગવાનની કૃપાથી આ પ્રસંગ ધામધુમપૂર્વક પાર પડયો.

* વિદ્યારંભવિધિ : ગદાધર ચાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ કર્યો. અને તેને નિશાળે મૂકયો.

* શોખ : ગીત, સંગીત, પાત્રોના અભિનય, કથા સાંભળવી, રામલીલા જોવી.

* પિતાજીનું મૃત્યુ : ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું અવસાન થયું.

* જનોઈ સંસ્કાર : ગદાધર દસ વર્ષનો થયો એટલે તેનો જનોઈ સંસ્કાર કરવામાં આવ્યો. સને ૧૮૪૫માં આ સમારંભ થયો અને તેને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવી.

* નોકરી : દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં દેવીને અલંકાર પહેરાવવા.

* શકિતમંત્રની દીક્ષા : પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે રામકુમારે ગદાધરને શકિતમંત્રની દીક્ષા લેવડાવી.

* સાધનાનું સ્થળ : દક્ષિણેશ્વરમાં મંદિરની ઉત્તરે આવેલો ભાગ પંચવટીના નામે ઓળખાતો. એ પંચવટીની ચારેબાજુ જંગલ હતું ગીચ ઝાડી હોવાથી દિવસે પણ ત્યાં અંધારું રહેતું. ભૂતપ્રેતનો ત્યાં વાસ છે એવી લોકવાયકાને કારણે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. ગદાધરે આ પંચવટીને પોતાની સાધના માટે પસંદ કરી. આંબલીના વિશાળ વૃક્ષ નીચે તે બપોરે તથા રાતે ધ્યાન કરતા.

* લગ્ન : ૧૮૫૯માં ગદાધર ત્રેવીસ વર્ષના થઈ ચૂકયા હતા. એમને સાંસારિક બાબતોમાં રસ લેતા કરવા માટે ચંદ્રમણિએ ગદાધરને પરણાવી દેવાનું નક્કી કર્યું. પોતાનાથી અઢાર વર્ષ નાની પાંચ વર્ષની શારદા સાથે ગદાધરનાં લગ્ન થયાં.

* પત્નિનું નામ : શારદામણિ

* સાધનાનો નવો તબક્કો : સને ૧૮૬૧માં દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે ભૈરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી) ના આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો શરૂ થયો. ગદાધરની તાંત્રિક સાધનાઓની વિશેષતા એ હતી કે તેઓ લગભગ બધી તાંત્રિક કિયાઓ ત્રણ ત્રણ દિવસમાંજ પૂર્ણ કરી દેતા હતા.

* સંન્યસ્ત દીક્ષા : સને ૧૮૬૪ના અંતભાગમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગમ્બર સંન્યાસી આવી પહોંચ્યા. એમનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી. તોતાપુરીએ ગદાધરને કહ્યું હું તને વેદાંતનું જ્ઞાન આપીશ અને સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશ. ગદાધરે જવાબ આપ્યો મારે માને પૂછવું પડે. તેમને માને પૂછયું. માએ રજા આપી. આ જાણી તોતાપુરી પ્રસન્ન થયા. તોતાપુરીએ કહ્યું અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતાં પૂર્વે વિધિવત સંન્યસ્ત દીક્ષા લેવી પડે. પોતાની વૃદ્ધમાતાને દુ:ખ ન થાય તે માટે ગદાધરે ગુપ્તપણે દીક્ષા લેવાની તૈયારી બતાવી. રાત્રિના અંતિમ પ્રહરે ગુરુ-શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં પ્રવેશ્યા. શિખા અને યજ્ઞોપવીતનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનનાં પ્રતીક સમાં કૌપીન અને ભગવુંવસ્ત્ર ગદાધરે આનંદપૂર્વક અંગીકાર કર્યા. ત્યારબાદ તોતાપુરીએ ગદાધરને નવું નામ આપ્યું. તારું નામ શ્રીરામકૃષ્ણ અને પદવી પરમહંસ.

* વિવિધ ધર્મની સાધના : સને ૧૮૬૬ના અંતભાગમાં ગોવિંદરામ નામક એક અરબી ફારસીના પંડિતની મદદથી રામકૃષ્ણે ઈસ્લામ ધર્મની સાધના કરી પયગંબરના દર્શન કર્યાં. નવેમ્બર ૧૮૭૪માં શંભુચરણ રામકૃષ્ણને બાઈબલ વાંચી સંભળાવતા. ધીમે ધીમે તેમને ઈસુ ખ્રિસ્તના ચરિત્રનો તથા ખ્રિસ્તી ધર્મનો પરિચય થવા લાગ્યો. થોડા દિવસ પછી રામકૃષ્ણને ઈસુએ દર્શન આપ્યાં, આલિંગન આપ્યું અને એમનામાં સમાઈ ગયા.

* સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ : સને ૧૮૭૪ના અંત સુધીમાં રામકૃષ્ણએ પોતાના સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ કરુણા, ભકિત અને ત્યાગ પ્રાપ્ત થયાં.

* શિષ્યવૃંદ : કેશવચંદ્ર સેન, રામચંદ્ર દત્ત, મનમોહન મિત્ર, રામચંદ્ર દત્તનો નોકર લાટુ, રામાલચંદ્ર ઘોષ, ગોપાલચંદ્ર ઘોષ, નરેન્દ્રનાથ દત્ત (વિવેકાનંદ), મહેન્દ્રનાથ ગુપ્ત, યોગીન્દ્રનાથ ચૌધરી, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અશ્વરચંદ્ર સેન, શશીભૂષણ, શરદચંદ્ર ચકવર્તી, હરિનાથ ચટ્ટોપાધ્યાય, હરિપ્રસન્ન ચટ્ટોપાધ્યાય, ગંગાધર ઘટક, ગિરીશચંદ્ર ઘોષ, કાલીપ્રસાદચંદ્ર, સુબોધ ઘોષ, પૂર્ણચંદ્ર ઘોષ…

* નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ને સોમવાર વહેલી પરોઢ

* ગાંધીજીના મતે રામકૃષ્ણ : રામકૃષ્ણના જીવનની કથા એ આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરવાને શકિતમાન બનાવે છે.

* એક

પ્રસંગ : એક દિવસ ગદાધર પોતાના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુ એ વખતે પોતાના ઓરડામાં બેસી કંઈ કામ કરતા હતા. એટલામાં અચાનક મથુરબાબુ પાગલની જેમ દોટ મૂકીને આવ્યા અને ગદાધરના ચરણોમાં પડી બાળકની જેમ રડવા લાગ્યા. થોડીવાર પછી પોતાના વર્તનનો ખુલાસો કરતાં તેમણે કહ્યું. તમે વરંડામાં આંટા મારતા હતા એ હું જોતો હતો. આજે તમારામાં મને અદ્ભુત દર્શન થયાં. તમે જયારે એકબાજુ જતા હતા ત્યારે મને જગદંબા સ્વરૂપે દેખાતા હતા અને બીજી બાજુ જતા હતા ત્યારે શિવ સ્વરૂપે દેખાતા હતા. ઘડીભર તો મને લાગ્યું કે મારો ષ્ટિભ્રમ હશે. પરંતુ મેં આંખો ચોળીને ફરી જોયું તો પ્રત્યેક વખતે મને એવું જ જોવા મળ્યું.

* દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ : કલકત્તાના જાનબજાર નામક લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢય જમીનદારની વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ સાથે મસલત કરી કલકત્તાથી ઉત્તરે છ કિલોમિટર દૂર ગંગાકિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં સાઠ વીઘા જમીન સને ૧૮૪૧ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદી અને તેના પર નવચૂડાથી શોભતું વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાન્તનું મંદિર, સભામંડપ વગેરે બંધાવ્યા. સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગદાધરના ભાઈ રામકુમારે આયુષ્યના અંત સુધી પૂજારીપદ નિભાવ્યું હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁
🌺🌺સ્વામી રામકૃષ્ણ પરમહંસ🌺
🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌻રામકૃષ્ણ પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના થયો હતો. નાનપણમાં તેઓ ગદાધર નામથી પ્રસિદ્ધ હતા. સાત વર્ષની ઉંમરે તેમના માતા-પિતાના મૃત્યુ બાદ ટેઈ પોતાના ભાઈ સાથે ઝામપુકુર રહેવા લાગ્યા. ત્યાંના દક્ષિણેશ્વર મંદિરમાં પુજારી બન્યાં.

🌺પરમહંસ મહાકાલીના દર્શન માટે મંદિરમાં બેસી કલાકો સુધી ધ્યાન કરતાં. એક દિવસ માતાએ તેની પ્રાર્થના સાંભળી દર્શન આપ્યા, તેથી તેઓ કૃતાર્થ થયા. પરમહંસજીએ બાર વર્ષ સુધી પ્રમુખ ધર્મ અને સંપ્રદાયોનું જ્ઞાન મેળવી અંતમાં આધ્યાત્મિક ચેતનતાની એવી અવસ્થામાં પહોંચ્યા જ્યાંથી સંસારમાં ફેલાયેલ ધાર્મિક વિશ્વાસોના બધાં સ્વરૂપો પ્રેમ અને સહાનુભુતિની દ્રષ્ટિથી જોઈ શકતા.

🌺પરમહંસજીનું જીવન અનેક સાધના અને સિદ્ધિથી પૂર્ણ હતું, પરંતુ ચમત્કાર જ મહાપુરુષની મહત્તાને નથી વધારતા. તેમની મહત્તા તો ત્યાગ, વૈરાગ્ય, અમૃતોપદેશમાં છે, જેનાથી હજારો લોકો કૃતાર્થ થયાં. જેમના પ્રભાવથી બ્રહ્મસમાજમાં કેશવચંદ્ર જેવા વિદ્વાન પ્રભાવિત થયા. જેમના પ્રભાવથી નરેન્દ્ર જેવા બાળક ભારતના ગૌરવ સમાન સ્વામી વિવેકાનંદ બન્યા.

🌺જેમ સમય વ્યતિત થયો તેમ તેમના કઠોર આધ્યાત્મિક અભ્યાસો અને સિધ્ધિઓના સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા. તેથી અનેક લોકો તેમના ભકત બની ઉપદેશામૃત ગ્રહણ કરતા. પરમહંસજી વધારે સમય ન જીવ્યા, પરંતુ જેવું જીવન જીવ્યા એ પ્રમાણે પોતાના શિષ્યોને જીવવાનો આગ્રહ કરી ૧૫ ઓગસ્ટ, ૧૮૮૬ના તેમણે સાધનાથી પ્રાણનો ત્યાગ કર્યો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Yuvirajsinh Jadeja:
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
શ્રી રામકૃષ્ણ પરમહંસની પુણ્યતિથિએ એમનો એક પ્રેરક પ્રસંગ
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
જમીન પર ચાલતા શીખો...
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના શિષ્યો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરતા હતા. એ સમયે એક ભગવા વસ્ત્રધારી સાધુ આવ્યા. તેમણે પરમહંસને સીધો પ્રશ્ન કર્યો 🍄- ‘‘તમે જીવનમાં કોઈ ચમત્કાર કર્યો છે?’’ પરમહંસ કશું બોલ્યા નહીં. તેઓ ચૂપ રહ્યાં એટલે પેલા સાધુમહારાજ થોડા ગેલમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘‘મેં વીસ વર્ષ કઠોર તપ કર્યું છે અને તેના પ્રતાપથી અત્યારે હું પાણી પર ચાલી શકું છું. તમારે ચમત્કાર જોવો છે?’’

🌸પરમહંસે કહ્યું, ‘‘જેવી તમારી ઇચ્છા. ચમત્કાર દેખાડવો હોય તો દેખાડો.’’

🍄મહાત્મા સામેથી વહેતી ગંગાની ધારા પર ચાલવા લાગ્યા. પરમહંસના શિષ્યો ચકિત થઈ ગયા. સાધુમહાત્મા ધારાને પાર કરીને પરમહંસ પાસે આવી ગયા. પછી ગુમાન સાથે કહ્યું, ‘‘સિદ્ધિ આને કહેવાય.’’

🌸પરમહંસ મંદમંદ હસતા હતા. તેમણે કશું કહ્યું. એવામાં તેમને ત્યાં દૂધવાળો આવ્યો.
પરમહંસે પૂછ્યું, ‘‘ભાઈ, તું દૂધ આપવા ક્યાંથી આવે છે?’’

‘‘હું ગંગાની સામે પારના ગામમાંથી આવું છું,’’ દૂધવાળાએ જવાબ આપ્યો.

‘‘તું ગંગાને કેવી રીતે પાર કરે છે?’’ પરમહંસે તેને પૂછ્યું.

‘‘હોડીમાં બેસીને. કેવટ એક પૈસામાં ગંગાને પાર કરાવી દે છે.’’

🎯🙏દૂધવાળાનો જવાબ સાંભળી પરમહંસે સિદ્ધપુરુષ મહાત્મા સામે જોઈને કહ્યું,
‘‘મહાત્મા, જે કામ માત્ર એક પૈસામાં થઈ શકે છે, તેના માટે તમે જીવનના અમૂલ્ય વીસ વર્ષ વેડફી નાંખ્યા! પાણી પર ચાલીને શું મળે? તમે જમીન પર બરોબર ચાલવાનું શીખીએ તો વધારે ફાયદો થાય. તેના બદલે માણસ અને માનવતા સમજવામાં આટલું તપ કર્યુ હોત તો બેડો પાર થઈ જાત અને ઇશ્વર સામે ચાલીને તમને ભેટી પડત. માણસોને ચમત્કાર દેખાડવાને બદલે પ્રેમ કરો અને તેમના દુઃખદર્ઢ્ઢોને સમજો.’’

🌾સાધુમહાત્મા શરમાઈ ગયા અને તરત જ ચાલતી પકડી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગાયની ચાર ઓળખ

ભારત દેશમાં લોક્માન્યતા અને શાસ્ત્રોને આધારે ગાયની મુખ્ય ચાર ઓળખ છે.

(૧) કામધેનુ (૨) કપિલા (૩) સુરભિ (૪) કવલી.

(૧) કામધેનુ

કામ અટલે ઇચ્છા અને ધેનુ અટલે ગાય જે તમામ ઇચ્છા પુર્ણ કરનારી હોય તેવી ગાયને કામધેનુ ગાય કહેવામા આવે છે. કામધેનુ એટલે મનવાછિત ફળ આપનારી ઉત્તમગુણ સંપન ગાય. પુરાણ કથા પ્રમાણે ૧૪ રત્નો નિકળ્યા તેમાનુ એક રત્ન એટલે કામધેનુ ગાય.

(૨) કપિલા
મુખ્ય બે પ્રકારની કપિલા ગાય છે. ૧. સુવર્ણ કપિલા ૨. શ્યામ કપિલા જે ગાયનો રંગ સોના જેવો ચમકતો સોનેરી હોય તે ગાયને સુવર્ણ કપિલા કહેવામા આવે છે. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનુ સોનેરી મોઢુ, સોનેરી આંખો, પીંગળુ પૂછડુ અને આરસ જેવા શીંગ અને ખરી હોય છે.

(૩) સુરભિ
સુર એટલે દેવ, જેમા દૈવી ગુણો છે તે સુરાભિ ગાય. સામાન્ય રીતે કવલી, કપિલા અને કામધેનુ સિવાયની સારી ગાયો સુરભિ ગણાય છે.

👺 (૪) કવલી
જે ગાય વાછરુંને જન્મ આપ્યા વગર જ સીધુ દૂધ આપવાનુ શરુ કરી દે છે તેવી ગાયને કવલી ગાય કહે છે. હજારો ગાયોમાં આવો એકાદ કિસ્સો જન્મે છે. કવલી ગાય વર્ષો સુધી એમજ દૂધ આપ્યા કરે છે. કવલી ગાય આજીવન ગરમીમાં આવતી નથી, ગાભણ થતી નથી કે બચ્ચાને જન્મ આપતી નથી.
👆🏽 senieor Clark ma puchayelo prashn )

No comments:

Post a Comment